મહારાષ્ટ્ર સહિત આ ૯ રાજ્યોમાં બર્ડફ્લ્યુ Bird Flu નું જોખમ, ગુજરાતની સ્થિતિ કેવી છે? વાંચો ૧૦ મોટી વાતો

દેશમાં કોરોના પછી હવે બર્ડફ્લુ Bird Flu નામના રોગે દસ્તક દીધી છે. મહારાષ્ટ્ર અને દિલ્લી સહિત દેશના નવ રાજ્યોમાં બર્ડફ્લુ Bird Flu ના કેસ નોંધાયા છે. જે ચિંતા જનક છે.

પહેલા કોરોનાની ચિંતા, હવે કોરોનાની વેક્સિન મળી ગઈ છે દેશમાં ૨ લાખની આસપાસ કોરોનાના એક્ટિવ કેસ છે, એટલે કે કોરોના થોડો ધીમો પડ્યો છે ત્યા બર્ડફ્લુ નામની બિમારીએ ચિંતાનો વિષય બન્યો છે. ચિંતાનો વિષય મહારાષ્ટ્ર છે. અહીં તાજેતરમાં જ ૮૦૦ જેટલી મૂર્ગીઓ મૃત્યુ પામી હતી. આ ઘટના પછી રાજ્ય સરકારની કામગીરી વધી ગઈ છે. દિલ્લીની સ્થિતિ પણ ચિંતા જનક છે. દિલ્લીના એનિમલ હસબેન્ડરી વિભાગના જણાવ્યા અનુસાર ભોપાલમાં મોકલેલા ૮ સેમ્પલ પોસેટિવ આવ્યા છે. એટલે હવે દેશમાં કેરલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ એમ ૯ નવ રાજ્યોમાં બર્ડફ્લ્યુ પહોંચી ચૂક્યો છે.

બર્ડફલ્યુ ને લગતી ૧૦ મોટી વાત….

#૧ દેશના અનેક રાજ્યોમાંથી પક્ષીઓ મરવાની વાતો સામે આવી છે. ગયા રવિવારે જ કેન્દ્ર સરકારે દેશના ૭ રાજ્યોમાં બર્ડફ્લ્યુ પ્રવેસી ચુકવાની વાત સ્વીકારી હતી. હવે સોમવારે દિલ્લી અને મહારાષ્ટ્ર પણ આમાં ઉમેરાઈ ગયા છે એટલે દેશના ૯ રાજ્યોમાં હવે બર્ડફલ્યુ ફેલાવાનો ખતરો વધી ગયો છે.

#૨ આ ખતરાની વચ્ચે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. દેશના પ્રાણી સંગ્રાહલયને સૂચના આપી દેવામાં આવી છે આ સંદર્ભે તેઓ કેન્દ્રને રીપોર્ટ મોકલે. પર્યાવરણ વિભાગ થકી એક ઍડવાઈ જાહેર કરવમાં આવી છે જેમાં કહેવાયું છે કે આ પશુઓમાં ફેલાતી બિમારી છે અને આને રોકવા માટે આવા પ્રકારની બિમારીની જાણકારી આપવી અનિવાર્ય છે.

#૩ દિલ્લીના સંજય તળાવમાં ૧૭ બતકો અચાનક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી અધિકારીઓ એ આ ક્ષેત્રને એલર્ટક્ષેત્ર જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે આ પહેલા પણ અહીં ૧૦ બતકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા બતકના નમૂના તપાસ માટે મોકલી દેવાયા છે. અધિકારીઓનું કહેવું છે કે થોડા દિવસ પહેલા અહીંના એક પાર્કમાં ૯૧ જેટલા મૃત્યુ પામ્યા હતા. હવે આજે દિલ્લીમાં બર્ડફલ્યુની પુષ્ટિ કરવામાં આવી છે. દિલ્લીના એનિમલ હસબેન્ડરી વિભાગના જણાવ્યા અનુસાર ભોપાલમાં મોકલેલા ૮ સેમ્પલ પોસેટિવ આવ્યા છે.

#૪ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં રવિવારે પોંગ ડેમ નજીક વન્યજીવ અભયારણ્યમાં ૨૧૫ પ્રવાસી પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.જેમાં એવિયન ઈન્ફ્લ્યુએન્જાથી મરનારું એક શંકાસ્પદ પક્ષી પણ હતું. આ રીતે મરનાર આ પક્ષીની સંખ્યા હવે અહી વધીને ૪,૨૩૫ થઈ ગઈ છે. આ ઉપરાંત આ રાજ્યના અનેક વિસ્તારમાં મૃત્યુ પામેલા પક્ષીઓ મળી આવ્યા છે.

#૫ રાજસ્થાનમાં પણ રવિવારે મૃત્યુ પામેલા બીજા ૪૨૮ પક્ષીઓ મળી આવ્યા છે. રાજ્યમાં હવે આ રીતે ૨૯૫૦ જેટલા પક્ષીઓ આ રીતે મૃત્યુ પામ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ૪૨૮ પક્ષીઓમાં ૩૨૬ કાગડા, ૧૮ મોર, ૩૪ કબૂતર અને અન્ય ૫૦ જેટલા પક્ષીઓ છે.

#૬ મધ્યપ્રદેશ ના જનસંપર્ક અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ઇન્દોર, મંદસૌર, આગર માલવા, નીચમ, દેવાસ, ઉજ્જેન, ખંડવા, ખરગૌન, ગુના, શિવપુરી, રાજગઢ, શાજાપુર અને વિદિશામાં કાગડાઓમાં બર્ડફલ્યુની પુષ્ટિ થઈ ચૂકી છે. અહીં ૯ જાન્યુઆરી સુધીમાં ૨૭ જિલ્લાઓમાં લગભગ ૧૧૦૦ કાગડાઓ અને જંગલી પક્ષીઓના મૃત્યુ થઈ ચુક્યા છે.

#૭ મહારાષ્ટ્રના લાતૂરના અહમદ વિસ્તારમાં ૧૦ કિલોમીટરના ક્ષેત્રને એલર્ટ જોન જાહેર કરવામાં આવયો છે. જ્યાં છેલ્લા બે દિવસમાં ૧૨૮ મુરગીઓ સહિત ૧૮૦ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પક્ષીઓના મૃત્યુના કારણ જાણવા મળ્યા નથી પરંતુ આ વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે ૨૬૫ કિલોમીટર દૂર કેન્દ્રવાડી ગામની આજુબાજુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

#૮ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણે આ જણાવ્યું છે કે રાજ્ય સરકાર બર્ડફલ્યુ સામે લડવા સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. વિભાગીય અધિકારીઓ તપાસ માટે સેમ્પલ પણ ભેગા કરી રહ્યા છે. સ્થિતિ હાલ ગુજરાતમાં કન્ટ્રોલમાં છે.

#૯ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચિડિયાઘરમાં પક્ષીઓમાં બર્ડફલ્યુના વાયરસ જોવા મળ્યા છે. હાલ આ ચિડિયાઘર બંધ કરી દેવામાં આવ્યું છે.

#૧૦ હરિયાણાના પંચકૂલા જિલ્લામાં બે ફાર્મમાં પણ બર્ડફલ્યુના સંક્રમણ જોવા મળ્યા છે. આ સંક્રમણની પુષ્ટિ મળ્યા પછી રાજ્ય સરકાર હરકતમાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *