Site icon Gujjulogy.com

બોધકથા । વસ્તુનો મોહ અને સંબંધની કિંમત|  Bodh katha Dikari

એક વ્યક્તિએ ખૂબ જ મહેનતની કમાણીથી એક નવી કાર ખરીદી. તે પોતાની કારને જીવની જેમ સાચવતો અને રોજ તેને પોલિશ કરીને ચમકાવતો.

એક દિવસ તે વ્યક્તિ ઘરના આંગણે કાર સાફ કરી રહ્યો હતો. તે જ સમયે તેની ૮ વર્ષની દીકરી ત્યાં આવી અને જમીન પર પડેલા એક અણીદાર પથ્થરથી કારના દરવાજા પર કંઈક લખવા લાગી. નવી કાર પર લિટા પડતા જોઈ પિતાનો ગુસ્સો કાબૂ બહાર ગયો. તેણે વિચાર્યા વગર દીકરીનો હાથ પકડ્યો અને એટલા જોરથી મરડ્યો કે દીકરીનો હાથ ભાંગી ગયો.

દીકરીને હોસ્પિટલ લઈ જવી પડી. જ્યારે પિતા તેને મળવા ગયા ત્યારે માસૂમ દીકરીએ દર્દથી ભરેલી આંખે પૂછ્યું, “પપ્પા, મારો હાથ ક્યારે સાજો થશે?” આ સાંભળતા જ પિતાનું આંખો ભરાઈ આવી. પિતાને ખૂબ પછતાવો થયો.

તેઓ ઘરે પાછા આવ્યા અને દુઃખમાં કારને લાતો મારવા લાગ્યા. આ સમયે તેમની નજર પેલા ઉઝરડા – લખાણ પર પડી જે દીકરીએ પથ્થરથી લખ્યા હતા. ત્યાં લખ્યું હતું: “I LOVE YOU PAPA”
આ વાંચી પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

 

વાર્તાનો બોધ | Bodh katha Dikari
માણસ મહત્વનો છે, વસ્તુ નહીં: દુનિયાની ગમે તેટલી મોંઘી વસ્તુ પણ તમારા સ્વજનના પ્રેમથી મોટી નથી. ક્ષણિક ગુસ્સામાં લેવાયેલો નિર્ણય આખી જિંદગીનો પસ્તાવો બની શકે છે. કોઈ પણ પ્રતિક્રિયા આપતા પહેલા બે મિનિટ થોભી જવું અને પરિસ્થિતિ સમજવી જરૂરી છે.

Exit mobile version