તમારી બોડી લેંગ્વેઝને Body Language (Gujarati) પાવરફૂલ બનાવશે આ ૧૦ ટિપ્સ

 

આજના ઝડપી સમયમાં વ્યક્તિની બોડીલેંગ્વેજ (Body Language (Gujarati) સારી હોવી ખૂબ જ જરૂરી છે. લોકો તમારા વ્યક્તિત્વને આધારે તમારી બુદ્ધિનું અનુમાન લગાવવા લાગ્યા છે. ત્યારે તમારી બોડીલેંગ્વેજ (Body Language (Gujarati) જો પ્રભાવી નહીં હોય તો બની શકે તમારે તમારા જીવનમાં ઘણું બધુ ખોવાનો વારો આવે જો તમે વ્યવસાયિક જગત સાથે સંકળાયેલા છો કે પછી તેમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારી બોડીલેંગ્વેજ પ્રભાવી હોવી ખૂબ જ જરૂરી છે. અહીં તમારે માટે ૧૦ એવી પાવરફૂલ ટીપ્સ આપવામાં આવી છે. જેનો અમલ તમારી બોડીલેંગ્વેજ (Body Language (Gujarati) ને નવી ધાર મળશે.

(૧) તમારા Posture પર ધ્યાન આપો – powerful body language poses

તમારી આસન મુદ્રા એટલે કે Posture કેવી છે. તેના પર તમારું વ્યક્તિત્વ પ્રકારનો આત્મવિશ્ર્વાસ આવશે. જે સામેવાળા વ્યક્તિને પ્રભાવિત કરશે. હાવર્ડ અને કોલમ્બિયા બિઝનેસ સ્કૂલમાં થયેલા એક સંશોધન મુજબ જ્યારે તમે ઊભા રહો છો ત્યારે તમારી આસન મુદ્રા (Posture) સ્ટેટ, છાતી બહારની તરફ અને ખભા એકદમ સીધા હશે તો સામેવાળા પર તેનો સારો પ્રભાવ પડશે. તેને લાગશે કે તમારામાં આત્મવિશ્વાસ છલોછલ ભરાયેલો છે અને હા, આગળ જણાવ્યું તેમ તમારી આસન-મુદ્રા પ્રભાવી હશે તો તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થશે અને તમારો ડર પણ છૂમંતર થઈ જશે.

(૨) સારા શ્રોતા બનો

સારા શ્રોતા બનવું એ સૌથી વધુ જરૂરી છે. મોટાભાગના લોકો સામેવાળા વ્યક્તિને જવાબ આપવા તેને સાંભળતા હોય છે, પરંતુ આપણે એવું નથી કરવાનું. સામેવાળો વ્યક્તિ શું કહી રહ્યો છે. તેને સમજવા માટે પહેલાં તેને ધ્યાનથી સાંભળો. તેની વાત પર ધ્યાન કેન્દ્રિત કરો. તેને વિશ્વાસ બેસવો જોઈએ કે તમે તેની વાતને રસપૂર્વક સાંભળી રહ્યા છો. સામેવાળો વ્યક્તિ જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો હોય ત્યારે આજુ-બાજુ ન જુઓ. તમારી પાસેના ગેઝેટ, મોબાઈલ વગેરે પર ધ્યાન ન આપો. તેની સાથે આઈકોન્ટેક રહો અને સાંભળો કે તે શું કહી રહ્યો છે. તેને લાગવું જોઈએ કે તમને તેની વાતમાં રસ પડી રહ્યો છે.

(3) અવરોધજનક વસ્તુઓને સાઇડ પર કરો

જ્યારે કોઈ બે વ્યક્તિઓ વાત કરી રહ્યા હોય ત્યારે વચમા ખલેલ પાડે એવી કોઈ જ પણ વસ્તુ ન હોવી જોઈએ. તેનાથી ધ્યાન ભટકી શકે છે. તમારી બોડી લેંગ્વેજ તેને અને તેની બોડીલેંગ્વેજ તમે સ્પષ્ટ રૂપે જોઈ શકતા હોવા જોઈએ. આનો ખૂબ જ સારો પ્રભાવ પડે છે. જો તમે વાતચીત દરમિયાન ચા-કોફી પી રહ્યા છો તો, કપ ને તમારી છાતીથી નીચે રાખો. કેટલાક લોકો કપને ગળા સુધી પકડી રાખતા હોય છે. તેવું ન કરવું જોઈએ. કપ પકડવાની રીતથી પણ સામેવાળાને ખબર પડી જશે કે તમે નર્વસ થઈ રહ્યા છો કે, તમને કંઇક ડર લાગી રહ્યો છે.

(૪) હાથ મિલાવો પૂરા જુસ્સાથી – કોરોના છે એટલે કોણી મિલાવી શકો

જો તમારી કોઈની સાથે પ્રથમ મુલાકાત છે તો હસ્તધૂનન (હેન્ડશેક) સંપૂર્ણ જુસ્સાથી કરો. સામેવાળા સાથે આંગળીથી કે અંગૂઠાથી અંગૂઠો નહીં પણ હથેળીથી હથેળી મળવી જોઈએ. હસ્તધૂનન સંપૂર્ણ જુસ્સાથી કરવું જોઈએ. તમે જો વધારે આત્મીયતા દેખાડવા માગો છો તો બીજો હાથ પણ હેન્ડશેક પર મૂકી દો. આ દરમિયાન તમારા ચહેરા પર આછુ હાસ્ય તો હોવું જ જોઈએ. તેનાથી આત્મીયતા વધે છે. યાદ રાખો સ્પર્શનું ખૂબ જ મહત્ત્વ હોય છે. જો તમારો સ્પર્શ સામેવાળાના મનને સ્પર્શી ગયો તો તેનો ગજબ પ્રભાવ પડશે.

(૫) ચહેરા પર આછુ હાસ્ય રાખો – positive body language

તમારું અડધું કામ તમારું આછુ હાસ્ય એટલે કે સ્માઇલ જ કરી દે છે તમારી બોડીલેંગ્વેજમાં તમારી સ્માઇલ ચાર ચાંદ લગાવી દે છે. માટે કોઈને મળો ત્યારે ઉદાસ ન રહો, હસતા રહો. કારણ કે સૌ કોઈને હસતા ચહેરા જ પસંદ આવે છે. સામેવાળા સાથે વાત-ચીત દરમિયાન ચહેરા પર આછુ હાસ્ય જરૂર રાખો. એવું કહેવામાં આવે છે કે, જો તમે કોઈને મળો છો અને પહેલી ૩ મીનિટમાં જ તેને હસાવી દેવામાં સફળ રહો છો તો તેની સાથેનો સંબંધ એકદમ મજબૂત બનવાની શક્યતા વધી જાય છે.

(૬) વાતચીત દરમિયાન ચહેરા પરનાં હાવભાવ દેખાવા જોઈએ – Read Body Language

જો તમે સામેવાળા સાથે હાવભાવ સાથે વાત કરશો તો તેને તમારામાં આત્મવિશ્વાસ દેખાશે. તેને તમારી બોલવાની રીત પ્રભાવી લાગશે માટે વાતચીત દરમિયાન બોડી લેંગ્વેજ ખૂબ જ જરૂરી છે.

(૭) બોલતી વખતે તમારા હાથ ને સ્થિર ન રાખશો – positive body language

જ્યારે તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છો કે પછી કોઈ સ્પીચ આપી રહ્યા છો ત્યારે ન નમાત્ર તમારું મો, સાથે સાથે હાથ પણ બોલવા જોઈએ. આ પ્રક્રિયા સામેવાળા વ્યક્તિ કે શ્રોતાઓ પર ખૂબ જ સારો પ્રભાવ પાડે છે. તમારો આત્મવિશ્વાસ દેખાય છે અને તમે જે કહેવા – સમજાવવા માગો છો. તે સામેવાળા સુધી વધુ સારી રીતે પહોંચાડી શકો છો. તમે જોશો કે મોટા – મોટા મોટિવેશનલ ગુરુઓ પણ સ્પીચ આપતા સમયે પોતાના હાથોનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરે છે. તમે જ્યારે કોઈ શબ્દ બોલો છો ત્યારે તેનું મહત્વ તમે તમારા હાથોના હાવભાવથી પણ સામેવાળાને સમજાવી શકો છો. દા. ત. તમે ખૂબ મોટું જહાજ બોલો છો ત્યારે તમારા હાથોને હવામાં લહેરાવા.

(૮) તમારા પગ પર પૂરતું ધ્યાન આપો

બોડિલેંગ્વેજ (Body Language (Gujarati) માં પગની સ્થિતિ ખૂબ જ મહત્વની હોય છે. તમારી ભા રહેવાની રીતનું ખૂબ જ મહત્વ હોય છે. ક્યારેક ક્યારેક આપણે નવર્સ કે ગભરાયેલા હોઈએ છીએ ત્યારે પગ આપોઆપ હલવા લાગે છે. કેટલાક લોકો પોતાની ઊભા રહેવાની સ્થિતિ વારંવાર બદલ્યા કરે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. તમારે સીધા જ ભા રહેવાનું છે. એક જ સ્થિતિમાં બને ત્યાં સુધી ઊભા રહેવાનું છે. જો તમે ખુરશી પર બેઠા છો તો તમારે પગ ક્રોસ કરીને બેસવાનું નથી અને સામેવાળા તરફ તમારા પગ ન રહે તેવું ધ્યાન રાખવાનું છે. કારણ કે તેનાથી ખૂબ જ ખરાબ અસર પડે છે.

(૯) વાતચીત દરમિયાન અવાજ ધીમો રાખો

તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છો તે દરમિયાન તમારો અવાજ ધીમો એટલે કે કાબૂમાં રાખો. ખૂબ જોરથથી કે ખૂબ ધીમેથી બોલવાથી બચો. સામેવાળાને સંભળાય તેટલી મોટેથી અને સમજાય એવી સ્પષ્ટતાથી બોલવાની આદત પાડો. જોર જોરથી બોલનારા લોકોને કોઈ પસંદ કરતું નથી. આવા લોકોથી લોકો દૂર ભાગે છે એટલે કે ધીમે અને ટૂ-ધ પોઇન્ટ જ બોલો.

(૧૦) સાવધાનની સ્થિતિમાં ઊભા ન રહેશો – Powerful body language poses

આપણને સૌને શાળામાંથી અદબવાળી બેસવાની આદત પાડવામાં આવે છે. ત્યારે આપણે જ્યારે ઇન્ટરવ્યુ કે આપણા બોસને મળવા જઈએ છીએ ત્યારે શાળાની જેમ જ હાથ બાંધી દેતા હોઈએ છીએ. પરંતુ આવું ન કરવું જોઈએ. સાવધાનની મુદ્રાથી દૂર રહેવું જોઈએ. હંમેશા ટટ્ટાર સીધા બેસવાની જ આદલ વિકસાવ્યો. યાદ રાખો તમે શાળામાં નથી, ઓફિસમાં છો, જ્યાં તમે શીખવા નહીં, કામ કરવા જાઓ છો.

One thought on “તમારી બોડી લેંગ્વેઝને Body Language (Gujarati) પાવરફૂલ બનાવશે આ ૧૦ ટિપ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *