Entertainment – Gujjulogy.com https://gujjulogy.com Mon, 22 Mar 2021 13:19:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Entertainment – Gujjulogy.com https://gujjulogy.com 32 32 …તો શું રાખી સાવંત (Rakhi Sawant) પછી બિગબોસના આ સ્પર્ધકનો યોજાશે સ્વયંવર? https://gujjulogy.com/rakhi-sawant-swayamvar/ https://gujjulogy.com/rakhi-sawant-swayamvar/#respond Mon, 22 Mar 2021 13:19:57 +0000 https://gujjulogy.com/?p=916  

રાખી સાવંત (Rakhi Sawant) પછી બિગબોસના આ સ્પર્ધકનો યોજાશે સ્વયંવર? એવા સંકેતો મળી મળી રહ્યા છે

 

 

બિગબોસ (Big Boss) ૧૪માં આ વખતે વીતી ગયેલ વિવિધ સિઝનોના જૂના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો… જેમાં રાખી સાવંત (Rakhi Sawant) ટોપ૪માં પહોંચી હતી અને સિઝનની સૌથી એન્ટરટેઇનિંગ સ્પર્ધક ગણાતી હતી. જ્યારે જૂના અન્ય સ્પર્ધક તરીકે અર્શી ખાને (Arshi khan) પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન જમાવ્યું હતું.

વિકાસ ગુપ્તા (Vikas Gupta) અને તેની વચ્ચે જામેલી હુતુતુએ વિવાદનો મધપૂડો પણ છેડ્યો હતો. જાેકે તે સાથે અર્શી ખાને દર્શકોને ખાસ્સા એન્ટરટેઇન કર્યા હતા….તેના વિશેષ ઉર્દૂ લહેકા અંગે હોસ્ટ સલમાન ખાન ( Salman Khan ) દ્વારા પણ તેની મીઠી મજાક થતી હતી…આમ,તેની લોકપ્રિયતાને જાેતા સ્વયંવરના આયોજકોએ આગામી સ્વંયવર (Swayamvar ) માટે અશી ર્ખાન (Arshi Khan) નો સંપર્ક સાધ્યો છે…

આ શો દ્વારા ભાગ લીધેલા પ્રતિસ્પર્ધીઓમાંથી અર્શી પોતાના જીવનસાથીને પસંદ કરી શકે છે…ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટીવી અભિનેત્રી રતન રાજપૂત (Ratan Rajput) નો સ્વયંવર યોજાયો હતો.. જેણે ખાસ્સી ચર્ચા જગાવી હતી તેમજ શોને સારી ટીઆરપી પણ મળી હતી…

]]>
https://gujjulogy.com/rakhi-sawant-swayamvar/feed/ 0
Bobby Deol Gym Video । બોબી દેઓલની બોડી જોશો તો ચોંકી જશો! જુવો આ વીડિઓ https://gujjulogy.com/bobby-deol-gym-video/ https://gujjulogy.com/bobby-deol-gym-video/#respond Wed, 17 Mar 2021 17:24:54 +0000 https://gujjulogy.com/?p=911  

Bobby Deol Gym Video | હમણા જ બોબી દેઓલનો  એક વીડિઓ ફરી વાઈરલ થયો છે જેમા તે જીમમાં બોડી બનાવવા ભારે મહેનત કરી રહ્યો છે.

 

બોલીવૂડ એક્ટર બોબી દેઓલ (Bobby Deol) આજ કાલ લાઈમલાઈટમાં રહે છે. બોબી દેઓલે પોતા કરિઅરની શરૂઆતમાં આવું કરવું ગમતું ન હતુ, તે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતો પણ હવે તે ક્યારેક પોતાની એક્ટિંગના કારણે તો ક્યારેક તે પોતાની જબરદસ્ત બોડીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. બોબી દેઓલને હમણા જ વેબ સીરીજ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. વેબ સીરીજ “આશ્રમ” માટે તેને દાદા સાહેબ ફાળ્કે એવોર્ડ આપવામાં આવ્યો છે. જોકે આ વેબ સીરીજ વિવાદોથી ઘેરાયેલી રહી અને બોબી દેઓલ પણ તેનાથી સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો હવે તે પોતાની બોડીને લઈને પાછો ચર્ચામાં આવ્યો છે. હમણા જ બોબી દેઓલનો (Bobby Deol Gym Video) એક વીડિઓ ફરી વાઈરલ થયો છે જેમા તે જીમમાં બોડી બનાવવા ભારે મહેનત કરી રહ્યો છે.

આ વાઈરલ વીડિઓમાં જોવા મળે છે કે કઈ રીતે બોડી બનાવવા બોબી દેઓલ (Bobby Deol) જીમમાં પરસેવો પાડી રહ્યો છે. સલમાન ખાન પણ તેની બોડીને જોઇને તેને બોડી દેઓલ કહીને બોલાવે છે. આ વીડીઓ પર બોબી દેઓલના ફેન ખૂબ પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોલીવુડમાં બોબી દેઓલની આ બીજી ઇનિગ્સ ખૂબ સફળ રહી છે. હવે તે પહેલા કરતા વધારે મહેનત પણ કરી રહ્યો છે. પોતાની સફળતાને લઈ મીડિયા સામે પણ આ વાતનો સ્વીકાર તે કરી ચૂક્યો છે.

 


બોબી દેઓલ (Bobby Deol) પોતાની બીજી ઇનિગ્સમાં સલમાન ખાનની સાથે ફિલ્મ રેસ ૩ થી શરૂ કરી હતી. આ પછી તે વેબ સીરીજ અને ફિલ્મોમાં ચમકતો રહ્યો છે. ફિલ્મ રેસ ૩ માં બોબી દેઓલે પહેલીવાર શર્ટ ઉતારી પોતાની બોડી પણ દેખાડી હતી. બોબી દેઓલ હમણા જ નેટફ્લિક્સની સીરીજ ક્લાસ ઓફ ૮૩ અને આશ્રમ્માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં તે લવ હોસ્ટેલ અને એનિમલમાં પણ જોવા મળશે.

 

]]>
https://gujjulogy.com/bobby-deol-gym-video/feed/ 0
Aishwarya Rai જેવી દેખાતી આ પાકિસ્તાની છોકરીની ના ફોટા દેખશો તો વિચારતા જ રહી જશો https://gujjulogy.com/aamna-imran-aishwarya-rai/ https://gujjulogy.com/aamna-imran-aishwarya-rai/#respond Sat, 27 Feb 2021 16:58:26 +0000 https://gujjulogy.com/?p=883  

Aishwarya Rai જેવી જ દેખાતી પાકિસ્તાની આ છોકરી હાલ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. જુવો તેના એકથી એક અદ્દલ Aishwarya Rai ની અદાવાળા જ ફોટા…

 

 

એશ્વર્યા રાય જેવી જ દેખાતી પાકિસ્તાની આમના ઇમરાન (Aamna Imran) પાકિસ્તાન સહિત દેશ-દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. કારણ એટલું જ છે કે તે ભારતીય વિશ્વસુંદરી એશ્વર્યા રાય (Aishwarya Rai) જેવી લાગે છે. આમના ઇમરા (Aamna Imran) ને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કર્યુ છે અને તે એશ્વર્યા રાય (Aishwarya Rai Pakistani Doppelganger) જેવી દેખાય એવી અદામાં ફોટા પાડી તે અહીં પોસ્ટ કરે છે.

એશ્વર્યા રાય એટલે વિશ્વસુંદરી. દુનિયાભરની છોકરીતો ઐશ્વર્યા રાય જેવી સુંદરતા મેળવવા માંગે છે, તેના જેવી દેખાવા માંગે છે. આમા જો કોઇ છોકરી તેના જેવી થોડી પણ દેખાય તો તેને તરત સોશિયલ મીડિયા પર ફેમસ થવા મળી જાય છે. આવું જ પાકિસ્તાનની એક છોકરી સાથે થયું છે. ઉલ્લેખનીય છે આ છોકરી અદ્દલ ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે. આ છોકરીનું નામ છે આમના ઇમરાન (Aamna Imran).

 

 

View this post on Instagram

 

A post shared by Aamna Imran 🌹 (@aamna_imrann)


પાકિસ્તાની મૂળની આ છોકરી આમના ઇમરાન (Aamna Imran) એક બ્લોગર પણ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માત્ર અને માત્ર એશ્વર્યા રાય (Aishwarya Rai) જેવા દેખાતા ફોટાઓથી ભરેલું છે. આ ફોટાઓ તમે જુવો તો પહેલીવારમાં તો તે તમને ઐશ્વર્યા રાય જ લાગે. કેમ કે તે લાગે જ છે એવી. અને મજાની વાત એ છે કે આમના ઇમરાન બ્યુટી બ્લોગર છે. એટલે કે સુંદરતા સાથે તેનો નાતો છે જ. જો કે એશ્વર્યાની કોઇ કોપી કરતું હોય એવી આ પહેલી છોકરી નથી. ઐશ્વર્યા રાય (Aishwarya Rai) ની હમસકલ લાગતી અનેક છોકરી ઇન્ટરનેટ જગતમાં તમને જોવા મળશે. અને આ પહેલા તેમની પણ તસવીરો વાઇરલ થઈ ચુકી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Aamna Imran 🌹 (@aamna_imrann)

]]>
https://gujjulogy.com/aamna-imran-aishwarya-rai/feed/ 0
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) નું ટ્રેલર આવ્યું છે https://gujjulogy.com/gangubai-kathiawadi-official-teaser/ https://gujjulogy.com/gangubai-kathiawadi-official-teaser/#respond Thu, 25 Feb 2021 11:13:50 +0000 https://gujjulogy.com/?p=865 Gangubai Kathiawadi | આ ફિલ્મ અને આલિયા વિશે પણ આ ફિલ્મ જેના પરથી બની છે એ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) છે કોણ? આવો જાણીએ.

 

સંજયલીલા ભણસાળી ( Sanjay Leela Bhansali ) નું પદ્માવતી પછી બીજું એક ફિલ્મ આવી રહ્યું છે. જેનું નામ છે ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi). આ ફિલ્મ અને તેના પાત્ર વિશે ધણી ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય વાત એ છે કે હંમેશાં ક્યુટ રોલ કરનારી અને નાનકડી લાગતી આલિયા ભટ્ટ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. એટલે કે ફિલ્મમાં ગંગુબાઈનું પાત્ર આલિયા ભટ્ટ ( Alia Bhatt ) ભજવી રહી છે. આથી જ આ ફિલ્મમાં આલિયા ( Alia Bhatt ) ના રોલને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે તેનું પહેલું ટીજર પણ બહાર આવ્યું છે ત્યારે કેટલાક વ્યુઅર્સને આલિયાનો આ નવો અવતાર ગમી રહ્યો છે તો કેટલાંકને તે પસંદ નથી આવ્યો. આવું કેમ? કેમ કે જેના જીવન પરથી આ ફિલ્મ બની રહ્યું છે તે ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) લેડી ડોન હતી પણ કેટલાંક દર્શકોને આલિયામાં આ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ની ડોન જેવી છબી દેખાતી નથી. તેઓ હજુ આલિયાને ક્યુટ રોલમાં જ જોવા માંગે છે. આ તો થઈ આ ફિલ્મ અને આલિયા વિશે પણ આ ફિલ્મ જેના પરથી બની છે એ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) છે કોણ? આવો જાણીએ.

ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) કોણ છે.

સંજયલીલા ભણસાણીના ફિલ્મમાં ગુજરાતી પણું ન હોય એતો કેવી રીતે ચાલે. હવે તો આ ફિલ્મનું મુખ્ય પાત્ર જ ગુજરાતી છે. નામ છે ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi). એવું કહેવાય છે કે ગંગુબાઈ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં વતની હતા. તેમનું આખું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. એવું કહેવાય છે કે તેમને ૧૬ વર્ષની ઉંમરે પ્રેમ થયો હતો અને એ પણ એમના પિતાના એકાઉન્ટન્ટ સાથે. આ ઉમરે તેઓ તેની સાથે ભાગીને મુંબઈ આવી ગયા. ગંગુબાઇને નાનપણથી જ ફિલ્મનો ખૂબ શોખ હતો. આશા પારેખ અને હેમા માલિની તેમની ગમતી હીરોઇન હતી. પણ આ બધાની વચ્ચે તેમના જીવનમાં મુશ્ક્લીઓનો પહાડ ત્યારે તૂટી પડ્યો જ્યારે તમના પ્રેમીએ તેમને દગો આપ્યો. મુંબઈના કમાઠીપુરા નામના રેડલાઈડ એરીયામાં તેણે માત્ર ૫૦૦ રૂપિયામાં ગંગાબાઈને વેચી માર્યા અને ત્યાંથી ભાગી ગયો. બસ અહીંથી જે ગંગાબાઈનો જે જીવનજીવવાનો સંઘર્ષ શરૂ થાય છે કદાચ તેની જ આ કહાની ફિલ્મમાં વર્ણાવવામાં આવી હશે. ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)નું જીવન અનેક સંઘર્ષથી ઘેરાયેલું રહ્યું છે. અટલે કે ગંગુબાઇનું જીવન ફિલ્મની વાર્તા કરતાં ઓછું રહ્યું નથી.

ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) ના જીવન પર લેખક હુસૈન જૈદી ( Hussain Zaidi ) એ ‘ધ માફિયા ક્વીન ઓફ મુંબઇ’ (Mafia Queens of Mumbai) નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પરથી આ ફિલ્મ બનાવવામાં આવ્યું છે જેનું ટીજર આજે રીલિસ થયું છે. આગામી ૩૦ જુલાઇએ આ ફિલ્મ થીયેટરમાં આવવાનું છે પણ ત્યાં સુધીમાં આ ટીજર જોઇને લોકો જબ્બર કોમેન્ટ કરી રહ્યા છે.

પહેલા જોઇ લો આ ટીજરનો વીડિયો અને પછી વાંચો તેના કોમેન્ડ તમને પણ અંદાજ આવી જશે…

 

 

]]>
https://gujjulogy.com/gangubai-kathiawadi-official-teaser/feed/ 0
જ્યારે Priyanka Chopra ડાયરેક્ટરે કહ્યું ફિલ્મમાં કામ કરવું છે તો Breast અને Butt Surgery કરાવવી પડશે https://gujjulogy.com/priyanka-chopra-book-unfinshed/ https://gujjulogy.com/priyanka-chopra-book-unfinshed/#respond Tue, 09 Feb 2021 10:44:26 +0000 https://gujjulogy.com/?p=792 પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે કેમ કે તેણે એક બૂક લખી છે અનફિનિશ્ડ (Unfinished) , જેમા તેણે અનેક ખુલાસાઓ કર્યા છે. આ ખુલાસાઓ હેરાન કરનારા છે.

Priyanka chopada Unfinished book

તે આ પુસ્તકમાં લખે છે કે “ જ્યારે હું એક પ્રોડ્યુસર\ડિરેક્ટરને મળી તો થોડી વાતચીત પછી તેણે મને ઉભા થઈને ગોળ ફરવાનું કહ્યું , મે એવું જ કર્યુ. પછી ઘણા સમય સુધી તે મને એકી નજરે જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી ( Breast Surgery ) કરાવવી જોઇએ અને જબડું અને બટ્ટ ( Butt Surgery ) પણ કરાવી તેનો આ આકાર પણ…..”

પોતાના બોલ્ડ અંદાજ અન રવૈયાના કારણે અનેકવાર વિવાદોમાં રહેતી બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાએ પોતાના ૨૦ વર્ષના ફિલ્મી કરિયરમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી છે. વર્ષ ૨૦૦૦માં વિશ્વ સુંદરીનો એવોર્ડ મેળવ્યા પછી તેનું કરિયર આગળ જ વધતું ગયુ. અને હવે ૨૦ વર્ષના પોતાના આ કરિયરમાં તેણે જે અનુભવ મેળવ્યો, જે મેળવ્યું છે તેને એક પુસ્તકરૂપે પ્રગટ કરી રહી છે. પુસ્તકનું નામ છે અનફિનિશ્ડ (Unfinished). જે આજે રીલિજ થઈ છે.

ઉલ્લેખનીય છે કે “ધી ઇન્ડિપેન્ડેન્ટ”માં આ પુસ્તકમાંથી પ્રિયંકા ચોપડા સાથે જોડાયેલા કેટલાંક અંશો પ્રકાશિત થયા છે. જ્યા પ્રિયંકાએ લખ્યું છે કે એક ડિરેક્ટરે શરૂઆતમાં તેને પ્લાસ્ટિક સર્જરી કરાવાની સલાહ આપી હતી.

આ રીપોર્ટ અનુસાર પ્રિયંકા પુસ્તકમાં લખે છે કે,

 

 “ જ્યારે હું એક પ્રોડ્યુસર\ડિરેક્ટરને મળી તો થોડી વાતચીત પછી તેણે મને ઉભા થઈને ગોળ ફરવાનું કહ્યું , મે એવું જ કર્યુ. પછી ઘણા સમય સુધી તે મને એકી નજરે જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી ( Breast Surgery ) કરાવવી જોઇએ અને જબડું અને બટ્ટ ( Butt Surgery ) પણ કરાવી તેનો આ આકાર પણ…..જો તું અભિનેત્રી બનવા માગે છે તો આ તારે કરાવવું જોઇએ, એણે એ પણ કહ્યું કે હું લોસ એન્જલોસમાં એક ડોક્ટરને ઓળખું છુ તેની પાસે હું તમને મોકલી આપીશ.આ ઘટના પછી હું ખુદને કમજોર ગણવા લાગી હતી”

 

આ સંદર્ભે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ને ધ એશિયન સ્ટાઈલ મેગેજિને પ્રશ્ન કર્યો તો પ્રિયંકા જણાવે છે કે “મે કોઇ પણ બાબતે કોઇને પણ જવાબ કે સફાઈ આપવા માટે આ પુસ્તક નથી લખી. હું મારા જીવનમાં એવી જગ્યાએ પહોંચી છુ જ્યા મે કેટલીક ઉપલબ્ધિઓ મેળવી છે. આ બધું એટલા માટે શક્ય બન્યું કેમ કે મે આ બધી વાતોને મનમાં રાખી અને તેનાથી પ્રભાવિત ન થઈ.”

પ્રિયંકા (Priyanka Chopra) કહે છે કે “હું મનોરંજન જગતની મહિલા છું. આ જગતમાં ગોડ ફધર હોવો જરૂરી છે માટે અહીં મારે ખૂબ સખત બનવું પડ્યું, આ જગતના લોકોને તમને તમારી ખામીઓ બતાવી તમને નીચા દેખાડવાનું ખૂબ ગમે છે. આમા જ તેમને મજા આવે છે. પણ હું આ બધામાં ન પડી અને મેં માત્ર મારું કામ કર્યુ.”

પ્રિયંકા (Priyanka Chopra) કહે છે કે “હું હવે મોટી થઈ ગઈ છું અને હું આત્મવિશ્વાસી પણ છું. માટે ભુતકાળની વાતો કરવી હવે મારા માટે સરળ છે. આ પુસ્તક કોઇ પણ પ્રકારની સફાઈ આપાવા માટે નથી, આ મારી આંખોથી જોવાયેલા જીવનની કહાની છે.”

]]>
https://gujjulogy.com/priyanka-chopra-book-unfinshed/feed/ 0
Tandav Controversy: તાંડવની ટીમનો જેલવાસથી બચવા તાંડવ, સુપ્રિમ કોર્ટમાંથી રાહત નહી https://gujjulogy.com/tandav-controversy/ https://gujjulogy.com/tandav-controversy/#respond Wed, 27 Jan 2021 16:09:49 +0000 https://gujjulogy.com/?p=736 Tandav Controversy: વેબ સીરીઝ તાંડવ (Tandav) ના નિર્માતા, લેખક, અભિનેતાને આજે સુપ્રિમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. તાંડવની ટીમ સામે દેશના અનેક રાજ્યોમા કેસ નોંધાયા છે. આ કેસ સામે રક્ષણ આપવાની સુપ્રિમ કોર્ટે ના પાડી દીધી છે અને જણાવ્યું છે કે રાહત મેળવવી હોય તો હાઈકોર્ટમાં જાવ.

વેબ સીરીઝ તાંડાવ (Tandav web series) વિવાદોમાં ફસાઈ ગઈ છે, વિષેશ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તેની ટીમ પર આરોપ છે.

Tandav ની ટીમ સામે અનેક રજ્યોમાં નોંધાયા કેસ

તમને જણાવી દઈએ કે નિર્દેશક અલી અબ્બાસ દ્વારા નિર્દેશિત વેબ સીરીઝ તાંડવને લઈને દેશના અનેક રાજ્યોમાં પોલીસ કેસ નોંધાયા છે. જેના કારણ તેનાથી રાહત મેળવા તાંડવની આખી ટીમે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પણ અહીં તેમને રાહત મળી નથી અને હાઇકોર્ટમાં જવાનો ઓર્ડર મળ્યો છે. તાંડવની ટીમે સુપ્રિમ કોર્ટને તેમના વિરુધ્ધ થયેલી એફઆઈઆર FIR રદ કરવાનો આગ્રહ કર્યો હતો. અમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના પ્રમુખ અપર્ણા પુરોહિત, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખક ગૌરવ સોલંકી અને એક્ટર જીશાન આયુબે સુપ્રિમ કોર્ટમાં આરજી કરી હતી.

Tandav Controversy : શું છે આખી બાબત ?

તાંડવની ટીમ સામે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને મહારાષ્ટ્રમાં એફઆઈઆર ( FIR ) નોંધાઈ હતી તેની વિરુધ આ ટીમ સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. આ FIR રદ્દ કરવા તાંડવની ટીમ સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. તમને જણાવી દઈએ કે ઓટીટી (OTT) પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર ગઈ ૧૬ જાન્યુઆરીએ આ તાંડવ નામની વેબ સીરીઝ રીલીજ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ સીરીઝ વિવાદોથી ઘેરાયેલી રહી છે. નિર્માતા પર આરોપ છે કે આ સીરીજના માધ્યમથી સમુદાય વિષેશની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

]]>
https://gujjulogy.com/tandav-controversy/feed/ 0
જેમ્સ બોન્ડ (James Bond) સીન કૉનરી (Sean Connery) નું ૯૦ વર્ષની ઉમરે અવસાન https://gujjulogy.com/james-bond-sean-connery-is-no-more/ https://gujjulogy.com/james-bond-sean-connery-is-no-more/#respond Sat, 31 Oct 2020 15:30:55 +0000 https://gujjulogy.com/?p=620  

જેમ્સ બોન્ડ (James Bond) એક્ટાર સીન કૉનરી(Sean Connery) નું અવસાન થયું છે. મીડિયાના અહેવાલ મુજબ પ્રસિદ્ધ બ્રિટિશ અભિનેતા સીન કૉનરી હવે આપણી વચ્ચે રહ્યા નથી

જેમ્સ બોન્ડ (James Bond) એક્ટાર સીન કૉનરી(Sean Connery) નું શનિવારે અવસાન થયું છે. બીબીસીના એક રીપોર્ટ પ્રમાણે જેમ્સ બોન્ડ શ્રેણીની ૭ ફિલ્મમાં જેમ્સ બોન્ડનું મુખ્ય કિરદાર નિભાવનાર પ્રસિદ્ધ અભિનેતા સીન કૉનરીનું ૯૦ વર્ષની ઉમરે અવસાન થયું છે.
આ મહાન કલાકારને તેની એક્ટિંગ માટે અનેક મોટા ગજાના એવોર્ડ મળ્યા છે. ઓસ્કાર, ત્રણ ગોલ્ડન ગ્લોબ અને બે બાફ્ટા એવોર્ડ આમાં સામિલ છે.

સીન કૉનરી સ્કૉટિશ મૂળના હતા પરંતું તેમણે હોલીવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. જેમ્સ બોન્ડ શ્રેણીમાં જે લોકોએ જેમ્સ બોન્ડ તરીકેની મુખ્ય ભુમિકા નિભાવી છે તેમાં લોકોએ સીન કોનરીને વધારે પસંદ કર્યા હતા. “ધી હંટ ફોર રેડ ઓક્ટોબર”, “ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધી લાસ્ટ ક્રુસેડ” અને “ધી રોક” તેમની અન્ય સુપ્રસિદ્ધ ફિલ્મો છે.

સીન કૉનરીને ‘ધી અનટચેબલ્સ’ ફિલ્મ માટે પહેલી વાર ૧૯૮૮માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે આઈરિશ પોલિસ ઓફિસરની ભુમિકા નિભાવી હતી. આ જ વર્ષે ઓગષ્ટમાં તેમણે ૯૦મો જન્મ દિવસ ઉજવ્યો હતો…

]]>
https://gujjulogy.com/james-bond-sean-connery-is-no-more/feed/ 0
અક્ષયનું નવું ફિલ્મ લક્ષ્મી બોમ્બ laxmmi bomb વિવાદોમાં, શું ફિલ્મ રીલીઝ નહીં થાય? https://gujjulogy.com/akshay-kumar-new-film-laxmmi-bomb/ https://gujjulogy.com/akshay-kumar-new-film-laxmmi-bomb/#respond Mon, 26 Oct 2020 17:08:21 +0000 https://gujjulogy.com/?p=536 અક્ષય કુમાર ( Akshay kumar ) નું નવુ ફિલ્મ લક્ષ્મી બોમ્બ ( laxmmi bomb ) નું તાજેતરમાં ટ્રેલર રીલીઝ થયુ હતુ. ટ્રેલર રીલીઝ થતાની સાથે ફિલ્મ ( Film ) વિવાદોમા સંપડાતા અક્ષય માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમ જેમ ફિલ્મની રીલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ વિરોધ વધતો જઈ રહ્યો છે. દેશના ઘણા સંગઠનો ફિલ્મના નામ ને લઈને ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. સંગઠનોનું કહેવુ છે કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવો જોઈએ. ઘણા લોકોનું માનવું છે કે તે હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડે છે. આટલું ઓછુ હતુ એમ રાષ્ટ્રીય હિન્દુ સેનાએ પણ તેનો વિરોધ કર્યો છે.

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ટ્વીટર પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને લખેલ પત્રમા માંગણી કરી છે કે લક્ષ્મી બોમ્બના ડાયરેક્ટર અને કાસ્ટ વિરુધ્ધ પગલાં લેવામા આવે. ફિલ્મ દ્વારા હિન્દુ દેવી લક્ષ્મીનું અપમાન કરવામાં આવ્યું છે.

પત્રમાં જણાવામા આવ્યું છે કે મેકર્સે હિન્દુ સમુદાયને ભડકાવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. હિન્દુ સેનાનુ કહેવું છે કે લક્ષ્મી સાથે બોમ્બનો ઉપયોગ કરવો એ માતા લક્ષ્મીનુ અપમાન છે. સાથે એમ પણ જણાવવામા આવ્યુ છે કે આ ફિલ્મમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામા આવ્યું છે. ફિલ્મમાં હિન્દુ યુવકને મુસ્લિમ યુવતીને પ્રેમ કરતો દેખાડ્યો છે.

જાણકારી માટે કે અક્ષયની આ મુવી 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થવાની છે. ફિલ્મમાં કિઆરા અડવાણી અક્ષય સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.ફિલ્મનુ ટ્રેલર ઘણુ ટ્રેડ થઈ રહ્યું છે. ફિલ્મનું પહેલું ગીત બુર્જ ખલીફા લોન્ચ થતાની સાથે ઘણુ લોકપ્રિય થયું છે.

]]>
https://gujjulogy.com/akshay-kumar-new-film-laxmmi-bomb/feed/ 0
એક ગરીબ બાળકીને પડી તાત્કાલિક ઓપરેશનની જરૂરત. સોનું સૂદે કહ્યુ, ‘તૈયારી કરો, ૨૮મી થશે સર્જરી!’ https://gujjulogy.com/viral-sonu-sood-will-help-girl-child/ https://gujjulogy.com/viral-sonu-sood-will-help-girl-child/#respond Sat, 24 Oct 2020 11:59:45 +0000 https://gujjulogy.com/?p=440 બોલીવુડ એક્ટર સોનુ સૂદે ( sonu Sood ) કોરોના કાળમાં જરૂરિયાતમંદોની ખૂબ જ મદદ કરી હતી. લોકડાઉનથી લઈને અત્યાર સુધી સોનુ સુદ અવિરત લોકોની તમામ પ્રકારે મદદ કરી રહ્યાં છે. સોનુ સૂદનો હાથ મદદ માટે હંમેશાં લંબાયેલો જ રહ્યો છે.

હવે ફરી એકવાર પોતાની સેવા ભાવનાને કારણે સોનુ સૂદ ચર્ચામાં છે. હમણા જ પીટર ફર્નાંડિઝ નામના એક ટિ્‌વટર યૂઝરે સોનુ સૂદને ટ્‌વીટ કરીને એક બાળકની મદદ કરવા માટે વિનંતી કરી હતી. સોનુ સૂદે તરત જ તેમને મદદ કરવાની તૈયારી બતાવી હતી. યૂઝર્સ સોનુ સૂદના આ ત્વરીત રિએક્શન અને સેવાભાવનાના ખૂબ વખાણ કરી રહ્યાં છે અને સોશિયલ મિડયા પર ખૂબ સારા રિએક્શન આપી રહ્યાં છે.
વાત જાણે એમ હતી કે સોનુ સૂદને એક વ્યક્તિએ ટ્‌વીટ કરીને લખ્યુ હતું કે, ‘સોનુ સૂદ સર, એક ૧૦ વર્ષની બાળકી, જે મુંબઈમાં પોતાના ગરીબ માતા-પિતા સાથે રહે છે એને કરોડરજ્જુમાં ક્રેક થઈ ગયું છે અને પરુ જામી ગયું છે. ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યુ છે. કૃપા કરીને આ બાળકીની મદદ કરો.’

 


સોનુ સૂદે હંમેશાં જેમ ટ્‌વીટનો તરત જ જવાબ આપ્યો અને લખ્યુ કે, ‘ચાલો, આ બાળકીને સ્વસ્થ કરીએ! તૈયારી કરો, ૨૮મી તારીખે થશે સર્જરી.’

સોનુ સૂદ દ્વારા આપવામાં આવેલો આ રીપ્લાય હાલમાં વાઈરલ થઈ રહ્યો છે અને મીડિયાની સુર્ખીઓમાં છવાઈ ગયો છે.

આપણે જાણીએ જ છીએ કે કોરોના મહામારી વખતે સોનુ સૂદ મસિહા સાબિત થયા હતા. સોનુ સૂદે મહામારીના કારણે શહેરોમાં ફસાયેલા પરપાંતિય શ્રમિકોને સહિ – સલામત ઘરે પહોંચાડવામાં ખૂબ જ મદદ કરી હતી. તેમણે વિદેશોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે પ્લેન બૂક કરાવ્યુ હતું. એટલું જ નહીં, કોરોના વોરિયર્સ માટે પણ સોનુ સૂદે જુહુ સ્થિત પોતાની હોટેલનુ પણ દાન કરી દીધું હતું. ઉપરાતં લોકડાઉન દરમિયાન લોકો માટે ભોજન, દવા વગેરેની પણ અનેક સેવાઓ તેમના દ્વારા પુરી પાડવામાં આવી હતી.

હવે તેઓ એક બાળકીનું ઓપરેશન કરાવવા જઈ રહ્યાં છે ત્યારે તેમના ફેન્સ અને અન્ય સૌ લોકો તેમના વખાણ કરતાં થાકતાં નથી. એમને ‘સુપર હીરો’ કહીને બિરદાવી રહ્યાં છે.

]]>
https://gujjulogy.com/viral-sonu-sood-will-help-girl-child/feed/ 0
લુપ્ત થઇ રહેલી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ! https://gujjulogy.com/gujarat-bhavai-art/ https://gujjulogy.com/gujarat-bhavai-art/#respond Sat, 24 Oct 2020 11:25:25 +0000 https://gujjulogy.com/?p=433 ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ’ ( Bhavai ) નો ઇતિહાસ વાંચો બે મિનિટમાં…સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળતી ભવાઈની કળા આજે  લગભગ લુપ્ત થઈ ગઈ છે.

ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભાવ’ પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે. ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ’ એ ત્રાગાળા (તરગાળા) ભોજક જ્ઞાતિના આદિપુરુષ અસાઈત ઠાકરની દેણ છે.

ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભાવ’ પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે.

ભવાઈ વેશના ભીષ્મપિતામહ અસાઈત ઠાકર યજુર્વેદી કર્મકાંડી હતા. એક હિન્દવાણીના શીલની રક્ષા કાજે તેમણે વટલાવાનું પસંદ કર્યું. સિદ્ધપુરની બ્રાણ જ્ઞાતિએ તેમનો બહિષ્કાર કર્યો, જ્ઞાતિ બહાર મૂક્યા અને રોટી-બેટી વ્યવહાર પણ બંધ કર્યો. એટલે અસાઈત સિદ્ધપુર છોડી ઊંઝા આવ્યા અને કદીય સિદ્ધપુરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. આથી તે ત્રાગાળા કહેવાયા. દીકરા પણ સાથે હતા. તેમનાં ત્રણ ઘર તેથી ત્રણ ઘરા, તરગાળા થયું હોવાનું પણ કહે છે. તે ઊંઝામાં સ્થિર થયા. ઊંઝાએ તેમને હૈયાના હેતથી આવકાર્યા. ઊંઝાના પટેલોએ પોતાની દીકરીના શીલનું રક્ષણ કરનાર અસાઈતને મકાન આપ્યું, જમીન આપી, આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આ અસાઈતે સમાજની દુર્દશા જોઈ, તેની આંતરડી કકળી ઊઠી અને એ સ્પંદનોમાંથી જન્મ થયો ‘ભવાઈ વેશ’નો. તેમણે દરરોજ એક નવો વેશ ભજવી શકાય તેવા 370 ભવાઈ વેશ લખ્યા અને ભજવ્યા. આજે તેમના વંશજો નાયક અને ભોજક કહેવાય છે.

ભવાઈનાં મોટા ભાગનાં કથાવસ્તુ ઇતિહાસ અને સામાજિક પ્રશ્ર્નો પર આધારિત રહેતાં, જેથી સમાજની કુરૂઢિઓ, વહેમ, અંધશ્રદ્ધા દૂર થાય.

ભવાઈનું મુખ્ય પાત્ર નાયક કહેવાય છે. અસાઈત મુખ્ય પાત્ર ભજવતા એટલે તે નાયક કહેવાયા અને ભવાઈ એ તેમનો વારસાગત ધંધો બની ગયો. એ સમયમાં સ્ત્રીઓ વેશ ન ભજવી શકતી. એટલે પુરુષ તે વેશ ભજવતો અને તે એટલો તો આબેહૂબ ભજવતો કે સ્ત્રીઓ પણ ભુલાવામાં પડી જતી.

હું વર્ષો સુધી અમદાવાદમાં ત્રાગાળા જ્ઞાતિની વચ્ચે રહ્યો છું. ત્યાં સાંભળેલી આ વાત છે. એકવાર ત્રાગાળાની કેટલીક બહેનો લોકાચાર માટે ગામડે ગઈ હતી. 2-3 દિવસ પછી પાછી આવી. ત્યારબાદ છણભણ વાત ચાલી કે આ મહિલાઓમાં એક પુરુષ સ્ત્રીવેશ ધારણ કરીને ગયેલો અને 2-3 દિવસના સહવાસમાં કોઈને જરા સરખોય અંદાજ ન આવ્યો કે તે પુરુષ છે. એ હતા જયશંકર ભોજક. આને કારણે તો તેમનું નામ ‘સુંદરી’ પડ્યું. આવી અભિનયપટુતા આ કોમને વારસામાં મળી છે.

ભવાઈ ખુલ્લા મેદાનમાં રમાય છે. મેદાનમાં ધૂળ હોય છે તો પાણી છંટાય છે. આમાં ટિકિટના દર નથી હોતા. વહેલો તે પહેલોના ધોરણે બધાં ગોઠવાઈ જતાં હોય છે.

શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

દુંદાળો દુ:ખભંજણો, સદાય બાળેવેશ,
પરથમ પહેલાં સ્મરિયે, ગવરીપુત્ર ગણેશ.

સ્તુતિ પૂરી થતાં જ ભૂંગળ, નરઘાં કાંસી જોડાની રમઝટ જામે અને રંગલો અને રંગલી વિષયની માંડણી કરે અને ભવાઈ વેશ શરૂ થાય. ભવાઈમાં ગીત, કવિત અને સંગીતની સાથોસાથ નૃત્યને પણ એટલું જ અગત્યનું ગણ્યું છે. વાક્યાર્થનો અભિનય અને રસ આ બે ગુણો ભવાઈમાં છે. ભવાઈમાં સવૈયા, કુંડળિયા અને જકડીને અનુસરતા અંગવિશેષને સ્પષ્ટ કરી શકાતો નથી.’ ભવાઈ રમનારા નાયક અને ભોજક ભોજકો જૈન દેરાસરોમાં સંગીત શીખવતા, પછી ગાવાના ધંધામાં પરોવાયા. આજે તો ભવાઈ લગભગ મૃત:પ્રાય અવસ્થામાં છે. થિયેટરોમાં ચાલતાં નાટકો અને લાંબે ગાળે ચલચિત્રોને લીધે ભવાઈ લુપ્ત થતી જાય છે. ‘જેમ આજકાલ લોકોની માનતા પૂરી થાય તો ભગવાનને નાળિયેર વધેરે છે કે પછી કોઈ બીજી બાધા માને છે તે જ રીતે પહેલાં લોકો પોતાના ગામમાં ભવાઈ કરાવવાની બાધા રાખતા. ભવાઈ લોકોની ધાર્મિક શ્રદ્ધા સાથે સંકળાયેલી હતી. તેના કલાકારો આઠ-આઠ મહિના સુધી ગામેગામ ફરતા અને તેમાંથી જે મળતું એટલામાં પોતાનું ગુજરાન ચલાવતા.’

આવી આ ભવાઈ સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળવા ભજવાતી તે લગભગ લુપ્ત થઈ ગઈ છે.

ભવાઈનાં મુખ્ય અંગો…..

ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.

તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.

વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.

નૃત્યના ઠેકા: કથ્થકના

જરીવાળી સાડી, મુગટ (પીતાંબર), લાલ, પીળા, સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી મુસ્લિમ ઢબની ટોપી વગેરે.

]]>
https://gujjulogy.com/gujarat-bhavai-art/feed/ 0