Gujarat Crime File – Gujjulogy.com https://gujjulogy.com Tue, 20 Apr 2021 14:07:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Gujarat Crime File – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Gujarat crime file । સગી જનેતા અને પરીવારે ૩૨ દિવસની મિષ્ઠીનું ગળું ઘોંટી એને મોતને ઘાટ ઉતારી https://gujjulogy.com/gujarat-crime-file-32-day-child-murder/ https://gujjulogy.com/gujarat-crime-file-32-day-child-murder/#respond Tue, 20 Apr 2021 14:07:33 +0000 https://gujjulogy.com/?p=977  

 

Gujarat crime file । મિષ્ઠી તરફડી રહી હતી પણ એની સગી જનેતાનું રૂંવાડું ય ના ફરક્યું. । હત્યાનો કેસ અકસ્માતમાં ખપી ગયો અને પરિવાર આબાદ છટકી ગયો.

Gujarat crime file । વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનાની ૨૨મી તારીખ હતી. રીનાબહેનને વેણ ઉપડ્યું હતું. એમના પતિ હાર્દિકભાઈ, સાસુ નીતાબહેન અને સસરા ઉપેન્દ્રભાઈને આશા હતી કે આ વખત તો દીકરો જ આવશે. તાત્કાલિક રીનાબહેનને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા. રીનાબહેન લેબર રૂમમાં હતા ત્યારે બધા જ દીકરો આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. એમના હૈયા જોર જોરથી ધડકી રહ્યાં હતા. પણ બે કલાક પછી ડોક્ટરે આવીને સમાચાર આપ્યા એ સાંભળીને એમના હૈયા પર બુલડોઝર ફરી વળ્યું. રીનાબહેને દીકરાને નહીં પણ દીકરીને જન્મ આપ્યો હતો. પરીવારના સૌના ચહેરા પડી ગયા.

હાર્દિકભાઈએ દીકરીનું મોં પણ ના જોયું. દાદા – દાદી પણ સીધા ઘરે આવીને ઉંઘી ગયા. ત્યાં સુધી તો ઠીક પણ દીકરીની સગી જનેતા પણ દીકરીને જોવા રાજી નહોતી. માંડ માંડ કમને એણે એને ધવરાવી.

રીનાબહેન ઘરે આવ્યા. લક્ષ્મીનું આગમન થયું હતું છતાં પણ ઘરમાં શોક છવાયેલો હતો. રીનાબહેનને ચાર વર્ષ પહેલાં પણ એક દીકરી જન્મી હતી. એનું નામ રાખ્યુ હતું કેયા. પણ આ આખો પરિવાર દીકરાની ઘેલછામાં પાગલ થયેલો હતો. રીનાબહેન અને એમના સાસુ સ્ત્રી હોવા છતાં તેમને દીકરીની કોઈ કિંમત નહોતી. છતાં સમાજના રીવાજ પ્રમાણે નવી જન્મેલી દીકરીની છઠ્ઠી પણ થઈ અને નામ પણ રાખવામાં આવ્યું. મિષ્ઠી.

સમય પસાર થવા લાગ્યો. મિષ્ઠીને જોઈને ઘરના લોકોના ચહેરા પડી જતાં. આમને આમ એક મહિનો વીતી ગયો. પરિવાર આ બે બે દિકરીઓથી કંટાળી ગયો હતો. એટલે એક રાત્રે બધાએ મળીને નક્કી કર્યુ કે મિષ્ઠીને જ મારી નાંખવી. નિર્ણય થયાના બે દિવસ બાદ એ ઘરમાં રહેતા માણસોએ રાક્ષસોનું રૂપ ધારણ કર્યુ. સગી દીકરીને ખતમ કરી નાંખવા માટેનું ષડયંત્ર ગોઠવાઈ ગયું હતું. ઘરના દરવાજા પણ બંદ કરી દેવામાં આવ્યા. બધા લોકો મિષ્ઠી ઉંઘી હતી એ ઓરડામાં આવ્યા. બધાએ એકબીજા સામે જોયું. આંખમાંથી ખુન્નસ અને દીકરાની લાલસા ટપકી રહી. અચાનક એક વ્યક્તિએ મિષ્ઠીનું ગળુ જોરથી દબાવી દીધું. માસુમ મિષ્ઠી તરફડવા માંડી. એની નાની નાની પગલીઓ પલંગ પર પછડાવા લાગી. એના મોં માંથી ફીણ અને જીણી ચીસ નીકળવા લાગી, પણ સામે ઉભેલી સગી જનેતાનું હૃદય સ્હેજ પણ ના દ્રવ્યું. એનું રૂંવાડું ય ના ફરક્યું. થોડી જ વારમાં માત્ર ૩૨ દિવસની માસુમ મિષ્ઠીએ દમ તોડી દીધો.

પરિવાર બહું શાતિર હતો. કોઈને શંકા ના જાય એટલે તરત જ મિષ્ઠીને લઈને દવાખાને પહોંચી ગયા. પિતા હાર્દિકભાઈએ ડોક્ટરને કહ્યુ કે, ‘સાહેબ, મારી દીકરીને કંઈક થઈ ગયું છે. મહેરબાની કંઈક કરો. એ બોલતી નથી.’

હાજર તબીબે મિષ્ઠીને તપાસી. મિષ્ઠીના ગળા પર લાલ ચકામા દેખાતા એમને શંકા ગઈ એટલે એમણે કડી પોલીસને જાણ કરી. પોલીસે અને ડોક્ટરે એ નિશાન બાબતે પરિવારની પૂછપરછ કરી. મિષ્ઠીની માતાએ કહ્યુ, ‘સાહેબ, એને ઘણીવાર ધાવણના દૂધનું ઈન્ફેક્શન આવી જાય છે.’

ડોક્ટરે એ વખતે એમની વાત માની લીધી અને કહ્યુ, ‘બહેન, ઈન્ફેક્શન વધી ગયું લાગે છે. બાળકી મરી ગઈ છે. મારે એને પોસ્ટ મોર્ટમ માટે મોકલવી પડશે.’

દીકરીના મોતના સમાચાર સાંભળીને માતા, પિતા અને પરીવારજનોએ મગરના આંસુ સાર્યા. કલાક સુધી ખોટે ખોટું આક્રંદ કર્યું. એમાં પણ ચાલાકી કરી અને ડોક્ટરને કહ્યુ, ‘સાહેબ, આવડી નાની બાળકીનો દેહ પોસ્ટમોર્ટમમાં ચિરાઈ જશે અને એ જોઈને અમારા હૃદય પણ ચિરાઈ જશે. મહેરબાની કરીને એવું ના કરશો.’

ડોક્ટરે કહ્યુ, ‘બહેન આપની વાત હું સમજું છું. પણ મારે મારી ફરજ નિભાવવી જ પડશે.’

આમ પોલીસે ૭૭/૧૯થી સીઆરપીસીની કલમ ૧૭૪ અન્વયે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો. ડોક્ટરના રેફરન્સથી મિષ્ઠીનો મૃતદેહ કડીની સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જેમાં ડોક્ટરોને આ બાળકીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હોવાની શંકા ગઈ હતી. આથી મિષ્ઠીની લાશને પેનલ ડોક્ટરો પાસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવી.

આ બધું બન્યુ એટલે પરિવારજનોનો પરસેવો બેવડાઈ ગયો હતો. પણ કદાચ એમને બુરા કર્મો માટે હજુ વધારે સમય મળવાનો હતો. બાળકીના ટેસ્ટ તો તાત્કાલિક થઈ ગયા પરંતું ફોરેન્સિક રિપોર્ટમાં સ્વાભાવિક જ વાર લાગે તેમ હતું. આથી પરીવારજનોને મિષ્ઠીની લાશ સોંપી દેવામાં આવી, એ વખતે માત્ર અકસ્માતે મોત થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.

મિષ્ઠીની હત્યા કરી હોવાની ખબર કોઈને ન પડતાં પરીવારજનોને હાશકારો થયો. તેમણે મિષ્ઠીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા અને શાંતિથી જીવવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. રીનાબહેન, હાર્દિકભાઈ, નીતાબહેન અને ઉપેન્દ્રભાઈ કદાચ ગુનો કરીને છટકી ગયા હોવાનું અનુભવી રહ્યાં હતા. એક વર્ષ પસાર થઈ ગયું. એ પછી તો એમને એમ થઈ ગયું હતું કે રાત, ગઈ અને બાત ગઈ. પોતાના લોહિયાળ હાથ સુધી હવે કોઈ હાથ પહોંચી નહીં શકે. પણ ઉપરવાળાના હાથ કેટલાં લાંબા હોય છે એ આ પરિવારને કદાચ ખબર જ નહોતી.

***

૨૨મી ડિસેમ્બર- ૨૦૧૯ના રોજ માસુમ મિષ્ઠીની હત્યા થઈ હતી. અત્યારે ચાલી રહ્યો હતો માર્ચ -૨૦૨૧. પરીવારજનો તો મિષ્ઠીની પીડા, દર્દ, ચીસો, તરફડાટ બધું જ ભુલી ગયા હતા. પણ ઈશ્વર નહોતો ભુલ્યો. ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવી ગયો હતો. એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે એક વર્ષ પહેલાં કડીની જે બાળકીનું અકસ્માતે મોત થયું હોવાનું નોંધ્યુ હતું એ હકિકતમાં મર્ડર હતું. મિષ્ઠી નામની એ ૩૨ દિવસની બાળકીની ગળુ ઘોંટીને હત્યા કરવામાં આવી હતી. આ રીપોર્ટ મળતા જ સજાગ ડોક્ટરે તાત્કાલિક મહેસાણાના એસ.પીને રીપોર્ટ મોકલી આપ્યો અને વિગતવાર વાત કરી. પોલીસ ટૂકડીએ તાત્કાલિક મિટીંગ કરી. રિપોર્ટ જોઈને સૌ ચોંકી ગયા. આ દંપતિ પોલીસને પણ ઉલ્લુ બનાવી ગયું હતું. પોલીસને પુરેપુરી શંકા ગઈ કે બાળકીની હત્યા એના માતા – પિતા અથવા દાદા-દાદીમાંથી કોઈકે અથવા સૌએ ભેગા મળીને કરી હશે. આથી મહેસાણાના ડીવાયએસપી આર.આર. આહીરે પોતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી કે, ‘કડીના કરણનગર રોડ પર આવેલા રાજભૂમિ ફ્લેટમાં , ૪૧૨ નંબરમાં રહેતા માતા રીનાબહેન હાર્દિકભાઈ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબહેન ઉપેન્દ્રભાઈ તથા દાદા ઉપેન્દ્રભાઈએ પૂર્વયોજીત કાવતરું કરીને પોતાની જ ૩૨ દિવસની માસુમ દીકરીનું ગળું ઘોંટીને હત્યા કરી દીધી છે. અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો ખોટો પ્રયાસ કર્યો છે.’

ફરિયાદ બાદ પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી, પરંતું સમાચારની જાણ પરિવારજનોને થતાં જ એ લોકો ઘરે તાળુ મારીને ક્યાંક ભાગી ગયા છે. આ લખાઈ રહ્યું ત્યારે એટલે કે ૧૯ માર્ચ -૨૦૨૧ સુધી એમનો કોઈ પતો નથી. પણ ઉપરવાળાના ઘરમાં દેર છે અંધેર નહીં. માસુમ મિષ્ઠીની ચીસોને ન્યાય જરૂર મળશે, એના ગુનેગારોને સજા જરૂર મળશે.

***

આ ઘટના માતા – પિતા, દાદા-દાદી જેવા પવિત્ર સંબંધો પર લાંછન લગાડનારી છે. દીકરાની ઘેલછામાં કેટલાંક માણસો એટલા વિકૃત થઈ જાય છે કે તમામ હદો પાર કરી જાય છે.

આ ક્રાઈમ કથા બેટી બચાવવાની અને નારીનું સન્માન કરવાની અપીલ કરે છે. અને આપણી આસપાસ આવા કોઈ વિકૃત માનવીઓ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા વિનંતી કરે છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી ( Gujjulogy ) વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***

( Gujarat crime file । આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-crime-file-32-day-child-murder/feed/ 0
Gujarat crime file । પતિએ જ નાયબ મામલતદાર પત્નીના અંગત વિડિયો શેર કર્યા અને પછી…! https://gujjulogy.com/gujarat-crime-file-blackmail/ https://gujjulogy.com/gujarat-crime-file-blackmail/#respond Fri, 12 Feb 2021 16:09:09 +0000 https://gujjulogy.com/?p=819

Gujarat crime file । પતિએ કહ્યુ જો પૈસા નહીં આપે તો બીજા વિડિયો વાઈરલ કરી દઈશ. । પતિ સામાન્ય નોકરિયાત હતો અને પત્ની મામલતદાર એની ઈર્ષા આવતી હતી.

***

વાતાવરણમાં દિવાળીના તહેવારનો ઉત્સાહ હતો. ઓક્ટોબર – ૨૦૨૦ના આખરી દિવસો ચાલી રહ્યાં હતા. ગુજરાતના ગાંધીનગરમાં રહેતી અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતી નયના નામની એક યુવતી સવારે ઓફિસ જવા નીકળી. ટેબલ પરથી મોબાઈલ લીધો અને વોટ્સ એપ ચેક કરતાં કરતાં બહાર આવી. ચાલતા ચાલતા તેણે એક અંગત મિત્ર દ્વારા આવેલ વિડિયો ઓપન કર્યો અને દૃશ્યો જોઈ ચોંકી ગઈ. એ વિડિયો તેની જ અંગત પળોનો હતો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કાંઈ વિચારે એ પહેલાં જ તેણે તેની એ અંગત બહેનપણીને ફોન જોડ્યો.

‘હેલ્લો સંધ્યા! શું છે આ બધું?’

‘નયના હું તને જ ફોન જાેડતી હતી. તારી અંગત પળોના વિડિયો વાઈરલ થઈ ગયા છે. આપણા આખા ગૃપમાં આજે વહેલી સવારથી આ ફરી રહ્યાં છે.’

‘વ્હોટ? તને કોણે મોકલ્યો?’ મને તો વિદ્યાએ મોકલ્યો. પણ મેં વાયા વાયા તપાસ કરી તો ખબર પડી કે આપણી એક ફ્રેન્ડના મોબાઈલમાં તારા પતિ તરફથી જ આ વિડિયો આવ્યો છે.

‘શુ? સ્વપ્નએ આ વિડિયો મોકલ્યો?’ નયનાના હોંશ ઉડી ગયા હતા. કોલ કટ કરીને એ ધુંઆપુંઆ થતી અંદર ગઈ. એનો પતિ પલંગમાં બેઠો બેઠો આળસ મરડી રહ્યો હતો.

નયનાએ મોબાઈલનો ઘા કરતાં કહ્યુ, ‘સ્વપ્ન શું છે આ બધુ? તારા મોબાઈલમાંથી આપણી અંગત પળોના વિડિયો મારા ફ્રેન્ડ પર કેવી રીતે ગયા?’

‘મેં જ મોકલ્યા છે?’

‘શું….! તે જ મોકલ્યા?’

‘તું જોને, વિડિયોમાં હું દેખાતો નથી એટલે મેં જ મોકલ્યા હોય ને. માત્ર તારુ ઉઘાડું રૂપ જ દેખાય છે. અને સાંભળ માત્ર તારી ફ્રેન્ડને નથી મોકલ્યા આપણા કેટલાંય સગા-સંબંધીઓને પણ મોકલ્યા છે. સમજી!’

નયના પલંગ પર ફસડાઈ પડી, ‘તુ પાગલ થઈ ગયો છે. હું તારી પત્ની છું. વિકૃત આદમી છે તું!’ નયના રડી પડી. એનો પતિ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, ‘મેં કહ્યુ હતું તે કે મને પૈસા આપ નહીંતર તારા સેક્સી વિડિયો વાઈરલ કરી દઈશ.’

‘અરે, પણ સ્હેજ તો શરમ રાખવી હતી. મને એમ કે તું ખાલી ધમકી આપતો હોઈશ. પણ તેં તો..! હેં ભગવાન હું બરબાદ થઈ ગઈ.’
‘હજુ તો બરબાદ થવાની વાર છે. જો તું હવે મને પૈસા નહીં આપે તો આનાથી પણ બુરુ થશે. આ વિડિયોમાં તો ખાસ કશું દેખાતું નથી.

મારી પાસે તો એવા એવા વિડિયો છે કે વાત ના પૂછ. જોવા છે તારે?’

‘સ્વપ્ન પ્લિઝ એવું ના કરતો. હું તને પૈસા આપીશ.’

‘તું કેટલાં પૈસા આપે છે એના પર આધાર છે. મારે લાખો રૂપિયા જોઈએ છે.’

‘અરે, જેટલાં હોય એટલાં આપીશ. પણ તું આવું ના કરતો.’

‘ચાલ નીકળ અત્યારે! મારે હવે ફ્રેશ થવું છે. સાંજે વાત કરીશું.’ આટલું બોલીને એ ઉભો થઈને ચાલ્યો ગયો.

નયના રડતી રડતી બહાર આવી. એણે એની ફ્રેન્ડને વાત કરી. ફ્રેન્ડે એને હિંમત આપીને કહ્યુ, ‘જાે નયના તું આજે પૈસા આપીશ તો કાલે બીજા માંગશે. એની ભુખ વધતી જ જશે. માટે તું અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશને જા અને જેલમાં પુરાવી દે સાલાને.’

બહેનપણીની વાત નયનાને સાચી લાગી. નયના તરત જ ગાંધીનગરના સેક્ટર – ૭માં આવેલા પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ લખાવી.

પોલીસ ફરિયાદમાં એણે જણાવ્યુ કે, ‘હું મામલતદાર છું અને મારા પતિએ મારી વિરુદ્ધ સાયબર ક્રાઈમ કર્યો છે.’

‘શું કર્યું છે?’

‘મારી અંગત પળોના વિડિયો અને ફોગોગ્રાફ્સ મારા મિત્રો અને સગા સંબંધીઓમાં વાઈરલ કરી દીધા છે!’

‘બહેન, તમે ડિટેઈલમાં વાત કરો. એનું નામ, તમારુ નામ બધું જ.’

નયનાએ બધી જ વિગતો આપતા કહ્યુ, ‘મારા લગ્ન મે-૨૦૦૮માં સ્વપ્નસ્વરૂપ ખરાડી નામના વ્યક્તિ સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સારુ ચાલ્યુ. પણ પછી બબાલો ઉભી થઈ. સ્વપ્ન ખાનગી કંપનીમાં સામાન્ય પગારની નોકરી કરતો હતો અને હું મામલતદાર હતી એટલે એને ઈર્ષા આવતી હતી. એ મને હેરાન કરવા લાગ્યો. મારી પાસે પૈસાની માંગણી કરવા લાગ્યો. પતિ હતો એટલે મે પૈસા આપ્યા પણ ખરા. પણ એની હેરાનગતી અને માંગ વધતી ગઈ. આખરે મેં પૈસા આપવાનું બંધ કરી દીધું. એટલે એ મને ધમકાવતો હતો કે હું જાે પૈસા નહીં આપું તો મારી અંગત પળોના વિડિયો એ વાઈરલ કરી દેશે. મને એમ હતું કે હું એની પત્ની છું. આવી નીચ હરકત એ થોડો કરશે? પણ આજે વહેલી સવારે એણે મારા કેટલાંક વિડિયો અમારા સગા-વ્હાલા અને મિત્રોમાં વાઈરલ કરી દીધા છે. મેં એને આ બાબતે સમજાવ્યો પણ એણે ફરી ધમકી આપી છે કે હું એને લાખ્ખો રૂપિયા નહીં આપું તો એ ફરી મારા બીજા વધારે ખરાબ વિડિયો વાઈરલ કરી દેશે. મારી મદદ કરો સાહેબ!’

નયનાની વાત સાંભળીને પોલીસ ચોંકી ગઈ અને તરત જ હરકતમાં આવી ગઈ. એના પતિ વિરુદ્ધ સાઈબર ક્રાઈમ વિરુદ્ધ ગુનો દાખલ કરી એની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી.

***

આ ઘટના પતિ-પત્નીના પવિત્ર સંબંધને લાંછન લગાડનારી છે. આજનો માણસ એ હદે વિકૃત ગઈ ગયો છે કે પૈસા માટે એ કોઈ પણ સંબંધોનો ભોગ દઈ શકે છે. એક પતિ દ્વારા જ પત્નીના અંગત વિડિયો વાઈરલ થાય એનાથી નિમ્ન ઘટના બીજી કઈ હોઈ શકે?
આ ક્રાઈમ કથા આવા વિકૃત માનવીઓથી, વિકૃત સંબંધીઓથી સાવધાન રહેવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી (Gujjulogy) વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***

(Gujarat crime file – આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-crime-file-blackmail/feed/ 0
Gujarat crime file – એ માસુમ બાળક એક સ્ત્રી પુરુષને કઢંગી હાલતમાં જાેઈ ગયો અને એની હત્યાનું કાવતરું રચાયું. https://gujjulogy.com/gujarat-crime-file/ https://gujjulogy.com/gujarat-crime-file/#respond Sat, 06 Feb 2021 03:16:31 +0000 https://gujjulogy.com/?p=781 Gujarat crime file – છ વર્ષના માસુમ બાળકને અર્ધનગ્ન કરી કોણે માર્યો?
 એ માસુમ બાળક એક સ્ત્રી પુરુષને કઢંગી હાલતમાં જાેઈ ગયો અને એની હત્યાનું કાવતરું રચાયું.
ઘટના પાછળનું કાવતરું જાણીને ગામ લોકો પણ ચોંકી ગયા.

(Gujarat crime file । આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો  કાલ્પનિક છે અને તસવીર પ્રતિકાત્મક છે)

શનીવારનો દિવસ હતો. ૩જી ઓક્ટોબર- ૨૦૨૦ની સાંજે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા મેમદપૂર ગામમાં રહેતા લલિત ઠાકોર સાંજે ઘરની બહાર નીકળ્યા. તેમના છ વર્ષના દીકરાને તેમણે ના જોયો એટલે તરત જ પત્નીને પૂછ્યુ, ‘અરે, મુન્નો ક્યાં ગયો?’
પત્ની કંચને કહ્યુ, ‘અહીં જ તો રમતો હતો હમણા.’

આમ પતિ-પત્ની તરત જ નાના દીકરાને શોધવા લાગ્યા. પણ દીકરો ગામમાં ક્યાંયથી ના મળ્યો. ગામના ચોરે બેસતા એક માણસે કહ્યુ, ‘મેં થોડીવાર પહેલાં એક માણસને ઈકો કાર લઈને જતા જોયો હતો. એણે મોઢે અને માથે કપડું બાંધ્યુ હતું. એના હાથમાં એક પોટલું હતું. બની શકે એમાં તમારો દીકરો હોય…!’

આટલી વાત સાંભળી ત્યાં તો પતિ-પત્નીના હોંશ કોશ ઉડી ગયા. એ પોક મુકીને રડી પડ્યા અને ફરીવાર આમ તેમ શોધ-ખોળ કરવા લાગ્યા.

એ દરમિયાન એક વ્યક્તિ ગામમાં દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, ‘લલિતભાઈ, જલ્દી ચાલો! તમારો મુન્નો ત્યાં બાલસાસણ રોડ પર આવેલા ખેતરમાં શીતળા માતાના મંદીર પાસે બેભાન પડ્યો છે.’

લલિત-કંચન અને ગામના લોકો ખેતરમાં ગયા. ત્યાં જઈને જોયું તો તેમનો એકનો એક છ વર્ષનો દીકરો મુન્નો અર્ધનગ્ન હાલતમાં પડ્યો હતો. પિતાએ એને ઢંઢોળ્યો પણ એનામાં જીવ નહોતો. માતા-પિતાએ આભ ફાટી જાય એવું આક્રંદ કરી મુક્યો. ગામ લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે આવીને તપાસ કરી. માસુમ બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ. તેના ચહેરા પર મારના નિશાન હતા અને ગળુ દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાએ આખા મહેસાણામાં ચકચાર મચાવી દીધી. સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એચ.રાજપૂતે પોતાની ટીમ અને એલસીબી, એસઓજી સાથે ઈન્વેસ્ટીગેશન શરૂ કર્યુ. ગામમાં અનેક લોકોની પૂછપરછ કરી, દીકરાના પિતા અને માતાની પણ પૂછપરછ કરી. ઈકો ગાડીમાં બાળકનું અપહરણ થયું હોવાની વાતમાં પોલીસને ઘણું તથ્ય દેખાયુ અને ગામના લોકો પાસેથી જે બાતમી મળી હતી એ ચોંકાવનારી હતી. એ બાતમીના આધારે પોલીસે ગામના જ એક યુવક સંજય ઠાકોરની ધરપકડ કરી. ગામ વચ્ચેથી એને હાથકડી પહેરાવીને લઈ ગયા ત્યારે ગામ લોકો પણ અચંબામાં હતા કે સંજયને અને આ બાળકની હત્યાને શું સંબંધ?

પોલીસે સંજયને લઈ જઈને એની પૂછપરછ કરી. સીધો જ સવાલ કર્યો, ‘બોલ, શા માટે માર્યો મુન્નાને?’

‘સાહેબ, હું શું કરવા મારુ? મને કંઈ ખબર નથી….!’ આટલું બોલતા જ પોલીસે ડંડા વડે એને ઝૂડી નાંખ્યો. ઈન્સપેક્ટર બોલ્યા, ‘સંજય, અમને ગામમાંથી વાત મળી છે કે તારે અને મુન્નાની માતા કંચનને લફરું હતું. અને બીજી પણ ઘણી ખબર પડી છે. હવે જો સાચુ નહીં બોલે તો આ ડંડો બરડાં પર નહીં પડે, અંદર ઘુસાડી દઈશ સમજ્યો.’

આખરે સંજય ભાંગી પડ્યો અને એણે હત્યા કર્યુ હોવાનું કબુલી લીધુ. એ રડી પડતા બોલ્યો,‘ હા…હા…. મંં જ માર્યો છે મુન્નાને!’

‘એમ નહીં પૂરેપૂરી વિગતો કહે. એને કેવી રીતે ઉપાડ્યો, કેવી રીતે માર્યો? તારી સાથે આ હત્યાના કાવતરામાં અને મદદમાં કોણ કોણ હતું? અને શા માટે તારે એને મારવો પડ્યો?’

આખરે સંજય બોલવા માંડ્યો, ‘સાહેબ, તમને ગામમાંથી જે માહિતી મળી એ સાચ્ચી છે. મારે અને મુન્નાની મા કંચનને ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો.’

પોલીસે એને અટકાવ્યો, ‘એક જાપટ મારીશ સાલા. પ્રેમ સંબંધ નહીં આડા સંબંધો હતા એમ કહે. વિકૃત સંબંધ કહેવાય આને. ચાલ આગળ બોલ.’

સંજય થરકતા થરકતા બોલ્યો, ‘સાહેબ, અમે ઘણા વખતથી ખેતરમાં મળતા હતા અને શારિરીક આનંદ માણતા હતા. શુક્રવારે કંચન મુન્નાને લઈને ખેતરે આવી હતી. એને એક ઝાડ નીચે બેસાડીને એ મારી પાસે આવી. ખેતરની એક કોટડીમાં અમે સંબંધ બાંધી રહ્યાં હતા ત્યારે મુન્નો રડતો રડતો ત્યાં આવી પહોંચ્યો હતો અને અમને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. એ જ સાંજે એણે એના પપ્પાને કાલી-ઘેલી ભાષામાં વાત કરી હતી કે મમ્મી સંજયકાકા સાથે રમતી હતી અને મને એકલો મુકીને ચાલી ગઈ હતી. લલિત બરાબર સમજ્યો નહીં એની વાતમાં. પણ અમને ટેન્શન આવી ગયુ હતું. અમે ડરી ગયા હતા કે મુન્નો હજુ જાે એના પપ્પાને વાત કરશે તો એને શંકા જશે અને અમે પકડાઈ જઈશું. આથી મેં અને કંચને મળીને મુન્નાને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો. મારી પાસે મુન્નાના કતલમાં મુન્નાની સગી જનેતાનો જ હાથ છે. પ્લાન મુજબ ગઈકાલે મુન્નો ઘરના આંગણામાં રડતો હતો ત્યારે એને મેં ઉઠાવી લીધો અને એક ગાંસડીમાં બાંધીને ઈકો કારમાં બાલસાસણ રોડ પર શીતળા માતાના મંદીર પાસે લઈ ગયો. ત્યાં એને લાતે ને લાતે ખૂબ માર્યો. પછી ગળા પર પગ મુકી એનું ગળુ દબાવી એની હત્યા કરી નાંખી. કેસને આડે પાટે ચડાવવા માટે મેં એને અર્ધ નગ્ન કરી દીધો અને ત્યાં જ લાશ ફેંકીને ભાગી છૂટ્યો.’

સંજયની વાત પૂરી થઈ. પોલીસે ડંડાઓથી એની ફરીવાર ધુલાઈ કરી. એ જ દિવસે મુન્નાની સગી માતા કંચનની પણ ધરપકડ કરી. ગામ વચ્ચેથી કંચનને લઈને પોલીસ જઈ રહી હતી ત્યારે લોકો એના પર થુંકી રહ્યાં હતા. સગી માતા થઈને માત્ર વાસના માટે એકના એક માસુમ દીકરાની હત્યા કરાવનારી આ સ્ત્રીને કોઈ કાળે માતા ના કહી શકાય. એને ડાકણ જ કહેવાય. લોકો એને ડાકણ કહીને ધુત્કારી રહ્યાં હતા.

પોલીસે ગણતરીના કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો અને સંજય અને કંચનને જેલ ભેગા કરી દીધા. પણ લલિતને ગુનેગારોની ધરપકડના આનંદ કરતાં માસુમ દીકરાને ગુમાવ્યાનું દુઃખ વધારે હતું. એ રડી રડીને પાગલ જેવો થઈ ગયો હતો. પણ કુદરતની કરણી આગળ કોનું ચાલ્યુ છે?

***

માતા અને દીકરાનો સંબંધ તો આ દુનિયાનો પવિત્રમાં પવિત્ર સંબંધ છે. પણ આવી ઘટના બને ત્યારે આપણું મગજ ફાટી જાય. આપણને ઘૃણા થઈ જાય. માતાના સ્વરૂપને લાંછન લગાડનારી આવી સ્ત્રીઓ સમાજ માટે ખરેખર કલંકરૂપ છે. એમને કડકમાં કડક સજા થવી જોઈએ.

આ ક્રાઈમ કથા વાસનાથી તરબતર આવા સ્ત્રી પુરુષો કઈ હદ સુધી જઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ ઘટના આવા લોકોથી સાવધાન રહેવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

Gujarat crime file – ગુજ્જુલોજી (Gujjulogy) વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***

(Gujarat crime file । આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-crime-file/feed/ 0
વેવાઈ – વેવાણે Vevai Vevan ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી https://gujjulogy.com/vevai-vevan-love-each-other-and-suicide-on-tree/ https://gujjulogy.com/vevai-vevan-love-each-other-and-suicide-on-tree/#respond Sat, 31 Oct 2020 17:07:24 +0000 https://gujjulogy.com/?p=628  

 

વેવાઈ – વેવાણ Vevai Vevan લોકડાઉન દરમિયાન પણ એકવાર બંને ભાગી ગયા હતા. ઘટના સ્થળે મળેલી બરણીને આધારે લાશની ઓળખ થઈ.

ગત વર્ષે ૨૦૧૯માં સુરત (Surat) ના વેવાઈ અને વેવાણનો ( vevai vevan  )  કિસ્સો આખા યે ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. તે બંને પ્રેમમાં પડ્યા અને ભાગી ગયા હતા. આ વરસે જૂન – ૨૦૨૦માં પણ એવી જ એક ઘટના બની અને તેનો કરૂણ અંજામ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ ઘટનાથી ભારે ચકચાર છે.

વાત છે જૂન મહિનાની એક સવારની. સોમવારનો દિવસ હતો. વહેલી સવારે એક મજુર સાંબરકાંઠાના દીધીયા ગામના જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક એક લીમડાના ઝાડ નીચે એક પુરુષ અને સ્ત્રીની લાશ લટકતી જાેઈ. આસપાસના લોકોને પણ ભેગા થઈ ગયા પણ એ બંને લટકતા માણસોને કોઈ ઓળખતું નહોતું. આથી તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી બરણી જેવુ એક વાસણ મળી આવ્યુ. જેના પર જયંતીભાઈ ઠાકરડા એવું નામ કોતરેલું હતું.

પોલીસે એ નામને આધારે આસપાસના ગામોમાં તપાસ કરતાં ખબર પડી કે એ પુરુષ અને સ્ત્રી તો વેવાઈ વેવાણ હતા અને ખેડબ્રહ્મા તાલુકાના જ થેરાસણા ગામના હતા. નામ અને ગામ મળી જતાં પછી તો આખુ રહસ્ય ઉકેલાઈ ગયું. મરનાર પુરુષનું પુરુ નામ હતુ જયંતિભાઈ મોહનભાઈ ઠાકરડા અને સ્ત્રીનુ નામ હતું જાગૃતીબહેન કચરાભાઈ ઠાકરડા. જયંતિભાઈના દીકરા અને જાગૃતીબહેનની દીકરીનું સગપણ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યુ હતું અને બંને વેવાઈ – વેવાણ બન્યા હતા.

વેવાઈ – વેવાણ Vevai Vevan બનતા બંનેનો એકબીજાના ઘરે અવરો-જવરો શરૂ થયો અને જયંતિભાઈ અને જાગૃતિબહેનની આંખ મળી ગઈ હતી. બંનેએ સાથે જ જીવવા મરવાના સોગંધ ખાધા. જેમના સંતાનો એકમેકના સહજીવનના સપના જાેતા હતા એમની કોઈ જ પરવા કર્યા વિના આ આધેડ યુગલ પ્રેમમાં પડ્યુ. લોકાડાઉન દરમિયાન બંને ઘર છોડીને ભાગી પણ ગયા હતા. એ પછી સમાજના કેટલાંક લોકોની મધ્યસ્થીથી બંનેને પાછા લાવવામાં આવ્યા અને સમજાવીને દૂર કરવામાં આવ્યા.

પણ ચોરી છૂપી તેમની મુલાકાતો ચાલુ જ હતી. આખરે તેમની લાશ મળી એના બે દિવસ પહેલાં ફરીવાર તેઓ બંને પોત-પોતાના ઘરેથી ભાગી ગયા અને ત્રીજા દિવસે ઝાડ સાથે લટકેલી હાલતમાં તેમની લાશ મળી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને કેસ દાખલ કર્યો અને પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી દીધી. આને પ્રેમ કહેવાય? કે વાસના? કે પછી બીજુ કંઈ? એ ખબર નથી પણ એ ચોક્કસ છે કે જે થયું તે ખોટું છે? મા-બાપ આ ઉંમરે આ પગલાં ભરશે તો સંતાનોને શું શીખામણ આપશે? સંતાનોને પરણાવવાની ઉંમરે જ એકમેકના સગા-સંબંધીઓમાં જ આવા અણછાજતા સંબંધો બંધાય તો સમાજને એમાંથી કેવો દાખલો મળે? બેશક ખોટો જ દાખલો બસે. સંસ્કારનો હ્રાસ જ થાય.

આ ક્રાઈકમ કથા આપને કોઈ પણ પ્રકારના અવિચારી પગલાંથી કે સમાજ વિરોધી કાર્ય કરવાથી દૂર રહેવાનો પાઠ શીખવે છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

]]>
https://gujjulogy.com/vevai-vevan-love-each-other-and-suicide-on-tree/feed/ 0
વાડીમાંથી કલ્પેશ અને પ્રવિણાને લોકોએ કઢંગી હાલતમાં પકડી લીધા અને પચ્ચીસ લાખ માંગ્યા. https://gujjulogy.com/gujarat-saurashtra-savarkundala-crime-file/ https://gujjulogy.com/gujarat-saurashtra-savarkundala-crime-file/#respond Tue, 27 Oct 2020 13:47:34 +0000 https://gujjulogy.com/?p=555

 

સૌરાષ્ટ્રના સાવરકુંડલાનો આ રીયલ બનેલી ઘટના છે.અમરેલી પોલીસની કામગીરીને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે. પણ દર વખતે સારા નસીબ નથી હોતા. પોલીસ તો પોતાના તન, મન, ધનથી મુશ્કેલીઓમાં મુકાયેલાઓને મદદ કરવાના પ્રયત્નો કરે જ છે. પણ ક્યારેક બહું મોડું થઈ જતું હોય છે.

 

કાલ્પનિક તસવીર

– કલ્પેશે પ્રવિણાને બાથ ભરી લીધી. એને પોતાના બાહુપાશમાં દબાવી લીધી અને ચુંબનો કરવા માંડ્યો.
– પ્રવિણાએ કલ્પેશને હનીટ્રેપમાં ફસાવ્યો અને બિભત્સ વિડિયો ઉતારી લીધો.
– કલ્પેશના ભાઈને ફોન કરીને ૨૪ કલાકમાં ૨૫ લાખ માંગ્યા.

સાવરકુંડલા પાસે આવેલા બાઢડા ગામની સીમની સોંસરવા બનાવેલા રફ રસ્તે કલ્પેશની કાર પૂરપાટ જઈ રહી હતી. એની બાજુમાં પ્રવિણા બેઠી હતી હતી. કલ્પેશ ગાડી ચલાવતા ચલાવતા પ્રવીણા સાથે છેડછાડ કરી રહ્યો હતો. પ્રવિણાએ મીઠો છણકો કર્યો, ‘આટલી રાહ જાેઈ છે તો હવે થોડી જોઈ લ્યો ને. વાડીનું ઘર હવે ઢુંકડું જ છે.’

‘આમ આખો દિવસ તરસ્યા રહી શકીએ. પણ એકવાર માટલું પાંહે હોય પછી તરસ્યા રહેવું મુશ્કેલ છે. હવે નથી રેવાતું.’ કલ્પેશે ઉન્માદ ભર્યા અવાજે કહ્યુ.

પ્રવિણાના મગજમાં કંઈક કેટલાંયે વિચારો ચાલી રહ્યાં હતા. એણે કહ્યુ, ‘રેવાતું તો મારાથી ય નથી. પણ ચાલું ગાડીએ કાંઈ…..’ એ બહું જ બિભત્સ બોલી અને બંને જણ હસી પડ્યા.

આખરે ગાડી વાડીએ પહોંચી. બંને જણ કારમાંથી ઉતર્યા અને વાડીમાં બાંધેલી એક ઓરડીમાં પ્રવેશ્યા. અંદર જતાં જ કલ્પેશે પ્રવિણાને બાથ ભરી લીધી. એને પોતાના બાહુપાશમાં દબાવી લીધી અને ચુંબનો કરવા માંડ્યો.

પ્રવિણા પણ તરબતર થઈ ગઈ હતી. એણે કસીને કલ્પેશને પકડી લીધો. બંને જણ અલૌકિક આનંદ લઈ રહ્યાં હતા. એક મેકના મોટાભાગના વસ્ત્રો પણ ખેંચીને ફગાવી દીધા હતા. ત્યાં જ બહાર કોઈક ગાડી આવીને ઉભી રહી. એ બંને જણ કંઈ વિચારે એ પહેલાં જ ત્રણ લોકો અંદર ધસી આવ્યા. એક જણે કલ્પેશ અને પ્રવિણાનો કઢંગી હાલતમાં વિડિયો શૂટ કરી લીધો અને પછી ફોટા ય પાડવા માંડ્યા. કલ્પેશ ગભરાઈ ગયો, ‘ક..ક… ક કોણ છો તમે? અહીં શા માટે આવ્યા છો?’

‘તારો કાળો છીએ અમે. સાલા મારી બહેનને ભોળવીને એના પર બળાત્કાર કરે છે? હવે તો પોલીસને જ બોલાવું છું!’ આવેલા લોકોમાં એક મહિલા પણ હતી. એણે કહ્યુ.

બીજા બંને જણે તરત જ કલ્પેશને ગડદા પાટુનો માર મારવા માંડ્યો અને કહ્યુ, ‘તારા અને પ્રવિણાના ફોટા પણ પાડી લીધા છે અને વિડિયો પણ ઉતારી લીધો છે. આને વાઈરલ પણ કરી દઈશું અને પોલીસ કેસ પણ કરીશું. તને જેલ ભેગો કરી દઈશું.’

કલ્પેશના પગ તળેથી જમીન સરકી ગઈ. એ પરણીત હતો. ઘરે બાળ – બચ્ચા, ભાઈઓ બધાનો પરિવાર હતો. પ્રવિણા એની પ્રેમીકા હતી. કલ્પેશ લોકોના પગમાં પડી ગયો, ‘ના, ભાઈ એવું ના કરશો. મેં બળાત્કાર નથી કર્યો. અમે બંને પ્રેમમાં છીએ. જે કંઈ થયું તે અમારા બંનેની મંજુરીથી થયું છે.’ આટલું બોલીને એ પ્રવિણા તરફ ફર્યો અને બોલ્યો, ‘પ્રવિણા બોલ ને તું કે મેં તારી સાથે બળાત્કાર નથી કર્યો. આપણે આપણી મરજીથી ભેગા થયા છીએ. આ લોકો આ વિડિયો વાયરલ કરી દેશે તો આપણે મરી જઈશું!’ પણ કલ્પેશના માથે બીજાે વજ્રાઘાત થયો. પ્રવિણા અને આવેલા બધા જ શબ્ખો ખડખડાટ હસી પડ્યા. પ્રવીણા બોલી, ‘મારા વ્હાલમ, મારી મરજીથી કાંઈ નથી થયું હોં. તુ મને ફસાવીને અહીં લઈ આવ્યો છે! તેં મારા પર બળાત્કાર કર્યો છે!’ પ્રવિણા એ લોકો પાસે જઈને ઉભી રહી ગઈ, ‘તું ફસાઈ ગયો છે કલ્પેશ. હવે તું ગયો!’

પ્રવિણાના શબ્દોથી કલ્પેશના હોંશ ઉડી ગયા. એ સમજી ગયો કે આ આખું કાવતરું જ હતું. એ રડવા માંડ્યો. પેલા લોકોના પેટનું પાણી પણ ના હલ્યુ. એમાના એક સાગરિતે કહ્યુ, ‘જો કલ્પેશ તારે છૂટવું હોય તો એક જ રસ્તો છે! અમને ગમે તેમ કરીને પચાસ લાખ રૂપિયા આપી દે. નહીંતર તારા રાઈ રાઈ જેવા ટૂકડા કરીને ડેમમાં નાંખી દઈશું. મગરને ખવરાવી દઈશું.’

કલ્પેશ બોલ્યો, ‘ભાઈ, મારી પાસે એટલા બધા રૂપિયા તો નથી.’ કલ્પેશે રૂપિયા આપવાની અસમર્થતા બતાવી એટલે એ લોકોએ કલ્પેશને ખૂબ માર્યો અને પછી ત્યાંથી કલ્પેશની જ કારમાં એનુ અપહરણ કરીને વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે રહેતા દિનેશ દેવજી ડાભીની વાડીએ લઈ ગયા. ત્યાં જઈને પણ એને ખૂબ માર્યો. આખરે કલ્પેશ ખૂબ ડરી ગયો. એને સમજાઈ ગયું કે જાે એ પૈસા નહીં આપે તો આ લોકો ખરેખર એને મારીને ફેંકી દેશે. આખરે એણે ૨૫ લાખ રૂપિયા આપવાની બાહેંધરી આપી. પેલા લોકો એને મારતા અટક્યા અને કહ્યુ, ‘તું કોઈને જાણ કર અને અમે કહીએ એ સરનામે રૂપિયા આંગડિયા કરાવી દે.’

કલ્પેશે તરત જ એના મોટાભાઈ અશ્વિનને ફોન કરીને બધી વિગતો જણાવી પચ્ચીસ લાખ રૂપિયાની સગવડ કરવાનું કહ્યુ. આરોપીમાંથી પણ એક જણે વાત કરી અને અશ્વિનભાઈને કહ્યુ, ‘તમે જ્યાં સુધી પૈસાની સગવડ નહીં કરો ત્યાં સુધી તમારો ભાઈ છૂટશે નહીં. અને યાદ રાખો! તમારી પાસે ચોવીસ કલાક જ છે. જાે એટલા સમયમાં પૈસા ભેગા ના કર્યા અથવા તો પોલીસને જાણ કરી તો તમારો ભાઈ ગયો સમજજાે.’

અશ્વિનભાઈ ગભરાઈ ગયા. પણ તેમને પોલીસમાં અત્યંત વિશ્વાસ હતો. તેઓએ પોલીસ પાસે જવાનો નિર્ણય કર્યો.

***

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના ગામમાં આકાર પામનારી આ ઘટનાના છે મે- ૨૦૧૯ની. આ ઘટનાના મુળ બહું જુના હતા. વાત એમ હતી કે સાવરકુંડલાના બાઢડા ગામમાં રહેતો ૪૩ વર્ષનો કલ્પેશ સરધરા એક વખત મોબાઈલ દ્વારા પ્રવીણાના પરિચયમાં આવ્યો. પ્રવિણા બાબરા તાલુકાના ખંભાળામાં રહેતી હતી. એનું મુળ નામ પરમા પોપટ સુરસા. બંને રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજો મોકલતા અને ધીમે ધીમે પ્રેમમાં પડી ગયા. પછી તો વોટ્‌સ એપ પર બિભત્સ વાતો પણ થવા માંડી. અને બંનેએ શરીર સુખ મેળવવા માટે મળવાનું પણ નક્કી કર્યુ.

હકિકતમાં પ્રવિણા કલ્પેશને પ્રેમ-બ્રેમ નહોતી કરતી. એ તો કેટલાંક લોકો સાથે મળીને કલ્પેશને ફસાવીને રૂપિયા પડાવવા માંગતી હતી. પ્રવિણા અને કેટલાંક સાગિરતોએ હનીટ્રેપ પ્લાન બનાવ્યો હતો. પ્રવિણા અને તેના સાગરિતોના કાવતરાના ભાગ રૂપે જ પ્રવિણાએ પ્રેમનું નાટક કરી કલ્પેશ સરધરાને ફસાવ્યો હતો અને એ દિવસે એની જ વાડીએ બોલાવ્યો હતો. પ્રવિણાએ આ જાણ બધાને કરી દીધી અને એના સાગરિતો ત્યાં પહોંચી ગયા. પછી માર મારીને અપહરણ કરીને કલ્પેશને લીમધ્રા ગામની વાડીમાં લઈ ગયા હતા. ત્યાંથી એના ભાઈને ફોન કરીને પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

***

કલ્પેશનું અપહરણ થયાના સમાચાર સાંભળીને એના પરિવારમાં ભુકંપ મચી ગયો હતો. એના ભાઈ અશ્વિને તરત જ પોલીસને જાણ કરી. અમરેલીના પોલિસ અધિકારીઓ તરત જ સતર્ક થઈ ગયા અને હરકતમાં આવી ગયા. પોલીસે જુદી જુદી ટીમ કામે લગાવી દીધી. પોલીસ અધિકારીઓએ પોતાનું નેટવર્ક લગાવીને અનુભવથી થોડા જ સમયમાં અપહરણ કરનારા લોકોની ભાળ મેળવી લીધી. પોલીસને ખબર પડી ગઈ કે અપહરણકારોએ કલ્પેશને વિસાવદર તાલુકાના લીમધ્રા ગામની વાડીમાં ગોંધી રાખ્યો છે. પોલીસે તરત જ ત્યાં રેડ પાડી અને કેટલાંક અપરાધીઓને પકડી પાડી કલ્પેશને હેમખેમ બચાવી લીધો. ધરપકડ થયેલા કેટલાંક લોકોએ આખરે ગુનો કબુલ કરી લીધો. અને પછી બીજા ગુનેગારો જે ફરાર હતા એમની પણ ધરપકડ થઈ. આ આખા કાવતરમાં સંડોવાયેલા લોકોમાં રેખા મેવાડા, સાવરકુંડલાનો ભીખુ કરમટા, વિસાવદરનો ધના ગુજરિયા, લીમધ્રાનો દિનેશ ડાભી અને શબ્બીર મોરી ઉપરાંત જુનાગઢના ઈમ્તિયાઝ બલોચ, વિસાવદરના અફઝલ મંઘરા અને નાશીર શેખ અને શોયલ નામના વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.

કલ્પેશ સરધરા આ બાબતે કહે છે કે, ‘અમરેલી પોલીસ ના હોત તો હું આજે જીવતો ના હોત. હું તેમનો ખૂબ આભારી છું.’

વાત સાચી છે. અમરેલી પોલીસની કામગીરીને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે. પણ દર વખતે સારા નસીબ નથી હોતા. પોલીસ તો પોતાના તન, મન, ધનથી મુશ્કેલીઓમાં મુકાયેલાઓને મદદ કરવાના પ્રયત્નો કરે જ છે. પણ ક્યારેક બહું મોડું થઈ જતું હોય છે. પીડીતે જીવ પણ ગુમાવવાનો વખત આવે છે. માટે કદી પણ આવી ચાલમાં ના ફસાશો. પળ-બે પળના આનંદ માટે તમારી જાતને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના મુકશો. લગ્નેત્તર સંબંધો કદી કોઈને સુખ નથી આપી શક્યા આ વાત પથ્થરની લકીર પર લખી રાખજાે.
આ ક્રાઈમ કથા આપને લગ્નેત્તર સંબંધોની લાલચ આપી ફસાવતી ટોળકીઓથી સાવચેત રહેવા માટે જ રજુ કરવામાં આવી છે.
સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

 

***

(આ ક્રાઈમ કથામાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારોના નામ સાચા છે. તથા કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-saurashtra-savarkundala-crime-file/feed/ 0
પિતરાઈ ભાઈએ બહેનનો બળાત્કાર કરી, છરી વડે ગળુ વેતરી વીસ ફૂટ દૂર ફગાવ્યુ https://gujjulogy.com/12-year-old-girl-raped-cousin-in-banaskantha/ https://gujjulogy.com/12-year-old-girl-raped-cousin-in-banaskantha/#respond Fri, 23 Oct 2020 10:51:20 +0000 https://gujjulogy.com/?p=386 અવાવરું સ્થાને બહેનને લઈ ગયો અને હેવાનિયત આદરી.એણે રક્ત નિતરતા કપાયેલા માથાને ચોટલામાંથી જાલ્યુ અને દુર ઘા કર્યો. કપાયેલું માથુ વીસ ફૂટ દૂર જઈને પડ્યુ. આખરે સીસીટીવી કેમેરાને આધારે પોલીસે બળાત્કારીને પકડી પાડ્યો.

 

– ફોઈના દીકરો પહાડોની કોતરો વચ્ચે અવાવરું સ્થાને બહેનને લઈ ગયો અને હેવાનિયત આદરી.
– એણે રક્ત નિતરતા કપાયેલા માથાને ચોટલામાંથી જાલ્યુ અને દુર ઘા કર્યો. કપાયેલું માથુ વીસ ફૂટ દૂર જઈને પડ્યુ.
– આખરે સીસીટીવી કેમેરાને આધારે પોલીસે બળાત્કારીને પકડી પાડ્યો.

***

ઓક્ટોબર- ૨૦૨૦ના પ્રારંભના દિવસો હતા. ગુજરાતના વાતાવરણમાં નવરાત્રીની ભક્તિ અને શક્તિની આરાધનાના ભાવ ઘોળાયેલા હતા. એવા પાવન દિવસોમાં બનાસકાંઠામાં એક રહેતી એક મૂકબધિર યુવતી સાથે ઘૃણાજનક ઘટના બની.

સાંજના છ વાગ્યા હતા. બનાસકાંઠાના ડીસા તાલુકાના શિવનગરના એક ઘરમાં એક મુકબધીર યુવતી બેઠી હતી. ત્યાંજ એની ફોઈનો દીકરો નીતીન માળી એની પાસે આવ્યો. ભાઈને જાેઈને બહેન ખૂશ થઈ ગઈ અને એની ઈશારાની ભાષામાં એના ખબર અંતર પૂછ્યા. નીતિને એ યુવતની સાથે થોડીવાર વાત કરી અને એને કંઈક લાલચ આપીને એની સાથે આવવા જણાવ્યુ. યુવતી ભાઈ પર વિશ્વાસ મુકીને એની બાઈક પર બેસી ગઈ. પણ એને ખબર નહોતી કે ભાઈના મગજમાં વાસનાનો અજગર ફુંફાડા મારી રહ્યો હતો. નીતિન એને લઈને ભાખર ગામ પાસે એક મોટા પહાડ પાસે એક અવાવરૂ જગ્યાએ પહોંચ્યો અને બાઈક ઉભી રાખી. યુવતીએ એને ઈશારાથી પૂછ્યુ કે અહીં કેમ લાવ્યો છે? પણ જવાબમાં ભાઈએ એને બાથમાં ભરી લીધી, ‘મારી જાન, તને મજા કરાવવા લાગ્યો છું!’ આમ કરી એણે યુવતીને વધારે જકડી લીધી. અગિયાર જ વર્ષની મુક બધીર યુવતી બધું જ સમજી ગઈ. એણે ચીસ પાડી છટકવાનો પ્રયત્ન કર્યો. એણે ઈશારા અને આંખોથી આજીજી પણ કરી કે, ‘ભાઈ, હું તારી બહેન છું. છોડી દે મને.’

પણ યુવકના શરીરમાં કામ ધૂણતો હતો. એણે અગિયાર વર્ષની માસુમ બહેનની આજીજી ન સાંભળી કે ન તો સંબંધની કોઈ આમન્યા એને નડી. એણે એ પહાડોની કોતરો વચ્ચેના એકાંત સ્થાને સગા મામાની દીકરી સાથે બળાત્કાર કર્યો. અગિયાર વર્ષની દીકરી હેવાનીયતથી ભાંગી પડી. એ ઉભી પણ નહોતી થઈ શકતી. બળાત્કાર કરીને પણ નરાધમ નીતિનનું પેટ નહોતું ભરાયું. એણે પીડાથી કણસતી બહેન સામે જાેયું અને વિકૃત હસ્યો.

બહેન માંડ માંડ બોલી શકતી હતી, ‘ભાઈ, મારો શ્વાસ બંધ થઈ રહ્યો છે. મને દવાખાને લઈ જા. મને બહું દુઃખે છે.’

બળાત્કારી નીતીન બોલ્યો, ‘તને બહું દુઃખે છે ને! તું ચિંતા ના કર. તારુ દુઃખ હું હમણા જ દૂર કરી દઉં છું.’ આટલું બોલીને એણે પોતાની કમરે ખોસેલી તીક્ષ્ણ છરી કાઢી અને ખડખડાટ હસતો હસતો બહેન તરફ આગળ વધ્યો. નરાધમના હાથમાં છરી જાેઈને યુવતીની રહી સહી આશા પણ મરી પરવારી. એણે ગગન ભેદી આક્રંદ કર્યુ. પણ એનું આક્રંદ સાંભળનારું ત્યાં કોઈ નહોતું. નીતિન નજીક ગયો અને પોતાના જ બળાત્કારનો ભોગ બનેલી માસુમ બહેનની છાતી પર બેસીને એનું ગળુ કાપીને નોંખું કરી નાંખ્યું. સાંભળતા પણ રૂંવાડા ઉભા થઈ જાય તેવું એ દૃશ્ય હતું. માસુમ યુવતીનાં કપાયેલા માથા અને ઘડમાંથી રક્તનો ધોધ વહી રહ્યો હતો. યુવકે એ રક્ત નિતરતા કપાયેલા માથાને ચોટલામાંથી જાલ્યુ અને દુર ઘા કર્યો. કપાયેલું માથુ વીસ ફૂટ દૂર જઈને પડ્યુ. અને નરાધમ નીતિન જાણે કશું જ થયું નથી એમ ત્યાંથી બાઈક લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો.

***

અગિયાર વર્ષની માસુમ દીકરી ગુમ થતાં તેના મા-બાપ ચિંતામાં પડી ગયા. આસપાસ તપાસ કરી પણ દીકરીની ભાળ ના મળતા તેઓ સીધા ડીસાના ઉત્તર પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ લખાવી. પોલીસે તરત જ ચારે તરફ શોધખોળ આદરી દીધી.

રાતનો સમય હતો. જાંબાજ પોલીસ કર્મીઓ તન,મન અને ધનથી યુવતીની શોધ કરી રહ્યાં હતા. કોઈએ એનું અપહરણ કર્યુ હોય અથવા તો ભોળવીને ભગાડી ગયું હોય એવી પણ થિયરીઓ હતી. યુવતીના ઘરથી દૂર જતાં ડીસાના હાઈવે પરના સ્ટોર, હોટેલો, પેટ્રોલ પંપો પરના સીસીટીવી કેમેરા ચેક થઈ રહ્યાં હતા. એમાં મોડી રાત્રે હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપના સીસીટીવી પર પોલીસને એ નિર્દોષ યુવતી એક વ્યક્તિની બાઈક પર જતી જાેવા મળી.

પોલીસ હજુ એ દિશામાં આગળ વધે એ પહેલાં જ વહેલી સવારે ખબર મળ્યા કે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસેના એક અવાવરૂ પહાડી વિસ્તારમાંથી એક કિશોરીની લાશ મળી છે અને તેનું માથુ પણ કપાયેલું છે. દાંતીવાડા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી. ત્યાં સુધીમાં આ કેસ આખા બનાસકાંઠામાં ચર્ચાની ચગડોળે ચડી ગયો હતો. પોલીસે તપાસ કરી. વીસ ફુટ દૂરથી યુવતીનું કપાયેલું માથુ મળ્યુ અને ધડ પણ મળ્યુ. ઉપરાંત ત્યાંથી લોહીવાળા કપડાં, એક પ્યાલો અને બીજી અનેક ચીજાે મળી. પોલીસે તરત જ લાશની ઓળખ કરી લીધી કે એ યુવતી બીજું કોઈ નહીં પણ ગઈકાલે રાત્રે શિવનગરમાંથી ગુમ થયેલી અગિયાર વર્ષની માસુમ મૂકબધીર યુવતી જ હતી. એની સાથે બળાત્કાર થયાના પણ ત્યાં અનેક પુરાવાઓ હતા. બધી જ વસ્તુઓ પોલીસે ગાંધીનગર એસ.એફ.એલમાં મોકલી આપી.

આ તરફ દીકરી સાથે બળાત્કાર અને હત્યા થયાની જાણ થતાં મા-બાપ અને પરિવારજનો ભાંગી પડ્યા. આખાયે બનાસકાંઠામાં હાહાકાર મચી ગયો. અને મા-બાપને તરત જ બીજાે આઘાત પણ મળ્યો. પેટ્રોલ પંપ પરથી લીધેલો વિડીયો બતાવતા મા-બાપ ઓળખી ગયા કે બહેનનો દીકરો નીતિન જ દીકરીને લઈને જઈ રહ્યો છે.

પોલીસે તાત્કાલિક આરોપીના ઘરે રેડ પાડી. એના ઘરેથી આરોપીના લોહીવાળા કપડાં, અને બાઈક બરામદ કરવામાં આવ્યા અને નીતિનની ધરપકડ કરવામાં આવી. નીતિને પોલીસ સમક્ષ કબુલી લીધું કે, એણે જ કિશોરીનો રેપ કર્યો હતો અને એને છૂપાવવા માટે એની હત્યા કરી હતી.

બીજા દિવસે આરોપી નીતિને ડીસાની પોસ્કો કોર્ટમાં રજુ કરવામાં આવ્યો અને એના દસ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા.
આરોપીના હાલ (તા.૨૧-૧૦-૨૦૨૦) રિમાન્ડ ચાલી રહ્યાં છે. એ દરમિયાન આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં પણ આ ઘટનાના ખૂબ મોટા પડઘા પડી રહ્યાં છે. હત્યારા દુષ્કર્મીના પિતાએ પણ નરાધમને ફાંસી આપવાની માંગ કરી છે.

આ કેસમાં હજુ અનેક રહસ્યો છુપાયેલા હોય તેવું લાગે છે. જેમ કે આરોપી સાથે બીજા કોઈ શખ્શો હતા કે નહીં? કેટલી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો? હત્યા કરીને માથુ વીસ ફૂટ દૂર જ કેમ ફેંકવામાં આવ્યુ? બળાત્કાર છુપાવવાનો જ હતો તો પછી માથુ મળી જાય અને લાશ ઓળખાઈ જાય તેવું શા માટે કર્યુ? અને પહાડી પાસે આવેલા મંદીરને અને આ બનાવને કોઈ સંબંધ છે કે નહીં? આ બધા જ પ્રશ્નો બહું જ ઝડપથી ઉકેલાઈ જશે એવી આશા છે.

સત્ય આખરે બહાર આવશે જ અને ગુનેગારને મોટી સજા થશે જ. વિકૃતી જે તે માણસને તો બરબાદ કરે જ છે પણ એની સાથે સાથે બીજા લોકોએ પણ એનો ભોગ બનવું પડે છે. માટે આપને જાે જરા પણ શંકા જાય કે આ માણસની માનસિકતા યોગ્ય નથી તો એનાથી દૂર રહો.
આ ક્રાઈમકથા આપની આસપાસ સંબંધીઓનો સ્વાંગ પહેરીને ફરતા નરાધમ લોકોને ચેતવવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

 

***

(આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના નામો આપ્યા નથી. અને કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/12-year-old-girl-raped-cousin-in-banaskantha/feed/ 0
એક યુવકે સમલૈંગિક સંબંધો માટે બીજા યુવકને ઘરે બોલાવ્યો અને પછી જે થયું તે જાણીને ચોંકી જશો.. https://gujjulogy.com/homosexuality-froud-gujarat-crime/ https://gujjulogy.com/homosexuality-froud-gujarat-crime/#respond Fri, 23 Oct 2020 10:11:48 +0000 https://gujjulogy.com/?p=378 એ  Homosexual હતો. એના જીવનનું ગીત ‘આદમી હું આદમી સે પ્યાર કરતાં હું.’ જ હતું. એક એપ્લિકેશનમાં સમલૈંગિક સંબંધો બાંધવા હોમ સર્વિસ પૂરી પાડતી હતી.

 

રાતના સાડાબાર વાગ્યા હતા. અમદાવાદના એક પરા વિસ્તારમાં રહેતો એક ૨૫ વર્ષનો યુવક એના મોબાઈલ પર પોર્ન સાઈટ્‌સ વિડિયો જોઈ રહ્યો હતો. તેના લગ્ન થયાં નહોતા અને એ લગ્ન કરવા માંગતો પણ નહોતો. કારણ એ પોતે જ જાણતો હતો. કારણ કે એને છોકરીઓમાં કોઈ સર નહોતો. એ સમલૈંગિક હતો. એના જીવનનું ગીત ‘આદમી હું આદમી સે પ્યાર કરતાં હું.’ જ હતું. એ પુરુષ હતો અને પુરુષને જોઈને જ એની શારીરિક ઈચ્છાઓ જાગૃત થતી હતી. એણે સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોના પોર્ન વિડિયો જોયા પણ એને મજા ના આવી. આથી એણે સમલૈંગિક સંબંધોના વિડિયો માટે સર્ચ કર્યુ. પુરુષો એક બીજા સાથે સંભોગ કરતાં હોય એવા વિડિયો જોઈને એ ઉન્માદિત થઈ ગયો. જુદા જુદા વિડિયો સર્ચ કરતાં કરતાં એણે એક એપ્લિકેશન જોઈ. એ એપ્લિકેશનમાં સમલૈંગિક સંબંધો બાંધવા ઈચ્છતા લોકો માટે હોમ સર્વિસ પુરી પાડવામાં આવતી હતી. પોતે હોમો સેક્સ્યુલઅ હતો અને એની શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે એને આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી લાગી. એણે એપ્લિકેશનને ડિટેઈલ પૂર્વક જોઈ. એમાં એક યુવકે લખ્યુ હતું કે, ‘હું પોતે હોમોસેક્સ્યુઅલ છું. મને પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધવાનું જ ગમે છે. મારા જેવા કેટલાંય મિત્રો આખા દેશમાં છે. જે કુદરતની આ નાઈન્સાફીનો ભોગ બન્યા છે. તેથી મેં મારા જેવા અન્ય સમલૈંગિક યુવકોનું આખા દેશમાં ગૃપ બનાવ્યું. અમે સૌ એકબીજાની શારીરિક ભુખ સંતોષે તેવું આયોજન કરીને આ એપ્લિકેશન બનાવી છે. તમે પણ જો હોમો સેક્સ્યુઅલ હો અને શારીરિક સુખ ઈચ્છતા હો તો અમારો સંપર્ક કરો. દેશના મોટા શહેરોમાં તમને સેવા મળી જશે.’

નોંધ વાંચીને યુવક ખુશ થઈ ગયો. એણે બીજા દિવસે નિશ્ચિત નંબર પર કોલ કર્યો અને પૂછ્યુ, ‘મારે અમદાવાદમાં સમલૈંગિક સેવા જોઈએ છે! મળી જશે?’

‘હા, ચોક્કસ મળી જશે. હું પણ અમદાવાદમાં રહું છું અને હું પણ હોમો સેક્સ્યુઅલ છું.’ આમ કહીને ફોન વાળા વ્યક્તિએ આ યુવક પાસેથી ધીમે ધીમે બધી જ માહિતી મેળવી લીધી. એ ક્યાં રહે છે, ઘરમાં કોણ કોણ છે વગેરે વગેરે. અંતે બંનેનું મળવાનું ફાઈનલ થયું. અમદાવાદના યુવકે કહ્યુ, ‘બે દિવસ પછી મારા મમ્મી-પપ્પા ઘરે નથી. તું આવી જજે બપોરે મારા ઘરે!’
‘મમ્મી, પપ્પા રાત રોકાવાના છે!’

‘હા, બે દિવસ!’

‘તો તો બંને દિવસ આપણે મજા કરીશું. અને હા, આ બધા કામની મજા રાતે વધારે આવે. હું રાત્રે મોડે જ તારા ઘરે આવીશ!’ વ્યક્તિએ ઉન્માદભર્યા અવાજે કહ્યુ. પેલો યુવક પાણી પાણી થઈ ગયો.

બે દિવસ પછી રાતના સાડા બાર વાગ્યા હતા. મોડી રાત્રે બાર વાગ્યા પછી એક વ્યક્તિ અમદાવાદના આ યુવકના ઘરે આવ્યો. એ બહું જ રૂપાળો હતો. એને જોઈને યુવક પાગલ જેવો થઈ ગયો. બંને દરવાજો બંધ ધરી બેડરૂમમાં સરકી ગયા. અમદાવાદના યુવકની વાસના એને જોતા જ ભડકી ઉઠી હતી. એમાં અંધારાએ બળતામાં ઘી હોમ્યા જેવી સ્થિતી પેદા કરી. એ યુવક બીજા યુવકને ચુંબનો કરવા લાગ્યો અને એનો શર્ટ ખેંચી નાંખ્યો. ત્યાંજ આવેલા વ્યક્તિનો મોબાઈલ રણક્યો. એણે પેલા યુવકને કહ્યુ, ‘એક મિનિટ તું કંઈ બોલતો નહીં. મારા ઘરેથી ફોન છે. હું વાત કરી લઉં જરા.’ યુવક બેસી ગયો અને પેલો વ્યક્તિ વાત કરતો કરતો બેડરૂમની બહાર નીકળી ગયો. હળવેકથી ડ્રોઈંગરૂમમાં આવીને એણે દરવાજો ખોલી નાંખ્યો. તરત જ બીજા ચાર જણ અંદર ઘુસી ગયા. પછી પાંચેય વ્યક્તિ બેડરૂમમાં ગયા. પાંચ જણને જોઈને પેલો યુવક આશ્ચર્ય પામ્યો. એક હટ્ટા-કટ્ટા વ્યક્તિએ એના ગાલ પર ચાર – પાંચ તમાચા જડી દીધા, બીજાએ એના હાથ બાંધી દીધા અને ત્રીજાએ ચપ્પુ બતાવ્યુ, ‘સાલા, વિકૃત! મા-બાપ નથી એટલે આવા ધંધા કરે છે!’ એ આટલું બોલ્યો અને બધા જ હસી પડ્યા.
યુવક બોલ્યો, ‘કોણ છો તમે લોકો… અંદર શું કામ આવ્યા છો?’

‘અંદર તો તેજ બોલાવ્યા છે. હવે કંઈ બોલતો નહીં! નહીંતર ગળું વેતરી નાંખીશ. ચાલ જલ્દી તિજોરીની ચાવી આપી દે.’
યુવકે મોતની બીકે ચાવી આપી દીધી. એ પાંચે લોકોએ તિજોરીમાંથી મોટી રકમ અને સોનાના ઘરેણા કાઢી લીધા અને યુવકને પલંગ સાથે બાંધીને ફરાર થઈ ગયા.

***

બીજા દિવસે યુવકના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે યુવકને છોડાવ્યો. યુવકે રડતાં રડતાં આખી ઘટના કહી સંભળાવી અને કેસ પોલીસ સુધી પહોંચ્યો. અમદાવાદ પોલીસ દ્વારા કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સુધી પહોંચ્યો. આ પ્રકારે સમાલૈંગિક લોકોને સેક્સની સુવિધા પુરી પાડનારી એપ્લિકેશનના નામે લુંટ કરીને નાસી જતી ટોળકીના અનેક કિસ્સાઓ છેલ્લાં ઘણા સમયથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ધ્યાનમાં આવ્યા જ હતા. માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આવા કિસ્સાઓ બનવા માંડ્યા હતા. ભોગ બનનારા લોકોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. અમદાવાદનો આ કિસ્સો બનતા જ ક્રાઈમ બ્રાંચે પોતાની તપાસ પૂર જોશમાં વધારી દીધી.
સપ્ટેમ્બર- ૨૦૧૯ની આ ઘટના છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જાંબાજ અને ચપળ અધિકારીઓએ તપાસ આરંભી. સ્વાભાવિક જ ફોન નંબરો ખોટા નામ- એડ્રેસથી લીધેલા હતા. એપ્લિકેશનમાં પણ બધા ફોટા અને નામ ખોટા હતા. પણ ભલભલા ડિટેક્ટીવોને પણ પાછા પાડી દે તેવા ક્રાઈમ સ્પેશિયાલીસ્ટ અધિકારીઓએ પોતાની સુઝબુઝને કારણે આ ઘટનાના તાર મેળવી જ લીધા. ક્રાઈમ બ્રાંચને ધ્યાનમાં આવી ગયું કે એ એપ્લિકેશન દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં અનેક લોકો લુંટાયા છે. ટેકનિકલ એક્સપર્ટથી માંડીને અનેક લોકોની મદદથી આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને અસલી ગુનેગારોનું પગેરું મળી ગયું. આ સમલૈંગિક એપ્લીકેશન બનાવીને લોકોને લૂંટતી ગેંગના પાંચ સાગરિતો દિલ્હીના નાઈડાના એક એરિયામાં હોવાની બાતમી મળી. તરત જ અધિકારીઓની ટૂકડી ત્યાં પહોંચી અને પાંચે ય લોકોને પકડી લીધા.

આખા દેશમાં આ પ્રકારે લુંટ કરતી ગેંગના આરોપીઓમાં અજય શર્મા, વિજય શર્મા, મુકલ શર્મા, અને જોની સોની નામના યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ બહું ભેજુ લગાવીને માત્ર સમલૈંગિક લોકોને જ ટાર્ગેટ કર્યા હતા. માત્ર એમના ઘરે જ મળવાનું અને બને તો રાત્રે જ મળવાનું ગોઠવતા હતા. જેથી લૂંટ કરીને ભાગી શકાય. વળી આ લોકોને એવી ખાતરી પણ હતી કે સમલૈંગિક સંબંધોને કારણે પોતાની ઈજ્જત જવાની બીકે લુંટાનાર યુવકો પોલીસ કેસ તો નહીં જ કરે. આથી તેમણે આ એપ્લિકેશન બનાવીને આખા રાજ્યમાં તેમનું નેટવર્ક ફેલાવ્યું હતું. જ્યાંથી ઓર્ડર આવે ત્યાં આ ગેંગ પહોંચી જતી અને પોતાની નિશ્ચિત મોડસ ઓપરેન્ડિથી સમલૈંગિક વ્યક્તિને લુંટીને ફરાર થઈ જતી. આ ગેંગ પાસેથી લુંટીને પ્રાપ્ત કરેલ મોંઘા મોબાઈલ ફોન, સાત કાંડા ઘડીયાલ એક પાવર બેંક ઉપરાંત ભારતીય રૂપિયા મળીને કુલ એક લાખનો મુદ્દામાલ તથા ૫૫ અમેરિકન ડોલર અને ૨૦ નેપાળની ચલણી નોટો કબજે કરી.
આ ગેંગના પાંચેય સભ્યોની પૂછપરછમાં તેમણે પોતે જ આ એપ્લિકેશન દ્વારા લુંટ ચલાવતા હોવાની વાત કબુલી લીધી હતી. એટલું જ નહીં તેઓએ જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને કહ્યુ કે, તેમણે સમગ્ર ભારતના અનેક રાજ્યોમાં આ પ્રકારે સમલૈંગિક લોકોને ફસાવીને લુંટ કરી છે. જેમાં દિલ્હી, અમદાવાદ, વડોદરા, ગાજીયાબાદ, ઈન્દોર, નોઈડા, બેંગલોર, કોટા અને મથુરા જેવા શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ આંતરરાજ્ય ગુનાખોરીનું રહસ્ય ઉકેલતા જ ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા થયેલા પર્દાફાશથી અનેક લોકો લૂંટાતા બચ્યા હતા.

***

આજે ફ્રેન્ડશિપ, રીલેશન, અનૈતિક સંબંધો વગેરે માટે અનેક વેબ સાઈટ્‌સ અને એપ્લિકેશનો કાર્યરત છે. જે લોકો ઓન-લાઈન આ પ્રકારના સંબંધો માટે ફાંફા મારતા હોય છે તેમના માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે.

અનૈતિક સંબંધો ગુનો જ નહીં પણ પાપ પણ છે. કદી આ પ્રકારના કાર્યમાં ફસાશો નહીં. આવું કરવાથી પૈસા અને ઈજ્જત તો જાય જ છે પણ ક્યારેક જીવ ગુમાવવનો વખત પણ આવે છે.

આ ક્રાઈમ કથા આપને ઓન-લાઈન ફ્રોડિંગની એક નવી જ બાજુથી વાકેફ કરવા અને ચેતવવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

 

***

(આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના નામો આપ્યા નથી. અને કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/homosexuality-froud-gujarat-crime/feed/ 0
લોકડાઉનમાં બેરોજગાર યુવતી ઈન્ટરવ્યુ આપવા ગઈ અને બળાત્કારનો ભોગ બની https://gujjulogy.com/gujarat-crime-woman-interview-rape/ https://gujjulogy.com/gujarat-crime-woman-interview-rape/#respond Fri, 23 Oct 2020 09:32:39 +0000 https://gujjulogy.com/?p=372 આ ક્રાઈમ કથા આપને સમાજની કડવી બાજુઓથી વાકેફ કરવા અને ચેતવવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

 

  • – યુવતીનો ફોન મુકીને સુરેશના મનમાં વાસનાના સાપોલીયા રમવા માંડ્યા.
    – સુરેશ એ સુંદર યુવતીના જિન્સમાંથી ઉભરી રહેલી જાંઘ પર હાથ ફેરવવા એ બેતાબ થઈ ગયો.
    – એ વિકૃત આદમીએ ગંદા હાથે યુવતીના શર્ટના બટન ખોલી નાંખ્યા અને પછી એનું જિન્સ ઉતાયું.

 

 

એ યુવતી મુળ તો રાજસ્થાનના ઉદેપુરની હતી. ઉદેપુરમાં એના પતિ સાથે સુખેથી રહેતી હતી. દેખાવે અત્યંત સુંદર અને સંસ્કારી પણ ખરી. એની સુંદરતા જોઈને ભલભલાની આંખો પહોળી રહી જતી. કમરથી પણ નીચે આવતા એના લાંબા વાળ, માંજરી આંખો અને ચેરીની ફાડ જેવા લાલ ચોળ હોઠ જોઈને ભલભલા પુરુષોના શરીરમાં કામ ધુણવા માંડતો.

એ યુવતીના પતિને ઉદેપુરમાં એક હોટેલ હતી. પત્ની પણ હોટેલમાં મદદ કરતી. બંને પતિ-પત્ની શાંતિથી ખાઈ-પીને જીવન ગુજારી શકે તેટલું એ કમાતા હતા. પણ કોરોના મહામારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો. આખો દેશ થંભી ગયો. એમાં લોકડાઉનને કારણે એ યુવતીના પતિની હોટેલ પણ બંદ થઈ ગઈ. એકાદ મહિનો ચાલે એટલાં પૈસા હતા. પણ લોકડાઉન લંબાયુ એટલે બંને પતિ-પત્નીએ નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો. લોકડાઉન ખુલવા છતાં ઉદેપુરમાં ખાવાનું પુરુ થાય એવી નોકરી ના મળી. એટલે યુવતીએ કહ્યુ, ‘ ચાલોને આપણે અમદાવાદ ચાલ્યા જઈએ. ત્યાં નોકરી જરૂર મળી જશે.’

‘પણ મને અમદાવાદનો કોઈ અનુભવ નથી.’

‘તમને નથી પણ મેં ત્યાં બે વર્ષ નોકરી કરી છે. મારા પરિચિતો પણ ઘણા છે, આપણને બંનેને નોકરી મળી જશે!’

આ યુવતી બે વર્ષ પહેલાં અમદાવાદમાં એકલી રહેતી હતી અને બોપલમાં એક જગ્યાએ સુપરવાઈઝર તરીકે નોકરી કરતી હતી. પત્નીની વાત માનીને પતિ અમદાવાદ જુન – ૨૦૨૦માં અમદાવાદ આવી ગયો. બંનેએ સોલામાં એક નાનકડું મકાન ભાડે રાખ્યુ અને રહેવા લાગ્યા. બીજા જ દિવસથી પતિ-પત્ની નોકરી શોધવા લાગ્યા હતા. પંદરેક દિવસ થઈ ગયા હતા. યુવતીએ ઘણા જુના પરિચિતોને ફોન કર્યા હતા પણ કોરોનાને કારણે નોકરી ના મળી.

આખરે યુવતીને અચાનક એની સાથે બે વર્ષ પહેલાં કામ કરતો એક વ્યક્તિ યાદ આવ્યો. એ વ્યક્તિનું નામ સુરેશ જાટ હતું અને એણે પોતાનો પરિચય એક ટ્રાન્સપોર્ટર તરીકે આપેલો. યુવતીએ એના મોબાઈલનું કોલ લીસ્ટ ચેક કર્યુ. સુરેશનો નંબર મળી ગયો. એ અત્યંત રાજી થઈ ગઈ અને સુરેશને ફોન કરી પોતાનો પરિચય આપ્યો. સુરેશને પણ એ યુવતી યાદ આવી ગઈ.

યુવતીએ સુરેશને એની અને એના પતિની નોકરી માટે કહ્યુ. સુરેશની આંખો સામે એ વખતે એ યુવતીનો સુંદર ચહેરો રમી રહ્યો હતો. એના બદનમાં સળવળાટ ગઈ રહ્યો હતો. યુવતી બોલતી હતી પણ એના કાન એ સાંભળી નહોતા રહ્યાં. ગમે તેમ કરીને આ યુવતીને પામવા માટે એના મગજમાં મેલી રમત રમાઈ રહી હતી.

સુરેશે આખરે કહ્યુ, ‘સારુ, હું કંઈક જોઉં છું. તને એકાદ-બે દિવસમાં ફોન કરું.’

યુવતીનો ફોન મુકીને સુરેશના મનમાં વાસનાના સાપોલીયા રમવા માંડ્યા. કઈ રીતે આ યુવતીની મજબુરીનો ફાયદો ઉઠાવવો એના જ વિચારો આવવા માંડ્યા. આખરે એણે ગેમ પ્લાન કરી નાંખ્યો. એની પત્ની અને બાળકો બે દિવસ પછી બહારગામ જવાના હતા. એણે યુવતીને કોલ કર્યો, ‘હાય, તારા માટે એક નોકરીની વ્યવસ્થા વિચારી રાખી છે. તું એક કામ કર! તારા બધા ડોક્યુમેન્ટ લઈને બે દિવસ પછી હું કહું એ સરનામે આવી જા.’ સરેશે સરનામું કહ્યુ. એ સાંભળીને યુવતીએ કહ્યુ, ‘અરે, આ તો ઘરનું સરનામું છે!’

સરેશ બોલ્યો, ‘હા, મારા જ ઘરનું સરનામું છે. મારે તને જ્યાં મોકલવાની છે એ કંપની મોટી છે પગાર પણ ત્રીસેક હજાર હશે. એટલે પહેલાં મારે તારા ડોક્યુમેન્ટ જોવા પડશે. પછી હું તને જાતે એ કંપનીમાં લઈ જઈશ અને નોકરી અપાવી દઈશ.’

ત્રીસ હજાર જેટલી મોટી રકમના પગારની વાત સાંભળીને યુવતીએ આજુબાજુનું કંઈ વિચાર્યુ નહીં અને બે દિવસ પછી હરખાતી હરખાતી સુરેશ જાટના ઘરે પહોંચી ગઈ.

સુરેશ એ વખતે ઘરે એકલો જ હતો. યુવતી તૈયાર થઈને આવી હતી. એણે સ્લીમ ફીટ શર્ટ અને જીન્સ પહેર્યા હતા. સુરેશ તેના ટાઈટ શર્ટમાંથી બહાર આવવા ધસમસી રહેલાં ઉભારોને જોઈ રહ્યો અને એના હોઠ પર જીભ ફેરવી. પણ યુવતીને એનો અંદાજે ય નહોતો. એણે કહ્યુ, ‘સર, હું આવી ગઈ છું.’

સુરેશે કહ્યુ, ‘વેલકમ! અને સર કહેવાની જરૂર નથી. આપણે તો મિત્રો છીએ. આવ અંદર!’

‘થેંક યુ!’ કહીને યુવતી અંદર ગઈ. સુરેશે એને પાણી લાવીને આપ્યુ અને એની પાસે બેઠો. યુવતી એના ઈરાદાઓથી અજાણ હતી. એને અંદાજ પણ નહોતો કે આજે એની સાથે બહુ જ બુરુ થવાનું હતું. એની ઈજ્જત આજે નિલામ થઈ જવાની હતી.

સુરેશે ફાઈલ જોઈને એની નજીક સરક્યો અને બોલ્યો, ‘વાહ, ખૂબ સરસ! તને આ નોકરી મળી જ જશે સમજ.’

‘થેંક યુ સર!’

‘પાછું સર!’ સુરેશ નજીક જતાં બોલ્યો. યુવતી થોડી દૂર સરકી ગઈ. સુરેશને પણ ખબર પડી ગઈ કે યુવતીને નોકરી સિવાય કોઈ વાતમાં રસ નથી. આ માટેની તૈયારી પણ એણે કરી રાખી હતી. એ ઉભો થયો અને રસોડામાં જઈને બે જીરા મસાલા કોલ્ડડ્રિંક્સની બોટલ લઈ આવ્યો. યુવતીએ કહ્યુ, ‘થેંક યુ પણ મારે નથી પીવું. કોરોનામાં ઠંડુ ના પીએ એ જ સારુ!’

‘કેવી વાત કરે છે તું? પી જા. એવું નહીં ડરવાનું.’ સુરેશના અતિશય આગ્રહને વશ થઈ એણે જીરા કોલ્ડડ્રિંક્સની બોટલમાંથી ઠંડુ પીણું પી લીધું. થોડી જ વારમાં એને ચક્કર આવવા લાગ્યા. સુરેશની નજર એના બદન પર ફરી વળી. એના જિન્સમાંથી ઉભરી રહેલી જાંઘ પર હાથ ફેરવવા એ બેતાબ થઈ ગયો. એની છાતી પર માથુ મુકવા માટે એ વિહવળ બની ગયો. અને એણે એના ગંદા હાથે યુવતીના શર્ટના બટન ખોલી દીધા. પછી એનું જિન્સ ઉતાયું. એક ભોળી ભાળી ગૃહણીને અર્ધ નગ્ન કરીને સુરેશ એને તાકી રહ્યો. બેભાન યુવતી બિચારી નોકરીની આશાએ આવી હતી અને આવા વિકૃત શિકારની ભોગ બની. યુવતી બેભાન હોવાનો ફાયદો લઈને સુરેશે એના પર બળાત્કાર કર્યો. પોતાની હવસ સંતોષીને યુવતીને એમ ને એમ પડી રહેવા દઈ એ બાજુમાં બેસી ગયો.

બે કલાકે યુવતી ભાનમાં આવી. એને પહેલાં તો કંઈ સમજાયું નહીં. પણ પછી તેને બધો જ ખ્યાલ આવી ગયો. એણે જોયુ કે એના શર્ટના બટન ખુલ્લા હતા, પેન્ટ ઉતરેલું હતું અને એના અંગો પર લાલ લાલ ચકામા હતા. એણે બાજુમાં જોયુ. સુરેશ બેઠો બેઠો વિકૃત હસી રહ્યો હતો. યુવતીએ ચીસ પાડી કહ્યુ, ‘આ શું કર્યુ તે? મારો બળાત્કાર કર્યો?’

‘ના, ના! ડાર્લિંગ આ તો પ્રેમ કહેવાય.’ સુરેશ વિકૃત હસ્યો.

‘હું તને છોડીશ નહીં. તે મારો રેપ કર્યો છે.’

‘ચાલ જા જા હવે. તું સામેથી મારા ઘરમાં આવી છે. તેં જ મને ઉશ્કેર્યો હતો. મારી પાસે વિડિયો છે.’ સુરેશે એને ખોટી ધમકી આપી. પણ યુવતી જાણતી હતી કે એનો રેપ જ થયો છે અને બેભાન કરીને કરવામાં આવ્યો છે.

યુવતી તરત જ ઉભી થઈ, પોતાના વસ્ત્રો પહેર્યા અને બહાર નીકળી ગઈ. સુરેશને એમ હતું કે એ કશું કરી નહીં શકે પણ એને અંદાજ નહોતો કે આ યુવતી શું કરી શકે તેમ હતી.

યુવતી ઘરે આવીને રડી પડી. એના પતિને બધી હકિકત કહી. એના પતિના પગ તળેથી જમીન સરકી ગઈ. પણ યુવતી કે યુવક હારે તેમ નહોતા. એમણે નક્કી કર્યુ કે જે થવું હોય એ થાય. આપણે ચૂપ નથી બેસી રહેવું. આવા બળાત્કારીને પાઠ ભણાવીને જ રહેવું છે.
યુવતી અને તેનો પતિ તરત જ અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના અધારે પોલીસે સુરેશ જાટની ધરપકડ કરી. તપાસમાં સામે આવી ગયું કે ઠંડા પીણાની બોટલમાં બેભાન કરવાની દવા નાંખીને યુવતીને પીવરાવવામાં આવી હતી અને એના પર બળાત્કાર પણ થયો હતો.

જેલના સળિયા પાછળ રહેલા સુરેશને અંદાજ પણ નહોતો કે આવું થઈ જશે. યુવતી આવી હિંમત કરશે એવો એને સપનેય ખ્યાલ નહોતો. પણ યુવતીની બહાદુરી અને એના પતિના સહકારે ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

યુવતીઓ સાવચેતી રાખે તે અત્યંત જરૂરી છે. કોઈના પર જરાય ભરોસો મુકવો નહીં. અને કદાચ, ભુલથી આવું કંઈ થઈ જાય તો આવા નરાધમોની ધમકીઓથી કે સમાજની બદનામીથી ડર્યા વીના એમને જેલના સળીયા પાછળ ધકેલી દેવા.

આ ક્રાઈમ કથા આપને સમાજની કડવી બાજુઓથી વાકેફ કરવા અને ચેતવવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો. ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***
(આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના નામો આપ્યા નથી. અને કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-crime-woman-interview-rape/feed/ 0