Sports – Gujjulogy.com https://gujjulogy.com Sun, 19 Nov 2023 15:42:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Sports – Gujjulogy.com https://gujjulogy.com 32 32 World Cup 2023 ની ફાઈનલમાં ભારતીય ટીમની હારના ૧૦ કારણો… https://gujjulogy.com/world-cup-2023/ https://gujjulogy.com/world-cup-2023/#respond Sun, 19 Nov 2023 15:42:01 +0000 https://gujjulogy.com/?p=1780

 

India loss world cup 2023

#૧ ટોસ ફેક્ટર કામ કરી ગયું. ભારત ટોસ હાર્યુ અને જેની ચિંતા હતી એ જ થયું.

#૨ બીજી ઇનિગ્સમાં ઓસ (ઝાકળ) ના કારણે ભારતના સ્પીનરો બોલને સ્પીન ન કરાવી શક્યા શક્યા.

#૩ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ઓસના કારણે બોલ ભીનો થયો અને બોલ ટર્ન કે સ્વીંગ થતો બંધ થયો. શરૂઆતની ઓવરો પછી બોલ બેટ પર સરળતાથી આવવા લાગ્યો જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળ્યો.

#૪ ભારતની શરૂઆત સારી રહી પણ શ્રેયસ ઐયરની વિકેટ ખૂબ ઝડપથી પડી ગઈ

#૫ શરૂઆતમાં ત્રણ વિકેટ ખૂબ ઝડપથી પડી જતા વિરાટ કોહલી અને કેએલ રાહુલ ખૂબ ધીમુ રમ્યા.

#૬ કદાચ ફાઈનલનું દબાણ તેમના પર હાવી થઈ ગયું અને તેઓ ધીમું રમ્યા, ઝડપથી રન બનાવવાનો તેમણે પ્રયત્ન જ ન કર્યો.

#૭ છેલ્લી ૪૦ ઓવરમાં ભારતે માત્ર ચાર બાઉન્ડી જ મારી. એ પણ ચાર ચોક્કા.

#૮ ઓસ્ટ્રેલિયાએ જે દબણ ઉભુ કર્યુ તેમાંથી ભારતીય ટીમ બહાર જ ન આવી શકી.

#૯ ભારતીય ટીમને જ્યારે જ્યારે ઝડપથી રમવાનો સમય આવ્યો ત્યારે ત્યારે પહેલા કોહલી પછી જાડેજા પછી રાહુલ અને પછી સૂર્યકુમારની વિકેટ પડી. જેના કારણે ભારત ૨૮૦+ રન ન બનાવી શક્યું

#૧૦ ભારતે બેટિંગ એટલી દબાણમાં કરી કે તે ઓસ્ટ્રેલિયાના નોન-રેગ્યુલર બોલર જેવા કે માર્શ, હેડ જેવા બોલરમાં પણ રન ન બનાવી શક્યું…

 

]]>
https://gujjulogy.com/world-cup-2023/feed/ 0
શું ઓલિમ્પિકમાં મેડલ ન મેળવી શકનાર ખેલાડીને સૉરી કહેવાની જરૂર છે? શું આ ખેલાડી પિત્ઝા ખાઈ શકે? https://gujjulogy.com/%e0%aa%93%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%95/ https://gujjulogy.com/%e0%aa%93%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%95/#respond Wed, 28 Jul 2021 14:52:27 +0000 https://gujjulogy.com/?p=1250 ટોક્યોમાં કોરોનાકાળના ડર વચ્ચે ઓલિમ્પિક ( Tokyo Olympics ) ની રમત શરૂ થઈ ગઈ છે. વેઈટલિંફટીંગમાં મીરાબાઈ ચાનુએ એક મેડલ પણ ભારતને અપાવ્યું છે

 

ટોક્યોમાં કોરોનાકાળના ડર વચ્ચે ઓલિમ્પિક્સ ( Tokyo Olympics ) ની રમત શરૂ થઈ ગઈ છે. વેઈટલિંફટીંગમાં મીરાબાઈ ચાનુએ એક મેડલ પણ ભારતને અપાવ્યું છે આ ઉપરાંત ભારતના અન્ય ઉત્સાહી ખેલાડીઓ મેડલ લાવવા, ભારતનું નામ રોશન કરવા મહેનત કરી રહ્યા છે આવામાં અત્યાર સુધીમાં આ ઓલિમ્પિકમાં જે ચર્ચા થઈ છે તે આપણે કરવી જોઇએ. આ સ્ટોરી ઘણું બધું કહી જાય છે. આ સ્ટોરી છે તલવારબાજ ભવાની દેવી ( Bhavani Devi, Indian sabre (fencer) ) અને મીરાબાઇ ચાનુ ( Mirabai Chanu )ની…તેઓ આજે ભારતના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આવો આ સ્ટોરી જાણીએ, સમજીએ…

ઓલિમ્પિક ( Tokyo Olympics ) માં તલવારબાજ (ફેન્સિંગ) ( Bhavani Devi, Indian sabre (fencer) ) માં પહેલી મેચ જીતનારી ભારતીય મહિલા ચેમ્પિયન એટલે ભવાની દેવી (( Bhavani Devi ) . અનેક અભાવોની વચ્ચે પણ વાંસની સ્ટીકથી પ્રેક્ટિસ કરી આ દિકરીએ આ સિદ્ધિ મેળવી છે. ટોક્યો ઓલિમ્પિક્માં તે બીજી મેચ હારી ગઈ છે અને તે બદલ તેણે ટ્વીટર પર માફી પણ માગી છે.

તે લખે છે કે

“આ દિવસ મારા માટે ખૂબ યાદગાર હતો. જે લાગણીશીલ રહ્યો. પહેલી મેચમાં નાદિયાને હરાવી ઓલિમ્પિક્સમાં આ રીતની મેચ જીતનારી પહેલી ભારતીય મહિલા બની. પણ બીજી મેચમાં દુનિયાની શ્રેષ્ઠ ખેલાડી સામે મારી હાર થઈ. મે કોશિશ કરી પણ હું જીતી ન શકી. અને આ માટે હું સૉરી કહું છું”

 

 

ભવાની દેવીના આ ટ્વીટ પછી દેશના દરેક નાગરિકે કહ્યું કે તમારે સૉરી કહેવાની કોઇ જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરથી લઈને સદગુરુ જગ્ગીવાસુદેવ, કૈલાશ ખેરે ભવાનીને ઇતિહાસ રચવા માટે અભિનંદન પાઠવ્યા અને એ પણ કહ્યું કે તમારે સૉરી બોલવાની કોઇ જરૂર નથી.

વાત સાચી પણ છે. આ ચેમ્પિયનને સૉરી કેહેવાની કોઇ જરૂર નથી. પણ માફી તો આપણે તેની માગવી જોઇએ? આપણે તો તેમે પ્રોત્સાહન આપવા તેની મેચ પણ જોતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપણને તેની હાર-જીતની ખબર મળે છે. આપણે તેને પ્રોત્સાહન સિવાય કઈ આપી શકીએ તેમ નથી અને આપણે તો તે પણ નથી આપ્યુ! તલવારબાજની રમતના નકશામાં ભારતને સ્થાન અપાવનાર આ ચેમ્પિયનને તેના ભવિષ્ય માટે શુભેચ્છા…

ભાવે, ફાવે ને શરીર શ્રમથી પચાવે એ બધું ખવાય.

આપણે કેટલા બધા મીથ ( ખોટી કલ્પનાઓ, માન્યતાઓ ) સાથે જીવીએ છીએ. આ ખવાય અને આ ન ખવાય એમ ધારી લીધેલા વિચાર સાથે આપણે આપણી તંદુરસ્તીને માપતા રહીએ છીએ. તમને ખબર છે પોતાના વજન કરતા ચાર ગણું વધારે વજન ઉંચકીને ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ ( Mirabai Chanu ) એ સૌથી પહેલા પેટભરીને પીત્ઝા ખાધો છે. કહેવાનો અર્થ એ જ છે કે ભાવે, ફાવે ને શરીર શ્રમથી પચાવે એ બધું ખવાય.

 

 

]]>
https://gujjulogy.com/%e0%aa%93%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%95/feed/ 0
ક્રિકેટ અને વાંસનું બેટ । ક્રિકેટમાં નહીં ચાલે વાંસનું બેટ, ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થાએ પાડી દીધી ચોખ્ખી ના https://gujjulogy.com/%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%b8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%87%e0%aa%9f/ https://gujjulogy.com/%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%b8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%87%e0%aa%9f/#respond Tue, 11 May 2021 16:15:26 +0000 https://gujjulogy.com/?p=1041  

ક્રિકેટ અને વાંસનું બેટ । કેમ્બ્રિજ યૂનિવર્સિટીના એક સંશોધનમામ દાવો કરવામાં આવ્યો હતો કે વાંસના લાકડાનું બેટ બનાવવામાં આવે તો ક્રિકેટ જગતમાં એક નવી ક્રાંતિ આવી શેકે છે. આ બેટ તહેલકો મચાવી શકે છે.

 

ક્રિકેટ જગતમાં હાલ એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. હમણા જ બેટને લઈને એક નવું રીસર્ચ થતુ છે અને આ રીસર્ચના દમ પર દાવો કરવામાં આવ્યો છે કે જો ક્રિકેટ વાંસના બેટથી રમવામાં આવે તો બેટ્સમેન વધારે રન બનાવી શકે છે. ઇગ્લેન્ડની કેમ્બ્રિજ યૂનિવર્સિટીના એક સંશોધનમામ દાવો કરવામાં આવ્યો હતો કે વાંસના લાકડાનું બેટ બનાવવામાં આવે તો ક્રિકેટ જગતમાં એક નવી ક્રાંતિ આવી શેકે છે. આ બેટ તહેલકો મચાવી શકે છે. ઉપરાંત આ બેટ ખૂબ સસ્તુ પણ બનશે. પણ ઉલ્લેખનીય વાત એ છે કે ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા મેરિબલોન ક્રિકેટ ક્લ્બ (MCC) એ આ વિચારને ફગાવી દીધો છે.

એમસીસી – મેરિબલોન ક્રિકેટ ક્લ્બએ જણાવ્યું કે આ બાબતે સમિતિ આગામી બેઠકમાં ચર્ચા કરશે. ક્રિકેટના નિયમના માલિક એમસીસીએ કહ્યું કે ક્રિકેટને વધુ ટકાઉ રસપ્રસ બનાવવા માટે અંગ્રેજી વિલોનો ઉપયોગ કરવાના વિકલ્પ પર વિચાર કરવો જોઇએ. પરંતુ ક્રિકેટનું બેટ બનાવવા વાંસનો ઉપયોગ કરવો હોય તો હાલના કે ક્રિકેટના કાયદા છે તેમા એક ફેરબદલ કરવો પડે.

એમસીસી – મેરિબલોન ક્રિકેટ ક્લ્બએ જણાવ્યું કે ક્રિકેટ જગતનો વર્તમાનનો કાયદો ૫.૩.૨ એવું કહે છે કે બેટની બ્લેડના ભાગમાં સંપૂર્ણ રીતે લાકડું હોવું જોઇએ. હવે વાંસનું બેટ બનાવવું હોય તો આ કાયદો બદલવો પડે.

એમસીસીએ આગળ જણાવ્યું કે વાસ્તવમાં ક્રિકેટ આ ક્રિકેટ માટે એક પ્રાસંગિક વિષય છે અને આ વિકલ્પ પર પણ વિચાર કરવો જોઇએ. રીસર્ચ કરનારાઓનું માનવું છે કે આ શાનદાર વિકલ્પ છે ઓછો ખર્ચાળ છે. એમસીસી આગામી બેઠકમાં આ બાબતે ચર્ચા કરી શકે…
તમને જણાવી દઈએ કે વાંસના બેટની શોધ દર્શીલ શાહ અને બેન ટિંલ્કર-ડેવિસે કરી છે. આ જોડીએ દાવો કર્યો છે કે તેમની પાસે આ પ્રકારના બેટ બનાવવાનો ફોર્મુલા છે, જેને બાંસની છાલમાંથી બનાવાવામાં આવે છે. જોકે આ બેટ અન્ય બેટ કરતા વધારે વજનદાર છે, જેના પર હજુ ધણું કામ કરવાની જરૂર છે કે જેથી આ બેટને વધારે કારગત સાબિત કરી શકાય. આ રીસર્ચને “સ્પોર્ટ્સ ઇન્જીનિયરિંગ ટેક્નોલોજી” પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

]]>
https://gujjulogy.com/%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%b8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%87%e0%aa%9f/feed/ 0
World Test Championship માટે ભારતીય ટીમ જાહેર થઈ છે ગુજરાતના આ ખેલાડીને ન મળી જગ્યા https://gujjulogy.com/world-test-championship/ https://gujjulogy.com/world-test-championship/#respond Fri, 07 May 2021 15:58:00 +0000 https://gujjulogy.com/?p=1012 World Test Championship | વિરાટ કોહલીના નેતૃત્વમાં કુલ ૨૪ સભ્યોની ટીમ ઇગ્લેન્ડ જવાની છે. આ ૨૪ પ્લેયર્સમાં ૨૦ પ્લેયર્સની ટીમ જાહેર થઈ છે અને અન્ય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

 

જૂન મહિનામાં World Test Championship ની ફાઈનલ રમાવાની છે અને આ મેચ માટે શુક્રવારે ભારતીય ટીમના ૨૦ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીના નેતૃત્વમાં કુલ ૨૪ સભ્યોની ટીમ ઇગ્લેન્ડ જવાની છે. આ ૨૪ પ્લેયર્સમાં ૨૦ પ્લેયર્સની ટીમ જાહેર થઈ છે અને અન્ય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ મેચ ન્યઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાવાની છે. આગામી ૧૮ થી ૨૨ જૂન દરમિયાન ઇન્ગલેન્ડના સાઉથેમ્પ્ટનમાં આ ટેસ્ટ મેચ રમાશે. તમને જણવી દઈએ કે આખા વર્ષ દરમિયાન આ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં સૌથી આગળ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રહી અને હવે આ ચેમ્પિયનશિપ માટે આ ફાઈન રમાવાની છે. આ પહેલો ટેસ્ટ વર્લ્ડ કપ છે.

ઉલ્લેખનીય છે આજે આ મેચ માટે ભારતીય ટીમ જાહેર જાહેર કરવામાં આવી છે પણ તેમા ગુજરાતનો ધુરંધર ખેલાડી હાર્દિક પંડયા (Hardik Pandya) નો સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ (KL Rahul) અને રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને પણ આ ટીમ જગ્યા મળી છે. જોકે બન્ને ખેલાડી મેચ માટે હાલ ફિટ નથી કેમ કે રાહુલનું એપેન્ડિસનું ઓપરેશન થયું છે અને સાહાને કોરોના છે. મેચ પહેલા આ બન્ને ખેલાડીને પોતાની ફિટેનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. આ ટેસ્ટ પાસ કરશે તો જ તેમને ટીમમાં જગ્યા મળશે.

 

 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમ – Team India Announced for WTC 2021

વિરાટ કોહલી (કેપ્ટન), અજિક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મો, શામી, સિરાજ, શર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, રિદ્ધિમાન સાહા.

 

]]>
https://gujjulogy.com/world-test-championship/feed/ 0
એક જ ગામમાં સો ક્રિકેટ ગ્રાઉન્ડ હોય ખરા? Village Of Cricket in india https://gujjulogy.com/village-of-cricket-in-india/ https://gujjulogy.com/village-of-cricket-in-india/#respond Thu, 22 Apr 2021 16:53:34 +0000 https://gujjulogy.com/?p=995  

 

Village Of Cricket in india | શું તમે માનશો કે એક જ ગામમાં સો ક્રિકેટ ગ્રાઉન્ડ ( Cricket Grounds ) હોય? વાત માનો યા ના માનો પણ સાચી છે. એક જ ગામમાં ફુલ્લી પ્રોફેશનલ સોથી પણ વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એ પણ ઈન્ડિયામાં જ. હરિયાણાના ગુરુગ્રામ ( Cricket grounds in gurugram ) પાસે બલિયાવાસ ગામમાં આ માન્યામાં ના એવા ગ્રાઉન્ડ બન્યા છે.

ગામ ખૂબ મોટુ અને ફેલાયેલી જમીન પણ ઘણી વધારે. પણ જમીન બિન ઉપજાઉ. ગામના લોકો મજુરી કરીને પેટીયુ રળે. ગામના યુવાનોને ક્રિકેટનો ગાંડો શોખ. પણ સરખું ગ્રાઉન્ડ ક્યાંય ન મળે. ગામમાં રહેતા એક ખેડૂતનો પુત્ર ઋષિરાજ પણ આવો જ ક્રિકેટનો ગાંડો શોખીન. એને એક દિવસ વિચાર આવ્યો કે આપણી પોતાની જ જમીન છે તો એનું ક્રિકેટ ગ્રાઉન્ડ શા માટે ના બનાવવું? એણે આ આઈડિયા બધા સાથે શેર કર્યો પણ શરૂઆતમાં કોઈ રાજી ના થયું. આથી એણે પહેલાં પોતાની જમીનમાં નાનુ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યુ. એ પછી ૨૦૧૪માં બીજા એક ખેડૂતે ગ્રાઉન્ડ માટે જમીન આપી અને પછી ધીરે ધીરે બીજા ખેડૂતો પણ જાેડાતા ગયા.

આજે સ્થિતી એ છે કે આ ગામની આસપાસ સો કરતાં પણ વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયા છે. આ બધા જ ગ્રાઉન્ડને એક સાથે ભેગા કરીને તેની બાઉન્ડ્રી બનાવવામાં આવે તો તેની લંબાઈ દિલ્હીથી આગ્રા જેટલી એટલે કે ૨૩૩ કિલોમીટર જેટલી અધધ થાય. એન્ડ, યેસ સૌથી મોટી વાત એ છે કે આ ગ્રાઉન્ડ ફુલ્લી પ્રોફેશનલ કક્ષાના બન્યા છે અને ભાડે આપવામાં આવે છે. કમ ઉપજાઉ જમીનને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ઋષિએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ શૉટથી ગામવાળા માટે રોજગારના નવા ઓપ્શન ખુલ્યા છે. ૧૦૦૦થી વધારે લોકોને રોજગાર પણ મળ્યો છે. અહીં ગ્રાઉન્ડ મેન, ગ્રાઉન્ડ એમ્પાયર, થર્ડ એમ્પાયર, સ્કોરર, કોમેન્ટેટર બધી જ વ્યવસ્થા છે અને આ બધી જવાબદારીઓ ગામના યુવાનો જ પૂરી પાડે છે.

આ તમામ ગ્રાઉન્ડ ક્રિકેટના કાયદા નિયમો મુજબ બન્યા છે. આખા દિવસની કે આખા વિકની જાેબ પછી થાકેલા માટે અહીં ડે-નાઈટ ટૂર્નામેન્ટની વ્યવસ્થા પણ છે. હરિયાણા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી ૪૦૦ કરતાં વધારે ટીમો અહીં ક્રિકેટ રમવા માટે આવે છે.

આ ગામનાં લોકો મજૂરી કરીને પેટીયુ રળતા હતા એના બદલામાં હવે એક જગ્યા પર આ લેવલના આટલા બધા ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket grounds ) હોય એવું દુનિયામાં બીજે ક્યાંય નથી. માનો યા ના માનો પણ આ એક અનોખી ઉપલબ્ધિ છે.

]]>
https://gujjulogy.com/village-of-cricket-in-india/feed/ 0
સહેવાગે Virendra Sehwag વીડિયો પોસ્ટ કરી આ ક્રિકેટરને કહ્યું આ છે અસલી ગલી ક્રિકેટર https://gujjulogy.com/virendra-sehwag-rushabh-pant-street-cricketer/ https://gujjulogy.com/virendra-sehwag-rushabh-pant-street-cricketer/#respond Thu, 25 Feb 2021 09:31:20 +0000 https://gujjulogy.com/?p=860  

સહેવાગ ( Virendra Sehwag ) જ્યારે ક્રિકેટ (Cricket) રમતો હતો ત્યારે તેના આક્રમક શોટના કારણે વખણાતો હતો અને હવે જ્યારે તે ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે ત્યારે તે તેની સેન્સ ઓફ હ્યુમરથી ઓળખાય છે. ક્રિકેટ જગત્ની કોઇ ક્રિયાની પ્રતિક્રિયા હોય કે વિરોધીને કોઇ જવાબ આપવાનો હોય કે અન્ય કોઇ પણ બાબત હોય સોશિયલ મીડિયા પર જે રીત વિરેન્દ્ર સહેવાગ ( Virendra Sehwag ) જવાબ આપે છે તે રોચક હોય છે, કટાક્ષથી ભરપૂર હોય છે.

 

 

હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડની સ્થિતિ નાજુક છે ત્યારે વિરેન્દ્ર સહેવાગે ( Virendra Sehwag ) ભારતીય વિકેટ કીપર ઋષંભ પંત (Rushabh Pant) નો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી નીચે લખ્યું છે કે “અસલી સ્ટ્રીટ ક્રિકેટર” (The ultimate street cricketer) એટલે કે અસલી ગલી ક્રિકેટર.

વીડિયોમાં ઋષભ પંત (Rushabh Pant) ઇંગ્લેન્ડનો બેટ્સમેન સ્ટોપ કરી સિંગલ લેવા જાય છે ત્યારે એકે વિશેષ પ્રકારની બૂમ પાડતો નજર આવે છે, લગભગ આ બૂમથી જ બેટ્સમેન રન લેવાનું ટાળી દે છે. જુવો તમે પણ…

 

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag)

]]>
https://gujjulogy.com/virendra-sehwag-rushabh-pant-street-cricketer/feed/ 0
જો આવું થશે તો વિરાટ કોહલી Virat Kohli કેપ્ટનશીપ છોડી દેશે?! https://gujjulogy.com/virat-kohli-leaving-captaincy/ https://gujjulogy.com/virat-kohli-leaving-captaincy/#respond Thu, 11 Feb 2021 12:18:21 +0000 https://gujjulogy.com/?p=815  

વિરાટ કોહલી Virat Kohli કેપ્તનશીપ છોડી શકે છે એવું આ ખેલાડીનું માનવું છે…

 

ઓસ્ટ્રેલિયામાં શાનદાર જીત મેળવ્યા પછી ભારતીય ટીમ (Indian Cricket Team) ની ભારતની ધરતી પર ઇગ્લેન્ડ સામે હાલ ટેસ્ટ સિરીજ ચાલી રહી છે. જેમાં પહેલી ટેસ્ટ મેચમાં ભારતની ખૂબ ખરાબ રીતે હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ હાર પછી કેટલાક લોકો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ( Virat Kohli ) પણ કેપ્ટનશીપ છોડવાનું પ્રેસર ઉભા કરી રહ્યા છે.

આવું એટલા માટે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિરાટ ( Virat Kohli ) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ (Indian Cricket Team) પહેલી ટેસ્ટ મેચ હારી ગઈ હતી અને એક ઇનિગમાં તો ૩૬ રનમાં ઓલઆઉટ પણ થઈ ગઈ હતી. આ પછી પત્ની અનુશ્કા ની પ્રસુતાના સમયે સાથે રહેવા વિરાટ રજા લઈને ભારતમાં પરત ફર્યો હતો. અને આ પછી ટીમનું નેતૃત્વ અજિંક્યા રહાણે ( Ajinkya rahane ) એ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે તેના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને ભારતીય ટીમે એક ઐતિહાસિક જીત ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી. આ પછી જ વિરાટની કેપ્ટનશીપ પર દેશાના અને ખાસ કરીને વિદેશી ક્રિકેટના નિષ્ણાંતો અને પૂર્વ ક્રિકેટરો પ્રશ્નાર્થ કરવા લાગ્યા હતા. એક મહાનુભાવે તો એવું પણ કહ્યું હતું કે વિરાટા કોહલી ( Virat Kohli ) ના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓ ડર સાથે રમે છે જ્યારે રહાણેના નેતૃત્વમાં ખેલાડીઓ કોઇપણ ડર વગર મેદાનમાં ઉતરે છે. આ બધાની વચ્ચે હવે જ્યારે ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ પહેલી ચેન્નઈમાં રમાયેલી મેચ હારી ગયુ છે તો ઇગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસર (Monty Panesar) નું પણ આ સંદર્ભે એક બયાન આવ્યું છે

ઇગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસર (Monty Panesar) નું કહેવું છે કે જો ઇગ્લેન્ડ સામે ભારત બીજી ટેસ્ટ મેચ પણ હારી જશે તો ભારતીય ટીમ (Indian Cricket Team) નો વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી( Virat Kohli ) ટીમનું નેતૃત્વ છોડી શકે છે, એટલે કે તે કેપ્ટનશીપ છોડી શકે છે. પાનેસરનું માનવું છે કે વિરાટ દબાવમાં હશે. ભારત આ પહેલા વિરાટ કોહલીના નેતૃત્વમાં ચાર ટેસ્ટ મેચ હારી ચુક્યું છે. જો આગામી મેચમાં આ હારની સંખ્યા પાંચ થશે તો વિરાટ કેપ્ટનશીપ છોડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ હાલ સૌથી મજબૂત છે અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે જે રીતે અદાભુત પ્રદર્શન કર્યુ છે તેનાથી ક્રિકેટજગત અચબિંત છે. કોહલી પર પ્રશ્ન ઉભો કરનારા આ ક્રિકેટરો ભૂલી ગયા છે કે વિરાટની કેપ્ટનશીપમાં જ આ ટીમે અનેક સફળતા પ્રાપ્ત કરી છે. વિરાટ ( Virat Kohli ) ની આક્રમકતાના કારણે જ ભારતીય ટીમને જીતવાનો જુસ્સો રહે છે. કદાચ વિરાટની ક્ષમતા અને તેની આક્રમકતાથી ડરીને જ ભારતીય ટીમને તોડવાનો આ પ્રયાસ થઈ રહ્યો હોય. પણ દરેક મહાન ક્રિકેટર આવા લોકોને જીભથી નહી પણ પોતાના ખેલથી જ જવાબ આપતા હોય છે. વિરાટ કોહલી ( Virat Kohli ) મહાન ખેલાડી છે અને તેનું બેટ બોલશે ત્યારે નક્કી આ ટીકા અને કાવતરા ખોરોની બોલતી બંધ થઈ જશે.

 

 

]]>
https://gujjulogy.com/virat-kohli-leaving-captaincy/feed/ 0
BBL 2020: ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) ફટકાર્યો અજીબોગરીબ ચોક્કો વીડિઓ થયો વાઈરલ – જુવો Video https://gujjulogy.com/bbl-2020-glenn-maxwell/ https://gujjulogy.com/bbl-2020-glenn-maxwell/#respond Wed, 27 Jan 2021 15:18:58 +0000 https://gujjulogy.com/?p=732 BBL 2020-21 MS Vs SS: ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) ઊંધા ફરીને એકે શાનદાર શોટ લગાવ્યો જેનો વીડીઓ Video વાઈરલ (Viral Video) થયો છે. આ શોટ તેણે કાર્લોસ બ્રેથવેટ (Carlos Brathwaite) ની ઓફ સાઈડની બોલમાં માર્યો હતો. આ અજીબો ગરીબ રીવર્સ શોટ થકી મેક્સવેલે ચાર રન નોંધાવ્યા હતા.

BBL 2020-21 MS Vs SS: હાલ બિગ બેસ લીગ (Big Bash League) રમાઈ રહી છે. જેના અંતર્ગત મેલબર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ (Melbourne Stars Vs Sydney Sixers) ની વચ્ચે એક મેચ યોજાઈ હતી. આ મેચમાં સિડની સિક્સર્સની જીત મળી છે પણ મેક્સવેલનો આ ચોક્કો સૌને યાદ રહ્યો છે.

જુવો વીડિઓ…..

 


સિડની સિક્સર્સ એ આ જીત પાંચ વિકેટે મેળવી અને મેલબર્ન સ્ટાર્સને હાર મળી. મેક્સવેલ કેપ્ટન તરીકે મેલબર્ન સ્ટાર્સમાંથી રમી રહ્યો હતો. તેણે ૬૬ રન બનાવ્યા હતા જેમાં એક છક્કો અને ૯ ચોક્કા મેક્સવેલે (Glenn Maxwell) ફટકાર્યા હતા. આ ઇનિગ્સમાં ગ્લેન મેક્સવેલે ઊંધા ફરીને એકે શાનદાર શોટ લગાવ્યો જેનો વીડીઓ Video વાઈરલ (Viral Video) થયો છે. આ શોટ તેણે કાર્લોસ બ્રેથવેટ (Carlos Brathwaite) ની ઓફ સાઈડની બોલમાં માર્યો હતો. આ અજીબો ગરીબ રીવર્સ શોટ થકી મેક્સવેલે ચાર રન નોંધાવ્યા હતા.

 

]]>
https://gujjulogy.com/bbl-2020-glenn-maxwell/feed/ 0
Mushtaq Ali Trophy: ૭ વર્ષના પ્રતિબંધ પછી શ્રીસંતની ક્રિકેટમાં વાપસી, પહેલી વિકેટ પણ લીધી, VIDEO https://gujjulogy.com/sreesanth-cricket-mushtaq-ali-trophy/ https://gujjulogy.com/sreesanth-cricket-mushtaq-ali-trophy/#respond Tue, 12 Jan 2021 02:45:04 +0000 https://gujjulogy.com/?p=718 ૭ વર્ષનો પ્રતિબંધ ભોગવી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી થઈ છે. વિકેટ લીધી તેનો Video વાઇરલ

Syed Mushtaq Ali Trophy: 2013 નું સ્પોટ ફિક્સિગ યાદ છે? જેના કારણે ફાસ્ટ બોલર શ્રીસંત પર ૭ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આ ૭ વર્ષનો પ્રતિબંધ ભોગવી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી થઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે એક ગજબ બોલમાં તેણે વિકેટ પણ લીધી જેનો વીડિઓ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના રહી યાદગાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર શ્રીસંત (Sreesanth) ની અનેક હરકતો ક્રિકેટ સાથે જોડાયેલી છે. શ્રીસંતની બોલિંગના પણ અનેક ચાહકો છે. હવે આ ૭ વર્ષનો ક્રિકેટથી દૂર રહી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી કરી છે. તેની બોલિંગ જોઇને લાગે કે આજે પણ તેની બોલિંગમાં ખેલાડીને ચકમો આપવાની આવડત છે. હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. ગયા સોમવારે મુંબઈના વાનખેડા સ્ટેડિયમાં પોન્ડુચરી સામીની મેચમાં શ્રીસંતે વાપસી કરી છે.

ઉલ્લેખનીય છે શ્રીસંતની વાપસીના કારણે બધાની નજર આ મેચ પર હતી. હાઇકોર્ટે આપેલા ૭ વર્ષના પ્રતિબંધ પછી આ શ્રીસંતની પહેલી મેચ હતી. જોકે આ પ્રતિબંધ પછી શ્રીસંતે ક્રિકેટ રમવાનું છોડી દીધું ન હતું, તેણે ક્લબ ક્રિકેટ ચાલુ રાખ્યું હતુ. હવે સાત વર્ષના પ્રતિબંધ પછી તેણે ક્રિકેટમાં વાપસી કરી છે અને વિકેટ પર દીધી છે. જુવો વીડિઓ

 

]]>
https://gujjulogy.com/sreesanth-cricket-mushtaq-ali-trophy/feed/ 0
વિરાટ કોહલી (Virat Kohli) એ ભારતીય ટીમનો સપોર્ટ કરતા કહ્યું આવો ઉપદ્રવી વ્યવહાર નહી ચાલે! https://gujjulogy.com/virat-kohli-on-indian-team-facing-racist-abuses/ https://gujjulogy.com/virat-kohli-on-indian-team-facing-racist-abuses/#respond Mon, 11 Jan 2021 03:19:18 +0000 https://gujjulogy.com/?p=706 વિરાટે Virat Kohli જણાવ્યું કે બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે.

 

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Team) પર ઓસ્ટ્રેલિયામાં થયેલ વંશીય દુર્વ્યવહારને લઈને વિરાટ કોહલીએ પણ હવે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ટ્વીટ કરી ને જણાવ્યું છે કે આવો વ્યવહાર ચલાવી શકાય નહી. તેણે આ બાબતે ગંભીર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. વિરાટે જણાવ્યું કે બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા વિરાટે લખ્યું કે આ બાબત પર ધ્યાન આપી આના પર યોગ્ય એક્શન જરૂરી છે. તેણે દોષિઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે વંશીય ટીપ્પણી પર જણાવ્યું કે કોપ સંજોગોમાં વંશીય ટિપ્પણી ચલાવી લેવામાં આવશે નહી. બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે. મેદાન પર આવું થવું નિરાશાજનક છે.

 

વિરાટે Virat Kohli કર્યો ટીમનો સપોર્ટ

આ બાબતે વિરાટે પોતાના અનુભવના આધારે ટ્વીટ દ્વારા ભારતીય ટીમનો સાથા આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની સાથે પહેલા પણ આવું થયું છે. હરભજનસિંહે પણ આનો સ્વીકાર કર્યો છે. હરભજનસિંહે પણ જણાવ્યું હતું કે મારા ધર્મ અને રંગ ઉપરાંત અનેક વસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં ટિપ્પણીઓ થઈ છે. આવું પહેલીવાર નથી થયું. આને તમે કઈ રીતે રોકી શકશો?

 

]]>
https://gujjulogy.com/virat-kohli-on-indian-team-facing-racist-abuses/feed/ 0