Tech – Gujjulogy.com https://gujjulogy.com Thu, 24 Aug 2023 09:21:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Tech – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ચન્દ્રયાન ૩ માત્ર ૧૪ દિવસ સુધી જ કેમ કામ કરશે? પછી તેનું શું થશે! What happens after 14 days of Chandrayaan-3? https://gujjulogy.com/what-happens-after-14-days-of-chandrayaan-3/ https://gujjulogy.com/what-happens-after-14-days-of-chandrayaan-3/#respond Thu, 24 Aug 2023 09:21:49 +0000 https://gujjulogy.com/?p=1570

What happens after 14 days of Chandrayaan-3? ચન્દ્રયાન ૩ ચન્દ્રની સપાટી પર માત્ર ૧૪ દિવસ જ કામ કરશે ત્યાર પછી તે બંધ થઈ જશે. આવું કેમ?

What will happen after Chandrayaan-3?

ચન્દ્ર પર પૃથ્વીની સરખામણીએ ૧૪ દિવસની એક રાત અને ૧૪ દિવસનો એક દિવસ હોય છે. ૨૩ ઓગષ્ટે જ્યારે ચન્દ્રયાન ૩ ચન્દ્રની સપાટી પર ઉતર્યુ ત્યારે ૧૪ દિવસની રાત પૂર્ણ થઈ અને દિવસની શરૂઆત થઈ હતી. હવે ૧૪ દિવસ સુધી અહીં અજવાળું હશે એટલે કે સૂર્ય ૧૪ દિવસ સુધી ડૂબશે નહી.

હવે ચન્દ્રયાન ૩ ના પ્રજ્ઞાન રોવર ( Pragyan Rovar ) અને વિક્રમ લેન્ડર ( Vikram lander ) ને ચન્દ્રની સપાટી પર કામ કરવા માટે વીજળીની જરૂર પડે છે. આ વીજળી ક્યાંથી મળશે?

When rover will come out of lander Chandrayaan-3?

તો આ માટે વિક્રમ લેન્ડર ( Vikram lander ) અને પ્રજ્ઞાન રોવર ( Pragyan Rovar )પર પાવરફૂલ સોલાર પેનલ લગાવવામાં આવી છે. જે સૂર્યના કિરણોથી ચાર્જ થશે અને તેનાથી લેન્ડર અને રોવરને ઉર્જા મળશે. આ ઉર્જા ૧૪ દિવસ સુધી મળતી રહેશે પણ ૧૪ દિવસ પછી ચન્દ્રયાનના રોવર અને લેન્ડરને ઉર્જા મળતી બંધ થઈ જશે. આ રોવર અને લેન્ડરને જ્યાં સુધી ઉર્જા મળી રહે ત્યાં સુધી જ તે કામ કરી શકે તેમ છે. ૧૪ દિવસ પછી ચન્દ્ર પર સૂર્ય આથમી જશે. રોવર અને લેન્ડરને ઉર્જા મળતી બંધ થઈ જ્શે એટલે તે કામ કરતા બંધ થઈ જશે.
હવે પ્રશ્ન થાય તો શું ૧૪ દિવસ પછી પાછો સૂર્ય ઉગશે તો આ રોવર અને લેન્ડર કામ કરવા લાગશે. આવું શક્ય નથી. કેમ કે સૂર્ય આથમી ગયા પછી ચન્દ્ર પર રાત્રે તાપમાન માઈનશ ૧૬૦ સેલ્સિયસ જેટલું થઈ જાય છે. આટલી ઠંડી ૧૪ દિવસ સુધી રહેશે તો રોવર અને લેન્ડરના બધા જ પાર્ટ ઠંડીના કારણે ખરાબ થઈ જશે. પછી તે કામ કરવા જેવા નહી રહે અને પછી તે જાતે જ બંધ થઈ જશે! એટલે ચન્દ્રયાન ૩ નું રોવર અને લેન્ડર ૧૪ દિવસ જ કામ કરશે.

એટલે એવું કહી શકાય ઇસરોના વિજ્ઞાનીઓ માટે આગામી ૧૪ દિવસ ખૂબ જ મહત્વના રહેશે..!!

 

]]>
https://gujjulogy.com/what-happens-after-14-days-of-chandrayaan-3/feed/ 0
શું તમે પણ મોબાઇલ કવરની પાછળ રૂપિયાની નોટ મૂકો છે? તો ચેતી જજો! થઈ શકે છે આ નુકસાન! https://gujjulogy.com/do-you-keep-notes-behind-the-phone-cover/ https://gujjulogy.com/do-you-keep-notes-behind-the-phone-cover/#respond Tue, 22 Aug 2023 06:11:22 +0000 https://gujjulogy.com/?p=1563

 

Do You Keep Notes Behind The Phone Cover | શું તમે પણ મોબાઇલ કવરની પાછળ રૂપિયાની નોટ મૂકો છે? તો ચેતી જજો! થઈ શકે છે આ નુકસાન!

Do You Keep Notes Behind The Phone Cover | સાવધાન! એક ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે…

મોબાઇલ ક્રાંતિનો આ સમય છે. રોજ અવનવા વિવિધ સુવિધાવાળા મોબાઇલ બજારમાં આવી રહ્યા છે. સુવિધાઓ વધી છે તેમ તેનો વપરાસ પણ વધ્યો. ઉલ્લેખનીય વાત એ છે કે દરેક સુવિધાના ફાયદા હોય છે તો તેના કેટલાંક ગેર ફાયદાઓ પણ હોય છે. આ ગેર ફાયદાઓથી બચવા આપણે જ થોડી સાવચેતી રાખી જે તે સુવિધાઓનો વપરાસ કરવાનો હોય છે. જો ધ્યાન ન રાખીએ તો એક ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે…

પણ અહીં જ ચેતવા જેવું છે

જેમ કે હમણાં જ મીડિયામાં અહેવાલો આવ્યા છે કે મોબાઇલ કવરની પાછળ પૈસા ન મૂકવા જોઇએ. આપણામાંથી મોટાભાગના લોકો પાસે મોબાઇલ છે અને તે મોબાઇલનું કવર પણ હોય છે. હવે આ કવર ઉતારો એટલે મોટાભાગના લોકોના કવરમાંથી ૧૦૦ કે ૨૦૦ કે ૫૦૦ રૂપિયાની નોટ નીકળશે જ…સામાન્ય માણસ એવું સમજીને ત્યાં નોટ મૂકે છે કે પાકિત ઘરે ભૂલાય ગયું હોય તો ઇમજન્સીમાં આ રૂપિયાની નોટ કામ લાગે…ઘણા લોકો ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા મોબાઇલ કરવમાં જ રાખે છે અને પાકિટનો ઉપયોગ કરતા નથી….પણ અહીં જ ચેતવા જેવું છે.

મોબાઇલની ગરમ થવાને સંભાવના વધી જાય છે

અનેક અહેવાલો કહે છે કે મોબાઇલ કવરમાં રૂપિયાની નોટો ન મૂકવી જોઇએ. મોબાઇલ અને કવરની વચ્ચે રૂપિયાની નોટો મૂકવાથી મોબાઇલની ગરમ થવાને સંભાવના વધી જાય છે. મોબાઇલ ઝડપથી હિટ પકડી શકે છે અને બેટરી ફાટી શકે છે. વળી રૂપિયાની નોટોમાં પણ એવું કેમિકલ હોય શકે છે જે ઝડપથી આગ પકડી શકે છે.

ડિજિટલ વોલેટનો ઉપયોગ કરો

માટે હિતાવહ એ જ છે કે મોબાઇલ અને કવરની વચ્ચે રૂપિયાની કોઇ નોટ ન મૂકવી જોઇએ. ડિજિટલ વોલેટનો ઉપયોગ કરો અથવા રૂપિયાની નોટ મૂકવા અલગ પાકિટનો ઉપયોગ કરવો વધુ યોગ્ય ગણાશે…

]]>
https://gujjulogy.com/do-you-keep-notes-behind-the-phone-cover/feed/ 0
Google Search Fraud | ગૂગલ પર તમે આ ૮ બાબતોને સર્ચ કરો છો? જો હા તો સાવધાન ઓનલાઇન ફ્રોડ તમારી સાથે થઈ શકે છે https://gujjulogy.com/google-search-fraud-tips/ https://gujjulogy.com/google-search-fraud-tips/#respond Mon, 08 Mar 2021 18:01:48 +0000 https://gujjulogy.com/?p=893  

Google Search Fraud | Google Search પર ભરોસો કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કે તમે ઘણીવાર જે સર્ચ કરો છો તેનાથી તમને જે જાણકારી મળે છે તે કદાચ Google દ્વારા ચેક ન પણ થઈ હોય. બસ આનો જ ફાયદો આ સ્કેમર્સ, કૌભાંડીઓ ઉપાડે છે અને તમને લૂટી લે છે.

 

લેખના મુદ્દા

  • Google સર્ચ પર ભરોસો કરવો યોગ્ય નથી
    અનેક જાણકારી Google દ્વારા ચેક થયા વગરની હોય શકે છે.
    કૌંભાડીઓ આનો જ ફાયદો ઉપાડે છે.

ઈન્ટરનેટ પર કંઇક શોધવું હોય તો સૌથી પહેલા આપણે Google પર જઈને સર્ચ કરીએ છીએ. Google થકી આપણે જોઇએ એવી અને જોઇએ તે વિષય પર સર્ચ મારીને માહિતી મેળવી શકીએ છીએ. આ ખૂબ સરળ છે. આ કોઇ પણ કરી શકે છે પણ ઉલ્લેખનીય છે કે તમે જે શબ્દથી સર્ચ કરો છો અને Google પર જે માહિતી આવે છે તે માહિતી પર વિશ્વાસ કરવો કે કેમ તે તમારા પર આધાર રાખે છે. કેમ કે બધી જ માહિતી સાચી હોય તેવું શક્ય નથી. માટે આવી માહિતી તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

આવું એટલા માટે કે તમે સર્ચ કરો અને જે માહિતી આવે તે બધી જ માહિતી Google દ્વારા ચેક થયેલી હોય તેવું શક્ય નથી. અમુક માહિતી Google દ્વારા ચેક ન પણ થેયેલી હોય. બસ આનો જ ફાયદો આ ઓનલાઇન ફ્રોડ કરનારા ઉપાડે છે. આ લોકો નકલી વેબસાઈટ બનાવે છે અને નકલી કન્ટેન્ટ અને ખોટી માહિતી અહી અપલોડ કરે છે. અહીં ઘણીવાત તમને ગમે એવી સલાહ પણ આપે છે. આ રીતે નકલી વેબસાઈટ બનાવી અનેક લોકોને ફસાવ્યા હોય એવી અનેક ઘટનાઓ પણ સામે આવી જ છે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ પર કે માહિતી આપવામાં આવે છે તે સાચી જ હોય છે તેવું સાબિત કરવું અશક્ય છે. કેમ કે Google Search એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. અહીં તમને એવી વેબસાઈટ મળશે કે જે તમને સાચી અને ઉપયોગી માહીતી આપે છે અને એવી વેબસાઈટ પણ છે કે જે ફ્રોડ કરવા બની હોય. જોકે Google પર SEO ના કારણે આવી વેબસાઈટ સર્ચમાં આગળ આવતી નથી પણ આ હેકર્સ હવે અહી સુધી પણ પહોંચી ગયા છે. માટે જ Google પર સર્ચ કરતી વખતે તમારે ધ્યાન રાખવા જેવું છે. આવો જાણીએ એવા ૮ સર્ચ પર જે સર્ચ કરતી વખતે તમારે સાવધાન રહેવાની જરૂર છે.

#1 Search customer care number

જ્યારે તમે કસ્ટમર કેરનો નંબર Google પર શોધી રહ્યા હોવ ત્યારે તમારે સાવધાન રહેવાનું છે. આ સૌથી પ્રચલિત ઓનલાઈન સ્કૈમ છે. ઘણીવાર આ કૌભાંડીઓ ખોટા નંબર નાખીને લોકોને ઓરિજિનલ નંબરથી દૂર રાખી ફસાવવાની કોશિશ કરતા હોય છે. આ નંબર ખોટો હોય છે અને લોકો ગૂગલ પર સર્ચ કરી તેને સાચો નંબર ગણી તેના પર ફોન કરતા હોય છે અને કોઇ ષડયંત્રમાં ફસાઈ જાય છે. આવામાં તમને જો કોઇ કંપનીનો કસ્ટમર કેરનો નંબર જોઇએ તો તે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જાવ અને તે વેબસાઈટનો સ્પેલિંગ ચેક કરી લો કે તે બરાબર છે કે નહી. આ સંદર્ભે થોડું જ ધ્યાન રાખશો તો એક ષડયંત્રમાં ફસતા બચી શકો છો.

#2 Banking Websites

જ્યારે પણ તમે કોઇ વેબસાઈટને ઓપન કરો ત્યારે તેની URL જરૂર ચેક કરો. એમા પણ જ્યારે તમે કોઇ ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ સર્ચ કરતા હોવ. એવી સલાહ આપવામાં આવે છે કે આવા કામ માટે તમારી પાસે કોઇ સટિક સત્તાવાર URL ના હોય ત્યાં સુધી તેને Google પર સર્ચ ન કરવી જોઇએ. કેમ કે ધણીવાર આ ઓનલાઈન ફ્રોડ કરનારા અસલી લાગતી નકલી વેબસાઈટ બનાવતા હોય છે અને ગ્રાહકોને ઠગતા હોય છે. આવામાં કોઇ બેંકનું કામ હોય તો તેની સત્તાવાર URL નો જ ઉપયોગ કરવો યોગ્ય છે.

#૩ App and Software search on Google

Google કોઇ એપ્સ અથવા સોફ્ટવેરને ન શોધો. આવું સર્ચ કરવાથી બચવું જોઇએ. જો તમેન કોઇ એપ્સ કે સોફ્ટવેર જોયતુ જ હોય તો તેની સત્તાવાર વેબસાઈટા શોધો અને તેના પર સર્ચ કરો. એપ્સ તો તમે એન્ડ્રોઈડ પર Google Play પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્સ તમે ગૂગલ પરથી ડાઉનલોડ ( Download ) કરી મોબાઇલમાં ઇનસ્ટોલ ( Install ) કરશો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. જે Google Play પર નથી તેવા એપ્સથી દૂર રહેવું જોઇએ.

#4 Search for medical information on Google

Google પર કોઇ દવા કેમેડિકલ સિસ્ટમ (medical information )ને સર્ચ (Search ) કરતા પહેલા પોતાના ફેમિલી ડોક્ટર સાથે એકવાર વાત કરી તેની માહિતી લઈ લેવી જોઇએ. જો તમે બિમાર હોવ તો ડોકટર પાસે જાવ Google પાસે નહી. કેમ કે બિમારી માટે ગૂગલ પાસેથી સલાહ લેવી જોખમી સાબિત થઈ શકે છે. ટૂંકમાં બિમારી માટે ગૂગલ સર્ચ ( Google Search ) પર ભરોસો કરવા જેવો નથી.

#5 Tips for Healthy life

Google પર હેલ્દી ડાયેટ ( Healthy diet ), વજન ઉતારવા કે વધારવાની જે ટિપ્સ ( Tips ) આપવામાં આવે છે તેના પર પણ ભરોસો કરવો યોગ્ય નથી. કેમ કે દરેક માણસની તાસીર અલગ હોય છે. બધાને એક જ ટિપ્સ ( Tips ) લાગુ પડે તેવું શક્ય નથી. માટે તેના પર ભરોસો ન કરો. આ માટે તેના જાણકાર પાસે જાવ અને તેની પાસેથી મહિતી લઈ તેને લાગુ કરો.

#6 Online Finance Tips

Google પર કોઇ પર્સનલ ફાઈનાન્સ, સ્ટોક માર્કેટ ટિપ્સ પર વિશ્વાસ ન કરો. હેલ્થ ટિપ્સ ( Health Tips ) ની જેમ આ ટિપ્સ ( Tips ) પર પણ ભરોસો કરવા જેવો નથી. ક્યારેક આ રીતે રોકાણ કરવા માટે ઓનલાઇન આપવામાં આવતી સલાહ દરેક વ્યક્તિ માટે એક જેવી ન પણ હોઇ શકે. ટૂંકમાં ઓનલાઈન જે રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે તેના પર વિશ્વાસ ન મૂકવો જોઇએ.

#7 Government Website

Google પર કોઇ સરકારી વેબસાઈટ ( Government Website ) સર્ચ કરી રહ્યા છો પહેલા તેને બરાબર તપાસી લો. સત્તાવાર વેબસાઈટ પર જ જાવ. ગૂગલ પર આવી વેબ સર્ચ ના કરો. ડાયરેક્ટ URL થી સર્ચ કરો. હેકર્સ સરકારી વેબસાઈટ ( Government Website ) પર પહેલા અટેક કરે છે. અહીં આવતા સામાન્ય લોકોને તેઓ આરામથી પોતાના ષડયંત્રનો શિકાર બનાવી શકે છે.

#8 Search for discount codes and coupons

Google પર કૂપન, ઇ-કોમર્સ વેબસાઈટ ( e commerce websites ) ની ઓફર શોધવી ન જોઇએ. ગૂગલ પર નકલી ઇ-કોમર્સ વેબસાઈટ ( e commerce websites ) અઢળક પ્રમાણમાં છે. આવી વેબસાઈટ ડિસ્કાઉન્ટ કૂપન ( discount codes and coupons ) કે કોડ આપવાની વાત કરી તમને પોતાની વેબસાઈટ પર ક્લિક કરાવે છે અને કોઇ ષડયંત્રનો શિકર તમને બનાવી શકે છે. લોભી માણસ આમા ઝડપથી ફસાઈ જાય છે. યાદ રાખો સત્તાવાર ઇ-કોમર્સ વેબસાઈટ તમને ડિસ્કાઉન્ટ કે કૂપન ( discount codes and coupons ) આપે તો જ તેના પર વિશ્વાસ કરી શકાય, થર્ડ પાર્ટી વેબ પર તમે આ રીતે કોડ કે ડિસ્કાઉન્ટ ( Discount ) લેવા જશો તો તમે સ્કેમમો ભોગ બની શકો છો.

 

 

 

]]>
https://gujjulogy.com/google-search-fraud-tips/feed/ 0
WhatsApp માં હવે તમે કોઇના પણ નંબરને લાઈફટાઇમ માટે મ્યૂટ કરી શકો છો! https://gujjulogy.com/whatsapp-new-feature-always-mute/ https://gujjulogy.com/whatsapp-new-feature-always-mute/#respond Sat, 24 Oct 2020 08:48:02 +0000 https://gujjulogy.com/?p=417 WhatsApp માં કોઇને મ્યૂટ કરવા હોય તો હવે તમે ‘Always Mute’ ના ફીચરથી હંમેશાં માટે મ્યૂટ કરી શકો છો. પહેલા ૮ કલાક માટે, ૧ અઠવાડિયા માટે કે ૧ વર્ષ માટે મ્યૂટનો વિકલ્પ હતો પણ હવે WhatsApp એ Always Mute નું ફિચર ઉમેર્યું છે જેનાથી તમે કોઇ પણ WhatsApp યુઝર્સનો નંબર આજીવન મ્યૂટ કરી શકો છો.

 

પહેલા તમારે કોઇ યુઝર્સને આજીવન મ્યૂટ કરવો હોય તો શક્ય ન હતું કેમ કે WhatsApp એ આ ઓપ્શન જ નહોતું આપ્યુ, તમે જોઇને મ્યૂટ કરો ત્યારે WhatsApp પૂછતું કે કેટલા સમય માટે તમારે આ યુઝર્સને મ્યૂટ કરવો છે, ૮ કલાક માટે, ૧ અઠવાડિયા માટે કે ૧ વર્ષ માટે. પણ હવે WhatsApp એ Always Mute નું ફિચર ઉમેર્યું છે જેનાથી તમે કોઇ પણ WhatsApp યુઝર્સનો નંબર આજીવન મ્યૂટ કરી શકો છો.

Always Mute. WhatsApp એ આ ફિચર ઉમેરી દીધું છે. આ ફીચરનું Whatsapp દ્વારા છેલ્લા ઘણા સમયથી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. અને અવે તે Whatsapp ના તમામ યુઝર્સ માટે જાહેર કરી દેવાયું છે. આની જાણકારી ખુદ વોટ્સએપે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા લોકોને આપી છે.

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા Android માટે WhatsApp 2.20.201.10 બીટામાં આ ફિચર એડ કરવામાં આવ્યું હતું. આ ફિચરના માધ્યમથી તમે કોઇ પણ ચેટા તથા ગૃપ ચેટને હંમેશાં માટે મ્યૂટ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આ Always Mute ના ફીચરને એક વર્ષના વિકલ્પની જગ્યાએ ઉમેરવામાં આવ્યું છે. પહેલા તમે કોઇ પણ વોટ્સએપ ચેટને વધારેમાં વધારે એક વર્ષ માટૅ મ્યૂટ કરી શકતા હતા. એક વર્ષ પૂર્ણ થાય એટલે ફરી આ મ્યૂટ કરવાની પ્રોસેસ કરવી પડતી પણ હવે તમે ૮ કલાક માટે, એક અઠવાડિયા માટે કે આજીવન માટે પણ કોઇના નંબરને પોતાના મોબાઇલમાં મ્યૂટ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે આ ફીચર હાલ whatsapp ના લેટેસ્ટ બીટા વર્જનમાં જોવા મળી રહ્યું છે. આ ફીચરની સાથે સાથે એવી માહિતી પણ છે કે whatsapp આગામી ટૂંક સમયમાં વેબ વર્જનમાં વોઇસ અને વીડિઓ કોલ સપોર્ટનું ફિચર લઈને આવી રહ્યું છે.

]]>
https://gujjulogy.com/whatsapp-new-feature-always-mute/feed/ 0
ભારતીય કંપની Micromax ની ૩ નવેમ્બરે થશે Smartphone ની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી https://gujjulogy.com/micromax-smartphones-latest-smartphones-in-india/ https://gujjulogy.com/micromax-smartphones-latest-smartphones-in-india/#respond Sat, 24 Oct 2020 08:08:06 +0000 https://gujjulogy.com/?p=414 ચીની કંપનીઓને ટક્કરત આપવા Made in India Micromax કંપનીએ Smartphone ની દુનિયામાં ફરી એન્ટ્રી મારી છે, આ એન્ટ્રી કેવી રહેશે તે મોબાઇલની ગુણવત્તા નક્કી કરશે!

પ્રતિકાત્મક તસવીર

ભારતીય બજારમાં સસ્તી અને Made in India મોબાઇલ માટે જાણીતી Micromax કંપનીએ સ્માર્ટફોનની દુનિયા – બજાર છોડી દીધું હતું પણ હવે ભારતના ચીન સાથેના વિવાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનના કારણે હવે આ ભારતીય કંપનીએ ફરી ભારતીય મોબાઇલ બજારમાં ઝંપલાવ્યું છે અને આગામી ૩ નવેમ્બરના દિવસે પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. જોકે ભારતનું મોટાભાગનું મોબાઇલ બજાર હાલ ચીનની કંપનીઓના હાથમાં છે ત્યારે જોવું રહ્યું કે Micromax કંપની આ ચીની કંપનીઓને કેટલી ટક્કર આપી શકશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ Micromax કંપનીના સીઈઓ રાહુલ શર્માનો એક વીડિઓ વાઈરલ થયો હતો. જેમા તેમને ખૂબ લાગણીવાળી વાતો કરી હતી અને મોબાઇલ જગતમાં પોતાની વાપસીની જાહેરાત કરી હતી. જાહેરાત જેવા લાગતા વીડિઓમાં તેમણે કહ્યું કે બોર્ડર પર જે કઈ થયું તે સારુ નથી થયું અને હવે અમે ( Micromax ) માર્કેટમાં વાપસી કરી રહ્યા છીએ.

ભારત-ચીન બોર્ડર પર જે કઈ થયું તે સારુ નથી થયું અને હવે અમે ( Micromax )

માર્કેટમાં વાપસી કરી રહ્યા છીએ – રાહુલ શર્મા

જોકે આ વીડિઓમાં રાહુલ શર્માએ મોબાઇલ વિશે કોઇ જાણકારી આપી નથી. સ્માર્ટફોન કેવો હશે, તેના ફીચર કેવા હશે? એવી કોઇ માહીતી આપી નથી. પણ મજાની અને ઉલ્લેખનીય વાત એ છે કે Micromax કંપનીએ સ્માર્ટફોન પહેલા એક હૈશહૈગ લોંચ કર્યું છે અને છે #chinikam

એટલે હાલ પૂરતું તો આ કંપનીએ પોતાના સ્માર્ટફોનના લોંચની તારીખ જાહેર કરી દીધી છે. આગામી ૩ નવેમ્બરે બપોરે ૧૨ વાગે તેનો સ્માર્ટફોન લોંચ થશે, તે કેવો હશે એ ત્યારે જ ખબર પડશે પણ એકવાત નક્કી છે કે આ ચીની કંપનીઓને ટક્કર આપવી હશે તો ગુણવત્તાયુક્ત અને પ્રમાણમાં સસ્તો મોબાઇલ આપવો પડશે. આશા રાખીએ Micromax વિદેશી કંપનીઓને ટક્કર આપશે…

 

]]>
https://gujjulogy.com/micromax-smartphones-latest-smartphones-in-india/feed/ 0