Travel – Gujjulogy.com https://gujjulogy.com Sat, 09 Sep 2023 10:54:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Travel – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Bharat Mandapam । જીરોથી થઈને ઇસરો સુધી ભારતની વિરાસતના દર્શન કરાવતું દેશનું આધુનિક સ્થાપત્ય…! ભારત મંડપમ્‌‍ https://gujjulogy.com/bharat-mandapam/ https://gujjulogy.com/bharat-mandapam/#respond Sat, 09 Sep 2023 10:54:58 +0000 https://gujjulogy.com/?p=1605

Bharat Mandapam । છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં `ભારત મંડપમ્’ છવાયેલું છે. તો ચાલો, જાણીએ `ભારત મંડપમ્’ની ભવ્યતાની રસપ્રદ વાતો…

Bharat Mandapam | ભારત મંડપમ્‌‍ વિશે ટૂંકુ ને ટચ

– નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલું ભવ્ય પરીસર

– પરિસરનું કુલ ક્ષેત્રફળ ૧૨૩ એકર

– ભારતના વિવિધ રાજ્યોની વિશેષતાઓ જેવી કે આરસપહાણ, લાકડું, ધાતુ વગેરેના ઉપયોગથી ૪ માળના ભવનનું નિર્માણ થયું છે.

– લેવલ વન, લેવલ ટુ અને લેવલ થ્રી એમ ત્રિ-સ્તરીય સ્થાપત્યના લેવલ ટુમાં G-20 સમૂહનું શિખર સંમેલન યોજાયું છે.

– વર્ષ ૧૯૭૨માં બંધાયેલા પરંતુ જર્જરિત થઈ ગયેલા International એક્ઝિબિશન કમ કન્વેશન સેન્ટર (IECC)ના સ્થાને ભારત મંડપમ્ના નિર્માણ માટે જાન્યુઆરી, ૨૦૧૭માં અનુમતિ પ્રાપ્ત થઈ.

– પ્રાચીન ગ્રંથ હિતોપદેશમાંથી લેવાયેલી પંક્તિ વસુધૈવ કુટુમ્બકમ્‌‍ G-20 સમૂહનું આ વર્ષનું ધ્યેયવાક્ય છે. ભારત મંડપમ્માં આ સૂત્રને ઉજાગર કરતાં પ્રતીકો જોવા મળે છે.

– શંખના આકારમાં બનેલા મુખ્ય ભવનના પ્રવેશદ્વાર ઉપર ૨૭ ફૂટ ઊંચી પંચધાતુની બનેલી વિશ્વની સૌથી ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

– વાણિજ્ય વિષયક પ્રદર્શનો માટે ૧૨ વિશાળ કન્વેશન હોલ્સ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

– ત્રણ વિશાળ એમ્ફિ થિયેટર્સની સુવિધા

– લેવલ ૧માં ૪૦૦૦ તથા ૩૦૦૦ની બેઠકક્ષમતાવાળા બે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ સભાખંડો આવેલા છે. આ બંને સભાખંડોને એક સભાખંડમાં ફેરવી શકાય તેવી વ્યવસ્થા હોવાથી આ સભાખંડમાં એકસાથે ૭૦૦૦ લોકો બેસી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસથી પણ વિશાળ એવા આ સભાખંડની ગણના વિશ્વ પ્રથમ દસ અત્યાધુનિક અને વિશાળ સભાગૃહોમાં થાય છે.

– લેવટ ટુમાં ૫૦થી લઈને ૨૦૦ બેઠકોની ક્ષમતાવાળા કુલ ૨૪ સભાખંડો / કોન્ફરન્સ હોલ્સ છે.

– ૫૫૦૦ જેટલી કાર માટે પાર્કિંગની સુવિધા

– સમગ્ર પરિસરમાં પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ તત્ત્વોને ઉજાગર કરતાં પ્રતીકો મૂકવામાં આવ્યાં છે.
– સૂર્યશક્તિના મહત્તમ ઉપયોગ તથા ઝીરો વેસ્ટના સિદ્ધાંતના આધારે ભારત મંડપમ્‌‍ નિર્માણ થયું છે.

– ભરત મુનિ, મહાકવિ કાલિદાસ શૂન્યના શોધક આર્યભટ્ટથી લઈને આદિત્ય L1 સુધીની ભારતની Zero to Isro ની પ્રગતિ યાત્રા ભારત મંડપમ્‌માં પ્રદર્શિત થઈ છે.

કરોડો ભારતીયો તથા ભારતને પસંદ કરતા વિશ્વ માટે ભારત મંડપમ્‌‍ એક તીર્થક્ષેત્ર સમાન બની રહેશે…!!

 

]]>
https://gujjulogy.com/bharat-mandapam/feed/ 0
જુના અમદાવાદના કેટલાંક જોવાલાયક સ્થળો | BEST Places to Visit in Ahmedabad https://gujjulogy.com/best-places-to-visit-in-ahmedabad/ https://gujjulogy.com/best-places-to-visit-in-ahmedabad/#respond Fri, 26 Feb 2021 08:38:36 +0000 https://gujjulogy.com/?p=878  

BEST Places to Visit in Ahmedabad

જુના અમદાવાદના કેટલાંક જોવાલાયક સ્થળો : આજે અમદાવાદનો ૬૧૦મો જન્મદિવસ છે

 

 

અમદાવાદ (Amadavad) એટલે અમદાવાદ (Amadavad). એક સતત ઉત્સાહ સાથે ઘબકતું શહેર. અનેક લોકોનું પ્રિય શહેર. ચાની ચુસ્કીનું શહેર, હરવા, ફરવા, મજા કરવાનું શહેર. આજે તેનો ૬૧૦મો જન્મદિવસ છે. આટલા વર્ષોમાં અમદાવાદ (Amadavad) અનેક રીતે બદલાઈ ગયું છે પણ આજે આપણે આ બદલાયેલા એટલે કે વિકાસ પામેલા શહેરના કેટલાંક જુના જોવાલાયક સ્થળો વિશે વાત કરીશું જે આજે હયાત તો છે પણ વર્તમાનના નવા જોવાલાયક સ્થળો જેટલા ફેમસ રહ્યા નથી. છતાં તેનું મહત્વ છે.

૧. ભદ્રનો કિલ્લો : Bhadra no killo

આ એક ઐતિહાસિક કિલ્લો (Bhadra no killo) છે, આજે એ કિલ્લો અડીખમ છે. અમદાવાદ (Amadavad) ના જિલ્લા પરંચાયતની ઓફિસ નીચે ઉભા રહો એટલે તમારી સીધી નજર જે ફોટ, દિવાલ પર પડે એ ભદ્રનો કિલ્લો (Bhadra no killo). અહીં હાલની સ્થિતિ તો ખરાબ છે પણ કોઇવાર અહીંથી પસાર થાવ તો કિલ્લા ઉપર જઈને એક નજર ફેરવજો. આખું ભદ્રનું બજાર જોવાની મજા પડશે.

૨, ભદ્રકાળી મંદિર : ( Bhadrakali Mandir )

આ મંદિર ( Bhadrakali Mandir ) મરાઠીઓના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. આ મંદિર ( Bhadrakali Mandir ) ભદ્રના કિલ્લામાં જ આવેલું છે અને તે એક મહત્વનું યાત્રાધામ જેવું બની ગયું છે. તેમાં મા ભદ્રકાળીની મૂર્તિ છે. અમદાવાદીઓ સહીત અનેક લોકોની આસ્થા મા ભદ્રકાળી સાથે જોડાયેલી છે.

૩. સીદી સૈયદની જાળી : ( Sidi Saiyyed ni jali )

ભદ્રના કિલ્લાથી તમે એકાદ કિલોમીટર ચાલો એટલે આ સીદી સૈયદની જાળી ( Sidi Saiyyed ni jali ) તમને જોવા મળે. અમદાવાદની ઓળખ બનેલી ઐતિહાસિક સીદી સૈયદની મસ્જિદની જાળી વિશ્વ પ્રખ્યાત છે. આ જાળી ( Sidi Saiyyed ni jali )ની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નકશીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદ (Amadavad) ની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. અહીં એક બજાર પણ છે જેનું નામ છે પાલિકા બજાર. આની ખાસિયત એ છે કે ઉપર રોડ છે અને રોડની નીચે ભોયરામાં બજાર ભરાય છે. કપડા મળે છે અહીં.

૪. લાલ દરવાજા : Lal Darawaja

સાબરમતી નદીની પૂર્વ બાજુના કિનારે આવેલો વિસ્તાર છે લાલ દરવાજા (Lal Darawaja). હવે આ વિસ્તાર AMTS ના મુખ્ય બસસ્ટેશન તરીકે વધારે ઓળખાય છે. અહીં બાજુમાં જ ભદ્રનો કિલ્લો છે, અપના બજાર અને જિલ્લા પંચાયતની ઓફિસ પણ છે. હાલ આ ભારે ટ્રાફિકવાળો વિસ્તાર છે.

૫ ઝૂલતા મિનારા : ( Jhulta Minara )

ઝૂલતા મિનારા ( Jhulta Minara ) અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બહાર ઉભા રહો એટલે તેમને આ બે મિનારા દેખાય. આ શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. આપણે એક મિનારા પર ચડીને તેને હલાવીએ તો બાજુનો બીજો મિનારો પણ એની જાતે થોડીવાર માટે હલે છે એટલે જ આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. જોકે ઝૂલતા મિનારા ( Jhulta Minara ) અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે પણ છે. પણ આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

આ મિનારા ( Jhulta Minara ) અમદાવાદ (Amadavad) ના કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલા છે. આ મિનારા ત્રણ માળના એટલે કે, ૭૫ ફૂટ ઊંચા છે. મિનારામાં ફ૨તા દાદરા છે. મિનારા છાલવાનું રહસ્ય હજી શોધાયું નથી. હાલમાં આ મિના૨ની મુલાકાત પ્રવાસીઓ માટે બંધ છે. જોકે હવે તે હલતા પણ નથી.

૬. ગીતા મંદિર : ( Gita Mandir )

અમદાવાદ (Amadavad) શહેરના આસ્ટોડિયા દરવાજાથી વળો એટલે એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશન આવે એ જે રોડ છે તે સીધો શાહઆલમ તરફ જાય છે. આ રોડને જ ગીતા મંદિર રોડ ( Gita Mandir Road )કહેવાય છે. આસ્ટોડિયા દરવાજાથી વળો એટલે થોડે જ દૂર જમણી બાજુ એક ભવ્ય ઉંચા ટાવરવાળી ઇમારત છે. આજ છે ગીતા મંદિર ( Gita Mandir ). જેની સ્થાપના ૧૯૪૦માં થઈ હતી. શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ સમજીને આ ગીતામાતાનું મંદિર બનાવેલું છે. આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. અમદાવાદમાં હોવ તો એકવાર આ મંદિર ( Gita Mandir ) ની મુલાકાત જરૂર લેજો

૭ કાંકરિયા તળાવ ( kankaria Lake )

આ ( kankaria Lake ) તળાવ તો હવે અમદાવાદ (Amadavad) ની ઓળખ છે. એક દિવસની પરિવાર સાથીની પીકનિક તમે આરામથી કરી શકો. બાળકો માટે અહીં ઘણું બધું છે. પ્રાણી સંગ્રાહલય પણ છે, ખાણીપીણી બજાર પણ છે. નગીનાવાડી, બાળવાટિકા, માછલીઘર છે. ઉપરાંત હવે તેને સારું એવું વિકસિત કરવામાં આવ્યું છે. અહીં જે નામ લખ્યા એ જુના કાંકરિયાની વાત છે બાકી નવું પણ અહીં ઘણું બઘું છે ફરવા માટે.

૮ દરિયાખાનનો ઘુમ્મટ ( Dariyakhan Ghummat )

ગુજરાત (Gujarat) નો તે ( Dariyakhan Ghummat ) સૌથી ઊંચો ઘુમ્મટ ગણાય છે, હાલ સ્થિતિ અલગ છે, ગીચતાની વચ્ચે હવે તે શાનથી ઊંભો છે. ઇ.સ. ૧૪૫૩માં દરિયાખાન નામના સેનામપિતએ આ (Dariyakhan Ghummat ) ઘુમ્મટ બંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેના બાંધકામમાં ઈંટા,ચૂનો, રેતી અને પાણીનો જ ઉપયોગ થયો છે.

૯. સાબરમતી આશ્રમ : ( Sabarmati Ashram)

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi) એ આ ( Sabarmati Ashram) આશ્રમની સ્થાપના સાબરમતી નદીને કિનારે ઈ.સ. ૧૯૧૫માં કરી હતી અને ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ અહીથી શરૂ થઈ હતી. આઝાદીની ચળવળનું આ કેન્દ્રસ્થાન હતું. ગાંધીજીનું નિવાસસ્થાન, મ્યુઝિયમ, છાત્રાલય, શાળાઓ, ખાદીહાટ, ગૃહઉદ્યોગો, વગેરે અહીં જોવા જેવો છે. હવે આ આશ્રમ ડિજિટલ થઈ ગયો છે. એક એપ પણ છે અહીં પહોંચી તમે તેને ડાઉનલોડ કરો એટલે એ એપ પછી તમને આશ્રમ ( Sabarmati Ashram) વિશેનું માર્ગદર્શન આપશે.

૧૦ હઠીસીંગના દેરાં : (Hathisingh Dera)

દિલ્લી દરવાજા બહાર આ (Hathisingh Dera) દેરાં આવેલાં છે. તે પણ સુંદર છે. ઈ.સ. ૧૮૦૮માં તે શેઠ હઠીસીંગ કેસરીસીંગે બંધાવ્યાં હતાં. આ દેરું ૫૦ મીટર લાંબું અને ૪૦ મીટર પહોળું છે. તેની આજુબાજુ જિનાલયો આવેલાં છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા હઠીસીંગના દેરાં (Hathisingh Dera) જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે પૂજાય છે. હઠીસીંગના દેરાનું નિર્માણ શુદ્ધ આરસમાંથી કરવામાં આવ્યું છે. જેને જોઈને કોઈને પણ એવો વિચાર આવ્યા વિના ન રહે કે આશરે દોઢ સદી પહેલા આટલા વિશાળ બાંધકામ માટે આટલો બધો આરસ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો હશે.

અન્ય જોવાલાયક સ્થળો   BEST Places to Visit in Ahmedabad

સરદાર પટેલ સ્મારક ભવન, સાયન્સ સીટી, અડાલજની વાવ, જામા મસ્જિદ, જુમ્મા મસ્જિદ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, સ્મૃતિ મંદિર, ઘોડાસર, વૈષ્ણોદેવી મંદિર, ભાગવત વિદ્યાપીઠ, વસ્ત્રાપુર તળાવ, કેમ્પ હનુમાન, સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ, સરખેજનો રોઝો, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતી રિવર ફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ, વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો, ત્રિ મંદિર, અડાલજ, ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ

]]>
https://gujjulogy.com/best-places-to-visit-in-ahmedabad/feed/ 0
કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર વીરપુર Virpur નું જલારામ મંદિર Jalaram bapa Mandir – આજે બાપાની ૨૨૧મી જ્ન્મજયંતી છે ત્યારે આવો જાણીએ એમના વિશે… https://gujjulogy.com/jalaram-bapa-mandir/ https://gujjulogy.com/jalaram-bapa-mandir/#respond Sat, 21 Nov 2020 07:32:14 +0000 https://gujjulogy.com/?p=685

આજે જલારામ બાપા (Jalaram bapa) ની ૨૨૧મી જન્મજયંતી ખૂબ સાદાઈથી ઉજવાઈ રહી છે…વીરપુર આવ્યા વગર પોતાના ઘરે જ જલારામ બાપાની જન્મજયંતી ઉજવવાની અપીલ કરવામાં આવી છે…

 

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી લગભગ બાવન કિ.મી. દૂર આવેલું વીરપુર આમ તો નાનકડુ ગામ છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં જલારામ બાપાનાં દર્શનાર્થે આવે છે. અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાનું કાર્યસ્થળ હતું એટલે કે ખરેખર તો આ એક ઘર જ છે, જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં તેમના જીવનકાળ સાથે સંકળાયેલી ચીજોનો સંગ્રહ છે, સાથે શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજીની અને હનુમાનજીની પ્રતિમાઓ છે. લોકવાયકામાં ભગવાન દ્વારા આપવામાં આવેલી ઝોળી અને દડની જે વાત આવે છે તે પણ અહીં સચવાયેલાં છે. આ મંદિરના મુખ્ય આકર્ષણમાં પૂ. શ્રી સંત જલારામ બાપાનો શ્વેત-શ્યામ ફોટો છે, જે તેમના પરલોકગમનના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો. વીરપુર સિવાય પણ ગુજરાતમાં સંત શ્રી જલારામ બાપાનાં સેંકડો મંદિરો આવેલાં છે. વિદેશોમાં પણ સંત શ્રી જલારામ બાપાના મહિમાને ઉજાગર કરતાં અનેક મંદિરો આવેલાં છે. વિશેષ કરીને પૂર્વ આફ્રિકા, બ્રિટન, અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં તેમના મંદિર જોવા મળે છે. જલારામ બાપાનાં આ મંદિરોમાં જલારામ બાપાની પ્રતિમા હોય છે. હસમુખી, સફેદ પાઘડી, કુર્તા અને ધોતિયું, એક હાથમાં દડો અને એક હાથમાં માળા ધરેલી પ્રતિમાઓ પ્રસ્થાપિત હોય છે. સાથે તેમના પૂજનીય એવા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાજીની પ્રતિમાઓ પણ હોય છે. જલારામ બાપાની જન્મજયંતીના દિવસે જગતભરના મંદિરોમાં ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે ભક્તસમૂહો પ્રસાદરૂપે લોકોને ભોજન ખવડાવે છે. વીરપુરમાં આ દિવસનું ખાસ્સું મહત્ત્વ છે. સ્થાનિક લોકો માટે જલારામ જયંતી જાણે કે નવું વર્ષ હોય છે. આ દિવસે અહીં મોટો મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓને ભોજનમાં ખીચડી અને બુંદી, ગાંઠિયાનો પ્રસાદ પીરસવામાં આવે છે.

દાન લીધા વગર પીરસાય છે હજારો લોકોને ભોજન

સેવા અને ધર્મનો વારસો પૂ. શ્રી જલારામ બાપાને ગળથૂથીમાંથી જ મળેલો હતો. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું, જે આજે ૨૦૧ વર્ષ બાદ પણ અવિરત ચાલે છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામના મંત્ર સાથે શરૂ થયેલ આ સદાવ્રતમાં આજે રોજના પાંચથી છ હજાર શ્રદ્ધાળુઓને ભોજન પીરસાય છે. તહેવાર અને રજાના દિવસોમાં તો આ આંકડો અનેકગણો વધી જાય છે. આજે આ સદાવ્રતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ અને ગરીબોને ભોજન પીરસાતું હોવા છતાં જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.

દાન લીધા વગર કેવી રીતે ચાલે છે આટલું મોટુ રસોડુ ?

જલારામ મંદિરમાં તમને ક્યાંય દાનપેટી જોવા નહીં મળે, છતાં કોઈ જાણતાં-અજાણતાં પણ જો મંદિરમાં ક્યાંય દાન મૂકતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડે પગે હાજર હોય છે. ત્યારે એવો પ્રશ્ન જરૂર થાય કે, કોઈપણ પ્રકારનું દાન કે ભેટસોગાદ લીધા વગર રોજના હજારો લોકોની ભૂખ ભાંગતું જલારામ મંદિર અને તેનું સદાવ્રત આખરે ચાલે છે કેવી રીતે ? કહેવાય છે કે (ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ વીરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું. અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન સ્વીકારવામાં આવતું હતું, પરંતુ જલારામ બાપાનાં વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોની સાથે ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું. દાન ન સ્વીકારવાનાં કારણમાં મંદિર જોડે પૂરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનાર ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એમ કહેવાય છે.

 

 

]]>
https://gujjulogy.com/jalaram-bapa-mandir/feed/ 0
ગિરનાર ઉડન ખટોલા Girnar Udan Khatola– તમે જે જાણાવા માંગો છો એ બધું જ! https://gujjulogy.com/girnar-udan-khatola-rope-way-ticket-rate/ https://gujjulogy.com/girnar-udan-khatola-rope-way-ticket-rate/#respond Tue, 27 Oct 2020 10:44:40 +0000 https://gujjulogy.com/?p=544 Girnar Udan Khatola – દશેરાના દિવસથી એટલે કે તા.૨૫ ઓક્ટોબરને રવિવારથી ગિરનાર રોપ-વે ( Girnar Rope Way ) જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું હતું અંતે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનારના કુલ પગથિયા ૯,૯૯૯ છે પણ આ રોપ-વે માત્ર ૫૦૦૦ પગથિયા જ કવર કરે છે.

જૈન મંદિર- ગિરનાર

જૂનાગઢનો ઇતિસાસ બહુ નિરાલો છે. સિંહનો તે પ્રદેશ છે. આકાસ સાથે વાતો કરનારો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત અહીં આવેલો છે. અને હવે આ રોપ-વેની વાત કરીએ તો “ગિરનાર ઉડન ખટોલા” એ ગુજરાતનો સૌથી મોટો રોપ-વે છે.

ગિરનારનું છેલ્લું શિખર દત્તાત્રેય છે. ત્યાં દત્તાત્રેયજીના પગલાં છે, તેમના દર્શન કરવા હોય તો ૯,૯૯૯ પગથિયા ચડવા પડે. પણ ૫૦૦૦ પગથિયાએ અંબાજી આવે છે, જૈન મંદિરો આવે છે. મોટા ભાગે લોકો ખાસ કરીને વડિલો અહીં સુધી જ આવતા હોય છે. અંબાજી પછી ગોરખનાથ અને પછી દત્તાત્રેય શિખર પર ઓછા લોકો જાય છે.

એટલે કેવાનો મતલબ એ છે કે દત્તાત્રેય સુધી પહોંચવું હોય તો આ રોપ-વે માત્ર અદધી યાત્રા સુધી જ છે. ૫૦૦૦ પગથિયા પછીના ૪,૯૯૯ પગથિયા જે ચડવા સૌથી અઘરા છે તે તો તમારે ચડવા અને ઉતરવા જ પડશે.

આ લોકોનું ધ્યાન રાખજો

બીજી એક મહત્વની વાત એ છે કે આ રોપ-વે થી અનેક લોકો ખુશ છે પણ કેટલાક એવા લોકો પણ છે જે કદાચ દુઃખી છે. આ લોકો છે અહીના પાલખીવાળા. આ એ લોકો છે જે થોડા પૈસા લઈ વડિલોને પાલખીમાં બેસાડી અંબાજી સુધી લઈ જતા અને પાછા તળેટી સુધી મૂકી જતા. આ રોપ-વે થી તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. જો કે પૈસા માટે કોઇનો ભાર ઉંચકી પર્વત ચડવો એ કષ્ટ દાયક તો છે પણ તે તેમની રોજગારી હતી. આશા રાખીએ તેમને કંઇક કામ મળી ગયું હશે.

પાલખીવાળા

આ ઉપરાંત અંબાજી સુધી થોડી-થોડી જગ્યાએ પાણી-નાસ્તાની નાની નાની દુકાનો છે. પણ હવે સ્વભાવિક છે પગથિયા ચડીને જનારા લોકો ઓછા થશે, તેમની આવક પણ ઘટશે, આ ઉપરાંત આ દુકાન સુધી માલ-સામાન પહોંચાડનારા લોકો પણ થોડુ કમાતા હતા. તેમના માટે પણ થોડો ચિંતાનો વિષય ખરો.

પણ વિકાસ જરૂરી છે. રોપ-વે બનવો જોઇએ પણ આવા લોકોનું પણ અન્ય જગ્યાએ ધ્યાન રાખવું જરૂરી છે. આશા રાખીએ જે રખાયું હશે.

રોપ-વે અને તેની ટિકિટ વિશે…

આ રોપ-વેની વાત કરીએ તો “ગિરનાર ઉડન ખટોલા” એ ગુજરાતનો સૌથી મોટો રોપ-વે છે. જે ૫૦૦૦ પગથિયા પર અંબાજી મંદિરને જોડે છે. સામાન્ય રીતે તમે ૫૦૦૦ પગથિયા ચડીને જાવ તો અંબાજી સુધી પહોંચતા ૩ થી ૪ કલાકનો સમય લાગે પણ આ રોપ-વેથી હવે અહીં માત્ર ૯ મિનિટમાં પહોંચી શકાશે. આ રોપ-વે ૨.૩ કિમી લાંબો અને ૮૫૦ મિટર ઉંચો છે. રોપ-વેનો સમય સવારે ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધીનો છે. આ રોપ-વેનો ઉપાયોગ કરી તમારે ટૂ-વે એટલે કે જવા-આવાવાની ટિકિટ લેવી હોય તો તે તમને ૭૦૦ રૂપિયામાં મળશે અને માત્ર જવું જ હોય પગથિયા ન ચડવા હોય તો તેની ટિકિટ ૩૫૦ રૂપિયા લેવામાં આવે છે. ૫થી ૧૦ વર્ષના બાળકો માટેની ટિકિટ અડધી એટલે કે ૩૫૦ રૂપિયા છે અને ૫ વર્ષથી નીચેના બાળકો માટે રોપ-વે ફ્રી છે. જેની કોઇ ટિકિટ લેવાની નથી. આ ટિકિટ તમે રોપ-વે સ્ટેશને પહોંચો એટલે ત્યાંથી મળી રહે છે. આ ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા થઇ રહ્યું છે

 

]]>
https://gujjulogy.com/girnar-udan-khatola-rope-way-ticket-rate/feed/ 0
બીચની નગરી જામનગરનાં જોવાલાયક સ્થળો – આ સ્થળો જોશો તો જામનગરના પ્રેમમાં પડી જશો… https://gujjulogy.com/best-places-to-visit-in-jamnagar/ https://gujjulogy.com/best-places-to-visit-in-jamnagar/#respond Sat, 24 Oct 2020 16:46:04 +0000 https://gujjulogy.com/?p=456  

જામનગર – Jamnagar જિલ્લાના જોડિયા તાલુકાથી લઈને પોરબંદર જિલ્લાના ખાંચાખૂંચીવાળા કિનારાને આવરી લેતા અને ૩૨૦ કિ.મી. લાંબા દરિયાઈ વિસ્તારમાં ૩૨ જેટલા ટાપુઓ આવેલા છે. એ જ રીતે જામનગરથી કચ્છ તરફ દરિયાકિનારે જાવ તો લગભગ ૪૨ જેટલા નાના-મોટા બીચ છે. જામનગર દરિયાની દૃષ્ટિએ અન્ય શહેરો કરતાં વધારે ભાગ્યશાળી છે. પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાનાં સ્થળો જોવા લાયક છે. અહીંનું એકાંત તમારું દિલ જીતી લેશે.

ખીજડિયા પક્ષી અભયારણ્ય – khijadiya bird sanctuary

જામનગર શહેરથી આશરે ૧૨ કિ.મી. રાજકોટ તરફ આવો એટલે ખીજડિયા પક્ષી અભયારણ્ય વચ્ચે આવે. આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેનાં વૈવિધ્યસભર પક્ષીઓના કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ૧૯૨૦ દરમિયાન બનાવવામાં આવેલા આ અભયારણ્યમાં બે માનવ નિર્મિત ડેમ પણ છે. એકમાં તાજું પાણી અને બીજામાં સમુદ્રનું પાણી છે. વિશ્ર્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે જેમાંથી ગુજરાતમાં ૪૫૩ જાતનાં પક્ષીઓ અને જામનગર જિલ્લાના આ અભયારણ્યમાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન અહીં બહારથી પ્રવાસી પક્ષીઓ આવતાં હોય છે. અહીં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢોર બગલો, પતરંગો, તેતર, શાટી ઝુંપસ, દેવ ચકલી જેવાં પક્ષીઓ ઉપરાંત પ્રવાસી પક્ષીઓ કાળીપૂંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરધાબી, પાનપટ્ટાઈ જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે.

ખીજડિયા પક્ષી અભયારણ્ય – khijadiya bird sanctuary

જામનગરનું મોક્ષધામ

જામગરનું સ્મશાન દેશનાં બિહામણાં સ્મશાનો કરતાં કાંઈક અલગ છે, જ્યાંનું વાતાવરણ દુ:ખમાં પણ અધ્યાત્મ અને સાંત્વના પૂરી પાડે છે.
આજથી પચાસેક વર્ષ પહેલાં રેલવેનો પ્રારંભ થતાં, વિક્ટોરિયા પુલ (હાલનો નેતાજી સુભાષ પુલ)થી નાગનાના નાકા સુધી આવેલી સ્મશાનભૂમિને ખસેડી, નાગમતીના કિનારા ઉપર લઈ જવામાં આવી. આ માટે રાજ્ય તરફથી જમીન આપવામાં આવી હતી. નગરના ભાટિયા વેપારી વેરશીભાઈ કરમશીભાઈનાં પત્ની શ્રીમતી માણેકબાઈએ ૭૧૦૧ કોરીની સખાવતથી હાલની મોક્ષપુરીને નંદનવનમાં પલટાવવાના પ્રયાસો કર્યા હતા.

ત્યારબાદ સેવાભાવી સ્વ. ગોકળદાસ હીરજી ઠક્કર સ્મશાનભૂમિને મુલાકાતીઓ માટેનું સ્થળ બનાવવા અને યાત્રાસ્થળ બનાવવામાં સફળ થયા હતા. અહીં આવનાર લોકોને દેવી-દેવતાઓનાં મંદિરો અને વિશ્ર્વવિભૂતિઓના પુનિત સંદેશાઓ સાંભળવા મળે છે. સ્વ. મેઘજી પેથરાજ ટ્રસ્ટે ત્યારબાદ સ્મશાનમાં પાણી માટે કૂવો વગેરે જેવી અનેક સુવિધાઓ ઊભી કરી. સ્મશાનનું સંચાલન મહાવીર દળ નામની સમિતિ આજે વર્ષોથી કરે છે.

ભૂજિયો કોઠો : નગરની બીજી ઓળખ – Bhujio Kotho

જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી ૧૮૯૦, ૧૮૯૫ અને ૧૯૦૨માં જામનગરમાં દુષ્કાળ પડ્યા. આમ, દુષ્કાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં. લાખોટા તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો. ભૂજિયા કોઠાનું કામ સંવત ૧૮૮૨માં શરૂ થયેલું અને ૧૩ વર્ષ તેને બાંધતાં લાગેલા. લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતની અનેક યાદને સંઘરીને ઊભો છે. ફતેહપુર સિક્રીના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ ગણાય છે. કોઠાના બાંધકામમાં કુલ ૪ લાખ, ૨૫ હજાર કોરીનું ખર્ચ થયું હતું. કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે.

રણજીત સાગર ડેમ

જામનગર શહેરની શાન રણજીત સાગર ડેમ છે. સાંજે અહીં લોકો હરવાફરવા આવે છે. જામનગરનું પ્રખ્યાત સ્થળ છે. મહત્ત્વની વાત એ છે કે આ ડેમ આખા જામનગર શહેરને પાણી પૂરું પાડે છે. બાજુમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. સીઝન દરમિયાન અહીં અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. પિકનિક માટેનું આજે આ સુંદર સ્થળ બની ગયું છે.

પ્રતાપ વિલાસ પેલેસ – Pratap Vilas Palace

ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ. ઈ.સ. ૧૯૧૪માં જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પેલેસનું બાંધકામ કરાવ્યું હતું જે યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનો સુંદર નમૂનો છે. આ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેલેસની ઉપર ત્રણ ડોમ બનાવાયા છે. મહેલનો પ્રવેશદ્વાર બે વાઘોના શિલ્પ સાથે શણગારવામાં આવ્યો છે. દરબાર હોલ મોઝેક ફ્લોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્કની દ્વારા સજાવવામાં આવ્યો છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે.

લાખોટા તળાવ તથા લાખોટા કિલ્લો – Lakhota Lake

જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. નગરનું જૂનામાં જૂનું વર્ણન ઈ.સ. ૧૫૮૨-૮૩માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે. કાવ્યના સર્જક વેણીનાથ યા વાણીનાથે એક શ્લોકમાં જામનગરનું વર્ણન કાંઈક આવું કર્યું છે. નગર વેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતાં તળાવ અને તરેહ તરેહનાં ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. કવિએ જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહ્યું છે.

હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. ૧૮૨૦થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે. જામનગરની ધરતી ઉપર ઈ.સ. ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં, જનતા ભૂખમરાનો ભોગ બની. પશુઓ ટપોટપ મરવા લાગ્યાં. આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો. જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૬માં નવાનગર રાજ્યે કરી હતી. સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.

આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯થી ૧૮મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધસામગ્રીનો સંગ્રહ થયેલો છે. લાખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લાખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્ત્રો માટે જાણીતું છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે, જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે. જામ રણમલજીના આદેશ પર દુષ્કાળમાં રાહત મેળવવા માટે મિનારનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં વર્ષ ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬માં આ ક્ષેત્રમાં વરસાદ નહોતો થયો. આ સંગ્રહાલય લોકોને જોવા માટે સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લું રહે છે.

]]>
https://gujjulogy.com/best-places-to-visit-in-jamnagar/feed/ 0
ભારતના એ શાનદાર બીચ ( Beach ) જ્યાં જતા જ તમે બોલી ઊઠશો : ઓએમજી https://gujjulogy.com/top-beaches-in-india-for-2020/ https://gujjulogy.com/top-beaches-in-india-for-2020/#respond Sat, 24 Oct 2020 12:22:34 +0000 https://gujjulogy.com/?p=444 બીચ (  Beaches ) ની કે દરિયા કિનારાની વાત આવે એટલે આપણને વિદેશ જ યાદ આવે. આપણે એવું માનીએ છીએ ક વિદેશના બીજ જ જોવા જેવા હોય છે પણ અહી ભારતના એવા બીજની વાત કરવી છે જેની તમે એકવાર મુલાકાત લેશો તો નક્કી આશ્ચર્યચકિત થઈ જશો…

 

પ્રતિકાત્મક તસવીર

જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભૂરુ… ભુરું પાણી, હિલ્લોળા મારતા પાણી પાછળ ઉગતો અને આથમતો સૂર્ય, અને એ સૂર્યની લાલાશ પડતા કિરણોને કારણે સિંદુરી બનતો સમુદ્ર આ દૃશ્યની કલ્પના માત્રથી જ દૃશ્ય વિશે સાંભળીને જ સૌ કોઈના પણ મનમાં આવા સમુદ્ર કિનારે ફરવા જવાનું મન થઈ જાય. પરંતુ આવું અદ્ભુત કુદરતી વાતાવરણ ભારતમાં ક્યાં હોવાનું ? પરંતુ જો કોઈ તમને કહેતો આ બધુ જ તમને ભારતમાં જ મળી શકે છે તો ? જીહાં ચાલો અહીં ભારતનાં આવા જ કેટલાક કુદરતી સૌંદર્યની સાક્ષાત અનુભૂતિ કરાવતા કેટલાક સમુદ્રી કિનારા (બીચ)ની વાત કરીએ.

અંડમાન નિકોબારનો ‘રાધાનગર’ બીચ

ભારતના ટાપુઓના પ્રદેશ તરીકે જાણીતા અંડમાન-નિકોબારમાં ‘હેવલોક’ નામનો એક ટાપુ આવેલો છે. આ ટાપુથી માત્ર ૧૨ કિલોમીટરના અંતરે રાધાનગર બીચ આવેલો છે. અહીંનું કુદરતી સૌંદર્ય અને ચોખ્ખો ચણાક સમુદ્ર તેને વિશ્ર્વના સૌથી સુંદર સમુદ્ર કિનારાઓમાં એક નબાવે છે. એક તરફ લીલા-ઘાઢ-મીઢ જંગલો તો બીજી તરફ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી હિલોળા મારતું લીલા રંગનું પાણી, અહીં આવનાર પર અમીટ છાપ છોડે છે. જો કે અહીં જવા માગતા ખાવા-પીવાની સામગ્રી પોતાની સાથે જ લઈ જવી પડે છે. કારણ કે અહીં કોઈ હોટલ કે સ્ટોલને પરવાનગી નથી.

ગોવાનો અંગોડા બીચ

ભારતના બીચ પસંદ લોકો માટે ગોવા એ સૌથી પસંદગીનું સ્થાન છે. અહીં તમને અનેક એવા સમુદ્રી કિનારા બીચ મળી જશે. જ્યાં તમે મિત્રો-પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો. આવા જ સમુદ્ર કિનારામાંનો એક ‘અંગોડાબીચ’ છે. અહીંના અંગોડા નામના ગામમાં આ બીચ આવેલો છે. કિનારા પરની ચમકતી રેતી અને એ રેતીને ભીંજવી જતી રહેતી સમુદ્રની લહેરો અને અહીંના કોટેજ કોઈપણ ને દિવસ-રાત અહીં રોકાવા માટે મજબૂર કરી દેવા પુરતા છે. એમાં પણ રજાઓના સમયગાળામાં તો અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. ફાસ્ટ મ્યૂઝિકના શોખીનો માટે આ બીચ ઉત્તમ છે.

કેરલનો કર્કલા બીચ

કેરલના તિરુવનંતપુરમથી બાવન કિલોમીટર અને કોલ્લમથી ૩૮ કિલોમીટર દૂર કર્કલા નામનું એક સ્થળ છે. જે તેના દરિયા કિનારાને કારણે ભારતીય પ્રવાસીકોના ગુડલીસ્ટમાં છે. ઊંચી ઊંચી ચટ્ટાનો અને ચટ્ટાનોમાં ટકરાતા સમુદ્રી મોજાઓનો અવાજ મુલાકાત લેનારના કાનમાં દિવસો સુધી પડઘાયા કરે છે. અહીં જાઓ તો અહીં ૨૦૦૦ વર્ષ પુરાણા ભગવાન વિષ્ણુના પ્રાચીન મંદિર અને શિવગીરી આશ્રમનાં મઠની મુલાકાત જરૂરથી લેજો. આ મુલાકાત તમને આધ્યાત્મિકતાનો અનેરો અનુભવ કરાવશે.

ગોવાનો કેવલોસીમ બીચ

ગોવાના પાટનગર પણજીથી ૪૭ કિલોમીટર દૂર આવેલો આ એક શાંન્દાર સમુદ્ર કિનારો છે. જે કેવલોસિમ બીચ તરીકે પ્રસિદ્ધ છે. આ બીચની ચારેય તરફ કાળા રંગની ચટ્ટાનો અને સફેદ ચમકતી રેતી દૂર દૂર સુધી પથારાયેલી છે. ભારતના કેટલાક એક દમ શાંત અને સ્વચ્છમાં કેવલોસીમનો નંબર આવે છે. માટે જ અહીં ન માત્ર દેશી, વિદેશી પ્રવાસીઓ પણ ખેંચાઈ આવે છે. અહીં તમને સનબાથિગ લેવાની પણ મજા આવશે. આ ઉપરાંત અહીંની રેતી વિવિધ રમતો અને કલાકૃતિઓ બનાવવા માટે પણ સાનુકૂળ છે. ‘ડોલ્ફિન’, ‘સ્પોટિંગ’, ‘વિડસર્ફિંગ’, ‘પૈરાસેલિંગ’, ‘જેટ સ્કીઇગ’, ‘સ્પીડ બોટીંગ’, ‘બોટ રાઇડ્સ’ના રશિયો અહીં આવી બિલકુલ નિરાશ નહીં થાય.

ગોવાનો બેનોલીમ બીચ

ભારતના સૌથી સુંદર બીચ (સમુદ્ર કિનારા)ની વાત આવે ત્યારે ગોવાના બેનોલીમ બીચને જરૂરથી યાદ કરવો પડે. દક્ષિણી ગોવા કોલ્વા બીચથી ખૂબ જ નજીક એટલે કે માંડ બે કિ.મી.ના અંતરે આ બીચ આવેલો છે. અહીં અનેક મંદિરો, ચર્ચ અને પોર્ટૂગિઝ શૈલીમાં બનેલા ઘરો પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. અહીં આરામદાયક ખુરશીઓ પર બેસી સૂર્યાસ્તનો નજારો જોવાની પણ એક મોજ છે. આ ઉપરાંત તમે અહીં અનેક વોટર સ્પોટનો આનંદ લઈ શકો છો. આ બીચ ડોલફિંગ સ્પોટિંગ માટે ખૂબ જ જાણીતો છે. સ્વાદના શોખીનો માટે અહીં અનેક રેસ્ટોરન્ટ પણ છે. જે સ્વાદીષ્ટ સમુદ્રી ભોજન પીરસે છે. અહીં રવિવારના દિવસે યોજાતી બોનાન્ઝ પાર્ટી અને પાર્ટીનું લાઇવ મ્યૂઝિક અને ડાંસ તમને દિવાના બનાવી દેશે.

ઓરિસ્સાનો ‘પુરી બીચ’

ધાર્મિક નગરી ઓરિસ્સા સ્થિત જગન્નાથ પુરી ચાર ધામોમાં એક છે. આ ધાર્મિક મહત્ત્વને કારણે જ તે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ આ સિવાય પણ આની એક ઓળખ અહીંનો સમુદ્ર કિનારો છે. મજાની વાત એ ચે કે પૂરી બીચ તમે એક કિલોમીટર અંદર સુધી આરામથી જઈ શકો તેટલો છીછરો છે. સમુદ્રની લહેરોનો આનંદ લેવા માગતા અને મોજાઓ સાથે મસ્તી કરવા માગતા લોકો માટે આ બીચ આદર્શ છે. તો બીચ બજારોમાં ઓરિસ્સાના અદ્ભુત હસ્તશિલ્પ, સમુદ્રમાંથી મળી આવતા શંખ અને છીપલાં ખૂબ જ સસ્તામાં તમને મળી જશે.

અંડમાન નિકોબારનો ‘એલિફેન્ટા બીચ’

રોમાંન્ટિક લોકોએ અંડમાન નિકોબારના આ બીચની મુલાકાત એક વારતો લેવી જ રહી. આ બીચ અહીંના હેવલોક આઇલેન્ડ પર આવેલો છે. જેની ગણના રોમાંન્ટિક બીચોમાં થાય છે. પ્રકૃતિના નયનરમ્ય નજારાની સાથે સાથે તમે તમારા જીવન સાથી સાથે હાથી પર બેસી સમુદ્રના ઊંડા પાણીમાં ફરવાની મજા પણ લઈ શકો છો. અહીં સીલ શિરસની યુગલબંધી તમારા મનને રોમેન્ટિક બનાવી, શરારત કરવા મજબૂર કરી દે છે. અહીંના રિસોર્ટની વાત જ અલગ છે.

તમિલનાડુનો ‘ધનુષકોડી’ બીચ

તમિલનાડુ રાજ્યના પૂર્વી કિનારે આવેલ રામેશ્વરમ્ ટાપુ પર સ્થિત આ સમુદ્ર કિનારો અહીં સ્થિત શ્રીરામ સેતુને કારણે પૌરાણિક મહત્વ ધરાવે છે. આ બીચથી શ્રીલંકા માત્ર ૧૭ કિલોમીટર જ દૂર છે. હિન્દ મહાસાગરના ઊંડા અને તોફાની પાણીનો અહીં બંગાળની ખાડીના છીછરા સાંત પાણી સાથે સંગમ થાય છે. જે આ બીચની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. અહીં તમને સ્ટાર ફિશ, મૂંગ ફિશ, સમુદ્રી શૈવાળ અને કેકડા વગેરે પણ જોવા મળશે.

તમિલનાડુનો ‘કન્યા કુમારી બીચ’

ડોલફિન સાથે મસ્તી કરવા માંગતા લોકો માટે આ બીચ ઉત્તમ છે. અહીં તમારી ડોલફિન જોવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. પાટનગર પણજીથી ૭૬ કિ.મી. ના અંતરે આ બીચ આવેલો છે. એક માઇલ લાંબા આ બીચમાં અર્ધ ચંદ્ર આકારમાં પથરાયેલી સફેદ રેતી અહીં આવનારને દિવાના બનાવી દે છે. અહીના કિનારા પર નાળિયેરનાં જંગલો વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચે છે.

]]>
https://gujjulogy.com/top-beaches-in-india-for-2020/feed/ 0
kutch tourism । કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા : ચાર અભયારણ્ય અને એક સંરક્ષણ ક્ષેત્રનું માલિક કચ્છ https://gujjulogy.com/gujarat-kutch-tourism/ https://gujjulogy.com/gujarat-kutch-tourism/#respond Sat, 24 Oct 2020 07:07:19 +0000 https://gujjulogy.com/?p=405 Kutch Tourism । ગુજરાત રાજ્યનો ૨૩.૨૮% હિસ્સો કચ્છના ભાગે વારસામાં મળ્યો છે. રાજ્યના કુલ ૨૮ સંરક્ષિત ક્ષેત્રમાંથી ૪ અભયારણ્ય અને ૧ સંરક્ષિત ક્ષેત્ર કચ્છના ભાગે આવ્યાં છે. ત્યારે આવો ટૂંકમાં તેને જાણીએ….

Kutch Tourism – કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…

ઘુડખર અભયારણ્ય

આ અભયારણ્ય ન માત્ર કચ્છ બલકે, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ અને બનાસકાંઠા સહિતના પાંચ જિલ્લાઓની જમીની ભાગીદારી સાથે ૪૯૫૩.૭૦ કિ.મી.માં વિસ્તરેલું ભારતનું ચોથા ક્રમનું સૌથી મોટું અભયારણ્ય છે, જેના નામ પરથી આ વિસ્તાર જાણીતો છે તે જંગલી ગધેડા (ઘુડખર)નું ભારતમાં આ એકમાત્ર રહેણાંક છે. ૨૦૧૫ની વસ્તીગણતરી મુજબ હાલ ૪૪૫૧ ઘુડખર નોંધાયાં છે, જે ૨૦૦૯ની વસ્તી ગણતરી મુજબ ૪૦૩૮ હતાં. અહીં ૩૩ જાતનાં સ્તનધારી પ્રાણીઓ વસે છે. અહીં ૨૯ જાતનાં સરીસૃપોને આ જમીન આશરો આપે છે, જેમાં ૧૪ પ્રકારની ગરોળીઓ અને ૧૨ પ્રકારના સાપનો સમાવેશ થાય છે. સાથે સાથે વિવિધ પ્રકારનાં ૧૭૮ પક્ષીઓનું માનીતું ઘર છે!

ઘુડખર અભયારણ્ય

કચ્છ રણ અભયારણ્ય

ગ્રેટર રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં ૭૫૦૬.૨૨ ચો.કિ.મી. વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે. ફેબ્રુઆરી ૧૯૮૬માં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું. એશિયાની એકમાત્ર વિશ્ર્વપ્રખ્યાત ફ્લેમિંગો સીટી અહીં આવેલી છે, જે સુરખાબનું પ્રજનનસ્થાન છે. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો. અહીં લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે. અહીં સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ ૧૮૮૩માં સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી દ્વારા થયું હતું.

કચ્છ રણ અભયારણ્ય

ધોરાડ અભયારણ્ય, નલિયા

આ અભયારણ્યની સ્થાપના ૧૯૯૨માં થઈ. જખૌ અને બુડિયાના વિસ્તારને આવરતા ૨ કિલોમીટરના વિસ્તાર માત્રમાં તે સીમિત છે. નલિયાથી ૧૫ કિ.મી. અને ભુજથી ૧૧૦ કિ.મી. દૂર આવેલ આ અભયારણ્યમાં ગુજરાતમાં માત્ર ધોરાડ અહીંયાં જ જોવા મળે છે. ધોરાડએ એક અત્યંત સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિ છે અને ઈંઞઈગ છયમ કશતિં દ્વારા ૨૦૧૧ના તેને ‘વિલુપ્તિના આરે’ આવેલી પ્રજાતિ જાહેર કરાઈ છે. આ ઉપરાંત તેને ભારતીય વન્યજીવન અધિનિયમન ૧૯૭૨માં તેને અનુસૂચિ ૧માં મૂકવામાં આવેલું છે. ભૂતકાળમાં ભારતમાં ૧૧ રાજ્યમાં ૧૨૬૦ જેટલાં ધોરાડ હતાં, જે હાલ ૩૦૦થી પણ ઓછાં બચ્યાં છે, જેમાંથી ૩૦થી પણ ઓછાં હવે અબડાસામાં છે.

ધોરાડ અભયારણ્ય, નલિયા

નારાયણ સરોવર અભયારણ્ય

૪૪૪.૨૩ ચો.કિ.મી. વિસ્તાર ધરાવતા આ અભયારણ્યની જાહેરાત ઈ.સ. ૧૯૮૧માં કરી હતી, અહીં ૧૫ ભયગ્રસ્ત વન્યજીવન સંપદા ૧૮૪ પક્ષી પ્રજાતિઓ અને ૧૯ શિકારી પક્ષીઓનું નિવાસસ્થાન છે. સામાન્યત: અહીં જોવા મળતું પ્રાણી ચિંકારા છે. આ ઉપરાંત અહીં ૨૫૨ પ્રકારના ફૂલના છોડની વૈવિધ્યતા પણ જોવા મળે છે. હેણોત્રો માત્ર આ વિસ્તારમાં જોવા મળે છે.

નારાયણ સરોવર અભયારણ્ય

છારીઢંઢ સંરક્ષણ ક્ષેત્ર

છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે. આ વિસ્તારમાં છીછરાં તળાવો છે, અહીંનું તાપમાન ૬થી ૪૭ ડિગ્રી સુધી ઋતુ પ્રમાણે બદલાતું રહે છે, જેથી જૈવ વૈવિધ્યતા વધુ છે. આ વેટલેન્ડ ૨૨૭ ચો.કિ.મી.ના વિસ્તારમાં સંરક્ષિત છે. આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે.

 

કચ્છ : એશિયાનું એકમાત્ર સુરખાબનું પ્રજનન સ્થળ ધોરાડનું ઘર

 

કચ્છમાં ૩૫૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. ૯૬૫થી વધુ પ્રકારની વનસ્પતિઓ છે. ૨૬થી વધુ પ્રકારનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ અને ૩૦થી વધુ સરીસૃપ જીવસંપદા વસવાટ કરી રહી છે.

 

ભારતમાં જોવા મળતાં દુર્લભ પક્ષીઓ અને કચ્છની વાત કરીએ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ધોરાડ) ગુજરાતમાં માત્ર અબડાસામાં જ જોવા મળે છે. લાખોની સંખ્યામાં સુરખાબ મોટા રણમાં પ્રજનન કરવા આવે છે, જે એશિયાનું એકમાત્ર પ્રજનન કેન્દ્ર છે, મસ્કતી લટારો માત્ર કચ્છમાં જોવા મળે છે. મળતાવળી ટીટોડીનો કાયમી રેકોર્ડ માત્ર કચ્છનો જ છે. લાલ પગવાળો બાજ, ટપકી માખીમાર, લાલ પુંછ રોબીન, લાલ પીઠ લટારો સ્થળાંતરિત થતા મુલાકાત લેતા પ્રવાસી પક્ષીઓ છે. રવાઈડો ઘુવડ, નાનો હંજ, રૂપેરી પેણ, કલકલિયો, હુદહુદ, કુંજ, નવરંગ, બાજ, સર્પગ્રીવ, નીલશીર બતક, વાબગલીઓ, ધોમડો, લટોરા, કોશી, પીદ્દા, વૈયા, તારોડિયું, બુલબુલ, લેલા, દિવાડીઘોડા, ચકલી, સુઘરી, ગંદમ, ગાજહંસ જેવા અનેકવિધ પક્ષીઓ અહીં મુક્તપણે વિચરતાં જોવા મળે છે. ૧૯૯૮ના કંડલાના વાવાઝોડા સુધી કચ્છમાં ગીધની વસ્તી હજારોમાં હતી જે હાલના તબક્કે ઘટીને માત્ર ૯૦ જેટલાં જ બચ્યાં છે.

વન્યજીવોમાં હેણોત્રો એકમાત્ર કચ્છમાં જોવા મળતું સસ્તન વર્ગનું પ્રાણી છે. આ ઉપરાંત જરખ, ચિંકારા, વરુ, શિયાળ, લોમડી, દીપડો, ઘુડખર, નીલગાય સહિત વન્યસંપદા ધરબાયેલી છે. ઉપરાંત સેવરો, સાંઢો, પૂંછડીવાળાં સસલાં, નોળિયા સહિતની પ્રજાતિઓનું નિવાસસ્થાન કચ્છ છે.

 

]]>
https://gujjulogy.com/gujarat-kutch-tourism/feed/ 0