Site icon Gujjulogy.com

ચન્દ્રયાનનું નામ પહેલા સોમયાન રખાયું હતું કેમ ખબર છે? Chandrayaana or Somyan 

 

ચન્દ્ર પર ભારત – ચન્દ્રદર્શનનું મુહૂર્ત આજે…Chandrayaana or Somyan 

 

ચન્દ્રયાન-૩ નું ચન્દ્ર પર લેન્ડિંગ આજે સાંજે છ વાગે થશે આ લેન્ડિગની પ્રક્રિયા દરમિયાન રોવરને ચન્દ્ર પર ઉતરતા ૪૫ મિનિટ લાગશે અને પછી રેમ્પ ખૂલતા ૨ કલાક લાગશે. આ સાથે ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ ભારત બનશે…

ચન્દ્રની ઉત્તપત્તિ કેવી રીતે થઈ તેની અલગ થીયરી છે પણ આપણા શાસ્ત્રોનું માનીએ તો બ્રહ્માંડ પુરાણ એવું કહે છે કે ઋષિ અત્રિની પત્ની ભદ્રા નામની પત્ની હતી અને તેણે ચન્દ્રને જન્મ આપ્યો અને તેનું નામ સોમ રાખવામાં આવ્યું હતું. એટલે જ ચન્દ્રને સોમ પણ પહેવામાં આવે છે.

એવું કહેવાય છે કે ભારતમાં જ્યારે ચન્દ્ર મિશનની શરૂઆત થઈ ત્યારે આ ચન્દ્ર મિશનનું નામ ચન્દ્રયાન નહી પણ સોમયાન રાખવામાં આવ્યું હતું. કેમ કે વિજ્ઞાનીઓને પણ આ નામ ખૂબ પસંદ પડ્યું હતું. જ્યારે આ મૂન મિશનની શરૂઆત થઈ ત્યારે ચર્ચામાં સોમયાન નામનો જ ઉલ્લેખ કરવામાં આવતો હતો. પણ જેમ જેમ આ વિચાર આગળ વધ્યો અને તેના પણ કામ શરૂ કરવામાં આવ્યું એટલે તેનું નામ બદલી ચન્દ્રયાન રાખવામાં આવ્યું.

આ સંદર્ભે ઇસરોના તત્કાલીન પ્રમુખ ડૉ. કે. કસ્તૂરીરંગનને દક્કાન ક્રોનિકલને આપેલી મુલાકાતમાં આ વાત અજણાવી હતી. તેમણે કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ સોમયાનનું નામ બદલી ચન્દ્રયાન રાખ્યું હતું.

ઉલ્લેખનીય વાત એ છે કે આ મિશન માટે જે યોજના બનાવવામાં આવી તેમાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો અને યોજનાને લાગૂ કરવામાં બીજા ચાર વર્ષ લાગ્યા હતા. ૨૦૦૩માં અટલજીએ ભારતના ૫૬માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે ૨૦૦૮ સુધીમાં ભારત પોતાનું ચન્દ્રયાન ચન્દ્ર પર મોકલશે. આપણો દેશ અતંરિક્ષ ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા સક્ષમ છે…

આજે આટલા વર્ષો પછી ભારત ચંદ્ર સુધી પહોંચી ગયો છે…

Exit mobile version