આ કલાકારે ૪૦ કલાક સુધી પ્રગટી શકે તેવો દીવા બનાવ્યો લોકો ફોન કરી મંગાવી રહ્યા છે.

 

chattishagarh  ashok chakradhar અશોકે એવો દીવો બનાવ્યો છે કે ૪૦ કલાક સુધી પ્રગટેલો રહે છે. અશોકની આ કારીગરીના કારણે, તેની બનાવેલી આ વસ્તુઓના કારણે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયએ પણ અશોકને નેશનલ મેરિટ પ્રશસ્તિ નામનો એવોર્ડ અને ૭૫ હજારની પુરસ્કૃત રકમ પણ આપી છે.

 

દિવાળી આવી ગઈ છે. નવી નવી પ્રોડક્ટ બજારમાં આવી ગઈ છે. આવામાં એક દીવો અને તેને બનાવનારો કલાકાર સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. આ દીવો અને આ કલાકારની કલાકારી જ એવી છે કે લોકો હવે તેની ડિમાન્ડ કરવા લાગ્યા છે. આ કલાકાર શિલ્પકાર છે. કુંભાર છે. નામ છે તેમનું અશોક કુંભાર. અશોકે એવો દીવો બનાવ્યો છે કે ૪૦ કલાક સુધી પ્રગટેલો રહે છે. અશોકની આ કારીગરીના કારણે, તેની બનાવેલી આ વસ્તુઓના કારણે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયએ પણ અશોકને નેશનલ મેરિટ પ્રશસ્તિ નામનો એવોર્ડ અને ૭૫ હજારની પુરસ્કૃત રકમ પણ આપી છે. મહત્વની વાત એ છે કે માત્ર ૪ ધોરણ સુધીનો અભ્યાસ કરેલા અશોકે ૩૫ વર્ષ પહેલા એક દીવો જોયો હતો તેને ધ્યાનમાં રાખીને જ તેણે આ ૪૦ કલાક સુધી પ્રગટી શકે તેવો દીવો બનાવ્યો છે.

૩૫ વર્ષ પહેલા અહીં જોયો હતો આ દીવો

અશોક જણાવે છે કે આ દીવો સાઈફન વિધિથી કામ કરે છે. મેં આવો દીવો ૩૫ વર્ષ પહેલા ભોપાલના અંબીકાપુરમાં એક વૃધ્ધ કલાકારની ત્યાં જોયો હતો. આ કલાકારે ત્યાં આવી વસ્તુઓનું પ્રસર્શનનું આયોજન કર્યુ હતું. દીવાની એ ઝલક મને ૩૫ વર્ષ પછી એમા કંઇક નવું કરવાનો વિચાર આપ્યો અને મે આ દીવો બનાવ્યો છે. મહત્વની વાત એ છે કે પહેલા પ્રયત્નમાં જ મને આ સફળતા નથી મળી. વારંવાર હું આ દીવો બનાવવાની પ્રક્રિયામાંથી પસાર થયો અને અંતે અનેક પ્રયત્ન પછી મને આ સફળતા મળી છે.

આ રીતે બનાવાય છે આ દીવો

આ દીવો બીજા દીવા કરતા અલગ છે. પહેલા એક માટીનો દીવો તૈયાર કરવામાં આવે છે પછી એક ગુંબજ જેવી તેલની ટાંકી તેના પર ઊંધી મૂકી દેવામાં આવે છે. આ ગુંબજની ટોટીમાંથી તેલ ટીપે – ટીપે નીચે પડે છે. દીવામાં તેલ ઓછુ થાય એટલે તરત આ ટોટીમાંથી તેલ નીચે પડે છે અને દીવો ઓલવાતો નથી. મહત્વની વાત એ છે કે આ તેલના ટીપા એકધારા પડ્યા કરતા નથી. દીવો તેલથી ભરાઈ જાય એટલે તેલનો પ્રવાહ પણ બંધ થઈ જાય છે. આ બધુ કામ ટોટીમા ભરાયેલ ગેસના દબાણ થકી થાય છે. ટોટીમાં આ ગેસના પ્રવાહ માટે એક અલગ માર્ગ પણ બનાવેલો છે. આ વિધિને સાઈફન વિધિ પણ કહેવાય છે.

સ્થાનિક લોકોમાં પ્રચલિત

અશોક ચીકણી માટીને આકાર આપી બોલતી તસવીર અને જિવંત મૂર્તિઓ પણ બનાવે છે. માટીકામના આ ક્ષેત્ર સાથે તે વર્ષોથી જોડાયેલો છે. તેની કલા સ્થાનિક લોકોમાં પ્રચલિત છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રહેવા છતા અશોક આ સુંદર કામ કરી દુનિયા આખી સુધી પહોંચી રહ્યો છે.

અશોકે કરી અપીલ…

અશોકનું કહેવું છે કે સમયની સાથે માટીના વાસણોનું સ્થાન હવે ઘરમાં રહ્યું નથી. પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓની વસ્તું હવે વપરાય છે. આનાથી કુંભારોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તેમના માટે રોજગારીનું સંકટ ઊભું થયું છે. કદાચ એટલા માટ જ મે કંઇક અલગ કરવાનું વિચાર્યુ. અને આ દીવાની શોધ કરી. અશોકે મીડિયાના માધ્યમથી લોકોને આ દીવાળીએ કુંભાર પાસેથી માટીની વસ્તુઓની ખરીદી કરવાની અપીલ પણ કરી છે.

આટલી છે આ દીવાની કિંમત

ઉલ્લેખનીય છે ક આ દીવો અને અશોકની કલા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા પછી લોકો આ દીવાની માંગ કરી રહ્યા છે. ઓર્ડર આપવા અશોક પર અનેક ફોન આવી રહ્યા છે. અશોક કહે છે હાલ રોજના ૫૦ થી ૬૦ દીવા બનાવું છું . આ દીવાની કીમત ૨૦૦થી ૨૫૦ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *