Compliment | ખુશામત
કોઈ દેશ હોય, કોઈ રાજ્ય હોય કે કોઈ પણ સમાજ હોય. ત્યાં ખૂશામતનું પ્રમાણ થોડે – ઘણે અંશે અચુક જાેવા મળે છે. આપણે ત્યાં ખૂશામત ક્યારે આવી એનો પરફેક્ટ કોઈ સમયગાળો જોવા મળતો નથી. કોઈ કહે છે કે, મોગલોના જમાનામાં ખૂશામતખોરોની બોલબાલા હતી. કોઈ કહે છે કે, મરાઠાઓના જમાનામાં હતી, કોઈ અંગ્રેજોના જમાનાની વાત કરે છે કે તો કોઈ અતિ પ્રાચિન કાળ તો કોઈ વળી શ્રી કૃષ્ણ અને ભગવાન રામના જમાનાથી ખુશામત ચાલી આવતી હોવાની વાતો કરે છે.
ખરેખર આપણા માટે પ્રશ્ન એ નથી કે ખુશામતની શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી. પ્રશ્ન એ છે કે ખુશામતનું ઝેર આપણે ત્યાં રોપાઈ ચુક્યુ છે. એ ઝેરથી અનેક લોકોએ આત્મહત્યા કરી છે. લોકોને ખુશામત ગમે છે એટલે એ લોકો ખુશામતખોરીયાઓને પોતાના આલિંગનમાં રાખે છે. એમને આલિંગનમાં રાખવા એટલે આત્મહત્યાનો માંચડો ગળે લટકાવવો. આપણા માટે સૌથી જરૂરી એ છે કે ખુશામતને દૂર કરવી. ખૂશામતનો અંતિમ અંજામ પતન જ છે. એ જે પણ લાવ્યુ હોય, જ્યારે પણ લાવ્યુ હોય પણ એણે અનેક લોકોનો ભોગ લીધો છે એ વાત ભુલવા જેવી નથી.
ખુશામત ( Compliment ) એટલે આદર બતાવવાનો ખોટામાં ખોટો રસ્તો
– જોનાથન સ્વિફ્ટ