concussion substitute Rules – વિરાટે જબરૂં કર્યુ, જાડેજા Jadeja ને બેટિંગ આપી અને મેચમાં ન હોવા છતાં યુજવેન્દ્રને બોલિંગ આપી, પછી તો કમાલ થઈ

concussion substitute નો નિયમ ભારત માટે આજે સારો સાબિત થયો છે, જેના કારણે જાડેજા Jadeja ને બેટિંગ અને મેચમાં ન હોવા છતાં યુજવેન્દ્રને બોલિંગ મળી, અને પરિણામ ભારત તરફી આવ્યુ…

ભારત-ઓસ્ટ્રેલિયા (india vs australia ) વચ્ચે કેનબેરા ( Canberra ) માં રમાયેલી પહેલી ટી૨૦ (T20) ક્રિકેટ ( Cricket ) મેચ ભારતે ૧૧ રને જીતી લીધી છે. ભારતે પહેલા બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૧૬૧ રન બનાવ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ ૨૩ બોલમાં શાનદાર ૪૪ રન બનાવ્યા હતા. પણ ઉલ્લેખનીય વાત એ છે કે જાડેજા પોતાની આ ઇનિગ્સ દરમિયાન ઇજાગ્રસ્ત થયો જેનું નુકશાન ભારતને નહી પણ ઓસ્ટ્રેલિયાને ભોગવવું પડ્યું છે. તમે કહેશો આવું તો કેવું? ભારતનો ખેલાડી ઇજાગ્રસ્ત થયો અને નુકશાન સામેની ટીમને એટલે કે ઓસ્ટ્રેલિયાને થયું?

તો વાત જાણે એમ છે કે પોતાની ઇનિગ્સ દરમિયાન જાડેજાના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. આ પછી ICC ના નિયમ પ્રમાણે ભારતે જાડેજાને આરામ આપ્યો અને યુજવેન્દ્ર ચહલનો કનકશન સબસ્ટીટ્યુટ ફિલ્ડર તરીકે ઉપયોગ કર્યો.

કનકશન સબસ્ટીટ્યુટનો અર્થ એવો થાય છે કે પ્લેઇંગ ઇલેવનમાં ન હોવા છાતા યુજવેન્દ્ર ચહલ ભારત માટે જાડેજાની ચાર ઓવર કરી શકે છે. ચહલે એવું જ કર્યુ અને મહત્વની વાત એ છે કે ચહલની ચાર ઓવર ભારત માટે મહત્વની સાબિત થઈ. ચહલે ૪ ઓવરમાં માત્ર ૨૫ રન આપી ૩ વિકેટ લીધી. જેના દમ પર ભારતીય ટીમે જીત પણ મેળવી લીધી છે…

આ જીત સાથે એકે વિવાદ કનકશન સબસ્ટીટ્યુટ્ના નિયમ સાથે પણ જોડાય ગયો છે. આવું એટલા માટે કે ૧૯મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાને માથા પર ઇજા થઈ જેને હેમસ્ટ્રિગ ઇન્જરી કહેવાય છે. આ ઇજા બાદ ફિજિઓ મેદાન પર આવ્યા અને જાડેજાની ટ્રીટમેન્ટ કરી. પણ આ પછી પણ જાડેજાને પીચ પર સ્ટ્રગલ કરી રહ્યો હોય એવું લાગ્યું. જોકે આ પછી પણ અ જાડેજાએ સારા રન ફટકાર્યા. જેના કારણે જ ભારતના ૨૦ ઓવરમાં ૧૬૧ રન પણ થયા.

આ પહેલી ઇનિગ્સ પછી ભારતીય ટીમે કનકશન સબસ્ટીટ્યુટ્ નિયમનો ઉપયોગ કર્યો અને જાડેજાની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને મેદાને ઉતારવાનો નિર્યણ કર્યો. જેનો વિરોધ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે રેફરિ સામે મૂક્યો અને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. પણ નિયમ એ નિયમ. અને આ નિયમ હાલ તો ભારતની ટીમ માટે વરદાન સાબિત થયો છે. ભારતે આ મેચ જીતી લીધી છે. આ મેચમાં કનકશન સબસ્ટીટ્યુટ્ નિયમનો ઉપયોગ કરનારા બન્ને ભારતીય ખેલાડીનું પ્રદર્શન જોરદાર રહ્યુ. જેના કારણે પણ હવે આ નિયમ થોડા દિવસ ચર્ચામાં રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *