Control Indriyas | સંયમ એટલે શું? આ પાંચે પાંચ ઈન્દ્રિયો પર સંયમની લગામ લગાવો અને જીવનને સુખનું ધામ બનાવો

 

 

Control Indriyas | સંયમ એટલે જીવનનો વિકાસ, સંયમ એટલે જીવનનો શ્વાસ અને સંયમ એટલે માનવજાતનો ખરો વિશ્વાસ.
સંયમ એ છે જે આત્માને વિકૃત થતા અટકાવે છે, સંયમ એ છે જે હૃદયને દૂષીત થતાં અટકાવે છે અને સંયમ એ છે જે મનને ગંધાતુ થતા અટકાવ છે.

સંયમ હૃદયની સુવાસ છે, સંયમ મનની મીઠાશ છે અને સંયમ જીવનની ખરી આશ પણ છે.

સંયમ એટલે પાંચે પાંચ ઈન્દ્રિયો પરનો કાબુ, અને સંયમ એટલે જીવનને શુદ્ધ કરી દેતો જાદુ. સંયમ શક્તિ છે અને સંયમ ભક્તિ છે. સંયમ સાધના પણ છે અને સંયમ આરાધના પણ છે. સંયમ એ વિકૃત વિચારો આડે દોરેલી લક્ષમણ રેખા છે, સંયમ એ વિકૃત હરકતોને આડે ઉભેલી દિવાલ છે અને સંયમ બીનજરૂરી જરૂરિયાતને રોકતી ઢાલ પણ છે.

સંયમ માણસનું સાચુ ચારિત્ર્ય છે, સંયમ માણસની પવિત્રતા છે. સંયમ જીવનનો ખરો આનંદ છે અને સંયમ જ કૃષ્ણરૂપી જીંદગીને ઉગ્ ાારનાર નંદ છે. સંયમ એટલે વિપરીત ઈચ્છાઓને લગાડેલી આગ અને સંયમ એટલે આત્મામાં ઉગાડેલો બાગ. સંયમ એટલે મનને માઠુ ન લાગે એવી રીતે એને મનાવી લેવું અને આત્માને ખાટું ના લાગે એ રીતે ખાટા મીઠા અનુભવો સાથે જીવન સજાવી લેવું.
સંયમ એ છે જે જિંદગીની સાચી વ્યાખ્યા શીખવે છે. સંયમ એ છે જે જિંદગીનો ખરો ચહેરો ચીતરે છે અને સંયમ એ છે જેમાંથી જિંદગીનો ખરો જલસો નીતરે છે.

સંયમ લક્ષ્મણરેખા છે અને સંયમ હસ્તરેખા પણ છે. સંયમ આત્માનું અજવાળુ છે અને મનનું વાળુ પણ છે. સંયમ જીવનનો ઉજાસ પણ છે અને સંયમ જીવતરો ચાસ પણ છે.

સંયમ જીવનની જીત છે, સંયમ મનનો મિત છે, સંયમ ભીના હોઠો પરનું ગીત છે, સમય રૂંવાડે રૂંવાડે ફરકતું સંગીત છે અને સંયમ પવિત્રતમ્ ચિત છે.

 

પાંચે ઈન્દ્રીયો( Control Indriyas ) પર સંયમની લગામ લગાવો અને જીવનને સુખનું ધામ બનાવો

 

સંયમ એટલે કોઈપણ વ્યક્તિ પાસે જે કંઈ પણ હોય એનો એ વિચારીને ઉપયોગ કરે. માનવીની અંદર પાંચ ઈન્દ્રિયો રહેલી છે. એ પાંચ ઈન્દ્રીયો ઉપર એના સમગ્ર જીવનનો આધાર રહેલો છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા!

માણસ આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, નાકથી સુંઘે છે, જીભથી સ્વાદ લે છે અને ત્વચાથી સ્પર્શ કરે છે. આ પાંચે પાંચ ઈન્દ્રીયો પર સંયમ ના હોય તો માણસનું જીવન દુષ્કર બની જાય છે. જ્યારે માણસની આ પાંચે ઈન્દ્રીયો અસંયમનો માર્ગ લે છે ત્યારે એની બધી જ માનવતા મરી પરવારે છે.

પાંચે પાંચ જ નહીં પણ આમાંથી જોએક પણ ઈન્દ્રીય પર માણસોનો સંયમ ના હોય તો બહું બધી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. માટે એક પણ ઈન્દ્રિય અસંયમિત ના હોય તે ખાસ જોવું રહ્યુ.

આ પાંચે ઈન્દ્રીયોને જીતવી જરૂરી છે અને એને જીતવા માટે સંયમની તલવાર ઉગામવી જ પડે છે. સંયમ વિના ઈન્દ્રીયોનો ઉપયોગ કરશો તો એ બેકાબુ બની જશે. એના ઉપયોગને બદલે દુરુપયોગ થશે. સંયમથી ઈન્દ્રીયો જીતીને જીવન જીતી શકાય છે.
આ પાંચે પાંચ ઈન્દ્રિયો પર સંયમની લગામ લગાવો અને જીવનને સુખનું ધામ બનાવો.

સંયમ એટલે મનને કાબુમાં રાખવાનો જાદુ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *