દેશમાં કોરોના covid ના આંકડા હવે સતત ઘટી રહ્યા છે. ગયા રવિવારે દેશમાં ૪૫ હજાર ૬૫ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા. આ આંકડો ખૂબ મોટો છે પણ મહત્વની વાત એ છે કે આ આંકડો છેલ્લા ૯૬ દિવસમાં સૌથી નીચો નોંધાયેલો આંકડો છે.
25 ઓક્ટોબર સુધીની વાત કરીએ તો દેશમાં કુલ ૧૦ કરોડ ૩૪ લાખ ૬૨ જહાર ૭૭૮ કોરોનાના ટેસ્ટ થયા જેમાંથી ૭૯ લાખ ૧૩ હજાર ૨૬ કેસ કોરોના પોઝિટિવ આવ્યા જેમાથી ૭૧ લાખ ૩૬ હજાર ૯૧૧ લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે એટલે કે તેમને કોરોના મટી ગયો છે. હાલ દેશમાં માત્ર ૬ લાખ ૫૫ હજાર ૬૯૧ કોરોનાના એક્ટિવ કેસ છે.
આ તો થઈ કોરોનાની અપડેટની વાત. ૨૯ જાન્યુઆરીએ દેશમાં પહેલો કોરોનાનો કેસ આવ્યો અને આજે ૯ મહિનામાં દેશ આખાએ કોરોના સામે જે લડાઇ લડી છે તે અકલ્પનિય છે. ૧ લાખ ૧૯ હજાર ૮૧ લોકોએ આ લડાઇમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, લાખો લોકોએ ઘર ગુમાવ્યા છે, લાખો લોકોએ વેદાનાઓ સહન કરી છે અને આ લડાઇ હજુ ચાલુ જ છે. આ લડાઇની સાથે આપણે સૌ વેક્સિનની રાહ જોઇ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે આ લડાઈ માસ્ક, સામાજિક દૂરી અને સેનિટાઇકઝર અને સેંકડો કોરોના વોરિયર્સની મદદથી લડી છે. જેનું સારૂ પરિણામ પણ હવે મળતું દેખાઈ રહ્યું છે.
દેશમાં કોરોનાના આંકડા હવે સતત ઘટી રહ્યા છે. ગયા રવિવારે દેશમાં ૪૫ હજાર ૬૫ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા. આ આંકડો ખૂબ મોટો છે પણ મહત્વની વાત એ છે કે આ આંકડો છેલ્લા ૯૬ દિવસમાં સૌથી નીચો નોંધાયેલો આંકડો છે. બીજી મહત્વની વાત એ છે કે ગયા રવિવારે ૪૫ હજાર કેસ આવ્યા પણ તેની સામે 58 હજાર 180 દર્દી સાજા થયા. એટલે એવું કહી શકાય કે એ દિવસે કોરોનાનો એક પણ કેસ વધ્યો નહી પણ ૧૩ હજાર ૫૮૩ જેટલા કેસનો ઘટાડો થયો. જો કે આનાથી ઓછા 39 હજાર 170 કેસ 21 જુલાઈ મહિનામાં નોંધાયા હતા. આ જ રીતે મૃત્યુનો આંકડો પણ છેલ્લા 24 કલાકમાં 460 રહ્યો છે, જે છેલ્લા 106 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 5 જુલાઈએ મૃત્યુના 421 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના હવે જવાની તૈયારીમાં, 112 દિવસમાં સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો, 24 કલાકમાં 14 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, હવે સતર્કતા એ જ સમજદારી છે.
કેન્દ્ર સરકાર તરફથી સંકેતો મળી રહ્યા છે કે જાન્યુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. પણ ત્યાં સુધી જો આમને આમ કેસ ઘટતા જશે તો ભારત વેક્સિન આવે ત્યાં સુધીમાં વધુ સારી સ્થિતિમાં આવી શકે છે. ઉલ્લેખનીય વાત એ પણ છે કે વસ્તીની દ્રષ્ટિએ આપણા દેશનો દુનિયામાં ચીન પછી બીજો નંબર આવે છે અને કોરોનાના કેસ ના સંદર્ભે પણ ભારતનો નંબર અમેરિકા પછી બીજા નંબરે આવે છે. અમેરિકામાં કોરોનાના કેસ 8,892,111 જેટલા નોંધાયા છે અને ભારતમાં 7,911,104 કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે અન્ય દેશો કરતા રીકવરી રેટ ભારતનો ખૂબ સારો છે.