Gujarat ગુજરાતમાં કોરોના( Corona )ના દર્દી ઓછા થયા છે સાથો સાથ મેડિકલ ઓક્સિજનની Medical oxygen માંગ ઓછી થઈ છે. રેમડેસીવીર ઇન્જેકશનની (Remdesivir injection) જરૂર ઓછી પડી રહી છે.
સમાચાર એવા છે કે વૈશ્વિક મહામારી -કોવિડ ૧૯ – રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો તો નોંધાયો છે પણ તેની સાથે કોરોનાના દર્દીઓ માટે જે દવાઓનો ઉપયોગ વધી ગયો હતો તે એકદમ ઘટી ગયો છે. ઔષધ નિયમન કમિશ્નર શ્રી ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરખમ ઘટાડો છે.
જોકે રાજયમાંથી હજુ કોરોનાનો વાયરસ ગયો નથી નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની ખુબ જરૂર છે. એમા પણ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝર વાપરવું અનિવાર્ય છે. જો આ રેશિયો આવો જ રહ્યો તો ગુજરાત કોરોના સામેની આ લડાઇમાં ખૂબ આગળ હશે.
આજે ઔષધ નિયમન કમિશ્નર શ્રી ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે,
કોવિડ-૧૯ની સારવારમાં વપરાતો મેડિકલ ઓક્સીજન આઇ.પી. Medical oxygen અને રેમડેસીવીર ઇન્જેકશન (Remdesivir injection) તથા ફેવિપિરાવીર ટેબલેટ ૨૦૦ મિલીગ્રામ (favipiravir 200 mg) અને ૪૦૦ મિલીગ્રામ ની માંગમાં અને વપરાશમાં સતત વધારો જોવા મળેલ હતો.
આ ઉપરાંત તેમણે કહ્યું કે ઓક્ટોબર ૨૦૨૦થી કોવિડ-૧૯ના નવા તથા એકટીવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થતાં કોવિડ-૧૯ની સારવાર માટે લાઇફ સેવિંગ એવા, મેડિકલ ઓક્સિજનની માંગ અને વપરાશ જે સપ્ટેમ્બર-૨૦૨૦માં ૨૪૦ મેટ્રિક ટન પર ડે હતી તે ઓક્ટોબર અંતમાં ઘટીને ૧૩૫ મેટ્રીક ટન પર ડે એટલે કે પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળેલ છે તે જ રીતે મોડરેટ અને સીવીયર કોવિડ-૧૯ દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેકશન જે સપ્ટેમ્બર માસમાં ૧ લાખ ૮૦ હજાર હતો તેનો ઓક્ટોબરમાં વપરાશ ફકત ૮૩ હજાર ઇન્જેકશનનો (ઓપન માર્કેટમાં) તથા રાજય સરકારની હોસ્પિટલોમાં ૪૦ હજારનો વપરાશ હતો તે ઘટીને ૩૦ હજાર ઇન્જેકશન જેટલો થયોવછે.
કોશિયા એ કહ્યુ કે,કોવિડ-૧૯ના માઇલ્ડ કેસમાં સારવાર માટે વપરાતી ફેવીપિરાવિર ટેબલેટ ૨૦૦ મિલીગ્રામ જે સપ્ટેમ્બરમાં ૨૬ લાખ ટેબલેટનો વપરાશ હતો તે ઓક્ટોબરમાં ઘટીને ૪ લાખ જેટલો નીચે આવ્યો છે. તે જ રીતે ફેવિપિરાવિર ૪૦૦ મિલીગ્રામ ટેબલેટ જે સપ્ટેમ્બરમાં ૬ લાખ જેટલી ટેબલેટનો વપરાશ હતો તે ઘટીને ૨.૮ લાખ સુધી નીચે આવ્યોછે.
આમ, રાજયમાં કોરોનાના કેસ ઘટી રહયા છે અને સાથે સાથે તેની સારવારમાં ઉપયોગી એવા મેડિકલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેકશન અને ફેવિપિરાવિર ટેબલેટની માંગ અને વપરાશમાં મોટો ઘટાડો જોવા મળેલ છે. જે રાજય માટે રાહતના સમાચાર છે.
તેમણે ઉમેર્યુ કે,હજુ કોરોનાનો વાયરસ ગયો નથી ત્યારે નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની ખુબ જરૂર છે આ માટે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝર વાપરવું જેથી કરીને કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.
નાગરિકોને જે રીતે સહયોગ મળી રહ્યો છે એવો જ સહયોગ આગામી સમયમા મળતો રહેશે તો ચોકકસ કોવિડ-૧૯ના કેસો ઉતરોત્તર જે રીતે ઘટા રહ્યા છે એમાં વધુ ઘટાડો થશે અને ગુજરાત કોરોનામુકત ઝડપથી બનશે આ માટે રાજયના તમામ નાગરિકોએ સાવચેતી રાખવી તેટલી જ અગત્યની છે.