કોરોના થયો છે ઘરમાં રહીને આટલું તો કરવાનું જ છે! Coronavirus health Tips

 

Coronavirus health Tips | દરરોજ બે-બે લાખ કેસ કોરોનાના આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારતમાં અનેક રાજ્યોની સ્થિતિ ખરાબ છે. લોકો એલોપેથી, હોમિયોપેથીથી લઈને આયુર્વેદ સુધીના બધા જ ઉપાય કોરોનાથી બચવા કરી રહ્યા છે, લોકો માસ્ક પહેરતા પણ થયા છે. લોકો તકેદારી રાખતા પણ થયા છે. છતા કોરોના થઈ રહ્યો છે. હવે થઈ ગયો તો શું કરવાનું?

કવાનું કંઇ નહી, ડોક્ટર પાસે જવાનું, ડોકટરની સલાહ મુજબ બધુ જ કરવાનું. આમા જ આપણને ફાયદો થાય છે. આ બધાની વચ્ચે ડોકટરની સલાહ સાથી પણ તમારે થોડી હેલ્દી ક્રિયા કરવી હોય તો કરી શકાય છે. છેલ્લા એક વર્ષથી અનેક ડોક્ટરો, નિષ્ણાંતો કોરોનાને સમજવાની કોશિશ કરી રહ્યા છે, કોરોના સંપૂર્ણ રીતે સમજાયો નથી પણ આ એક વર્ષના અભ્યાસ-અનુભવ પછી કોરોના વિશે થોડું આપણે સમજતા થયા છીએ. આ અભ્યાસના તારાણો સત્તાવાર તો જાહેર નથી થયા પણ આ સમજવા જેવા છે… કોરોના થઈ ગયા પછી શું કરવું જોઇએ? આનો જવાબ અહીં મળે છે…તમે પણ જાણો, કોરોના થયો હોય અને તમે હોમ કોરન્ટાઈન હોવ તો આટલું કરો.

ઊંધું સૂવું

મોટા ભાગના નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના થાય તો બને એટલું ઊંધું સૂવું જોઇએ. બે કલાક, ૪ કલાક તમે આ રીતે ઊંધા સૂવો. આવું કેમ? તો તેના જવાબમાં કહેવાયું છે કે વાઈરસ ફેંફસાની પાછળની બાજુ અને નીચે સુધી પહોંચેલો હોય છે. માટે જો ઊંધા સૂવાનું રાખશો તો તમારા શ્વાસો-શ્વાસ થકી તે વત્તા-ઓછા પ્રમાણમાં બહાર નીકળે છે. સીધા સુતા હસો તો તે બહાર નહી નીકળે. શ્વાસ થકી તે વાઈરસ બહાર નીકળશે તો તમારા શરીરમાં વાઈરસ લોડ ઘટી જશે અને વધારે નુકશાન નહી થાય. માટે શક્ય હોય એટલું ઊંધું સૂવાનું રાખો.

મૌન પાળો…

કોરોના થયો હોય તો બોલવાનું બંધ કરી દો. તમે કહેશો ન બોલવાથી શું ફાયદો થવાનો? પણ ફાયદો થાય છે. તમે બોલો એટલે સ્વર પેટીથી લઈને ફેંફસા સુધી એક ધ્રુજારી પેદા થાય છે. એક કંપારી ઉભી થાય છે. જેના કારણે વાઈરસને આગળ વધવામાં મદદ મળે છે. જેમ કે વાઈરસ ગળામાં હોય અને તમે બોલ-બોલ કરો તો તે કંપારીના કારેણે ઝડપથી ગળાથી ફેંફસા સુધી પહોંચી શકે છે. ફેંફસામાં હશે તો ત્યાંથી આગળ વધશે. માટે બોલી બોલીને તમે વાઈરસને આગળ વધવામાં મદદ કરો છો, મૌન રહીને વાઈરસને મળતી આ મદદ બંધ કરવાની છે. માટે મૌન પાળો….શક્ય હોય એટલું ઓછુ બોલો…

પાણી પીવો

દિવસ દરમિયાન ૨ થી ૨.૫ લિટર જેટલું પાણી પીવો. જેનાથી તમારા શરીરનું સંતુલન જણવાશે. વારંવાર પેશાબ લાગશે અને શરીરનો કચરો પણ બહાર ઠલવાશે. તો ખૂબ પાણી પીવો…

આ ત્રણ વસ્તુ કરવા જેવી છે. આનાથી ફાયદો થાય છે. આ ઉપરાંત નાસ લેવો, ઉકાળા પીવા, ગરમ પાણી પીવું, પૌષ્ટિક આહાર લેવો જોઇએ. આ બધાની સાથે મનને મજબૂત કરવું પણ એટલું જ જરૂરી છે. મજબૂત મન રાખી લોકોએ ગંભીર રોગોને નાબૂદ કર્યા છે, આ તો માત્ર કોરોના છે. આરામથી કોરોનાને હરાવી શકાય છે.

નોંધ – આ બધા માટે ડોકટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ડોકટર કહે એ પહેલા કરવાનું છે એ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાંક લોકો ઉંધા ન પણ સુઈ શકે, વધારે પાણી ન પણ પી શકે, માટે આ લોકોએ તો ખાસ ડોકટરની સલાહ મૂજબ ઉપાય કરવો યોગ્ય રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *