Coronavirus vaccine | ૭૫ ટકા વેક્સિનનો ઉપયોગ માત્ર ૧૦ દેશોમાં થઈ રહ્યો છે બાકી દેશોનું શું?

 

Coronavirus vaccine | દુનિયાના ૧૩૦ દેશો પાસે એક પણ વેક્સિન નથી ત્યારે ભારત પાસે એક નહી પણ બે વેક્સિન છે – આ વાત પર તમને ગર્વ ના થતો હોય તો આ વાંચો…

 

 

દુનિયાના સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલા ૧૯૫ જેટલા દેશોમાંથી ૧૩૦ દેશોમાં હજુ સુધી કોરોનાની વેક્સિનનો એક પણ ડોસ પહોંચ્યો નથી અને દુનિયામાં હાલ જે ૧૪ જેટલી વેક્સિનનું નિર્માણ થઈ રહ્યું છે તેમાંથી ૭૫ ટકા વેક્સિનનો ઉપયોગ માત્ર ૧૦ દેશોમાં થઈ રહ્યો છે. એટલે કે બાકીના ૧૮૫ જેટલા દેશો વેક્સિનની રાહ જોઇને બેઠા છે કોઇ દેશ આપણને આપે તો સારૂ…આ દેશો એવી આશા સાથે જીવી રહ્યા છે કે આ ૧૦ દેશોમાં વેક્સિનેસનનું કામ પૂરૂ થાય એટલે આ દેશો અમને વેક્સિન પહોંચાડશે.

આપણા માટે મહત્વની વાત એ છે કે આ ૧૦ દેશમાં ભારત આવે છે. અને ભારત પાસે એક નહી પણ બે-બે રસી છે. હવે સમજાયું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય મિત્ર દેશોને વેક્સિન આપી મદદ કરી તો આ દેશો કેમ ભારતનો આભાર માની રહ્યા હતા. વિક્સિનરૂપી સંજીવની મોકલાવી હતી.

ભારત વસુધૈવ કુટુમ્બકમમાં માને છે. એટલે કે ભારત આ સમગ્ર પૃથ્વીની માનવજાતને પોતાનો પરિવાર માને છે. એટલે કદાચ વેક્સિનરૂપી મદદ કરવાનો ઉદ્દેશ હોય શકે. પણ આ બધાની વચ્ચે એક ભૂલના કારણે ભારતની સ્થિતિ બગડી છે. એ વાત સાચી છે. સ્વીકારવી પડે પણ છતાં આપણે પેલા ૧૮૫ દેશ કરતા વધારે નસીબદાર છીએ કે ભારતના વિજ્ઞાનીઓએ કોરોનાની રસી બનાવી છે અને ભારતમાં તેનું ધમધોકાર પ્રોડક્શન પણ થઈ રહ્યું છે અને મજાની વાત લોકોને મફતમાં રસી અપાઈ પણ રહી છે. આટલું હોવા છતાં આપણે કહીએ છીએ કે રસી જ નથી, સ્લોટ બૂક થતો નથી…વગેરે…વગેરે…પણ તમને એકવાતનો વિશ્વાસ છે કે આપણે આજે નહી તો કાલે રસી તો મળશે જ…આ વિશ્વાસ કેમ આવ્યો? વિચારજો…

હવે થોડું આ સંદર્ભે પણ વિચારો, હાલ અમેરિકા, બ્રિટન, રશિયા… આ બધા દેશો વાતો તો સારી કરે છે. તેમને તો વેક્સિનેશનામાં પણ એક ચોક્ક્સ પ્રકારની તક દેખાય છે. આ દેશો વહેંચવા માટે નહી વેચવા માટે ઘડાયા છે. દુનિયા આ દેશો માટે બજાર છે. મહાસત્તા બનવું હોય તો પાવર જોઇએ, માટે પાવર મેળવવા કરી શકાય એવું કરવાનું… વળી આ દેશો વિશે આપણી માન્યતા જે ઘડાઈ છે એ પણ સમજવા જેવી છે. આ વિકસિત દેશો જ બધુ કરી શકે, વિકાસશીલ દેશોનું કામ નહી એવું ઘણાનું માનવું છે. વેક્સિનથી આ દેશે કોરોના ભગાડ્યો, વેક્સિનથી આ દેશ થયો કોરોના મુક્ત, આ દેશમાં ૧૦૦ વેક્સિનેશન પૂર્ણ થયું….આવા સમાચાર સાંભળી આપણે જે તે દેશના વખાણ કરવા લાગીએ છીએ અને ભારતને આ દેશોથી શીખવું જોઇએ એવી ચર્ચા કરવા લાગીએ છીએ પણ આપણે વિચાર્યુ કે આ દેશોની વસ્તી કેટલી છે? અમેરિકાની ૩૨ કરોડ, રશિયાની ૧૪ કરોડ, બ્રિટનની ૬.૭ કરોડ, ઇઝરાયલની ૮૮ લાખ અને ભારતની? ૧૩૨ કરોડ ! અમેરિકા,બ્રિટન, રશિયા ઇઝરાયલ જેવા દેશોની આટલી ઓછી વસ્તી હોવા છતાં આ દેશોમાં ૧૦૦ ટકા વેક્સિનેશનનું કામ પૂરૂ થયું નથી. અને વાત ભારતની કરીએ તો ૧૭ કરોડ કરતા વધારે લોકોને રસી અપાઈ ગઈ છે. આ નાની વાત નથી કેમ કે ઉપરના દેશોની વસ્તીનો આંકડો જોઇ લો ખ્યાલ આવી જશે.

કોઇની પણ ટીકા કરવી ખૂબ સહેલી છે. ટીકા કરવા માટે પણ ઘણું ખરૂ છે પણ જે કામ થઈ રહ્યું છે તેને પણ નજરાઅંદાજ ન કરી શકાય. બાકી પૂછી જોજો પેલા ૧૮૫ દેશોને જ્યાના નાગરિકને ખબર નથી કે તેમને વેક્સિન ક્યારે મળશે, મળશે કે નહી? આપણને જે સહેલાયથી મળી જાય તેની આપણને કદર હોતી નથી. વેક્સિન લેવામાં લાઇનમાં ઉભા રહેવાનું આપણને ગમતું નથી. મહામારીમાં ૧૨ કલાક હોસ્પિટની બહાર રાહ જોવી પડે તેમાં આપણે અકળાઈ જઈએ છીએ પણ કોરોના મહામારી છે એ વાત ને સમજવા આપણે તૈયાર જ નથી. મહામારીમાં માનવજાતને જાન-માલનું નુકશાન ભોગવું જ પડે છે. બસ આ સમયમાં જાન બચાવવાની ઇચ્છાશક્તિ સત્તા પક્ષમાં ઓછી ન થવી જોઇએ. ૧૭૨૦નો ભયંકર માર્સિલનો પ્લેગ હોય, ૧૮૨૦નો હૈજા (કોલેરા)ની મહામારી હોય કે ૧૯૨૦માં ફેલાયેલ સ્પૈનિશ ફ્લુ હોય..આ મહામારીઓની ભયંકર અસર કેવી થાય છે તે જાણવાની ઇચ્છા થાય તો એકવાર ગૂગલ કરી આ વિશે વાંચી લેજો, તે સમયે દુનિયાની હાલત કેવી થઈ થઈ હતી તે જાણીને છાંતીના પાટિયા બેસી જશે. ૨૦૨૧નો સમય તો છતાં પણ સારો છે. માનવ જાતને બચાવી શકે, મહામારીમાંથી ઝડપથી ઓછી જાનહાનિ સાથે બહાર કાઢી શકે તેવું વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ આપણી પાસે છે. ભારત પાસે છે. માટે જે છે તેની પર એક નજર તો ફેરવી જુવો, નક્કી આપણી પાસે આશાનું મજબૂત કિરણ છે જ.

આજે થોડી બેદરકારીના કારણે ભારતની સ્થિતિ બગડી જરૂર છે.કોરોનાની પહેલી લહેરનો ભારતે જે રીતે સામનો કર્યો તેના વખાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO – World Health Organization) સહિત દુનિયાના દેશોએ કર્યા. બધા કહેતા હતા કે મહામારી સામે લડવાનું આપણે ભારત પાસેથી શીખવું જોઇએ. પણ એક ભૂલના કારણે બાજી ફરી ગઈ. આ ભયંકર ભૂલ છે જેમાં દેશના અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જે માનવું પડે કે તે પીડા દાયક છે.

પણ ભૂલમાંથી શીખવાનું હોય. બીજાની મદદ કરવી ભારતની સંસ્કૃતિ છે. હાલ વેક્સિન પહોંચાડી ભારત આ દેશોને મદદ કરી શકે તેમ નથી તો ભારતેન બીજી રીતે આ દેશોને મદદ કરવા એક મહત્વનું પગલું ભર્યુ છે. ભારતે જે દેશોને હજી સુધી એક પણ કોરોનાની રસી મળી નથી તે દેશો માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO – World Health Organization) માં અવાજ ઉઠાવ્યો છે. ભારતે કહ્યું છે કે માનવતાને ધ્યાનમાં રાખીને કોરોનાની રસી પર થોડા સમય માટે પેટન્ટ હટાવી લેવી જોઇએ. જેના કારણે દવા બનાવતી કંપનીઓ મોટા પાયે કોરોનાની રસીનું પ્રોડક્સન કરી શકે અને ખૂબ ઝડપથી દુનિયાના તમામ દેશોને જોઇએ એટલી વેક્સિન સહેલાયથી મળી રહે. દુનિયાને કોરોનામુક્ત કરવાનો આજ માર્ગ છે. ઉલ્લેખનીય વાત એ છે કે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પણ ભારતના આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ભારતના આ પગલાથી દુનિયાના દેશોને આશાનું વધું એક કિરણ દેખાયું છે. આગામી થોડા સમયમાં G-20 દેશોની મિટિંગ થવાની છે. આશા રાખીએ થોડા મહિનામાં કોરોનાની વેક્સિન પરથી પેટન્ટ નાબૂદ થશે અને પ્રોડક્સન વધશે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હમણા જ કહ્યું કે મને પેલા ૧૩૦ દેશોની ચિંતા થઈ રહી છે જ્યા હજી સુધી વેક્સિનનો એક પણ ડોસ પહોંચ્યો નથી. આ મહત્વપૂર્ણ સમયે વૈશ્વિક સમુદાય સામે સૌથી મોટો નૈતિકતાનો પ્રશ્ન છે કે વેક્સિનનું સમાનત પૂર્વકનું વિતરણ. હાલ કુલ વેક્સિનમાંથી ૭૫ ટકા વેક્સિનનો ઉપયોગ માત્ર ૧૦ દેશોમાં જ થઈ રહ્યો છે…આજે વૈશ્વિક રસીકરણ યોજનાની જરૂર છે…
આજે દુનિયાના દેશો ભારતને શીખામણ આપી રહ્યા છે. જે જગતજમાદર દેશ પોતાના લોકોના ડરથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન ના કરી શક્યું અને લોકોને મરવા છોડી દીધા તે દેશ પણ ભારતને લોકડાઉન લાદવાની સલાહ આપવા લાગ્યું છે. અત્યાર સુધીમાં (૧૧ મે, ૨૦૨૧) સુધીમાં દુનિયામાં ૩૩ લાખ ૧૮ હજાર ૭૯૮ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જેમાં સૌથી વધારે અમેરિકામાં ૫,૯૬,૧૭૯, લોકોના જીવ ગયા છે. જે તેમના માટે કદાચ ખૂબ નાનો આંકડો હશે! એટલે તો કોઇ આ સંદર્ભે કોઇ બોલતું નથી.

ખરા અર્થમાં જોઇએ તો દુનિયામાં આપણા દેશમાં જ ખરી લોકોશાહી છે. આ વાત તમારે માનવી જ પડે. અહીં તમે કઈ પણ કરી શકો, ભારતમાં રહી ભારત વિરોધી બોલી પણ શકો. લોકશાહી છે ભાઇ! ગમે તે બોલવાનો, ગમે તે કરવાનો દરેકને અધિકાર છે ભાઈ! અહીં સત્તા પક્ષ જે પણ કામ કરે તે વિપક્ષ માટે હંમેશાં ખોટું જ હોય છે પછી એ દેશનો કોઇ પણ રાજકીય પક્ષ કેમ ના હોય? હશે ભાઈ! બાકી આજે ૧૩૨ કરોડના આ ભવ્ય દેશમાં જે ગતિએ કોરોના સામે લડવાનું જે કામ થઈ રહ્યું છે તે પણ એક રેકોર્ડ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *