સ્ત્રી હોય કે પુરૂષ હોય…આવા કપડા પહેરશો તો મંદિરમાં પ્રવેશ નહી મળે! Dakor Temple – Gujarat

Dakor Temple - Gujarat

Dakor Temple –  Gujarat | રીલ, શોર્ટ વીડિઓના આ જમાનામાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા કે ફેશન કરવા, બધાથી અલગ દેખાવા આજના યુવાનો મર્યાદાને પણ ભૂલી ગયા હોય તેવું લાગે છે. મંદિરના પવિત્ર પંટાગણમાં યુવાનો અશોભનિય વીડિઓ બનાવે છે, ડાન્સ કરે છે જેના વીડિઓ પણ વાઈરલ થઈ રહ્યા છે. મંદિર જેવા ધાર્મિક સ્થળોએ આપણે જઈએ તો મર્યાદા જાળવવાની આજે જરૂર છે

હમણાં જ કેદારનાથના પવિત્ર પંટાગણમાં એક કપલે બધાની સામે પ્રમોજ કર્યુ અને તેનો વીડિઓ બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કર્યો. અનેક લોકોને આ ગમ્યુ નથી અને તેનો વિરોધ પણ થયો. લોક લાગણી દુભાય એવી કોઇ પ્રવૃતિ ન કરવી જોઇએ એ આજે યુવાનોએ સમજવાની જરૂર છે.

આજે જ સમાચાર આવ્યા છે કે ડાકોરના રણછોડરાય ધામમાં હવે ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ડાકોર મંદિરના ટ્રસ્ટના સભ્યોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે મહિલા હોય કે પુરૂષ ટૂંકા વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં પ્રવેશ નહિ મળે. ભગવાનના દર્શન નહી કરી શકે. આ માટે વિનંતી કરતી એક નોટિસ પણ મંદિરની બહાર લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલા દ્રારકાના મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો…

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *