પુરૂષે લગ્ન માત્ર એક સુંદર સ્ત્રી સાથે નથી કરવાના અને સ્ત્રીએ પણ લગ્ન માત્ર એક પુરૂષ સાથે નથી કરવાના…| Darek Pati ane Patni mate 

Darek Pati ane Patni mate  | પુરૂષે લગ્ન માત્ર એક સુંદર સ્ત્રી સાથે નથી કરવાના અને સ્ત્રીએ પણ લગ્ન માત્ર એક પુરૂષ સાથે નથી કરવાના… વાંચો દરેક પતિ-પત્નીએ વાંચવા જેવી વાત…

 

husband and wife

 

પુરુષે લગ્ન માત્ર એક સુંદર સ્ત્રી સાથે જ નથી કરવાના પણ…..

 

આપણે ત્યાં કહેવત છે કે, ‘પુરુષની કમાણી જાેવાય અને સ્ત્રીની સુંદરતા.’ પણ આજકાલના યુવાનો આ કહેવતના ફર્સ્ટ હાફને ઘોળીને પી જતા હોય છે અને સેકેન્ડ હાફને વળગી રહેતા હોય છે. કમાણી હોય કે ના હોય પત્ની તો સુંદર જ જોઈએ. એક કડવી પણ સો ટચના સોના જેવી સચ્ચાઈ એ પણ છે કે પુરુષો બહું જ જલ્દી પોતાની પત્નીથી ધરાઈ જતા હોય છે. જે સ્ત્રી એને સ્વર્ગની તમામ અપ્સરાઓ કરતા સૌથી વધારે સુંદર લાગતી હોય છે એ જ સ્ત્રી લગ્નના થોડા જ સમય બાદ કદરૂપી લાગવા માંડે છે.  રાજરાણી બનાવીને રાખવાના સપના બતાવીને એ સ્ત્રી સાથે પરણતો હોય છે અને પછી એક દાસી જેમ રાખતો હોય છે. સ્ત્રીને પરણી લાવ્યા એટલે જાણે ગુલામ બનાવીને લાવ્યા. જાણે એ ઘરના ઢસરડા કરવા આવી હોય એવો વ્યવહાર થાય છે એની સાથે. ઘર, બહાર, સાસુ-સસરા, નણંદ-દિયર, બાળકો બધાને સ્ત્રી એકલે હાથે સંભાળતી અને સાંભળતી હોય છે છતા ઘરમાં એનું કોઈ નથી સાંભળતુ. એની ભાવનાઓ, એના અરમાનો, એના સપનાઓ તરફ કોઈ નજર સુદ્ધા નથી નાંખતુ.

ખરેખર તો સ્ત્રી સન્માનને પાત્ર છે. એ આખા ઘર પરિવારને સાચવે એ બદલ એને માન સન્માન આપવું જાેઈએ. લગ્ન કરીને એ એનો પરિવાર છોડીને આવી હોય છે એ જ મોટી વાત છે. આપણે કોઈના ઘેર એક રાતથી વધારે રોકાઈ નથી શકતા એ ન ભુલવુ જોઈએ. સ્ત્રી આપણને પરણીને આવી એનો અર્થ એ નથી કે એ આપણી ગુલામ છે. દરેક પુરુષે યાદ રાખવું જોઈએ કે એણે લગ્ન માત્ર એક સુંદર સ્ત્રી સાથે જ નથી કરવાના પણ એની ભાવનાઓ, એના અરમાનો, એના સપનાઓ અને એની લાગણીઓ સાથે પણ કરવાના હોય છે.

 

સ્ત્રીએ લગ્ન માત્ર પુરુષ સાથે જ નથી કરવાના પણ…….

 

સ્ત્રી લગ્ન કરીને પિતાના ઘરની બહાર પગ મુકે છે એ સાથે જ એના માટે પિતાનું ઘર પરાયુ બની જતુ હોય છે. લગ્ન બાદ સ્ત્રીનો બીજો જન્મ થતો હોય છે. એક નવા જ ઘર, નવા જ લોકો, નવી જ રહેણી કરણી અને નવી જ દુનિયા સાથે એણે તાલમેલ બેસાડવાનો હોય છે. લગ્નના દિવસથી સાસરુ અને સાસરિયા જ એનુ સર્વસ્વ થઈ જતા હોય છે. એ દિવસથી પિતાના ઘરમાં અલ્લડ થઈને ઘુમતી છોકરી છોકરી મટીને એક જવાબદાર સ્ત્રી બની જતી હોય છે. એને પતિના પરિવારને પોતાનો પરિવાર  બનાવીને એમની સારસંભાળ રાખવાની હોય છે. સ્ત્રીના લગ્ન માત્ર પતિ સાથે જ નથી થતા પણ એના પરિવારના એક એક સભ્ય સાથે થતા હોય છે.એના પરિવારના એક એક સભ્ય સાથે એનો સંબંધ બંધાતો હોય છે.

પણ મોટે ભાગે પૈસા અને સ્માર્ટ યુવક જાેઈને લગ્ન કરી લેતી આજની યુવતીઓ કોણ જાણે કેમ આ સચ્ચાઈ જાણતી હોતી નથી. મોટાભાગની યુવતીઓ એમ જ સમજે છે કે લગ્ન એટલે પતિ અને પત્નીનો સંબંધ બસ. અને એના કારણે જ લગ્ન બાદ આજની યુવતી સંયુક્ત પરિવાર સાથે એડજેસ્ટ કરી શકતી હોતી નથી. ક્યાંક ક્યાંક તો માત્ર સાસુ સસરા સાથે જીવન વિતાવવાનું પણ યુવતી માટે દુષ્કર બની જતુ હોય છે. એના લીધે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે અને આખરે ઘર ભાંગે છે. માટે આજની દરેક યુવતીએ એ યાદ રાખી લેવાની જરૂર છે કે સ્ત્રીએ લગ્ન માત્ર પુરુષ સાથે નથી કરવાના પણ એના પરિવાર સાથે પણ કરવાના હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *