Dark Secrets – સર, આ તો મરી ગયો છે. લાશ છે આ લાશ !

Dark Secrets – કોણ હશે આ માણસ? શા માટે અમારી ડિટેઈલ્સ ભેગી કરી હશે? પ્રશ્નોના ઘેરાવા વચ્ચે ઉભેલા ઈ.ઘેલાણી અને નાથુપરસેવે રેબઝેબ થઈ રહ્યાં હતા.

 

અમદાવાદ શહેર બેવડી ગરમીથી તપી રહ્યું હતું. એક તો શહેરમાં હમણા જ થયેલા લઠ્ઠાકાંડને કારણે જાગી ઉઠેલા જનાક્રોશની ગરમી હતી અને બીજી લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા લોકોની ચિતાની ગરમી. પણ અકોલી પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર ઘેલાણીને આ બેય કરતા આકાશમાંથી વરસી રહેલી ઉનાળાની ગરમી વધારે અસહ્ય લાગતી હતી. પહેલી બંને ગરમીની ચિંતા કર્યા વગર એ પોલીસ સ્ટેશનના જન્મ સાથે જ જન્મેલા અને ખખડધજ થઈ ગયેલા પંખા નીચે નસકોરા બોલાવી રહ્યાં હતા. એમના પગ ટેબલ પર હતા અને હાથ અકાળે વધી ગયેલી ફાંદ પર. ટેબલ પર પગ ઉપરાંત કેટલીક ફાઈલો પણ પડી હતી. એના પર આછી આછી ધૂળની રજાેટી બાજી ગઈ હતી. બાજુમાં બે ત્રણ મોટા કબાટો હતા. એના બારણા તોડીને ફાઈલો બહાર ડોકાઈ રહી હતી અને કબાટના માથે પણ ફાઈલોના ત્રણ ચાર થર હતા. એવું લાગતું હતું જાણે કોઈ પ્રેગ્નેન્ટ વુમન માથે ત્રણ બેડા લઈને ઉભી છે અને એનો ભાર હળવો કરવા આજીજી કરી રહી છે. પણ ઘેલાણીને આરામ અને આળસ આડેથી ફુરસત મળે તો એ હેલ ઉતારેને?

 

ગરમીની ચિંતા કર્યા વગર એ પોલીસ સ્ટેશનના જન્મ સાથે જ જન્મેલા અને ખખડધજ થઈ ગયેલા પંખા નીચે નસકોરા બોલાવી રહ્યાં હતા. એમના પગ ટેબલ પર હતા અને હાથ અકાળે વધી ગયેલી ફાંદ પર. ટેબલ પર પગ ઉપરાંત કેટલીક ફાઈલો પણ પડી હતી. એના પર આછી આછી ધૂળની રજાેટી બાજી ગઈ હતી.

 

ઈન્સપેકટરના નસકોરાએ પંખાના કિચુડાટ સાથે બરાબરનો તાલ જમાવી દીધો હતો. ઉંઘગાડીએ પાંચમાં ગીયરની પીકઅપ પકડી હતી ત્યાંજ એમના ટેબલ પર પડેલું ટેલીફોનનું ડબલું રણકી ઉઠ્યુ. ઘેલાણીની ઉંઘ ઉડી ગઈ. પણ એમણે આંખો ના ખોલી. મોં કટાણું કરીને બુમ મારી, ‘અલ્યા, નાથુ! ક્યાં મરી ગ્યો? આ કોણ નવરી બજાર છે, જો તો જરા! આ બપોરની ઉંઘ ખરાબ કરનારને સજા થાય એવોય કોઈ કાયદો હોવો જાેઈએ હોં…’

ત્યાંજ હવાલદાર નાથુદેવાનંદની સ્ટાઈલમાં દોડી આવ્યો અને શાહરૂખના અવાજમાં બોલ્યો, ‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના!’ નાથુએ ફોન ઉપાડ્યો અને લહેકાથી બોલ્યો, ‘હેલ્લો.. અકોલી પોલીસ સ્ટેશન.’ પણ સામેનો અવાજ સાંભળતા જ એણે ફોન ઈન્સપેકટર સાહેબને ધરી દીધો,‘લો, સાહેબ!’

‘અલ્યા, મે તને કેટલીવાર કીધુ છે નવરા લોકોના ફોન મને નહીં આપવાના.’

નાથુએ તરત જ ફોનના રિસીવર પર હાથ દાબી દીધો અને દબાતા અવાજે બોલ્યો, ‘ સાહેબ, નવરાનો જ ફોન છે. એટલે કે મરાઠીમાં ‘નવરા’નો. આપણા ધણીનો. અને ગુજરાતીમાં એને નવરો કહેશો તો આપણે બંને નવરા થઈ જઈશું. કમિશનર સાહેબનો ફોન છે.’
ઘેલાણીએ ઝ૫ટ મારીને ફોન લઈ લીધો,‘ યેસ, સર! હા..સર! ચોક્કસ સર..જય હિન્દ સર.’

 

ફોન મુકતા જ એ તાડુક્યા,‘આ લઠ્ઠાકાંડે તો ભઈ હદ કરી છે. જમીને બે કલાક સુવાય નથી દેતા. સાહેબે સૂચના આપી છે કે દરેક પોલીસ સ્ટેશનના ઈન્સપેકટરોએ અગત્યના ચેકપોઈન્ટ સંભાળી લેવા.’

‘ સરસ તમે કયા ચેકપોઈન્ટ પર છો? ’

‘ મારામાં સાહેબને વિશ્વાસ જ નથી.’ ઈન્સપેક્ટરે ફાંદ પર હાથ ફરેવતા ફેરવતા બગાસુ ખાધુ, ‘સાહેબનો આદેશ છે કે આપણે બંને એ પોલીસ સ્ટેશન છોડીને ક્યાંય નથી જવાનું.’

‘ એ તો સારુ કહેવાય સર! તમે ત્યાં આમ લાંબા થઈને ઉંઘી ના શકત!’

‘ તું આમ ને આમ વાતો કરતો રહીશ તો હું અહીં પણ લાંબો નહીં થઈ શકું.’

‘તે નથી જ થવાનું લાંબા. ચાલો બહાર જઈને ચા પી આવીએ.’

‘તે સાંભળ્યુ નહીં! કમિશ્નર સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ ભોગે આપણે પોલીસ સ્ટેશન નથી છોડવાનું!’

‘અરે,પણ આપણે ક્યાં લંડન જવુ છે.સામે જ તો છે કીટલી.’ નાથુની જીભમાંથી ચાની તલબ ટપકી પડી.

‘ના, નાથું. સવારથી મારી આંખ ફરકે છે. આપણે સાહેબની સૂચના અવગણીયે અને કંઈક ના થવાનું થાય તો. આજે શી ખબર કેમ પણ મનમાં શંકાઓ જાગે છે. સિક્સ્થ સેન્સ યુ નો! ’

‘અરે, ફિકર નોટ સાહેબ! મૈં હું ના! ચાલો, આ તો થોડા ફ્રેશ થવાય. બાકી ચા અહીં ક્યાં નથી આવતી.’

 

નાથુએ પરાણે સાહેબને ઉભા કર્યો. જેવા એ બહાર પગ મુકવા જતા હતા ત્યાંજ બિલાડી આડી ઉતરી. ઘેલાણી રોકાઈ ગયા, ‘ હવે તો ના જ જવાય બીલાડી આડી ઉતરી..’

‘અરે… સાહેબ હવે બીલાડીથી બહાર ના જવાય. તમે એને આડા ઉતર્યા છો એટલે જાેખમ એને છે. એ તો આજે પતિ જવાની’ નાથુહળવેકથી બોલ્યો અને એમને ચાની કીટલી તરફ દોરી ગયો.

ચાની કીટલી પર ઉભા ઉભા ઈન્સપેક્ટર બળાપો કાઢી રહ્યાં હતા, ‘નાથુઆ નોકરીમાં આટલા વરસ થયા. આટલા વરસમાં આપણી ઉંમર વધી, ફાંદ વધી પણ સાલી શાખ ના વધી.’

‘ તે ક્યાંથી વધે? ’ નાથુબબડ્યો, ‘ આપણે ઉંમર અને ફાંદ વધારવા સિવાય કોઈ કામ કર્યુ છે તે શાખ વધે? આજ સુધી એકેય મોટો ગુનેગાર પકડ્યો છે તે આપણને જશ મળે?’

‘ કામ તો ઘણા કર્યા છે નાથુ. પણ આ હાથમાં ભગવાન જશરેખા દોરવાનું જ ભુલી ગયો છે.’

‘ભુલી નથી ગયો, ફાંદ પર હાથ ફેરવી ફેરવીને તમે એ ભુંસી નાંખી છે.’

‘ સારુ, હવે બહું વાયડીનો ના થા… નહીંતર દઉં છું અવળા હાથની..’ ઘેલાણીએ અડબોથ ઉગામી ત્યાંજ એક અજબની ઘટના બની ગઈ. એક આધેડ વયનો, સુકલકડી માણસ ઘેલાણી અને નાથુની બરાબર સામે આવીને ઢળી પડ્યો. એ એવી રીતે પછડાયો હતો કે નાથુના હાથમાંથી ચાનો કપ પડી ગયો. નાથુગાળ કાઢવા જતો હતો પણ એની હાલત જોઈ એ ગાળ ગળી ગયો. પેલા માણસના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. એના મોઢામાંથી લીલ્લુછમ્મ ફીણ નીકળી રહ્યું હતું. ઘેલાણી પણ ચોંકી ગયા હતા. એ એની સામે તાકીને જાેઈ રહ્યાં. એના ચહેરા પર જમણા ગાલે એક મસો હતો. એને જાેતા જ એમને લાગ્યુ કે આ માણસને એમણે પહેલા ક્યાંક જોયો હતો? પણ અત્યારે એને ક્યાં જાેયો હતો એ વિચારવા કરતા એને ક્યાં મોકલવો એ વધારે મહત્વનું હતું. પણ પરિસ્થિતી પારખી ઘેલાણીએ બુમ મારી, ‘ કોલ ધી એમ્બ્યુલેન્સ.’

 

એક આધેડ વયનો, સુકલકડી માણસ ઘેલાણી અને નાથુની બરાબર સામે આવીને ઢળી પડ્યો. એ એવી રીતે પછડાયો હતો કે નાથુના હાથમાંથી ચાનો કપ પડી ગયો. નાથુગાળ કાઢવા જતો હતો પણ એની હાલત જોઈ એ ગાળ ગળી ગયો. પેલા માણસના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. એના મોઢામાંથી લીલ્લુછમ્મ ફીણ નીકળી રહ્યું હતું.

 

થોડી જ વારમાં આખુયે વાતાવરણ એમ્બ્યુલન્સની સાયરનથી ભરાઈ ગયું. ભીડતો પહેલેથી જામી જ હતી. પણ એમ્યુલન્સે એને બમણી કરી દીધી.બધા આખો તાલ રસ પૂર્વક જોઈ રહ્યાં હતા.

એમ્બ્યુલેન્સમાંથી મેડિકલ ટીમ નીચે ઉતરી. એક ડોક્ટરે પેલા માણસને તપાસ્યો અને ઈન્સપેક્ટર સામે જોઈને કહ્યુ, ‘ સર, આને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. આ તો મરી ગયો છે. લાશ છે આ લાશ ’

‘ ધ્યાનથી જુઓને જરા જીવ હોય તો કદાચ!’

‘ સાહેબ, કોઈ સવાલ જ નથી. છતા અમે એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલ તો લઈ જ જઈએ છીએ.’

એમ્બ્યુલેન્સ ગઈ પણ ભીડ જવાનું નામ નહોતી લેતી. નાથુભીડ વીખેરવા લાગ્યો, ‘ ચાલો, ચાલો બધા નીકળો અહીંથી… ચાલો ભાગો..’ ત્યાં સુધી ઘેલાણી કોઈક વિચારમાં પડી ગયા હતા. અત્યારે એમનો હાથ ફાંદ પર નહોતો પણ કપાળ પર હતો. એ માણસ… એ માણસ…. ક્યાં જોયો છે એને?

‘ સાહેબ, આખુ મુડ ભાંગી ગયું! ચાલો બીજી એક એક ચા થઈ જાય.’ નાથુનો અવાજ સાંભળી સાહેબ વિચાર તંદ્રામાંથી બહાર આવ્યા. નાથુએ કીટલીવાળા સામે જોયુ. બે ચા આવી ગઈ. ઘેલાણી ચાની ચુશ્કી લેતા લેતા બોલ્યા, ‘ નાથુ, મારુ મન કહી રહ્યું છે કે અહીં જરૂર કંઈક રંધાયુ છે..’

‘હા, સાહેબ સાચી વાત છે. ગઈકાલે અહીં લગ્ન હતા. જમણવારનું રસોડું આ કીટલીની પાછળ જ હતું.’

‘ ડોબા હું એમ નથી કહેતો! હું તો એમ કહું છું કે આ માણસ બેભાન થઈને ઢળી પડ્યો એમાં મને કંઈક શંકા જાય છે. અને હવે આપણે ફટાફટ પોલીસ સ્ટેશને જવું જાેઈએ. સાહેબનો ઓર્ડર યાદ છે ને?’

‘ ફિકર નોટ સાહેબ! મૈં હું ના.’

બંને કપ મુકીને પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યાં હતા ત્યાંજ ઘેલાણીની નજર પેલો માણસ ઢળી પડ્યો હતો એ જગ્યા પર પડેલા એક પાકીટ પર ગઈ. એ નાથુને કહે એ પહેલા જ નાથુએ કહ્યુ, ‘ સાહેબ, જુઓ ત્યાં પેલા બિચારા ગરીબડા માણસનું પર્સ પડી ગયુ છે.’

બંને સ્થળ પર ગયા. નાથુપાકીટ ઉપાડતા બોલ્યો, ‘ જોઈએ તો ખરા બિચારાનું કોઈ કોઈ સરનામુ કે ફોન નંબર મળે તો એના ઘેર જાણ કરીએ. બિચારો મરી ગયો છે. સરનામાના અભાવે લાશ રઝળશે નહીંતર.’

‘હા, સાચી વાત છે. જો કંઈ મલે તો.’ ઘેલાણીએ નાથુની વાતમાં સૂર પુરાવ્યો.

 

નાથુએ પાકીટ ફંફોસવા માંડ્યુ. એક બે અને ત્રણ મોટા ખાનાઓ જાેઈ લીધા. એમા એક રૂપિયો તો શું એક કાગળનો ટુકડોય ના મળ્યો. નાથુબબડ્યો, ‘ સાહેબ, આ તો ખરો માણસ લાગે છે. પર્સમાં કશું છે જ નહીં.’ બબડતા બબડતા એણે બીજા ખાના જાેયા. છેક અંદરના ખાનામાંથી એને એક કાગળ મળ્યો. એણે કાગળ ખોલીને વાંચવા માંડ્યો. શબ્દો આંખમાં રોપાતા જ એને એકસોને એંસી વોલ્ટનો કરંટ લાગ્યો હોય એમ પાકીટ એના હાથમાંથી પડી ગયું. એ ચીસ પાડી ઉઠ્યો,‘અરે,આ કેવી રીતે બને?’

 

ઈન્સપેક્ટરે તરત જ એના હાથમાંથી કાગળ લઈ લીધો અને વાંચવા માંડ્યા. કાગળમાં એ બંનેના પૂરા નામ અને સરનામા લખ્યા હતા. એમની અને નાથુની જન્મ તારીખ, નોકરીમાં જોઈન્ટ થયાની તારીખ. પત્નીનું નામ, બાળકોના નામ, બધું જ લખ્યુ હતું. ઘેલાણી પણ ચક્કર ખાઈ ગયા, ‘નાથુઆ તો ગજબ થઈ ગયો. આ કાગળમાં તો આપણા બંનેના નામ, સરનામા સહિત તમામ માહિતી છે. આ અજાણ્યા માણસ પાસે આપણી ડિટેઈલ્સ કેવી રીતે આવી? શા માટે એણે આપણી માહિતી ભેગી કરી હશે?’

 

ઈન્સપેક્ટરે તરત જ એના હાથમાંથી કાગળ લઈ લીધો અને વાંચવા માંડ્યા. કાગળમાં એ બંનેના પૂરા નામ અને સરનામા લખ્યા હતા. એમની અને નાથુની જન્મ તારીખ, નોકરીમાં જોઈન્ટ થયાની તારીખ. પત્નીનું નામ, બાળકોના નામ, બધું જ લખ્યુ હતું.

કાગળમાં નજર ખોડીને ઉભેલા નાથુએ વળી નવેસરથી ચીસ પાડી, ‘સાહેબ આપણા નામ, સરનામાં જ નહીં આ જુઓ. આમા તમારા સરનામા નીચે બે વાગીને પાંત્રીસ મીનીટનો સમય લખેલો છે અને મારા સરનામા નીચે બે અને પીસ્તાલીસ મીનીટનો સમય લખેલો છે.’

ઘેલાણીએ પણ એ નોંધ જોઈ, ‘ઓહ…માય ગોડ! મેં તને કહ્યુ હતું ને કે અહીં જરૂર કંઈક રંધાઈ રહ્યુ છે. તું જ ડોબા ગમ્મતમાં લેતો હતો.’
આ વખતે નાથુએ એનો, ‘ફિકર નોટ સાહેબ! મૈ હું ના.’ વાળો તકિયા કલામ ના વાપર્યો. કારણ કે ફિકર તો હવે એને પણ થઈ રહી હતી.
કોણ હશે આ માણસ? શા માટે અમારી ડિટેઈલ્સ ભેગી કરી હશે? પ્રશ્નોના ઘેરાવા વચ્ચે ઉભેલા ઘેલાણી અને નાથુપરસેવે રેબઝેબ થઈ રહ્યાં હતા. અને દૂર એક માણસ એમને જાેઈને મરક મરક હસી રહ્યો હતો.

ક્રમશઃ

(એ લાશ કોની હતી? એના પાકિટમાં આ બંને પોલીસ કર્મીઓના નામ, સરનામા શા માટે રાખવામાં આવ્યા હતા? એ પ્રશ્નોના જવાબ આવતા આવતી કાલે………)

One thought on “Dark Secrets – સર, આ તો મરી ગયો છે. લાશ છે આ લાશ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *