Dark Secrets | ભાગ – ૨ । રાવણ । રાવણ કદી મરતો નથી

 

Dark Secrets  | બીજા નોરતાંના દિવસે અકોલી વિસ્તારમાં ચાલતા એક ભવ્ય ગરબાના સ્થાનેથી જાનકી નામની એક છોકરીનું અપહરણ થઈ જાય છે. જાનકી એને જોઈને પૂછે છે કે કોણ છે તું ત્યારે એ પુરષ ખંધુ હસતા જવાબ આપે છે કે ‘રાવણ… રાવણ છું હું.’

આવી રીતે દરરોજ કોઈને કોઈ ગરબાના સ્થાનેથી એક છોકરીનું રાવણ નામના વ્યક્તિ દ્વારા અપહરણ થાય છે. શહેરમાં હાહાકાર મચી જાય છે. રાવણને શોધવા વીસ જણની એક ટુકડી બનાવવામાં આવે છે. જેના ચીફ હોય છે ઈન્સપેક્ટર ઘેલાણી. નવમાં નોરતેં પરાવિસ્તારના ગરબામાંથી સીતા નામની એક છોકરીનું અપહરણ થઈ જાય છે અને ત્યાંથી ચીઠ્ઠી મળે છે. જેમાં લખ્યુ હોય છે કે, ‘હું રાવણ છું. દશેરાના દિવસે રાવણ દહનના સ્થાને હું તમારી સામે આવીશ અને રામને હણીશ.’ રાવણ દહન આડે માત્ર ગણતરીના કલાકો બાકી છે અને રાવણ ગાયબ છે….. હવે આગળ….)

આજે વિજ્યા દસમી હતી. વિજયનો દિવસ. પણ ઈન્સપેક્ટર ઘેલાણી માટે આ વિજ્યાદસમી પરાજયના સમાચાર લઈને આવી હતી. એકે એક છાપામાં એમની નાકામીના સમાચારો છપાયા હતા. ગઈ રાત્રે નવમાં નોરતે સીતા ગુમ થઈ પછી એ રાતભર ઉંઘ્યા નહોતા. અને આ સમાચારોએ એમની રહી સહી ઉંઘ પણ ઉડાડી દીધી.

એ વારંવાર રાવણની ચીઠ્ઠી વાંચ્યા કરતા હતા. ચીઠ્ઠીના શબ્દો શબ્દવેધી બાણ બનીને એમેને વિંધી રહ્યાં હતા. એણે પડકાર ફેંક્યો હતો કે, ‘દશેરાના દિવસે રાવણ દહનના સ્થાને એ જરૂર આવશે અને રામને હણશે…’

સીતાનું હરણ થયા પછી ભગવાન રામ જેટલા વ્યથિત નહીં થયા હોય એટલા વ્યથિત આ સીતાના હરણ પછી ઘેલાણી હતા. એમની પાસે હવે માત્ર બાર તેર કલાક જેટલો જ સમય હતો. આજે સાંજે સાત વાગ્યે શહેરના ફુટબોલ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ હતો. આખુ શહેર ત્યાં ઉમટવાનું હતું. એ હજ્જારોની ભીડમાંથી રાવણને શોધવો એ ઘાંસની ગંજીમાંથી સૂઈ શોધવા કરતાંય કપરું કામ હતું. પણ છતાં ઘેલાણીએ કરવાનું હતુ.

એક તો રાવણને શોધવાનું ટેન્શન, સમય ઓછો અને પાછું જનતા અને નેતા બંનેનું દબાણ. કમિશ્નર સાહેબ ઉધડો લઈ રહ્યાં હતા અને પોલિટિશીયનો ગાળો દઈ રહ્યાં હતા.

પોલીસ સ્ટેશનની બહાર લોકોનું ટોળુ ઘેલાણીના નામના છાજીયા લઈ રહ્યુ હતું. બધાને એમ જ હતુ જાણે પોલીસ સ્ટેશન એટલે અલ્લાદીનનો ચિરાગ અને પોલીસ એટલે જીન. ઓર્ડર કરો એટલે ‘હુકુમ મેરે આકા’ કરીને હાજર થઈ જાય અને કહો એને શોધી લાવે. ઘેલાણીના નામના છાજીયાથી અકળાયેલા નાથુએ બહાર જઈ ટોળાને જાટકી નાંખ્યુ, ‘ભાઈઓ, અમે કંઈ જાદુગર નથી. આ કંઈ સી.આઈ.ડી.ની સિરિયલ નથી કે એ.સી.પીના ઓર્ડર મુજબ સુરાગ મળવા માંડે અને ગુનેગાર પકડાઈ જાય.’ પણ ટોળુ શાંત ના થયુ.
આ દબાણ વચ્ચે ઘેલાણીએ હવે કામ કરવાનું હતું. એ હવે પોલીસ સ્ટેશનની બહાર જવા માંગતા નહોતા. એમને ખ્યાલ આવી ગયો હતો કે આ માણસને પકડવા કળની જરૂર છે બળની નહીં. પોતાના નામની હાય હાયના શોરબકોર વચ્ચે એ વિચારે ચડ્યા. ખુરશીમાં બેસી, ફાંદ પર એક હાથ મુકી એ ઘટનાની ભીતરમાં સરકતા ગયા. લગભગ કલાકેક વિચાર્યા પછી એમને લાગ્યુ કે આ દરેકે દરેક ઘટનામાં કોઈક કોમન ફેક્ટર તો હોવુ જ જાેઈએ. દરેક અપહરણ થયા પહેલા ઘટના સ્થળે કોઈ એક વ્યક્તિ કે ચીજ એવા હોવા જાેઈએ જે સર્વ સામાન્ય હોય. કંઈક વિચારીને એમણે નાથુને બુમ મારી, ‘નાથુ…ઉઉઉઉ!’

નાથુએ બહાર જઈ ટોળાને જાટકી નાંખ્યુ, ‘ભાઈઓ, અમે કંઈ જાદુગર નથી. આ કંઈ સી.આઈ.ડી.ની સિરિયલ નથી કે એ.સી.પીના ઓર્ડર મુજબ સુરાગ મળવા માંડે અને ગુનેગાર પકડાઈ જાય.’ પણ ટોળુ શાંત ના થયુ.

‘જી, સાહેબ!’

‘આપણી પાસે બધા જ ગરબાની ડીવીડી છે ને?’

‘હા, સાહેબ! સીતાના મહોલ્લા સિવાય બધા ગરબાની ડિવીડી છે.’

‘મારે ફરીવાર એ જાેવી છે ચાલું કર!’

પહેલી ત્રણ ડીવીડી જાેતા જ ઘેલાણીએ કોમન ફેક્ટર પકડી પાડ્યુ. બસ હવે બાકીની ત્રણ ડીવીડીમાં પણ આ જ કોમન ફેક્ટર નીકળી જાય એટલે વાત પૂરી. બાકીની ત્રણ ડીવીડીમાં એમણે ફક્ત નજર જ નાંખવાની હતી. કલાક બાદ બાકીની ત્રણ ડીવીડી જાેઈ એ એમની ભરેલી ફાંદ સાથે ખૂરશીમાંથી ઉછળી પડ્યા, ‘યેસ, આઈ હેવ ગોટ ઈટ….! નાથુ, રાવણ પકડાઈ ગયો અને એની લંકાનું સરનામુ પણ જડી ગયુ.’
‘વ્હોટ! શું વાત કરો છો સર! ’

‘હા, મારો તર્ક સાચો હશે તો આજે સાંજે ખરા અર્થમાં રાવણ દહન કરીશું. તું ફટાફટ આપણી ટૂકડીને અહીં બોલાવી લે. આપણે થોડી તપાસ કરવાની છે. હજુ બાર વાગે છે. રાવણ દહન સાંજે સાત વાગે છે. આપણી પાસે હજુ સાત કલાક જેટલો સમય છે. ’

અડધા કલાકમાં ટૂકડી હાજર થઈ ગઈ હતી. કોણે શું કરવાનું છે એ બધું જ ઘેલાણીએ ટૂંકમાં સમજાવી દીધું. સૂચના મળતા જ બધા પોત પોતાને કામે નીકળી ગયા. ઘેલાણી અને નાથુએક ચોક્કસ જગ્યાએ ગયા. એક વ્યક્તિને મળ્યા અને કેટલાંક પ્રશ્નો પૂછ્યા.

બપોરના ત્રણ વાગ્યે રાવણ કોણ હતો એ સમગ્ર વાત ઘેલાણીના મગજમાં ક્લીઅર થઈ ગઈ હતી. અને કદાચ છોકરીઓનો અને રાવણનો પતો પણ મળી જાય એમ હતું. બપોરે ત્રણ વાગે ઘેલાણી અને બીજા બેચાર વિશ્વાસુ અધિકારીઓ અમદાવાદથી પચાસ કિલોમીટર દૂર આવેલા નાયકગઢ જવા નીકળ્યા. ત્યાં જઈને જે જાેયુ, જે સાંભળ્યુ એ ચોંકાવી દે તેવું હતું. પણ રાવણ હજુ ગુમ હતો… આ દુનિયાની ભીડમાં…

***

રામનો રથ રાવણના પૂતળા તરફ આવી રહ્યો હતો અને પેલી તરફ સ્ટેજ પર ઉભેલા રાવણે હળવેક રહીને એના ખેસમાં ખોસેલી રીવોલ્વર કાઢી. ઘેલાણીએ ક્ષણનોય વિલંબ કર્યા વગર એમની રીવોલ્વર કાઢીને રાવણના ખભામાં બે ગોળીઓ ધરબી દીધી.

સાંજના પાંચ વાગ્યાથી જ ફુટબોલ ગ્રાઉન્ડની આસપાસ ભીડ એકઠી થવા લાગી હતી. ડ્રેસ્ડ અને સીવીલ ડ્રેસ્ડ મળીને લગભગ ત્રણસો પોલીસો ચેકિંગ કરી રહ્યાં હતા. રાવણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને એ અહીં આવવાનો હતો એ વાત મિડિયા અને જાહેર જનતાથી ઘેલાણીએ છુપાવી હતી એટલે લોકો એનાથુી અજાણ હતા.

સાત વાગે તો હકડેઠઠ ભીડ જામી ગઈ. પડે એના કટકા જેવી સ્થિતી હતી. મેદાન વચ્ચો વચ્ચ સાઈઠ ફુટ ઉંચા રાવણનું પૂતળુ ઉભુ હતું. મેદાનના એક ખૂણે રામ લીલા ભજવાઈ રહી હતી. રામ લીલાના અંતિમ ભાગના સંવાદો ચાલુ હતા, થોડીવારમાં રામ અને રાવણનું યુદ્ધ ખેલાવાનું હતું અને અંતે સ્ટેજ પરના રામ રથમાં બેસીને રાવણના પૂતળા નજીક આવવાના હતા અને એને આગનું બાણ મારીને ખતમ કરવાના હતા.

ઘેલાણીએ આખા પ્રોગ્રામની ડિટેઈલ્સ મેળવી લીધી હતી. રામલીલા ભજવતા એક એક કલાકાર વિશે એમને નામ સહિતની તમામ માહિતીની જાણ હતી.

ઘેલાણી એક સાથે હજાર આંખે ચોતરફ જોઈ રહ્યાં હતા. એક વાર એ ચહેરો ક્યાંક નજરે ચડી જાય એટલે પતે. સમય વિતતો જતો હતો. સ્ટેજ પર ભજવાતી રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ શરૂ થઈ ગયુ હતું. પબ્લિક ચીચીયારીઓ પાડી રહી હતી. થોડીવારમાં છેલ્લો સીન પૂરો થયો. રામ રથમાં બિરાજ્યા અને પૂતળા તરફ આવવા નીકળ્યા. બધાનું ધ્યાન માત્ર રથમાં બેઠેલા રામ અને રાવણના પુતળા પર હતું. ઘેલાણીની ઘુમરાવા લેતી નજર અચાનક સ્ટેજ પર ઉભા રહેલા રાવણના પાત્ર પર ગઈ. અચાનક એમને ધ્રાસકો પડ્યો. હમણા થોડીવાર સુધી રાવણનું પાત્ર ભજવી રહ્યો હતો એ માણસ ગાયબ હતો એના સ્થાને બીજાે કોઈ માણસ રાવણના વેશમાં ઉભો હતો. એમણે ધારીને જોયુ. એ ધારતા હતા એ જ હતો. આ તરફ રામનો રથ રાવણના પૂતળા તરફ આવી રહ્યો હતો અને પેલી તરફ સ્ટેજ પર ઉભેલા રાવણે હળવેક રહીને એના ખેસમાં ખોસેલી રીવોલ્વર કાઢી. ઘેલાણીએ ક્ષણનોય વિલંબ કર્યા વગર એમની રીવોલ્વર કાઢીને રાવણના ખભામાં બે ગોળીઓ ધરબી દીધી.

થોડો હાહાકાર થયો. ચહલ પહલ થઈ. પણ ઘેલાણીએ પરિસ્થિતી સાચવી લીધી. જાણે કંઈ બન્યુ જ નથી એમ સિફત પૂર્વક રાવણને સ્ટેજની બેક સાઈડ લઈ ગયા. બાકીના પોલીસ અધિકારીઓએ પરિસ્થિતી સાચવી લીધી. પબ્લિકને સમજાયુ નહોતું કે શું થઈ ગયુ હતું. લોકો પાછા રાવણ દહનના ઉન્માદમાં સરી પડ્યા. બેક સ્ટેજમાં ઈન્સપેક્ટર ઘેલાણી, નાથુઅને બીજા બે ચાર અધિકારીઓએ રાવણના મુખ્ય મસ્તક પાસેથી દસ માથા અને મુકટ હટાવી લીધો, ‘રાવણ તું હણાયો….’ ઘેલાણી બોલ્યા. પેલો વ્યક્તિ કશું જ ના બોલ્યો. ઘેલાણી એની સામે બેઠા, ‘બોલ શા માટે તે આવુ કર્યુ?’

રાવણે પાંચ જ મિનિટમાં એનુ બયાન આપી દીધું. ઘેલાણી સહિત બધા જ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા. નાથુકંઈક પૂછવા જતો હતો પણ ઘેલાણીએ ના પાડી. બહાર પબ્લિકની ચિચિયારીઓ પડી. રામે રાવણને બાણ મારી દીધુ હતું. રાવણનું પૂતળુ ભડભડ કરતું સળગવા માંડ્યુ. ફટાકડાના અવાજાેથી આકાશ ભેદાઈ ગયુ હતું. ઘેલાણીએ પરદો હટાવી જોયુ. રાવણ દહન પછી ટ્રાફિક અને ભીડને લીધે નીકળવું અધરુ પડશે. એમ વિચારી એ રાવણને લઈને સ્પેશિયલ રસ્તે બહાર નીકળ્યા. એ રસ્તો રાવણનું પુતળુ સળગતું હતું એની એકદમ નજીકથી પસાર થતો હતો. ઘેલાણીના હાથમાં ગુનેગાર રાવણનું કાંડુ હતું. એ આગળ હતા. પાછળ વળતા એમણે સળગતા રાવણ તરફ ઈશારો કરી જીવતા રાવણને કહ્યુ, ‘રાવણે મરવું જ પડે છે, રામના હાથે હારવું જ પડે છે, સમજ્યો.’

ત્યાંજ રાવણ એમના હાથમાંથી છટકીને સળગતા રાવણના પૂતળા તરફ દોડ્યો. પોલીસે ગોળી છોડી પણ એ અટક્યો નહીં. જતા જતા એ બોલ્યો, ‘ઈન્સપેકટર, રાવણ કદી મરતો નથી, એટલે જ તો દર દશેરાએ તમારે એને બાળવો પડે છે…. હું પાછો આવીશ… આ ખોળીયુ ભલે બળી જાય પણ રાવણનો આત્મા અમર રહેશે… હા…હા..હા.’ અને એક સગળતા રાવણના પૂતળામાં બીજાે રાવણ પણ વિલિન થઈ ગયો. ધુમાડો થઈ ગયો.

 

***

એ રામ પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો અને મેં એને ગોળી મારી દીધી. રાવણનું પાત્ર ભજવતો માણસ છેલ્લો સીન પૂરો કરીને બેક સ્ટેજ ગયો ત્યારે એ એના સ્થાને સ્ટેજ પર આવી ગયો હતો. એણે અપહરણમાં પણ ઘણા લોકોનો ઉપયોગ કર્યો હતો એવું કબુલ્યુ છે. પણ અંતે જતી વખતે એ જાતે જ સળગતા રાવણની આગમાં સળગી મુઓ. આજે એક સાથે બે રાવણ સળગ્યા.’

‘સાહેબ, રાવણ તો સળગી ગયો. પણ આપણે ગુમ થયેલી છોકરીઓ ક્યાં?’ ૫ોલીસ સ્ટેશને જતી વખતે એક કોન્સટેબલે ઘેલાણીને પૂછ્યુ. એનો પ્રશ્ન સાંભળીને ઘેલાણી, અને નાથુએકબીજા સામે જાેઈને હસ્યા. ‘ભાઈ, તું અમને એટલાં મૂર્ખ માને છે. બધી જ છોકરીઓ સહિસલામત છે અને અમે એમને બચાવી લીધી છે. ’

રાવણ હણાયો એના સમાચાર આખા શહેરમાં આગ જેમ ફેલાઈ ગયા હતા. શું થયુ હતું અને કેમ થયુ હતું એ માટે કમિશ્નર સાહેબના આદેશથી રાત્રે ને રાત્રે જ એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવી દેવામાં આવી હતી.

‘બોલો ઘેલાણી સાહેબ તમે આ ભયંકર ગુનેગારને પકડ્યો કેવી રીતે?’ એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો.

ઘેલાણી ઉભા થયા અને બોલ્યા, ‘એને શોધવાનું ખરેખર કપરું હતું. હું હારી જવા જ આવ્યો હતો પણ છેક છેલ્લી ઘડીએ મને વિચાર આવ્યો કે આ બધી ઘટનામાં કોઈ કોમન ફેક્ટર હોવું જાેઈએ. એની તપાસ માટે મેં તમામ ગરબાની ડીવીડી જાેઈ. અને એમાંથી મને કોમન ફેક્ટર તરીકે જે વ્યક્તિ દેખાયો એ આ હતો. ગૌરશંકર!’

‘વ્હોટ? ગૌરી શંકર?’ પત્રકારોએ ચોંકીને પૂછ્યુ.

‘હા, ગૌરી શંકર. પંચ્યાસી વર્ષનો પૂજારી ગૌરી શંકર જ રાવણ હતો. મેં સૌથી પહેલા અકોલીના ગરબાની ડીવીડીમાં એને પૂજા કરતાં જોયો. એ પછી મેં નવરંગ પાર્ટીપ્લોટની ડીવીડી જાેઈ. એમાં પણ મને એ એક બહુરૂપીના રૂપમાં દેખાયો. એ પછી મે બધી જ ડીવીડી બહું જીણવટ પૂર્વક જાેઈ. દરેક ગરબાના સ્થળે એ જુદા જુદા વેશમાં હાજર હતો. મેં તાત્કાલિક તપાસ કરી અને અકોલી ગરબાના આયોજક મનસુખભાઈને પૂછપરછ કરી. એમની પાસેથી જાણવા મળ્યુ કે એ આ વર્ષે જ અહીં રહેવા આવ્યો હતો અને ગરબાના સ્થળની બાજુના ફ્લેટમાં રહેતો હતો. લોકોમાં એની છાપ એક ભલા અને દયાળુ એકાકી વૃદ્ધ તરીકેની હતી. આયોજકોએ આ વખતે પૂજા અને આરતીનું કામ એને સોંપ્યુ હતું. મેં એના ફ્લેટે છાપો માર્યો પણ એ ગાયબ હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યુ કે અહીંથી પચાસ કિલોમીટર દૂર આવેલા નાયકગઢ ગામમાં રહેતો હતો. અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા ત્યાંથી એના બંદ ઘરમાંથી અમને આગવા થયેલી દીકરીઓ ગોંધી રાખેલી હાલતમાં મળી આવી. ૫કડાયા બાદ ગૌરી શંકરે કરેલી વાત મુજબ એ છોકરીઓને અહીં જ આસપાસમાં ગોંધી રાખતો હતો અને પછી તક મળતા પોલીસની નજર ચૂકવીને ગામડે લઈ જતો હતો. અમે એ તમામ છોકરીઓને નાયકગઢમાંથી છોડાવી પણ ત્યાં રાવણ નહોતો. એણે છેલ્લે રાજીવનગરમાંથી સીતાનું અપહરણ કર્યુ ત્યારે ચીઠ્ઠી લખી અમને પડકાર ફેંક્યો હતો કે એ રાવણદહનમાં આવશે અને રામને મારશે. અમે ત્યાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો. પણ હજ્જારો માણસોની ભીડમાં એને ખોળવાનું મુશ્કેલ હતું. પબ્લિકમાં જાહેરાત કરીએ તો પણ હાહાકાર થઈ જાય. મારી ચકોર નજર એને શોધી રહી હતી. એવામાં મેં નોંધ્યુ કે સ્ટેજ પર ભજવાતી રામલીલામાં જે માણસ રાવણનું પાત્ર ભજવતો હતો એના બદલે છેલ્લે બીજો કોઈ આવી ગયો હતો. એ રામ પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો અને મેં એને ગોળી મારી દીધી. રાવણનું પાત્ર ભજવતો માણસ છેલ્લો સીન પૂરો કરીને બેક સ્ટેજ ગયો ત્યારે એ એના સ્થાને સ્ટેજ પર આવી ગયો હતો. એણે અપહરણમાં પણ ઘણા લોકોનો ઉપયોગ કર્યો હતો એવું કબુલ્યુ છે. પણ અંતે જતી વખતે એ જાતે જ સળગતા રાવણની આગમાં સળગી મુઓ. આજે એક સાથે બે રાવણ સળગ્યા.’

સૌએ ઘેલાણીને તાળીઓથી પોંખી લીધા. એક પત્રકારે પૂછ્યુ, ‘પણ મને એ નથી સમજાતું કે પંચ્યાસી વર્ષનો વૃદ્ધ ગૌરીશંકર શા માટે છોકરીઓનું અપહરણ કરે? એણે ન તો પૈસાની ડિમાન્ડ કરી છે ન તો અન્ય.’

ઘેલાણીના કપાળની કરચલીઓ વધારે તંગ થઈ. એમણે કહ્યુ, ‘ભાઈ, એ વાત બહું ઉંડી અને જીણી છે. ગૌરીશંકરના અંતિમ બયાન અને એના ગામમાંથી મળેલી માહિતી પરથી જે કારણ જાણવા મળ્યુ એ હચમચાવી દે તેવું છે. હું તમને થોડીક ડિટેઈલ કહું. ગૌરીશંકર મુળ નાયક. એમના બાપ દાદાઓ ભવાઈનો ધંધો કરતા. ગૌરીશંકર પણ ભવાઈનો અચ્છો કલાકાર. વર્ષો પહેલા ગામમાં આવતી રામલીલામાં એ રાવણનું પાત્ર ભજવતો. એવું આબેહુબ પાત્ર ભજવતો કે આખા પંથકમાં એ રાવણ તરીકે પ્રખ્યાત થઈ ગયેલો. ધીમે ધીમે ગૌરીશંકર ભુંસાતો ગયો અને રાવણ એના પર હાવી થતો ગયો. એને એમ થઈ ગયુ કે એ ખરેખર રાવણ છે. જ્યારે ભવાઈ મરવા પડેલી ત્યારે એ એના ઘરનો અસબાબ વેચીને પણ રામલીલાનું આયોજન કરતો અને રાવણનું પાત્ર ભજવતો. ધીમે ધીમે એની બધી જ પ્રોપર્ટી સાફ થઈ ગઈ અને ભવાઈ મરી પરવારી. એને રાવણનું પાત્ર ભજવવા ના મળે એટલે એ ઘાંઘો થઈ જતો. જ્યાં સુધી દર વર્ષે એ સીતાનું હરણ ના કરે ત્યાં સુધી એને ચેન ના પડતું. એણે નવરાત્રીના રામલીલાવાળાને ત્યાં પણ સંપર્ક કર્યો પણ ઉંમરને કારણે એને રાવણનું પાત્ર ના મળ્યુ. એની અંદરનો રાવણ હવે ભુરાયો થયો હતો. સીતાનું હરણ કરવા માટે એ તડપી રહ્યો હતો. અને એની અંદરના રાવણને સંતોષ આપવા માટે એણે આ બધી જ છોકરીઓના અપહરણ કર્યા. એમાંય સીતાનું નામ ધરાવતી છોકરીઓ જેમકે, જાનકી, વૈદેહી વગેરેના અપહરણો એણે કર્યા અને વિકૃત આનંદ લીધો. પણ હા, એ હતો પણ ખરેખર રાવણ જેવો જ. જેમ રાવણે માતા સીતાને હાથ પણ નહોતો લગાવ્યો એમ આ આઠે આઠ છોકરીઓનો વાળ પણ વાંકો નથી થયો. ઘણીવાર આવુ બનતું હોય છે. માણસ પાત્રમાં એટલો ઓતપ્રોત થઈ જાય કે એની સાચી ઓળખ ભુંસાઈ જાય અને એ પાત્ર જીવતું થઈ જાય. ગૌરીશંકર એક સાઈકીક કેસ હતો. આપણે ભવાઈ જેવી આપણી જુની પરંપરાઓને નથી સાચવી શક્યા એની આડઅસર ક્યારેક રાવણ બનીને રામાયણ પણ ઉભી કરી શકે છે… ’

પત્રકારોએ તાલીઓના ગડગડાટથી ઘેલાણીને વધાવી લીધા. એમને લાગ્યુ જાણે રામે તો એમના હાથમાં જશરેખા ના દોરી આપી પણ રાવણ દોરી ગયો. પણ જશ રેખા કદાચ એમના હાથમાં હતી જ નહીં. તાલીઓના ગડગડાટ વચ્ચે એક પત્રકાર ઉભો થયો અને બોલ્યો, ‘સાહેબ, આ બધું તો ઠીક છે. તમારુ કામ છે અને તમે કર્યુ. પણ તમારી બેદકારીને લીધે ગૌરીશંકર સળગી મર્યો એના માટે કોણ જવાબદાર? ખરેખર તો આના માટે તમને સસ્પેન્શસ કરવા જાેઈએ. એ મર્યો એમાં તો તમારી જ બેદરકારી હતી.’ તાત્કાલિક બીજા પત્રકારોએ આ મુદ્દો ઉઠાવી લીધો અને બીજા દિવસની હેડલાઈનમાં ઘેલાણીના હાથની અપજશ રેખા છપાઈ ગઈ, ‘કમિશ્નર સાહેબેની દૂરંદેશીએ રાવણને માત કર્યો. અને ઈન્સપેક્ટર ઘેલાણીની બેદરકારીએ એનો ભોગ લીધો.’

કમિશ્નરના સાહેબના પેઈડ ન્યુઝ ઘેલાણીની આંખમાંથી આંસુ બનીને સરકી પડ્યા. પોલીસ સ્ટેશનની ખખડધજ ખૂરશીમાં બેઠા બેઠા એ હાથની રેખાને તાકાતા હતાશાના દરિયામાં ડૂબી રહ્યાં હતા ત્યાંજ એમનો મોબાઈલ રણક્યો, એમણે કોલ રીસીવ કર્યો, ‘હેલ્લો, કોણ?’
સામેથી એક ખંધો આગના ભડકા જેવો અવાજ આવ્યો, ‘રાવણ….. રાવણ બોલું છું હું! ગૌરી શંકરનો દિકરો રાવણ. એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી. મને શોધીશ નહીં. હું જરૂર પાછો આવીશ… મારી રાહ જોજે. કદાચ આવતા દશેરાએ…હા…હા…હા’

સમાપ્ત

One thought on “Dark Secrets | ભાગ – ૨ । રાવણ । રાવણ કદી મરતો નથી

  1. ભાવેશ પટેલ says:

    ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *