Dark Secrets | પ્રકરણ – ૧ | ટ્રીપલ મર્ડર કેસ | ઘરમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેતરાયેલી લાશો પડી હતી.’

 

Dark Secrets | અંદરનું દૃશ્ય જોઈને એના પગ તળેથી જમીન સરકી ગઈ. ઘરમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેતરાયેલી લાશો પડી હતી.

 

 

રાતનો એક વાગી રહ્યો હતો છતાં અમદાવાદની સડકો હજુ શાંત થવાનું નામ નહોતી લેતી. રંગીન રાતને ઔર રંગીન કરવા નીકળેલા જુવાનીયાઓથીમાંડીને કોઈ કાળી ડિબાંગ રાત જેવી જ કાળી મજુરી કરીને નીકળેલા નોકરિયાતો પોતપોતાના સરનામે આગળ વધી રહ્યાં હતા. અજય પણ એ સુમસામ સડક પર પુરપાટ વેગે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. એની બાઈકની સ્પિડ કાબુ બહાર હતી. હવા સાથે વાત કરતા એણે લો ગાર્ડન પાસેથી સડકની ડાબી સાઈડ ટર્ન લીધો એ સાથે જ એની બાઈક એક કાર સાથે ધડાકાભેર અથડાઈ પડી. અજય ઘસડાતો ઘસડાતો છેક પંદર ફુટ દૂર જઈ પડ્યો અને એની બાઈક ડીવાઈડર સાથે અથડાઈને શાંત થઈ ગઈ. કારમાં બેઠેલા વ્યક્તિએ માંડ માંડ સ્ટીયરીંગ સંભાળ્યુ. એક નજર બહાર કરી અને આસપાસ ભેગી થઈ રહેલી ભીડ જાેઈને કાર મારી મુકી.

અજયની આસપાસ લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયુ. બધાએ એને ઉભો કરીને પાણી પાયુ. એનો જમણો ઢિંચણ રંધો માર્યો હોય એવો છોલાઈ ગયો હતો.અને ડાબા હાથનો પંજાે પણ ફ્રેકચર થઈ ગયો હતો. ભીડમાંના ઘણા લોકોએ એને હોસ્પીટલ લઈ જવાની તૈયારી બતાવી પણ અજયે સ્વસ્થ હોવાનું કહીને ના પાડી, ‘ જી, આપ સૌનો આભાર પણ મારુ ઘર નજીકમાં જ છે. હું હમણા જ ફોન કરીને મારા પપ્પાને બોલાવી લઉં છું.’

નીતીને પોતાનો મોબાઈલ કાઢીને ઘરનો લેન્ડ લાઈન નંબર જાેડ્યો. લગભગ દસેક વાર કોલ કર્યો પણ કોઈ ઉપાડતું નહોતું. આખરે થાકીને એણે એના પપ્પાનો મોબાઈલ ટ્રાય કર્યો. એમણે પણ મોબાઈલ ના ઉપાડ્યો. એ પછી એણે એની પત્ની પૂજાના મોબાઈલ પર પણ કોલ કરી જોયો. કોઈ રીપ્લાય ના મળ્યો. એને થોડીક ફાળ પડી. રાતનો એક થયો હતો એ વાત સાચી પણ ત્રણમાંથી એકે નંબર રીસીવ ના થાય એ તો નવાઈ કહેવાય. આજ સુધી આવુ અનેકવાર બન્યુ હતુ. નીતીન અનેક વાર રાતે બે ત્રણ વાગે ફોન કરતો પણ એના પપ્પા કે પત્ની વધુમાં વધું બીજી રીંગે તો ફોન ઉપાડી જ લેતા. એને અવનવા વિચારો આવવા લાગ્યા. એણે તાત્કાલીક બાજુની જ સોસાયટીમાં રહેતા એના કાકા વિજયભાઈને કોલ કર્યો,

‘અંકલ અહીં લો ગાર્ડન રોડ પાસે મારુ નાનકડું એક્સીડેન્ટ થઈ ગયું છે. બહુ વાગ્યુ નથી પણ બાઈકને ખાસુ નુકશાન થયુ છે. હું ઘરે ક્યારનો ફોન કરુ છું પણ કોઈ ફોન ઉપાડતું નથી. પૂજા પણ એનો મોબાઈલ નથી ઉપાડતી. મને ખુબ ટેન્શન થઈ રહ્યું છે. આવુ ક્યારેય થતું નથી. પ્લીઝ જઈને તપાસ કરોને.’

‘ચિંતા ના કર બેટા. હું અત્યારે જ તારા ઘરે જઈને તપાસ કરુ છુુ. અને જયેશને તારી પાસે મોકલું છું. તમે બંને ઘરે પહોંચો એટલી વારમાં હું ત્યાં પહોંચું છું.’

વિજયભાઈએ પોતાના દિકરા જયેશને અજય પાસે મોકલ્યો અને એ મોટાભાઈના ઘર તરફ ચાલી નીકળ્યા. જતા જતા એમણે પણ મોટાભાઈનો મોબાઈલ જાેડી જાેયો પણ નો રિપ્લાય.

* * *

બરાબર અઢી વાગે અજય ઘરે પહોંચ્યો. એના બંગલાની બહાર લોકોની ભીડ જમા થયેલી હતી. કંઈક અજુગતુ બની ગયાનો અણસનાર આવતા જ એ છોલાયેલા ઢીંચણે ઘરમાં દોડી ગયો. અંદરનું દૃશ્ય જાેઈને એના પગ તળેથી જમીન સરકી ગઈ. ઘરમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેતરાયેલી લાશો પડી હતી. હોલમાં એના પિતા વિનોદભાઈ ગળુ વેતરાયેલી હાલતમાં નીર્જીવ પડ્યા હતા. એના બેડરુમના બારણા પાસે એની મમ્મી પુષ્પા વર્માની ચિરાયેલી લાશ પડી હતી તો બેડ પર એની વ્હાલસોયી પત્ની પૂજા ચારણી થઈને પડી હતી, એના આંતરડા બહાર પડ્યા હતા અને પેટ જાણે લોહીનુ ખાબોચિયુ બની ગયુ હતું. અજય એક કારમી ચીસ સાથે બેભાન થઈને ફસડાઈ પડ્યો.

* * *

રાતાના ત્રણ વાગ્યા હતા. ઘેલાણી અને નાથુની નાઈટ ડ્યુટી હતી. બંને પોત પોતાની ખૂરશીમાં બેસીને મીઠીં નિદર માણી રહ્યાં હતા. ત્યાંજ પોલીસ સ્ટેશનનો ટેલીફોન રણકી ઉઠ્યો. થોડી વાર રીંગ વાગવા દઈને નાથુએ કમને ફોન ઉપાડ્યો, ‘ હેલ્લો, અકોલી પોલીસ સ્ટેશન પ્લીઝ!’

‘સાહેબ, મારુ નામ રાજેશભાઈ છે.’ એક માણસ ડુસકાતા અવાજે બોલી રહ્યો હતો, ‘સર, અહીં વીનાયક સોસાયટીમાં કોઈએ મારા ભાઈ- ભાભી અને એમના પુત્રવધુનુ બેરહેમીથી ખૂન કરી નાંખ્યુ છે. જલ્દી આવો સાહેબ!’

સામેનો અવાજ સાંભળી નાથુની ઉંઘ ઉડી ગઈ. એણે તાત્કાલિક સાહેબને ઉઠાડ્યા અને બંને થોડી જ વારમાં ઘટના સ્થળ પર પહોંચી ગયા. બેરહેમીથી વેતરી નંખાયેલી ત્રણ ત્રણ લાશો જાેઈને ઘેલાણીનું મન ખિન્ન થઈ ગયુ. એમનું મન અંદરથી ચિત્કારી રહ્યુ હતું, કોણ હશે આ નરાધમ જેણે આટલી ક્રુરતાથી કતલ કર્યા હશે. એમાંય પૂજા તો પ્રેગનેન્ટ હતી. એનું ચારણી થઈ ગયેલું પેટ તો ભલભલાના હાજા ગગડાવી દે તેવું ભયાનક લાગી રહ્યુ હતું.

જરૂરી તપાસ કરીને ઘેલાણીએ ત્રણેય લાશોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી. અને પોતે પણ ચાલ્યા ગય. એ ઘરે ગયા ત્યારે સવારના સાડા છ વાગી રહ્યાં હતા.

દસ વાગે પોસ્ટ મોર્ટમ થયેલી લાશ આવી ગઈ. પરિવારજનોએ ભારે હૈયે એમની સ્મશાન યાત્રા કાઢી. એક જ ઘરેથી એક સાથે ત્રણ ત્રણ નનામીઓ ઉઠી એ જાેઈને આસપાસના વિસ્તારોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. અગિયાર વાગે તો પરિવારજનો અગ્નીસંસ્કારની વિધી પતાવીને આવી પણ ગયા હતા.

અજયની આંખોના આંસુ હજુ નહોતા સુકાયા. મા-બાપ અને સગર્ભા પત્નીને આગ દઈને આવેલો અજય ઘરે આવીને કાકાના ખોળામાં ભાંગી પડ્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એ રડતો હતો ત્યાંજ ઈન્સપેકટર ઘેલાણી અને નાથુની એન્ટ્રી થઈ.

ઘેલાણી આખો દિવસ ત્યાં જ રોકાયા. એમણે આડોશી – પડોશીઓથી માંડીને પરિવારના અનેક લોકોની પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ ખબર નહોતી પડતી કે કોણે ખૂન કર્યુ હશે અને શા માટે? કારણ કે નહોતી કોઈ ચોરી થઈ, નહોતો જમીન કે સંપતિનો ઝઘડો, નહોતી કોઈ મોટી દુશ્મની કે નહોતુ દેખાતું કોઈ અન્ય કારણ. તો પછી કોણે અને શા માટે આ હસતા ખેલતા પરિવારને ઉઝાડી નાંખ્યો હશે? એ જ ઘેલાણીને સમજાતું નહોતુ.

પૂછપરછને અંતે જે ઘેલાણીને જે કોઈ પ્રાથમિક માહિતી મળી એ કંઈક આવી હતી.

વિનોદભાઈ પટેલ ને એ કુલ ત્રણ ભાઈઓ અને એક બહેન. બહેન સાસરે હતી. બાકીના બે ભાઈઓ રાજેશ અને વિજય પણ વેલ સેટ હતા. બાજુની જ સોસાયટીમાં એમનું મકાન. વિનોદભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. બધી વાતે સુખી પણ લગ્નના વીસ વીસ વર્ષે પણ એમને ત્યાં સંતાન નહોતુ થયુ એટલે જિંદગી દોજખ બની ગયેલી.

વર્ષો પહેલા એક દિવસ વિનોદભાઈ અને એમની પત્ની પુષ્પા એક સંબંધીની ખબર કાઢવા સિવિલ હોસ્પિટલ ગયેલા. ત્યાં એક સ્ત્રી એના ચાર દિવસના દિકરાને લાવારીસ મુકીને ચાલી ગઈ. ચાર દિવસનું છોકરુ કાનના પડદા ફાડી નાખે એમ રડતું હતું. વિનોદ અને પુષ્પાનો જીવ બળી ગયો. એમને લાગ્યુ કે એમની બાળક વગરની રણ જેવી જિંદગી પર તરસ ખાઈને ભગવાને જ આ ઘાટ ઘડ્યો લાગે છે. એમણે ત્યાં ને ત્યાં જ એ બાળકને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો. થોડા જ દિવસમાં બધી કાનુની પ્રક્રિયાઓ પુરી થઈ ગઈ અને વિનોદ અને પુષ્પાની જિંદગી બાળકની કિલકારીથી ભરાઈ ગઈ. બાળકનુ નામ રાખ્યુ અજય. બંને પતિ-પત્ની અજયને દિવસે બે ગણો અને રાતે ચાર ગણો પ્રેમ કરતા. જિંદગીમાં એટલી બધી ખુશી હતી કે સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી.

વિનોદ અને પુષ્પાએ અજયને એટલા લાડ કોડથી ઉછેરેલો કે એ બહુ જિદ્દી થઈ ગયેલો. દસમુ ધોરણ તો એણે માંડ માંડ પાસ કર્યું એ પછી ક્રેડિટ કાર્ડ બનાવતી એક કંપનીમાં નોકરીએ જાેડાઈ ગયો. એ દરમિયાન એની ઓળખાણ પૂજા સાથે થઈ.બંને પ્રેમમાં પડ્યા.

અમદાવાદમાં જ રહેતી પૂજાના પિતા વીસ વર્ષ પહેલા જ એક કાર અકસ્માતમાં ગુજરી ગયેલા . એ ઘરડી મા અને બે નાના ભાઈઓ સાથે રહેતી હતી. અજય અને પૂજાનો પ્રેમ એકાદ વર્ષ ચાલ્યો પછી બંને એ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. વિનોદ અને પુષ્પાનો તો ઈન્કાર કરવાનો સવાલ જ નહોતો. અને પૂજાની મમ્મીએ પણ હા પાડી દીધી. થોડા જ સમયમાં અજય અને પૂજાના ધામધૂમથી લગ્ન થઈ ગયા. લગ્ન બાદ પૂજાએ એક પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી મેળવી લીધી. એણે એના મળતાવડા સ્વભાવથી સાસુ અને સસરાના દિલ પણ જીતી લીધા હતા. વિનોદ અને પુષ્પા પૂજાને સગી દિકરી જેમ રાખતા. જિંદગી એકદમ આનંદમાં પસાર થઈ રહી હતી. અજય રેગ્યુલર નોકરી કરતો. પૂજા કુશળતા પૂર્વક આખુ ઘર સંભાળતી અને સાસુ સસરાની સેવા કરતી. અને હવે તો ખુશી ઓ બે ગણી થઈ ગઈ હતી. પૂજાને સારા દિવસો જતા હતા. આવતા મહિને એનુ સિમંત હતુ. સાસુ સસરાના પગ જમીન પર નહોતા ટકતા. આવનારી ખુશીને વધાવવા એ થનગની રહ્યાં હતાં પણ એ સમય આવ્યો જ નહીં. ઘરમાં એક એવી ઘટના ઘટી ગઈ કે એ આખા પરિવારની જિંદગી હરામ થઈ ગઈ. હસતો ખેલતો પરિવાર અચાનક ર્દર્દોના દરિયામાં ખાબકી પડયો.

ઘેલાણી અને નાથુઆ હસતા ખેલતા પરિવારના ટ્રીપલ મર્ડર કેસથી હચમચી ગયા હતો. બધી માહિતીઓ મેળવીને એ આ ઘરેથી નીકળ્યા ત્યારે ઘેલાણીએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય એ અસલી ગુનેગારને છોડશે નહીં? આકાશ પાતાળ એક કરીને એને શોધી કાઢશે.

ક્રમશઃ

(Dark Secrets । આ હસતા ખેલતા પરિવારનો માળો કોણે વિંખી નાંખ્યો હશે? આ ટ્રીપલ મર્ડર કેસનું રહસ્ય ખુલશે બીજા ભાગમાં )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *