સનરાઈજર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન ડેવિડ વોર્નર (David Warner) એ એક કમાલનો રેકોર્ડ બનાવ્યો છે. IPL ના ઇતિહાસમાં IPL History બે ટીમો વિરુધ્ધ ૯૦૦ કરતા વધારે રન બનાવનાર એક માત્ર ખેલાડી બન્યો છે ડેવિડ વોર્નર.
ઉલ્લેખનીય છે કે IPL 2020 ની ૪૩મી મેચમાં વોર્નર Kings XI Punjab વિરુધ્ધ ૨૦ બોલમાં ૩૫ રન બનાવીને આઉટ થઈ ગયો. પોતાની આ ઇનિગ્સ થકી તેણે આઇપીએલમાં કિંગ ઇલેવન પંજાબ વિરુધ્ધ કુલ ૯૦૬ રન બનાવી લીધા હતા. આ ઉપરાંત વોર્નરે આઇપીએલમાં કોલકતા નાઈટ રાઈડર્સ KKR વિરુધ્ધ ૯૧૨ રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હિટ મેન રોજિત શર્માએ પણ KKR સામે આઈપીએલની મેચોમાં કુલ ૯૩૯ રન બનાવ્યા છે, પણ આ રોહિત માત્ર એક જ ટીમ સામે કરી શક્યો છે પણ વોર્નરે આ બે ટીમ સામે ૯૦૦ કરતા વધારે રન નોંધાવ્યા છે. જે એકે મહા રેકોર્ડ છે. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર પંજાબ સામે ૧૯ અને કોલકત્તા સામે ૨૩ ઇનિગ્સ રમી ચૂક્યો છે.
આ ઉપરાંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધારેવાર ૫૦ અથવા તેનાથી વધારે રન બનાવનાર બેટ્સમેન પણ વોર્નર જ છે. વર્ષ ૨૦૧૪માં પહેલીવાર વોર્નર આઇપીએલ સાથે જોડાયો અને હૈદરાબાદની ટીમનો સભ્ય બન્યો હતો. તેની કેપ્ટનશીપમાં હૈદરાબાદે ૨૦૧૬માં આઈપીએલનો કપ પણ જીત્યો હતો.