દીવાળ Diwali ના મહાપર્વમાં આ મહા ઉપાયો તમારા જીવનમાં સદા અજવાળુ પાથરશે

કારતક માસની અમાસ એટલે દિવાળી Diwali . દીવાળીનો તહેવાર હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર સાથે ભક્તિ, ભાવ, પૂજા, અર્ચના, ઉમંગ, ઉલ્લાસ બધું જ જોડાયેલું છે. મુખ્યત્વે આ તહેવાર માતા લક્ષ્મીની પૂજાનો દિવસ છે. આ દિવસે દીવાઓનું પણ એક આધ્યાત્મિક મહત્વ છે. આપણે જો દિવાળીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરનાર આ ઉપાયો કરીએ તો તેમની અપરંપરાર કૃપા વરસતી રહે છે.

આ પૂજાથી કદી નહીં આવે ધનની કમી

જીવન જીવવા માટે ધન ખૂબ જ જરૂરી છે. જાે તમને ધનની કમી પડતી હોય, મહેનત છતાં પણ લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન જ ના થતાં હોય તો દિવાળીના દિવસે કરવાની આ પૂજાથી તમે અપાર ધન પ્રાપ્ત કરશો. દિવાળીની સાંજે તમારા ઘર મંદિમાં તમારા કુળદેવી કે કુળદેવતાને દીવો કરો. એ પછી એક બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરીને એના પર લક્ષ્મીજીની અને ગણેશની તસવીર કે પ્રતિમા ઉપરાંત એક લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર અને શ્રી યંત્ર સ્થાપિત કરો. બંને તસવીરો કે પ્રતિમા ઉપરાંત ત્રણેય યંત્રો પર કુંકુનો ચાંદલો કરો અને ચોખાથી પોંખો. શ્રી યંત્ર સ્ફટિકનું હોય તો ખૂબ જ ઉત્તમ. માતા લક્ષ્મીના ચરણોમાં કમળનું ફુલ ચડાવો. પછી ‘ઓમ શ્રીં ઓમ હ્રીં ઓમ શ્રીં ઓમ હ્રીં મહાલક્ષમયે નમઃ’ મંત્રના જાપ કરો. એકસો આઠ મણકાની ઓછામાં ઓછી એક માળા તમારે કરવાની છે. લક્ષ્મીજીની આ પૂજા કરવાથી તમારા ઘરમાં કદી ઘનની કમી નહીં આવે.

ઘરનો એકે યો ઓરડો અંધારિયો ના રાખશો

દિવાળી દીવાઓનો તહેવાર છે, અજવાળાનો તહેવાર છે. તમે તમારા ઘરને જેટલાં વધારે અજવાળાથી સજાવશો એટલું જ અજવાળું તમારા ઘરમાં પણ થશે. આ દિવસે ઘરના મંદીરોમાં તો તમામ દેવોના દીપ પ્રગટાવો જ પણ સાથે સાથે માતા લક્ષ્મીજીનો નવ દીવડાંનો દીપક પ્રગટાવો પ્રગટાવો અને સવાર સુઘી અખંડ રાખો. ઉપરાંત તમારા ઘરની બહાર કે ઓસરીમાં કે જ્યાં પ્રવેશ દ્વાર હોય તેની પાસે એકવીસ દીવા પ્રગટાવો. એક વાત યાદ રહે કે તમારા ઘરનો એક પણ ખૂણો દિવાળીના દિવસે સાંજથી મોડી રાત સુધી અંધારિયો ના રહેવો જોઈએ. કારણ કે આ દિવસે જ્યાં અજવાળું હોય ત્યાં લક્ષ્મીજી તરત જ આવતા હોય છે. માટે તમારા ઘરના એક એક ઓરડામાં, રસોડામાં લાઈટ બંદ ના રાખો અને સાથે સાથે કમસે કમ એક દીવો પણ સળગાવી રાખો.

પીળી કોડી અને નારિયેળ તિજાેરીમાં મુકો

દીવાળીના દીવસે સાંજે માતા લક્ષ્મીના પૂજન વખતે પીળા રંગની કોડીઓને એક સ્વચ્છ તાંબાની થાળીમાં મુકો. એને ચાંદલા કરો અને તેની સામે પણ દીપ પ્રગટાવો. સાથે સાથે એક લાલ કપડામાં એક નાનું નારિયેળ પણ બાંધો અને તેની પૂજા કરો. પછી આ નારિયેળ અને કોડી બંનેને તમે જ્યાં પૈસા રાખતા હો ત્યાં તિજોરીમાં મુકી દો. આ પ્રયોગથી આખુ વર્ષ તમારા પર લક્ષ્મી માતાની કૃપા બની રહેશે.

પિતૃદોષમાંથી મુક્ત કરશે પીપળાની પૂજા

જાે તમને કોઈ પિતૃદોષ હોય તો તેમાંથી મુક્ત થવા માટે દિવાળી ઉત્તમ દિવસ છે. દિવાળીના દિવસે સંધ્યા ઢળી જાય પછી નજીકમાં કોઈ પીપળાના વૃક્ષે જાવ અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવો. એ પછી તમારા પિતૃઓનું સ્મરણ કરતાં કરતાં પાછા વળી જાવ. યાદ રહે કે તમે એકવાર ત્યાંથી નીકળો એટલે પાછા ફરીને જોવાનું નથી કે રસ્તામાં કોઈ સાથે વાત પણ કરવાની નથી. ઘરે આવીને સ્નાન કરીને મંદીરે નમન કરીને પછી જ બોલવાનું છે. આમ કરવાથી તમારો પિતૃદોષ ગમે તેવો વિકટ હશે તો પણ તેનો નાશ થઈ જશે.

માતા લક્ષ્મીના સ્વામીની પૂજાથી તમે ધનસંપન્ન બનશો

માતા મહાલક્ષ્મી વિષ્ણુ ભગવાનના અર્ધાંગીની છે. આથી માતા લક્ષ્મીને તેમના સ્વામીની પૂજા ખુબ જ આનંદ આપે છે. વિષ્ણુ ભગવાનની પૂજાથી માતા લક્ષ્મી વધારે પ્રસન્ન થાય છે. આથી દિવાળીના દિવસે જો તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરશો તો તમારા પર માતા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થશે. વિષ્ણુ ભગવાનની પૂજા કરતી વખતે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ ના મંત્રોની એકસો આઠ મણકાની પાંચ માળા જરૂર કરો. આ પૂજાથી તમે ધન સંપન્ન બનશો.

શંખ અને ઘંટડીનો પ્રયોગ

દીવાળીના દિવસે જેમ દીવા મા લક્ષ્મીને આકર્ષે છે તેમ સંગીત પણ આકર્ષે છે. દિવાળીએ પૂજા અર્ચના બાદ તમારા ઘરના દરેકે દરેક ઓરડાંમાં શંખ અને ઘંટડી વગાડો. આવું કરવાથી લક્ષ્મીજી તો પ્રસન્ન થાય છે પણ સાથે સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

દિવાળીની આ પૂજા દુશ્મનોને રાખશે દૂર

ધન ઉપરાંત પણ માનવીઓને અનેક સમસ્યાઓ હોય છે. જાે તમને દુશ્મનો હેરાન કરતાં હોય, શાંતિથી જીવવા ના દેતા હોય તો દિવાળીના દિવસે હનુમાનજીની પૂજા વિશેષ ફાયદાકારક બની રહે છે. દિવાળીના દિવસે રાત્રે હનુમાનજીની છબી કે પ્રતિમા આગળ તેલનો એક દીવો પ્રગટાવો અને ખાસ તેમાં પાંચ લવિંગ નાંખો. સાથે હનુમાન ચાલીસના પાઠ કરો. આમ કરવાથી તમારા દુશ્મનોના હાથ હેઠા પડશે. એ તમને રંજાડી નહીં શકે.

લાલ કપડુ લક્ષ્મીજીને તમારે ત્યાં સ્થિર કરશે

કેટલાંક લોકો પૈસા તો સારા કમાતા હોય છે પણ બચત નથી થતી હોતી. અથવા તો જે લોકો ધનનો વુધમાં વધુ સંચય કરવા માંગતા હોય તેમના માટે દીવાળીના દિવસે આ પ્રયોગ સિદ્ધકર સાબિત થશે. દિવાળીના દિવસે તમે જે રીતે લક્ષ્મી પૂજા કરતાં હોય એ રીતે કરી લો. પરંતું તમે જ્યાં પૈસા કે ધન રાખતા હો ત્યાં પણ પૂજા કરો. તિજોરી કે જે સ્થાને તમે ધન રાખતા હોય ત્યાં લાલ રંગનું નવું નક્કોર રેશમી કપડું બીછાવો અને એના પર જ તમારા પૈસા, પર્સ વગેરે મુકો. સાથે સાથે એ સ્થાન પર એક નાનકડો લક્ષ્મીનો ફોટો પણ મુકો. યાદ રહે કે ફોટામાં લક્ષ્મીજી બેઠેલા હોવા જોઈએ. આ કરવાથી લક્ષ્મીજી સ્થિર થઈને તમારા ઘરમાં રહે છે.

મહિલાઓની સમસ્યાઓ થશે દૂર

તમારા ઘરમાં મહિલાઓ સંબંધિત કોઈ સમસ્યા હોય. મહિલાઓ બીમાર રહેતી હોય કે અન્ય કોઈ પરેશાનીથી પીડાતી હોય તો દીવાળીના દિવસે તુલસીના છોડ પાસે સાંજે દીવો પ્રગટાવો અને તુલસી માતાને વસ્ત્રો પણ પ્રદાન કરો. આ પ્રયોગથી મહિલા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

લક્ષ્મીજીને ચણાની દાળ ચડાવો અને નોકરી મેળવો

જાે તમને નોકરી ના મળતી હોય કે કોઈ ધંધો જ સેટ ના થતો હોય તો તમારે દીવાળીના દિવસે આ વિશેષ પ્રયોગ કરવાનો છે. દિવાળીની રાત્રે લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ તેમને ચણાની દાળથી પોંખો એમના પર દાળ ચડાવો. એ પછી એ ચણાની દાળના દાણા એકે એક કરીને વીણી લો અને એને પીપળાના ઝાડ નીચે ચડાવી દો. આ પ્રયોગથી તમને બહું જ જલ્દી નોકરી પણ મળી જશે અથવા તમે વ્યવસાય કરવા માંગતા હશો તો એ પણ શરૂ થઈ જશે.

એક મંત્ર અને લક્ષ્મીની કૃપા અપરંપાર

દીવાળીના દિવસે સાંજે અથવા વહેલી સવારે માતા મહાલક્ષ્મીના મંદીરે જઈને તેમને ગુલાબ કે કમળનું ફુલ, માળા , ગુલાબની અગરબત્તી, લાલ વસ્ત્રો અને ખીરનો પ્રસાદ ચડાવો. અને ‘ઓમ શ્રીં હ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ઓમ મહાલક્ષમયે નમઃ’ના મંત્રની એકસો આઠ મણકાની એક માળા કરો. આ કાર્ય શ્રદ્ધા પુર્વક કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસશે.

મિત્રો, દિવાળી એ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનું સૌથી ઉત્તમ પર્વ છે. અનેક પ્રકારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. અહીં આપેલા કાર્યો પુરે પૂરી શ્રદ્ધા સાથે કરશો તો તમારા જીવનમાં સદાય અજવાળું પથરાયેલું રહેશે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *