શું તમે પણ મોબાઇલ કવરની પાછળ રૂપિયાની નોટ મૂકો છે? તો ચેતી જજો! થઈ શકે છે આ નુકસાન!

 

Do You Keep Notes Behind The Phone Cover | શું તમે પણ મોબાઇલ કવરની પાછળ રૂપિયાની નોટ મૂકો છે? તો ચેતી જજો! થઈ શકે છે આ નુકસાન!

Do You Keep Notes Behind The Phone Cover | સાવધાન! એક ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે…

મોબાઇલ ક્રાંતિનો આ સમય છે. રોજ અવનવા વિવિધ સુવિધાવાળા મોબાઇલ બજારમાં આવી રહ્યા છે. સુવિધાઓ વધી છે તેમ તેનો વપરાસ પણ વધ્યો. ઉલ્લેખનીય વાત એ છે કે દરેક સુવિધાના ફાયદા હોય છે તો તેના કેટલાંક ગેર ફાયદાઓ પણ હોય છે. આ ગેર ફાયદાઓથી બચવા આપણે જ થોડી સાવચેતી રાખી જે તે સુવિધાઓનો વપરાસ કરવાનો હોય છે. જો ધ્યાન ન રાખીએ તો એક ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે…

પણ અહીં જ ચેતવા જેવું છે

જેમ કે હમણાં જ મીડિયામાં અહેવાલો આવ્યા છે કે મોબાઇલ કવરની પાછળ પૈસા ન મૂકવા જોઇએ. આપણામાંથી મોટાભાગના લોકો પાસે મોબાઇલ છે અને તે મોબાઇલનું કવર પણ હોય છે. હવે આ કવર ઉતારો એટલે મોટાભાગના લોકોના કવરમાંથી ૧૦૦ કે ૨૦૦ કે ૫૦૦ રૂપિયાની નોટ નીકળશે જ…સામાન્ય માણસ એવું સમજીને ત્યાં નોટ મૂકે છે કે પાકિત ઘરે ભૂલાય ગયું હોય તો ઇમજન્સીમાં આ રૂપિયાની નોટ કામ લાગે…ઘણા લોકો ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા મોબાઇલ કરવમાં જ રાખે છે અને પાકિટનો ઉપયોગ કરતા નથી….પણ અહીં જ ચેતવા જેવું છે.

મોબાઇલની ગરમ થવાને સંભાવના વધી જાય છે

અનેક અહેવાલો કહે છે કે મોબાઇલ કવરમાં રૂપિયાની નોટો ન મૂકવી જોઇએ. મોબાઇલ અને કવરની વચ્ચે રૂપિયાની નોટો મૂકવાથી મોબાઇલની ગરમ થવાને સંભાવના વધી જાય છે. મોબાઇલ ઝડપથી હિટ પકડી શકે છે અને બેટરી ફાટી શકે છે. વળી રૂપિયાની નોટોમાં પણ એવું કેમિકલ હોય શકે છે જે ઝડપથી આગ પકડી શકે છે.

ડિજિટલ વોલેટનો ઉપયોગ કરો

માટે હિતાવહ એ જ છે કે મોબાઇલ અને કવરની વચ્ચે રૂપિયાની કોઇ નોટ ન મૂકવી જોઇએ. ડિજિટલ વોલેટનો ઉપયોગ કરો અથવા રૂપિયાની નોટ મૂકવા અલગ પાકિટનો ઉપયોગ કરવો વધુ યોગ્ય ગણાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *