Gujjulogy.com https://gujjulogy.com Tue, 07 May 2024 12:56:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Gujjulogy.com https://gujjulogy.com 32 32 ૧૬ થી ૨૭ વર્ષના યુવાનો માટે ખાસ સલાહ | Motivational For Youth https://gujjulogy.com/motivational-for-youth-in-gujarati/ https://gujjulogy.com/motivational-for-youth-in-gujarati/#respond Tue, 07 May 2024 12:56:33 +0000 https://gujjulogy.com/?p=1786

 

Motivational For Youth | ૧૬ થી ૨૭ વર્ષના યુવાનો માટે ખાસ સલાહ  | જીવનમાં પછતાવું ન હોય તો આ સલાહ પર ધ્યાન આપો

 

#૧ આ સમય તમારો છે, માત્ર લક્ષ્ય પર ધ્યાન આપો

આ યુવાનીનો સમય છે. આપાણું તન અને મન શક્તિથી ભરપૂર હોય છે. આ સમય એવો હોય છે જેમાં તમે ધારો એ કામ કરી શકો છો. આ સમયમાં ઊંચું લક્ષ્ય બનાવો અને તેના પર કામ કરો. નક્કી તમે સફળ થશો.

 

#૨ યુવાનીમાં સમય બર્બાદ ન કરો

આ સમય નિકળી ગયો તો પછતાવા સિવાય તમારી પાસે કંઇ નહી બચે. આ સમય કંઇક મેળવવાનો, કંઇક એચિવ કરવાનો છે. હંમેશાં કામમાં વ્યસ્ત રહો, ફાલતું જગ્યાએ સમય બર્બાદ ન કરો. તમારા આ સમયની કિંમત અમૂલ્ય છે. તેનું ફાલતું જગ્યાએ રોકાણ ન કરો.

#૩ નવું નવું શીખતા રહો

જેટલું શીખશો એટલો જ ફાયદો થશે. આ ઉંમરે આપણું મન-મગજ ઉર્જાથી ભરેલું હોય છે. જે શીખશો તે યાદ રહેશે. સ્કીલ ડેવલપ કરો, કોઇ કામમાં મહારથ હાંશલ કરો. યાદ રાખો જીવનમાં શીખેલું કામ આવે જ છે.

#૪ સારા શ્રોતા બનો

જીવનમાં આગળ વધવું હોય તો સાંભળતા શીખો, સારા શ્રોતા બનો. ચારે બાજુ લોકો જ્ઞાન આપવા બેઠા જ છે. ખૂબ સાંભળો. નક્કી અનેક નવા વિચાર, આઈડિયા મળશે. કોઇને જવાબ આપવા નહીં પણ તે શું કહેવા માંગે છે તેને સમજવા સાંભળો. ખૂબ જાણાવા મળશે.

#૫ ખૂબ વાંચન કરો

આજની દુનિયામાં પુસ્તક તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક બની શકે છે. તમને ગમતા પુસ્તકો વાંચો, માહિતીના આ યુગમાં અપડેટ રહેવું જરૂરી છે. વાંચવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે. જે દરેક જગ્યાએ કામ લાગે છે. તમે દુનિયા કરતા અલગ વિચારી શકશો. માટે આગળ વધવું હોય તો ખૂબ વાંચો.

#૬ સ્વચ્છ અને સુઘડ કપડા પહેરો

હંમેશાં કોન્ફિડન્સથી ભરપૂર રહો, આ ઉંમરે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આ માટે સારા કપડાં પહેરવા ખૂબ જરૂરી છે. સારા કપડા એટલે મોંધા અને બ્રાન્ડેડ નહી પણ સ્વચ્છ અને સુઘડ કપડા. સારા કપડા પહેરવાથી આત્મવિશ્વાસ વધી જાય છે.

#૭ નકારાત્મક લોકોથી દૂર રહો

આ ખૂબ જરૂરી છે. આ તારાથી નહિ થાય, આ ખૂબ અઘરું કામ છે, રિસ્ક વધારે છે…આવું બધુ બોલનારા લોકોથી દૂર રહો. હંમેશાં તણાવમાં, ગુસ્સામાં રહેનારા લોકોથી દૂર રહો. જે લોકો તમારામાં નકારાત્મકતા ફેંલાવાની વાત કરે તેનાથી દૂર રહો. હંમેશા હકારાત્મક વિચારો

#૮ સ્વયં પર વિશ્વાસ રાખો

આ ઉંમરે સૌથી અગત્યની વાત એ છે કે શરીર તમને સાથ આપતું હશે. આ ઉંમર એવી છે કે દુનિયાનું કોઇ પણ લક્ષ્ય તમે મેળવી શકો છો. બસ સ્વયં પર વિશ્વાસ રાખો અને લક્ષ્યને મેળવવા પર ધ્યાન આપો. નક્કી સફળ થશો.

#૯ શરીર અને સ્વાસ્થ્યને સાચવો

શરીરને સાચવવું પણ જરૂરી છે. ખોરાક પર ધ્યાન આપો, ગમે તેવો કચરો પેટમાં ન નાખો. ખડતલ શરીર બનાવો, થોડી કસરત કરો અને પોષણયુક્ત આહાર લો. જીવનમાં સફળતા મેળવવા શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. શરીર સ્વસ્થ નહી હોય તો સફળતા મેળવીને પણ તેનો આનંદ માણી શકશો નહી. માટે શરીર પર ધ્યાન આપો.

#૧૦ મનને શાંત રાખો, ધીરજ રાખો…

મનને શાંત રાખો. પડકાર જનક સમયમાં પણ જો તમે મનને શાંત રાખી શકો અને થોડી ધીરજ રાખશો તો સમજી લો કે તમારું અડધું કામ સરળ થઈ જશે. ધીરજ અને શાંત મન કળયુગના ગુણ છે. આ બે ગુણ તમારામાં હોવા જોઇએ. જીવનમાં ખૂબ અગળ વધશો…

 

]]>
https://gujjulogy.com/motivational-for-youth-in-gujarati/feed/ 0
World Cup 2023 ની ફાઈનલમાં ભારતીય ટીમની હારના ૧૦ કારણો… https://gujjulogy.com/world-cup-2023/ https://gujjulogy.com/world-cup-2023/#respond Sun, 19 Nov 2023 15:42:01 +0000 https://gujjulogy.com/?p=1780

 

India loss world cup 2023

#૧ ટોસ ફેક્ટર કામ કરી ગયું. ભારત ટોસ હાર્યુ અને જેની ચિંતા હતી એ જ થયું.

#૨ બીજી ઇનિગ્સમાં ઓસ (ઝાકળ) ના કારણે ભારતના સ્પીનરો બોલને સ્પીન ન કરાવી શક્યા શક્યા.

#૩ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ઓસના કારણે બોલ ભીનો થયો અને બોલ ટર્ન કે સ્વીંગ થતો બંધ થયો. શરૂઆતની ઓવરો પછી બોલ બેટ પર સરળતાથી આવવા લાગ્યો જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળ્યો.

#૪ ભારતની શરૂઆત સારી રહી પણ શ્રેયસ ઐયરની વિકેટ ખૂબ ઝડપથી પડી ગઈ

#૫ શરૂઆતમાં ત્રણ વિકેટ ખૂબ ઝડપથી પડી જતા વિરાટ કોહલી અને કેએલ રાહુલ ખૂબ ધીમુ રમ્યા.

#૬ કદાચ ફાઈનલનું દબાણ તેમના પર હાવી થઈ ગયું અને તેઓ ધીમું રમ્યા, ઝડપથી રન બનાવવાનો તેમણે પ્રયત્ન જ ન કર્યો.

#૭ છેલ્લી ૪૦ ઓવરમાં ભારતે માત્ર ચાર બાઉન્ડી જ મારી. એ પણ ચાર ચોક્કા.

#૮ ઓસ્ટ્રેલિયાએ જે દબણ ઉભુ કર્યુ તેમાંથી ભારતીય ટીમ બહાર જ ન આવી શકી.

#૯ ભારતીય ટીમને જ્યારે જ્યારે ઝડપથી રમવાનો સમય આવ્યો ત્યારે ત્યારે પહેલા કોહલી પછી જાડેજા પછી રાહુલ અને પછી સૂર્યકુમારની વિકેટ પડી. જેના કારણે ભારત ૨૮૦+ રન ન બનાવી શક્યું

#૧૦ ભારતે બેટિંગ એટલી દબાણમાં કરી કે તે ઓસ્ટ્રેલિયાના નોન-રેગ્યુલર બોલર જેવા કે માર્શ, હેડ જેવા બોલરમાં પણ રન ન બનાવી શક્યું…

 

]]>
https://gujjulogy.com/world-cup-2023/feed/ 0
સાંસરિયામાં દિકરીને ત્રાસ અપાતા પિતા બેંડ-બાજા-વરઘોડા સાથે દિકરીને પાછા ઘરે લઈ આવ્યા! https://gujjulogy.com/pita-bend-baja-dikari-ne-ghare-lai-avya/ https://gujjulogy.com/pita-bend-baja-dikari-ne-ghare-lai-avya/#respond Thu, 19 Oct 2023 12:07:59 +0000 https://gujjulogy.com/?p=1776

સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પિતાએ પોતાની દિકરી માટે જે કર્યુ છે તેને લોકો એક સરસ કાર્ય ગણી પિતાના વખાણ કરી રહ્યા છે.

વાત કંઇક એવી છે કે, આ પિતાની દિકરીને તેના સાસરિયામાં ખૂબ ત્રાસ અપાતો હતો. આ ત્રાસ વધી ગયો એટલે પિતા વરઘોડો લઈ, બેન્ડ બાજા સાથે દિકરીના ઘરે પહોંચી ગયા અને દિકરીને જેમ વાજતે ગાજતે સાસરિયે મોકલી હતી તેમ જ વાજતે ગાજતે ઘરે લઈ આવ્યા. આવું કરીને પિતાએ સમાજને એક સંદેશ આપ્યો છે!

આ પિતા છે ઝારખંડના રાંચીમાં રહેતા પ્રેમ ગુપ્તા. ૨૦૨૨માં તેમની દિકરી સાક્ષી ગુપ્તાના સચિન કુમાર નામના યુવક સાથે લગન થયા હતા. લગનના થોડા જ દિવસ પછી આ યુવક સાક્ષીને હેરાન કરવા લાગ્યો. નાની-નાની વાતોમાં લડવા-ઝઘડવા લાગ્યો. યુવકના પરિવાર પર પણ સાક્ષીને હેરાન કરવા લાગ્યો. અવાર નવાર આ યુવક સાક્ષીને ઘરમાંથી કાઢી મૂકતો હતો. એવામાં થોડા સમય પછી સાક્ષીને ખબર પડી કે સચિન અગાઉ પણ બે વાર લગન કરી ચૂક્યો છે. છતાં સાક્ષીએ એ પણ સહન કરી લીધું. આમ છતાં તેનું ઉત્પીડન ચાલુ રહ્યું, આથી એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે આ સંબંધ આગળ વધે તેમ નથી એટલે આ સંબંધમાંથી મુક્ત થવું જ સારુ છે. તેણે તરત તેના માતા-પિતાને વાત કરી અને પિતાએ તેના આ નિર્ણયને માન્ય રાખ્યો અને યુવકના પરિવારને સબક શીખવાડવા વરઘોડા સાથે દિકરીને લેવા તેના ઘરે પહોંચી ગયા.

આ સંદભે પિતા પ્રેમ ગુપ્તાનું કહેવું છે કે દિકરીની શોષણમુક્ત થવાના આનંદમાં  મેં આ કામ કર્યુ છે. સમાજ આ સંદર્ભે જાગૃત થાય એ માટે પિતાએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પણ વાઈરલ કર્યો હતો. હવે આ સંદર્ભે કાયદાકીય લડાઈ ચાલશે પણ પિતા હાલ વાજતે ગાજતે દિકરીને ઘરે લઈ આવ્યા છે. કોનો વાંક છે એ તો હવે કાયદા પ્રમાણે નકી થશે. પણ હાલ પિતાના આ પગલાને લોકો દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.

જુવો વીડિઓ…

 

 

]]>
https://gujjulogy.com/pita-bend-baja-dikari-ne-ghare-lai-avya/feed/ 0
શું ભેળસેળ અટકશે? અટકાવવી ખૂબ જરૂરી છે! આ વિચાર વાંચવા જેવો છે! https://gujjulogy.com/bhel-sel-milavat-thi-savadhan/ https://gujjulogy.com/bhel-sel-milavat-thi-savadhan/#respond Thu, 19 Oct 2023 05:51:40 +0000 https://gujjulogy.com/?p=1769

 

અમદાવાદમાંથી ૬ લાખ કિલો નકલી બટર-ચીજ પકડાયું, નકલી તેલ, ઘી, પનીર પકડાયુ?!
તહેવારોમાં બહારનું ખાતા પહેલા આ વાંચી લો…

અંબાજીના પ્રસાદમાં ઘી નકલી પકડાયું, હમણા અમદાવાદમાંથી ૬ લાખ કિલો નકલી બટર-ચીજ પકડાયું, નકલી તેલ જડપાયું…આવા અનેક સમાચાર છે. પ્રશ્ન એ થાય છે આ તો પકડાયું એ છે બાકી નહી પકડાયેલું કેટલું હશે? એવું લાગે છે કે ખણીપીણીની નાની લારીથી થઈને મોટી હોટલ સુધી કંઇકને કંઇક ભેળસેળવાળું પીરસાય છે. પેકેટ ફૂટમાં પામોલિન તેલ, સુગર અને મેદા સિવાય કઈ મળતું નથી. લોકોને રીતસર ઉલ્લુ બનાવવામાં આવે છે.

વર્તમાન સરકારે આયોગ્ય સુવિચાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે પણ આયોગ્ય બગડે જ નહી તે માટે ભેળસેળ બંધ કરાવવાની જરૂર છે. આ ભેળસેળ બે-પાંચ લાખના દંડથી નહી અટકે કડક સજા કરવી પડે. ખાદ્યસામગ્રીમાં ભેળસેળ એટલે માનવવધનો ગુનો લગાવી કાર્યવાહી કરવી જોઇએ..!! ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર ઉભુ કરવું પડે…! જેમની મજબૂત ઇચ્છાશક્તિ હોય ભેળસેળ અટકાવવાની! બાકી દશેરાના દિવસે અધિકારીઓ ફાફડાના સેમ્પલ લેવા જાય, ફાફડા ખવાઈ જાય પછી રીપોર્ટ આવે કે ફાફડા ખાવા જેવા ન હતા. આવું જાહેરમાં થાય છે છતાં બધુ ચાલી જાય છે. મીડિયા અહેવાલો કહે છે કે ગુજરાતમાં કેન્સરના કેસ સૌથી વધુ છે પણ આ સંદર્ભે કોઇ ગંભીરપણુ દેખાતું નથી. હા કેન્સરની દવા વિનામૂલ્યે અપાય છે પણ કેન્સર થાય જ નહી તે માટે કંઇક કરવાની જરૂર છે. હાર્ટ એટેકના બનાવ પણ વધી ગયા છે. લોકોની જીવનશૈલી અને ભેળસેળયુક્ત આહાર પણ આ માટે જવાબદાર છે. આ ઝડપથી અટકવું જોઇએ. ભારતના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને કેમિકલમુક્ત આહાર લેવાનો અધિકાર છે. યુવાપેઢીને મજબૂત રાખવી હશે અને ભારતનું ભવિષ્ય હેલ્દી રાખવું હાશે તો શરૂઆત ભેળસેળ અટકાવીને જ કરવી પડશે..!!

 

]]>
https://gujjulogy.com/bhel-sel-milavat-thi-savadhan/feed/ 0
૩૦૦ કરોડ વાર જોવાયો હોય તેવો ભારતનો પહેલો વીડિઓ આ છે…!! Hanuman Chalisa Video https://gujjulogy.com/hanuman-chalisa-video/ https://gujjulogy.com/hanuman-chalisa-video/#respond Fri, 29 Sep 2023 05:49:22 +0000 https://gujjulogy.com/?p=1700

 

Hanuman Chalisa Video: હનુમાન ચાલીસાના આ વીડિઓને ૩૦૦ કરોડ દર્શકો મળ્યા…તમે પણ જુવો વીડિઓ

Hanuman Chalisa Video: હનુમાન ચાલીસાનો આ વીડિઓ યૂટ્યુબ પર સૌથી વધુ વાર જોવાયેલો ભારતીય વીડિઓ બની ગયો છે. આ વીડિઓને યૂટ્યુબ પર ૨૦૧૧માં મૂકવામાં આવ્યો હતો. છેલ્લા ૧૨ વર્ષમાં અહીં ૩૦૦ બિલિયન એટલે કે ૩૦૦ કરોડ કરતા વધારે લોકોએ જોયો છે.

હનુમાન ચાલીસાનો આ વીડિઓ ગુલશન કુમારના સમયનો છે. જેમણે ભક્તિ સંગીત ઘરે ઘરે પહોંચાડ્યું. ગુલસન કુમારે હનુમાન ચાલીસાનો આ વીડિઓ બનાવી ૧૦ મેં ૨૦૧૧ ના રોજ પોતાની t-series bhakti sagar નામની યૂટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો અને આજે ભારતમાં તે યૂટ્યુબ પર સૌથી વધુવાર જોવાયેલો વીડિયો બની ગયો છે. અત્યાર સુધીમાં આ વીડિઓને ૩.૪ બિલિયન એટલે કે ૩૦૦ કરોડ કરતા વધારે વ્યૂહ મળ્યા છે. ઉપરાંત આ વીડિઓને ૧૪ મિનિલિયન લાઈક મળી છે અને વીડિઓની નીચે ૧૮ લાખ કરતા વધારે કોમેન્ટ થઈ છે.

Hanuman Chalisa Video  । આ રહ્યો તે વીડિઓ

 

જ્યારે આ વીડિઓને ૩૦૦ કરોડ વ્યુહ પૂરા કર્યા ત્યારે ટી- સીરીજ (T-Series) એ પોતાના સત્તાવાર ટ્વીટર (હવે એક્સ) પર લખ્યું કે ભક્તિ ગીત હનુમાન ચલિસાના ૩ બિલિયન દિલ જીતી લેવાની ખુશીનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. આ વીડિઓને યૂટ્યુબ પર ૩ બિલિયન કરતા વધારે વ્યૂહ મળ્યા હોય તેવો પહેલો ભારતીય વીડિઓ બનાવવા બદલ બધાનો આભાર…

 

 

]]>
https://gujjulogy.com/hanuman-chalisa-video/feed/ 0
દરેક પતિ-પત્નીએ વાંચવા જેવો લેખ! Pati Patni Ni Vat https://gujjulogy.com/pati-patni-ni-vat/ https://gujjulogy.com/pati-patni-ni-vat/#respond Thu, 21 Sep 2023 15:34:19 +0000 https://gujjulogy.com/?p=1668
Pati Patni Ni Vat । ખૂબ સમજવા જેવી વાત…
મહેશ અને માલતીનું લગ્ન જીવન સુંદર રીતે ચાલી રહ્યું છે. બંને પોત પોતાની ફરજો નિભાવતા જાય છે. કોઈને કોઈની સાથે કોઈ જ પ્રકારની ફરિયાદ નથી. બંને સુખેથી ખાય છે, પીવે છે, ફરે છે અને જીવે છે. પણ કોણ જાણે કેમ બંનેના જીવનમાં કોઈ ઉષ્મા જ નથી. બંને ક્યારેક એકલાં બેઠાં હોય ત્યારે વિચારે છે કે, સાલું કોઈ મુશ્કેલી કે મન મોટાવ નથી તેમ છતાં જિંદગીમાં રોમાંચ કેમ નથી આવતો? બંને વિચારોના ચકરાવે ચડી જાય છે પણ કોઈને ઉત્તર જડતો નથી.
આવામાં એક દિવસ મહેશનો એક મિત્ર એના ઘરે રહેવા આવે છે. રાત્રે બંને મિત્રો અને માલતી વાતો કરતાં બેઠા હોય છે ત્યારે મહેશ એને લગ્ન જીવનની આ મુંઝવણ કહે છે, ‘દોસ્ત, અમારી વચ્ચે પ્રેમ ખૂબ છે અને કોઈ તકલીફ પણ નથી, છતાં અમને જીવનમાં રોમાંચ નથી આવતો. અમે બહું વિચાર્યુ પણ કારણ જડતું નથી.’
મિત્ર બહું જ વિચારશીલ હતો. એણે કહ્યુ, ‘હું બે જ દિવસમાં તમને આનો જવાબ આપી દઈશ. તમે બંને જે રીતે જીવો છો એ જ રીતે જીવજો. તમારા જીવનમાંથી જ મને આનો જવાબ મળી જશે.’
બીજા દિવસથી બંને પતિ પત્ની પોત – પોતાની રૂટીન લાઈટ જીવવા માંડ્યા. મિત્ર આનંદ એક રૂમમાં રહી પોતાનું કામ કરતો હતો. જાણે એ છે જ નહીં એમ બંને જીવવા લાગ્યા. મહેશ રોજ જેમ ઓફિસ જવા-આવવા લાગ્યો. માલતી સુંદર ભોજન બનાવી એને જમાડતી. બંને એકબીજાનો પડ્યો બોલ જીલતા અને જીવતા.
ત્રણ દિવસ પછી આનંદ સાથે બંને બેઠા, ‘બોલો મિત્ર કંઈ જવાબ મળ્યો આપને!’
‘હા, મળ્યો!’
‘તો જણાવો!’
આનંદે ખોંખારો ખાઈને બંને સમક્ષ રજુઆત કરી, ‘દોસ્ત તમને એક બીજા માટે પ્રેમ ખૂબ જ છે. પણ તમારા જીવનમાં આભારની કમી છે એટલે તમને રોમાંચ નથી આવતો.’
બંને પતિ પત્નીએ આશ્ચર્યથી કહ્યુ, ‘આભારની કમી? એ વળી કઈ બલાનું નામ છે?’
આનંદે સમજાવ્યુ, ‘જો મહેશ, તું રોજ સવારે સાડા સાત વાગે ઉઠે. એટલાં વાગે પાણી ગરમ હોય, તું સાડા આઠ વાગે ચા પીવા ટેબલ પર બેસે તરત જ ચા-નાસ્તો આવી જાય. એ પછી તું નહાવા જાય ત્યારે તારા કપડાં, મોજા, બૂટ, બેગ બધું જ જે તે સ્થાને તૈયાર હોય અને તું નીકળે એટલે તારા હાથમાં ભોજનનું ટીફીન પણ આવી જાય. ભાભી વરસોથી આ સેવા કરે છે. પણ તારા ધ્યાનમાં જ નથી. વરસો સુધી આ રીતે અવિરત ભુલ્યા વિના, કે ચુક્યા વિના એણે તારુ કામ કર્યુ. પણ તને એમ છે કે એ તો કરે, એમાં વળી શું? એ તો એની ફરજ છે! હા, ફરજ ચોક્કસ પણ એનો ય આભાર માનવાનો હોય. તેં કદી રોમેંટિક મુડમાં એને થેંક યુ કહ્યુ નથી. એટલે સામેથી પણ રોમાંચ નથી ઉદ્‌ભવતો.
એવી જ રીતે તું થોડા દિવસ પહેલાં ભાભી માટે સાડી લાગ્યો હતો. ભાભીએ કહ્યુ, સરસ છે. અને મુકી દીધી. ન તો એમણે ઉત્સાહિત થઈને તારો આભાર માન્યો કે ન તો કોઈ રોમાંચ બતાવ્યો. એના કારણે તારા તરફથી પણ કોઈ રોમાંચ નથી આવતો.
રસોઈ બનાવવી અને સાડી લાવવી એ માત્ર નિમિત છે. આવી તો દરેક પતિ-પત્નીની ફરજ છે. પણ એ ફરજનો પણ આભાર હોય. જીવનસાથીને એમ લાગે કે પોતે ગધા વૈતરું નથી કરી રહ્યાં એ માટે એમને આભારથી ચાર્જ કરવા પડે. તમારા જીવનમાં પ્રેમ છે પણ આભારની લાગણી નથી એટલે જીવન નિરસ છે.’
આનંદની વાત બંનેએ સ્વીકારી લીધી. એ પછી બંને તરફથી આભારના ઝરણાં વહેતા થયા અને જીવન રસમય બની ગયું.
]]>
https://gujjulogy.com/pati-patni-ni-vat/feed/ 0
Ayurvedic Tips । આયુર્વેદ કહે છે કે ભોજન પછી આ ત્રણ વસ્તુ ન ખાવી જોઇએ…પાચનશક્તિ બગડી જાય છે https://gujjulogy.com/ayurvedic-tips/ https://gujjulogy.com/ayurvedic-tips/#respond Thu, 21 Sep 2023 09:07:41 +0000 https://gujjulogy.com/?p=1665

Ayurvedic Tips । દવા વગર માત્ર જીવનશૈલી અને આહારશૈલી પર ધ્યાન આપી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આયુર્વેદ આ જ શીખવે છે. આયુર્વેદ કહે છે કે ભોજન કર્યા પછી કેટલીક વસ્તું ન ખાવી જોઇએ. આ ખાવાથી પાચનશક્તિ બગદે છે. પેટની સમસ્યા ઉભી થાય છે. તો આવો જાણીએ આ વસ્તું કઈ છે!

ઠંડું પાણી

ભોજનની સાથે અને ભોજન પછી કેટલાંક લોકોને ખૂબ પાણી પીવાની ટેવ છે. વળી આ પાણી પણ એક દમ ઠંડુ હોય છે. આવું ન કરવું જોઇએ. જો તમે આવું કરતા હોવ તો ચેતી જજો. તમને પણ પેટની બિમારી થઈ શકે છે. ભોજન સાથે કે પછી વધારે માત્રામાં પાણી પીવાથી પાચનશક્તિ બગડે છે. ભોજન પચતું નથી અને તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ભોજન પછી ઠંડુ પાણી પીવાથી આપણી જઠારઅગ્નિ શાંત પડી જાય છે અને પાચનની પ્રક્રિયા મંદ પડી જાય છે. માટે હંમેશાં ભોજના ૪૫ મિનિટ પહેલા અને ભોજનના ૪૫ મિનિત બાદ જ પાણી પીવું જોઇએ. અને એ પણ ખૂબ ઠંડુ નહી.

ફળ-ફ્રુટ

ભોજન પછી આપણને ફળ ખાવાની ટેવ હોય છે. આયુર્વેદ આવું કરવાની ના પાડે છે. ફળ ખાવા જ હોય તો ભોજન પહેલા ખાઈ લેવા જોઇએ. ફળ પચવામાં સરળ હોય છે. પણ ફળને તમે ભોજન પછી ખાસો તો પેટમાં ગેસ પેદા કરી શકે છે. ભોજન કર્યા પછી ફળ ખાવાથી બીજી અનેક સમસ્યા પણ થઈ શકે છે!

ગરમ ચા

આમ તો ચા પીવી જ ન જોઇએ પણ છતા તમે ચા પીતા હોવ તો ભોજન પહેલા કે પછી ચા બિલકુલ ન પીવી જોઇએ. ચા આપણી પાચનશક્તિને મંદ પાડી દે છે. ચા ગરમ હોવાથી તે પેટની ગરમી વધારી દે છે અને તેની અસર પાચનશક્તિ પર પડે છે. આનાથી ભૂખ મરી જાય છે અને ભોજન પણ પચતું નથી. આયુર્વેદ કહે છે કે સ્વસ્થ શરીર માટે ચાથી દૂર રહેવું જોઇએ…!!

]]>
https://gujjulogy.com/ayurvedic-tips/feed/ 0
32 forms of ganesha | શ્રી ગણેશની ૩૨ પ્રકારની મૂર્તિઓ પ્રચલિત છે ! જાણો આ ૩૨ મૂર્તિઓની વિશેષાતા https://gujjulogy.com/32-forms-of-ganesha/ https://gujjulogy.com/32-forms-of-ganesha/#respond Tue, 19 Sep 2023 06:13:40 +0000 https://gujjulogy.com/?p=1647

32 forms of ganesha | શ્રી ગણેશની ૩૨ પ્રકારની મૂર્તિઓ પ્રચલિત છે! જાણો આ ૩૨ મૂર્તિઓની વિશેષાતા

 

32 forms of ganesha | ૧૯મી સદીમાં મૈસૂરના રાજા જે વાડિયાર સામ્રાજ્યના હતા તેમણે રાજ્યના વિદ્વાનોને ભગવાનની મૂર્તિઓની એક સંકલિત યાદી બનાવવાનું કહ્યું. આના પરિણામ સ્વરૂપ એક યાદી તૈયાર થઈ જેને શ્રી-તત્ત્વ-નિધિ કહેવાઈ જે કન્નડ ભાષામાં લખાઇ છે, જેમાં હિન્દુ ભગવાનના અનેક સ્વરૂપો જેની મોટે ભાગે પૂજા થાય છે, તેને સમાવવામાં આવ્યા છે. આ યાદીમાં ગણેશના ૩૨ જુદા જુદા સ્વરૂપો મળે છે. કદાચ આ મૂર્તિઓને કારીગરોએ જુદા જુદા મંદિરો, ઘરોમાં અને રાજ્યોમાં પૂજાતા જોઇ હશે. આ ગણેશના અનેક સ્વરૂપો નીચે આપ્યા છે.

 

૧. બાલ ગણપતિ – બાળક જેવા ગણેશ.
૨. તરૂણ ગણપતિ – યુવાન ગણેશ.
૩. ભક્તિ ગણપતિ – સમર્પણને યોગ્ય ગણેશ.
૪. વીર ગણપતિ – પરાક્રમી ગણેશ.
૫. શક્તિ ગણપતિ – સ્ત્રી સ્વરૂપને ડાબા ખોળામાં લઇને બેઠેલા શક્તિશાળી ગણેશ.
૬. દ્વીજ ગણપતિ – બે વખત જન્મેલા અથવા વિદ્યાર્થી ગણેશ.
૭. સિદ્ધિ ગણપતિ – સંપૂર્ણ ગણેશ.
૮. ઉચ્ચીષ્ઠ ગણપતિ – પ્રસાદ સ્વીકારતા ગણેશ.
૯. વિઘ્ન ગણપતિ – અડચણો હટાવતા ગણેશ.
૧૦. ક્ષીપ્રા ગણપતિ – ઝડપથી કાર્ય કરતા ગણેશ.
૧૧. હેરમ્બ ગણપતિ – ભયંકર ગણેશ.
૧૨. લક્ષ્મી ગણપતિ – સમૃદ્ધિની દેવી સાથે ગણેશ.
૧૩. મહા ગણપતિ – મહાન ગણેશ.
૧૪. વિજય ગણપતિ – વિજયી ગણેશ.
૧૫. નૃત્ય ગણપતિ – નૃત્ય કરતા ગણેશ.
૧૬. ઉર્ધ્વ ગણપતિ – અંકુશમાં રાખતા ગણેશ.
૧૭. એકાક્ષરા ગણપતિ – એક ક્રમવાળા ગણેશ.
૧૮. વર ગણપતિ – વરદાન આપતા ગણેશ.
૧૯. ત્રિક્ષરા ગણપતિ – ત્રણ ક્રમવાળા ગણેશ.
૨૦. ક્ષીપ્રા પ્રસાદ ગણપતિ – ઝડપથી રીઝતા ગણેશ.
૨૧. હરિદ્ર ગણપતિ – સુવર્ણના ગણેશ.
૨૨. એકદન્ત ગણપતિ – એક દંતશૂળવાળા ગણેશ.
૨૩. સૃષ્ટિ ગણપતિ – વૈશ્વિક ગણેશ.
૨૪. ઉદંડ ગણપતિ – શિસ્તપાલનકર્તા ગણેશ.
૨૫. રણમોચન ગણપતિ – દેવું ફેડવાવાળા ગણેશ.
૨૬. દંડી ગણપતિ – ઇચ્છાવાળા ગણેશ.
૨૭. દ્વિમુખ ગણપતિ – બે મસ્તકવાળા ગણેશ,
૨૮. ત્રિમુખ ગજ્રપતિ – ત્રણ મસ્તકવાળા મહેશ.
૨૯. સિંહ ગણપતિ – સિંહ ઉપર સવાર ગણેશ.
૩0. યોગ ગણપતિ – યોગી સ્વરૂપે ગણેશ.
૩૧. દુર્ગા ગણપતિ – અજેય ગણેશ.
૩૨. સંકટહર ગણપતિ-સંકટને હરનાર ગણેશ.

 

નોંધ – દેવદત્ત પટ્ટનાયક નામના લેખકે “૯૯ ગણેશ વિચાર” નામની એક પુસ્તક લખી છે. તેમાં શ્રી ગણેશજી પર વિગતે માહિતી આપવામાં આવી છે. આ ૩૨ મૂર્તિઓ વિશે પણ આ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે. અહીં આપેલી માહિતી આ પુસ્તકના આધરે જ લખાયી છે…32 forms of ganesha

]]>
https://gujjulogy.com/32-forms-of-ganesha/feed/ 0
બોધકથા । ઉંદર હીરો ગળી ગયો । Gujarati Bodh katha https://gujjulogy.com/gujarati-bodh-katha/ https://gujjulogy.com/gujarati-bodh-katha/#respond Mon, 18 Sep 2023 11:55:40 +0000 https://gujjulogy.com/?p=1643

 

Gujarati Bodh katha | Gujarati Short Story | ઉંદર હીરો ગળી ગયો 

એક્વાર એક ધનવાન શેઠના ઘરે એક ઉંદેડો શેઠનો કીંમતી હીરો ગળી ગયો. શેઠ ટેન્શનમાં. શેઠની હવેલીમાં અનેક ઉંદરો છે. તેને પકડી હીરો મેળવવો કેવી રીતે?

આથી આ શેઠે એક ઉંદર મારવાવાળાને આ કામ સોપ્યું. આ ઉંદરનો શિકાર કરવા આવેલ વ્યક્તિ શેઠની હવેલી પહોંચ્યો ત્યાં સુધીમાં શેઠે હવેલીના મોટાભાગના ઉંદરો પકડી એક મોટા પાજમાં પૂરી દીધા હતા. પણ હીરો કયો ઉંદર ગળી ગયો છે તે શોધવો મુશ્કેલ કામ હતું.
પણ ઉંદર પકડનારને માટે આ મોટી વાત ન લાગી. સેકડો ઉંદરોમાંથી જે ઉંદર હીરો ગળી ગયો હતો શિકારીએ તેને જ પકડી લીધો.
આ જોઇ બધા ચકિત થઈ ગયા. શેઠે પેલા વ્યક્તિને પ્રશ્ન કર્યો કે આટલા બધા ઉંદરમાંથી તને કેવી રીતે ખબર પડી કે હીરો આ ઉંદરે જ ગળ્યો છે?

શેઠની આ વાત સાંભળી પેલા વ્યક્તિએ જે કહ્યું તેમાં ખૂબ મોટો બોધ છે…

પેલા વ્યક્તિએ હતું કે આ કામ ખૂબ સરળ છે. જ્યારે કોઇ મુર્ખ ધનવાન બની જાય છે તો સૌથી પહેલા પોતાના લોકોનો સાથ છોડી દે છે. પોતાના લોકોને મળવાનું ઓછુ કરી દે છે. આ ઉંદર હીરાનો ભાર પેટમાં ઊંચકીને બધાથી અલગ બેઠો હતો.

]]>
https://gujjulogy.com/gujarati-bodh-katha/feed/ 0
ઇષ્ટદેવને, સૂરાપુરાને ભૂલાવી બીજે વાળવાની વાત કરે તેની બોચી પકડી લેજો. https://gujjulogy.com/rajbha-gadhvi-khodiyar-mataji/ https://gujjulogy.com/rajbha-gadhvi-khodiyar-mataji/#respond Tue, 12 Sep 2023 11:34:38 +0000 https://gujjulogy.com/?p=1639

 

રાજભા ગઢવી ફરી કહ્યું …આવા લોકોની બોચી પકડી લેજો…Rajbha gadhvi 

 

લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો એક વીડિઓ વાઈરલ થયો છે જેમાં તેઓએ સ્વામિનારાયણ સાધુઓને જવાબ આપતા હોય એવુ લાગી રહ્યું છે. એમણે કહ્યું કે કુળદેવી વિશે કોઇ બોલે તો તેની બોચી પકડી લેજો….

એક ડાયરા દમિયાન આ વીડિઓમાં રાજભા કહે છે કે હમણા જ મેં એક વીડિઓ જોયો જેમાં એક સ્વામી (તેમને શું કહેવું એ ખબર નહી) ખોડિયાર માતાજી વિશે સમજ્યા વગર બોલે છે. આપણાથી સભ્યતા ભૂલાતી નથી એટલે વધારે નથી બોલતો પણ એટલી ખબર પડે છે કે અમારા માતાજીએ કેટલાય રાક્ષસોના વધ કર્યા છે હવે તમારો વારો છે એટલું યાદ રાખજો.

તેમણે કહ્યું કે ગમે તે ધર્મ હોય પોતાના ઇષ્ટદેવને, સૂરાપુરાને ભૂલાવી બીજે વાળવાની વાત કરે તેની બોચી પકડી લેજો. પછી જે પરિણામ આવવું હોય તે આવે…એટલું તો હવે કરી જ શકાય.

આપણે સહન કરવા સનાતનીઓ જન્મયા છીએ અને તેમાં ઠાકર અને માતાજી આપણી સાથે જ છે. કેટલાય મથી-મથીને થાકી ગયા…

 

જુવો વીડિઓ…..

 

 

]]>
https://gujjulogy.com/rajbha-gadhvi-khodiyar-mataji/feed/ 0