શુક્રવાર Friday ના દિવસે આ કાર્યો કરવાથી ધન-વૈભવમાં કદી કમી નહીં આવે

પૈસા નથી? છે પણ શાંતિથી વપરાતા નથી? ઉછીના લીધેલા પૈસા પાછા મળતા નથી? પતિ-પત્ની વચ્ચે અણબનાવ છે? તો શુક્રવાર Friday ના દિવસે કરો આ ઉપાયો

 

શુક્રવાર Friday નો દિવસ એટલે માતા ધનલક્ષ્મીનો વાર. મા વૈભવ લક્ષ્મીનો વાર. આ દિવસે લક્ષ્મી માતાની સેવા, પૂજા, આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. જ્યોતિષીઓ કહે છે કે શુક્ર સૌંદર્ય, ઐશ્વર્ય, વૈભવ, કલા, સંગીત અને કામ – વાસનાના કારક દેવતા છે. આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાચા હૃદયથી પૂજા કરવાથી ધન અને ધાન્ય કોઈની કમી ક્યારેય નથી પડતી.

મહાલક્ષ્મીજીના મંદિરે દર્શન

શુક્રવારે Friday માતા મહાલક્ષ્મીના મંદિરે જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર શુક્રવારે બને તો વહેલી સવારે સ્નાન કરીને તરત જ મહાલક્ષ્મીજીના મંદિરે જાવ. માતાજીને લાલ વસ્ત્રો, ચુંદડી, લાલ ચાંદલો, લાલ બંગડીઓ અને કમળ અથવા અન્ય લાલ ફૂલ ચડાવો અને હૃદયપૂર્વક તેમની પૂજા-આરાધના કરો. તથા ‘ઓમ મહાલક્ષમયે નમઃ’ની એક માળા કરો. જેમ જેમ તમે નિયમિત રીતે શ્રદ્ધા પૂર્વક દર શુક્રવારે માતા મહાલક્ષ્મીજીના મંદિરે જશો તેમ તેમ તમારા જીવનમાંથી ધનનો અભાવ દૂર થતો જશે અને માતાજીની કૃપા તમારા પર બની રહેશે.

અષ્ટલક્ષ્મી પૂજાનો સિદ્ધ પ્રયોગ

જીવનમાં ધન-વૈભવની જરૂરિયાત સૌને હોય છે. શુક્રવારના દિવસે અષ્ટ લક્ષ્મીની પૂજા કરવાથી તમારા જીવનમાં ધન-વૈભવના ભંડાર ભરેલાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શુક્રવારના દિવસે રાત્રે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યાના સમયગાળમાં અષ્ટ લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. પૂજા કરતી વખતે તમારે સ્નાન કરીને ગુલાબી વસ્ત્રો ધારણ કરીને ગુલાબી આસન પર બેસવાનું છે. અષ્ટલક્ષ્મી માતાની પ્રતિમા અથવા તો ફોટોને પણ ગુલાબી વસ્ત્રો કે ચુંદડી ચડાવો. સાથે સાથે શ્રી યંત્ર પણ મુકો. પૂજાની થાળીમાં ગાયના ઘીના આઠ દીપ પ્રગટાવો અને ગુલાબની સુગંધવાળી આઠ અગરબતી પ્રગટાવો. અષ્ટ લક્ષ્મી માતાની પ્રતિમા અને ફોટાને અષ્ટ ગંધથી તિલક કરો અને કમળની માળા ચડાવો. ત્યારબાદ ‘ઐં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મયૈ હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમઃ સ્વાહા’ના મંત્રની અગિયાર માળાઓ કરો. આ એક સિદ્ધ પ્રયોગ છે. શ્રદ્ધા પૂર્વક આ કાર્ય કરવાથી માતા અષ્ટ લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને જીવનમાં ધનનો વરસાદ કરે છે.

કમળ ગટ્ટાની માળાનો પ્રયોગ

અષ્ટ લક્ષ્મી માતાના ઉપરોક્ત મંત્રોની અગિયાર માળા પૂર્ણ થઈ ગયા બાદ માતાજીનું સ્મરણ કરો અને જીવનમાં કોઈ ભુલ-ચૂક થઈ ગઈ હોય તો ક્ષમા પ્રાર્થો. અષ્ટ લક્ષ્મી માતાને કરગરીને તમારી ધન અંગેની સમસ્યા કહો અને કૃપા કરવા માટે વિનંતી કરો. ત્યારબાદ પૂજામાં મુકવામાં આવેલા આઠેય દીવાઓને ઘરમાં જ આઠ દિશાઓમાં મુકી દો. તથા માતાજીને ચડાવેલી કમળ ગટ્ટાની માળાને તમે જ્યાં ધન રાખતા હો એ જગ્યાએ રાખી દો. આ માળા ત્યાં મુકવાથી તમારી તિજાેરી ધનથી અને જીવન સુખ – સમૃદ્ધિથી છલકાઈ જશે.

પાંચ કુંવારીકાઓને ખીર જમાડો

શુક્રવારના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે લક્ષ્મીનારાયણના યથાશક્તિ પાઠ કરો. ત્યારબાદ તેમની આરતી કરીને તેમને ખીરનો પ્રસાદ ચડાવો. બની શકે તો લક્ષ્મીનારાયણનું સ્મરણ કરીને આ દિવસે અગિયાર કે પાંચ કુંવારીકાઓને સાંજે ભોજન કરવો. જેમાં સૌથી પહેલાં ભગવાનને ચડાવ્યા બાદનો ખીરનો પ્રસાદ ખવરાવો તથા તેમને લાલ વસ્ત્રોનું દાન કરો અને દક્ષિણા પણ આપો. આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર સદાય ખૂશ રહેશે.

લાલ કપડાંમાં સવા કીલો ચોખા અને સમસ્યાનું સમાધાન

તમે ખૂબ મહેનત કરતાં હો પણ કમાણી સારી ના થતી હોય, પગાર વધતો ના હોય અથવા તો પગાર અને કમાણી સારી જ હોય પણ જો તે બીમારીમાં કે અન્ય કોઈ રીતે ચાલી જતી હોય અથવા તો બચત જ ના થતી હોય તો શુક્રવારના દિવસે એક વિશિષ્ટ પ્રયોગ તમારે કરવાનો છે. શુક્રવારના દિવસે વહેલી સવારે સ્નાન કરીને બ્રાહ્મ મૂહુર્તમાં લક્ષ્મીજીની તસવીર કે પ્રતિમા આગળ લાલ વસ્ત્રો ધારણ કરીને બેસો. માતા લક્ષ્મીજીનું સ્મરણ કરો અને ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવો. એ પછી એક લાલ રંગના કપડામાં સવા કીલો ચોખા મુકો. ધ્યાન રહે કે લાલ રંગના કપડાંમાં ચોખા મુકતી વખતે એક પણ દાણો નીચે જમીન પર ઢળવો ના જોઈએ. આ કાર્ય જ ખૂબ મહત્વનું છે તેથી સાચવેતી પુર્વક કરો. એ પછી એ કાપડની પોટલી બાંધી દો. બાંધેલી પોટલી હાથમાં લઈને આંખો બંદ કરીને ‘ઓમ શ્રીં શ્રીયે નમઃ’ના મંત્રોની પાંચ માળાઓ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને નમન કરીને એ પોટલી તમારી તિજાેરીમાં કે અન્ય જે સ્થાને આપ પૈસા મુકતા હો ત્યાં મુકી દો. આ સિદ્ધ પ્રયોગ દ્વારા ઉપર જણાવેલી ધન સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

ઉછીના લીધેલા પૈસા ચોક્કસ પાછા મળશે

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે માનવી પાસે ધન હોય. પણ અન્ય લોકોએ તે પડાવી લીધું હોય. કોઈએ ઉછીના લીધા હોય તો એ પાછા ના આપતા હોય. જો તમે પણ એવી જ સમસ્યાથી પીડાતા હો, તમારા પૈસા ફસાઈ ગયા હોય અને તમારા જીવનમાં એનાથી અશાંતિ રહેતી હોય તો એક ખાસ પ્રયોગ શુક્રવારે કરો. શુક્રવારના દિવસે સંધ્યા ટાણે ઘરના ઈશાન ખુણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ દીવામાં થોડું કેસર પણ નાંખો. ખાસ વાત યાદ રહે કે આ દીવાની વાટ રૂની ના હોવી જોઈએ. તમારે આ દીવાની વાટ લાલ રંગના સૂતરના દોરાની બનાવવાની છે. આ રીતે દીવો પ્રગટ કરીને તમે માતા લક્ષ્મીને વિનંતી કરો કે તમારું જે પણ ધન અન્ય લોકો પાસે ચાલ્યુ ગયું છે એ તમને જલ્દીથી પાછું મળી જાય. આ પ્રયોગ અગિયાર કે એકવીસ શુક્રવાર કરવાથી તમારા ગયેલા પૈસા અચૂક પાછા મળી જશે.

તમે તમારુ જ ધન ભોગવી ના શકતા હો તો

જીવનમાં ભૌતિક સુખો હોય, ધન પણ ઘણું હોય પણ કેટલાંક લોકો એને આનંદથી ભોગવી શકતા નથી. એટલે કે ધન સાથે સાથે શાંતિ પણ ખૂબ જ જરૂરી છે. જાે તમારી સાથે પણ આવું જ થતું હોય, તમે પણ તમારા ધનને સુખેથી ના ભોગવી શકતા હો તો તમારે શ્રદ્ધા પૂર્વક આ પ્રયોગ કરવો. શુક્રવારના દિવસે પીળા કપડાંમાં પાંચ પીળા રંગની કોડી, થોડુંક કેસર અને સિક્કાઓને બાંધી દો. એ પોટલીને તમારા ઘરમાં જ્યાં ધન રહેતું હોય ત્યાં મુકી દો. ઉપરાંત એ જ દિવસે ભગવાન વિષ્ણુ ભગવાન પર દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને અભિષેક કરો. અભિષેક બાદ તેમની વિધિવત પૂજા અર્ચના કરો અને વિષ્ણુ ભગવાનના આ મંત્રોની પાંચ માળા કરો. – ‘ઓમ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર. ભૂરિ ધેદિન્દ્ર દિત્સસિ. ઓમ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરુત્રા શૂર વૃત્રહન્‌. આ નો ભજસ્વ રાધસિ.’
આ કાર્ય શ્રદ્ધા પૂર્વક કરવાથી તમે તમારા ધનને સુખ રૂપ ભોગવી શકશો અને તમને અભૂતપૂર્વ માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

પીપળાના ઝાડના મુળમાં અભિષેક

શુક્રવારે માતા લક્ષ્મીને વધારે ખૂશ કરવા માટે અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે એક વિશેષ પ્રયોગ આ પણ છે. શુક્રવારના દિવસે બપોરે બાર વાગ્યા પહેલાં પીપળાના ઝાડના છાંયામાં ઉભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, ઘી તથા દૂધ મિલાવીને પીપળાના ઝાડના મુળમાં ચડાવો.

પતિ-પત્ની વચ્ચે અણબનાવનું અચૂક સમાધાન

જો તમારા ગૃહસ્થ જીવનનમાં તકલીફ હોય, પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો પણ શુક્રવારે કરવા જેવા કેટલાંક વિશેષ પ્રયોગો છે. જો તમે પણ ઘર – સંસારની સમસ્યાથી પીડતા હો તો શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠી શ્રી સુક્તનો પાઠ કરો. ત્યારબાદ એક પંખીઓના જાેડાની તસવીર તમારા બેડરૂમમાં લગાવી દો. ઉપરાંત આ દિવસે કોઈ પણ સુહાગણ સ્ત્રીને લાલ રંગનો સુહાગનો સામાન, જેમકે લાલ સાડી, કંકુ, લાલ બંગડીઓનું દાન આપો. આમ કરવાથી તમારા પતિ-પત્નીના ઝઘડનાઓ સમાપ્ત થઈ જશે.

કામમાં રૂકાવટ અટકાવવાનું ખાસ કાર્ય

જાે તમે કોઈ પણ કામ શરૂ કરો પણ તે પૂર્ણ ના થતું હોય, એમાં રૂકાવટ આવતી હોય. તો શુક્રવારના દિવસે ખાસ કીડીયારુ પુરો. ખાંડનું બુરુ અને ઘઉંના લોટનું મિશ્રણ કરીને કીડીઓને ખવરાવો. આવું દર શક્રવારે કરશો તો ખૂબ જ ફાયદો થશે. પણ જો સમય ના હોય તો એકવીસ શુક્રવાર સુધી તો ખાસ કરવું.

મિત્રો, શુક્રવારના દિવસે જાે તમે આ ઉપાય કરશો તો તમારુ જીવન ધન, ધાન્ય અને સુખ, શાંતિથી સભર બનશે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *