સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) નું ટ્રેલર આવ્યું છે

Gangubai Kathiawadi | આ ફિલ્મ અને આલિયા વિશે પણ આ ફિલ્મ જેના પરથી બની છે એ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) છે કોણ? આવો જાણીએ.

 

સંજયલીલા ભણસાળી ( Sanjay Leela Bhansali ) નું પદ્માવતી પછી બીજું એક ફિલ્મ આવી રહ્યું છે. જેનું નામ છે ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi). આ ફિલ્મ અને તેના પાત્ર વિશે ધણી ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય વાત એ છે કે હંમેશાં ક્યુટ રોલ કરનારી અને નાનકડી લાગતી આલિયા ભટ્ટ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. એટલે કે ફિલ્મમાં ગંગુબાઈનું પાત્ર આલિયા ભટ્ટ ( Alia Bhatt ) ભજવી રહી છે. આથી જ આ ફિલ્મમાં આલિયા ( Alia Bhatt ) ના રોલને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે તેનું પહેલું ટીજર પણ બહાર આવ્યું છે ત્યારે કેટલાક વ્યુઅર્સને આલિયાનો આ નવો અવતાર ગમી રહ્યો છે તો કેટલાંકને તે પસંદ નથી આવ્યો. આવું કેમ? કેમ કે જેના જીવન પરથી આ ફિલ્મ બની રહ્યું છે તે ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) લેડી ડોન હતી પણ કેટલાંક દર્શકોને આલિયામાં આ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ની ડોન જેવી છબી દેખાતી નથી. તેઓ હજુ આલિયાને ક્યુટ રોલમાં જ જોવા માંગે છે. આ તો થઈ આ ફિલ્મ અને આલિયા વિશે પણ આ ફિલ્મ જેના પરથી બની છે એ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) છે કોણ? આવો જાણીએ.

ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) કોણ છે.

સંજયલીલા ભણસાણીના ફિલ્મમાં ગુજરાતી પણું ન હોય એતો કેવી રીતે ચાલે. હવે તો આ ફિલ્મનું મુખ્ય પાત્ર જ ગુજરાતી છે. નામ છે ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi). એવું કહેવાય છે કે ગંગુબાઈ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં વતની હતા. તેમનું આખું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. એવું કહેવાય છે કે તેમને ૧૬ વર્ષની ઉંમરે પ્રેમ થયો હતો અને એ પણ એમના પિતાના એકાઉન્ટન્ટ સાથે. આ ઉમરે તેઓ તેની સાથે ભાગીને મુંબઈ આવી ગયા. ગંગુબાઇને નાનપણથી જ ફિલ્મનો ખૂબ શોખ હતો. આશા પારેખ અને હેમા માલિની તેમની ગમતી હીરોઇન હતી. પણ આ બધાની વચ્ચે તેમના જીવનમાં મુશ્ક્લીઓનો પહાડ ત્યારે તૂટી પડ્યો જ્યારે તમના પ્રેમીએ તેમને દગો આપ્યો. મુંબઈના કમાઠીપુરા નામના રેડલાઈડ એરીયામાં તેણે માત્ર ૫૦૦ રૂપિયામાં ગંગાબાઈને વેચી માર્યા અને ત્યાંથી ભાગી ગયો. બસ અહીંથી જે ગંગાબાઈનો જે જીવનજીવવાનો સંઘર્ષ શરૂ થાય છે કદાચ તેની જ આ કહાની ફિલ્મમાં વર્ણાવવામાં આવી હશે. ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)નું જીવન અનેક સંઘર્ષથી ઘેરાયેલું રહ્યું છે. અટલે કે ગંગુબાઇનું જીવન ફિલ્મની વાર્તા કરતાં ઓછું રહ્યું નથી.

ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) ના જીવન પર લેખક હુસૈન જૈદી ( Hussain Zaidi ) એ ‘ધ માફિયા ક્વીન ઓફ મુંબઇ’ (Mafia Queens of Mumbai) નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પરથી આ ફિલ્મ બનાવવામાં આવ્યું છે જેનું ટીજર આજે રીલિસ થયું છે. આગામી ૩૦ જુલાઇએ આ ફિલ્મ થીયેટરમાં આવવાનું છે પણ ત્યાં સુધીમાં આ ટીજર જોઇને લોકો જબ્બર કોમેન્ટ કરી રહ્યા છે.

પહેલા જોઇ લો આ ટીજરનો વીડિયો અને પછી વાંચો તેના કોમેન્ડ તમને પણ અંદાજ આવી જશે…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *