ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે દરરોજ આના દર્શન કરવાથી મળશે પુણ્ય અને અભૂતપૂર્વ લાભ

 

 

ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે જીવનની અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉકેલ પ્રાપ્ત કરવા માટે આ વસ્તુઓના દર્શન સૌથી કારગત ઉપાય છે.

 

માનવી પોતાનું જીવન સુધારવા માટે, સુખ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી મશીન જેમ કામ કરે છે અને તરેહ તરેહના ઉપાયો પણ કરે છે. પરંતું જીવનને ખરેખર સુખ આપવા માટેની ચાવીઓ આપણા પુરાણોમાં જ છુપાયેલી પડી છે. એમાં સૌથી મહત્વનું છે ગરુડ પુરાણ.
ગરુડ પુરાણ ( Garud Puran ) માં એક સુંદર શ્લોક છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓના દર્શન કરવાથી મનુષ્યના ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

એ શ્લોક આ મુજબ છે..

ગૌમૂત્રં, ગોમયં, દુન્ધં, ગોધૂલિં, ગોષ્ઠ, ગોષ્પદમ્,
પક્કસસ્યાન્વિતં ક્ષેત્રં દષ્ટા પુણ્યં લભેદ્ ધ્રુવમ્!

અર્થાત ગૌમૂત્ર, ગોબર, ગોધૂલી, ગૌશાળા, ગોખુર અને પાકેલા લીલુછમ્મ ખેતરના દરરોજ દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે એક એક દર્શન અને તેના લાભ વિશે જાેઈએ…

ગૌમૂત્ર

આપણા ધર્મગ્રંથો મુજબ ગૌમૂત્ર અત્યંત પવિત્ર વસ્તુ છે. ગૌમૂત્રમાં ગંગામાતા વાસ કરે છે. ગંગા માતાને તો તમામ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે. તેથી ગૌમૂત્ર પણ તમામ પાપોનો નાશ કરનારું જ છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો ગૌમૂત્રનો પ્રયોગ ખાસ કરવો. વાસ્તુ દોષ નિવારણ માટે મોંઘા મોંઘા ઉપાયો અને વીધીઓ કરવાને બદલે તમે જો નિયમિત રીતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરતાં રહેશો તો તમારા ઘરના વાસ્તુ દોષ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

ગોબર

ગોબર એટલે કે ગાયનું છાણ પણ ગૌમૂત્ર જેટલું જ પવિત્ર અને લાભકારી છે. ગરુડ પુરાણ કહે છે કે ગાયના છાણના દર્શન માત્રથી જ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર ગાયના પગમાં સમસ્ત તીર્થ અને ગોબરમાં સાજ્ઞાત લક્ષ્મીજીનો વાસ છે. આથી જો શક્ય હોય તો ઘરમાં ક્યાંક એવો ખુણો ચોક્કસ રાખવો જ્યાં તમે સમયાંતરે ગાયના છાણનું લીપણ કરી શકો અને ત્યાં તુલીસ ક્યારો રાખીને એની પૂજા કરી શકો. આમ કરવાથી તમારા કષ્ટોનું નિવારણ થશે.

ગાયનું દૂધ

ગાયને આપણે માતા માનીએ છીએ. જે રીતે માતાનું દૂધ બાળક માટે અતિશય પવિત્ર અને પૌષ્ટિક છે તેમ ગાયનું દૂધ પણ અત્યંત પવિત્ર અને પૌષ્ટિક છે. ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે કે ગાયના દૂધનું સેવન શરીર અને મન બંનેને હુષ્ટ-પુષ્ટ કરનારું અને પવિત્ર છે. ગાયના દૂધના દર્શન માત્રથી જ તમારી આંખોથી લઈને આખા શરીરને એક હકારાત્મક ઉર્જા મળે છે. અને ધાર્મિક દૃષ્ટીએ જોઈએ તો ગાયના દૂધના દર્શન અને સેવનથી પૂણ્ય પ્રાપ્ત થાય છે.

ગૌ-ધૂલી

ગૌ ધૂલી એટલે ગાયો સમી સાંજે જ્યારે એના નિવાસ તરફ પાછી ફરતી હોય ત્યારે ગાયોના પગથી ખૂબ ધૂળ ઉડતી હોય છે. આ ધૂળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ગરુડ પુરાણ ( Garud Puran ) તો ત્યાં સુધી કહે છે કે ગાયોનું ધણ નીકળતું હોય, સમી સાંજનો સૂરજ આથમી રહ્યો હતો અને ગાયના પગમાંથી ઉડતી ધૂળને વ્યક્તિ જોઈ રહે અને પછી બે હાથ જોડીને એ ધૂળને વંદન કરે તો એનો બેડો પાર થઈ જાય છે. એ દર્શનથી જ એના જીવનના કષ્ટો ધીમે ધીમે ઓછા થવા માંડે છે.

ગૌ-શાળા

ગરુડ પુરાણ ( Garud Puran ) અનુસાર ગૌ-શાળા અત્યંત પવિત્ર સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણની કુપા તથા મર્યા પછી સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે નિયમિત ગૌ શાળાની મુલાકાત અને ગાયોના દર્શન ખૂબ જ જરૂરી છે. ગૌ શાળા પણ એક મોટું મંદિર જ છે. જે રીતે તમે ભગવાનના દર્શને જાવ છો એવી જ રીતે ગૌ શાળાના દર્શને પણ જાવ. ગુરડ પુરાણ કહે છે કે ગૌ શાળાના દર્શનથી જ તમારા મનમાંથી જાણે કષ્ટો દૂર થવા લાગશે.

ગૌખુર

ગાયમાતા પોતાના પગથી જ્યારે જમીન ખોતરતી હોય એ પ્રક્રિયાને ગાખુર કહેવામાં આવે છેે. આ પ્રક્રિયાના દર્શન ખૂબ જ લાભદાયી હોય છે. ગરુડ પુરાણ ( Garud Puran ) તો ત્યાં સુધી કહે છે કે આ રીતે ગોખુરમાં ગાયના પગમાંથી જે માટી નીકળી હોય તેનું તિલક અત્યંત પુણ્યશાળી તિલક છે.

પાકેલી ખેતી, લહેરાતો પાક

પાકેલી ખેતી એટલે પાક લણવા માટે તૈયાર હોય તે, લીલાછમ્મ ખેતરો લહેરાતા હોય, ચારે તરફ હરિયાળી જ હરિયાળી હોય એ દૃશ્ય. આવું દૃશ્ય આમ પણ ખૂબ જ મનમોહક હોય છે. પરંતું ધાર્મિક દૃષ્ટિએ પણ એનું ખૂબ મહત્વ છે. એને જોઈને શાંતિ પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે કે લહેરાતા ખેતરો નિયમિત રીતે જોવાથી તમારા જીવનમાં પણ અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

મિત્રો, આ ગુરડ પુરાણ ( Garud Puran ) ના મહત્વના શ્લોક મુજબ આ વસ્તુઓના નિયમિત દર્શન કરશો એટલાં માત્રથી જ તમારા જીવનમાં સારુ બનવા માંડશે. તમે ખૂબ પુણ્ય પ્રાપ્ત કરી શકશો અને પાપનો નાશ થશે.

***

ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *