Garud Puran | ગરુડ પુરાણની આ ૭ વાતો યાદ રાખશો તો જીવનમાં કદી માત નહીં ખાવ…!

 

Garud Puran | આ પુરાણ હિન્દુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક મહત્વનું પુરાણ છે. દુશ્મનો, દરીદ્રતા, રોગ વગેરેથી બચાવતા અને જીવનને શ્રેષ્ઠ બનાવતા ઉપાયો ગરુડ પુરાણ ( Garud Puran ) માં છે.

 

 

 

ગરુડ પુરાણ ( Garud Puran ) આપણા મહત્વના પુરાણોમાંનું એક છે. પરંતું ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા છે કે ગરુડ પુરાણમાં ફક્ત પાપ-પુણ્ય અને સ્વર્ગ – નર્કની જ વાતો છે. પણ એ માન્યતા ખોટી છે. તેમાં સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય ઉપરાંત પણ ઘણું બધું છે. ગરુડ પુરાણ તો વિશાળ ગ્રંથ છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની પણ અનેક વાતો સમાવેલી છે. ગુરડ પુરાણ ( Garud Puran ) માં એક તરફ જ્યાં મોતનું રહસ્ય છુપાયેલું છે તો બીજી તરફ જીવનને સફળ કરવાનું રહસ્ય પણ તેમાં જ છે.

ગરુડ પુરાણ ( Garud Puran ) માંથી આપણને ઘણી બધી શિક્ષા મળે છે. આ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન પર આધારિત છે. આ પુરાણ હિન્દુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક મહત્વનું પુરાણ છે. આવો જોઈએ ગરુડ પુરાણની એ ૭ વાતો જેને યાદ રાખવાથી, જેનું નિયમિત પાલન કરવાથી માનવી જીવનમાં કદી માત નથી ખાતો. એટલે કે પીછેહટ નથી કરતો.

શત્રુઓથી સાવચેત રહેવું

ગરુડ પુરાણ ( Garud Puran ) માં મિત્ર અને શત્રુ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. મિત્ર સાથે સ્નેહ રાખવો અને એને કદી દગો ના કરવો એની સાથે સાથે તેમા શત્રુથી હર-હંમેશ સતર્ક રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે. માનવીએ ચતુરાઈ પૂર્વક શત્રુથી બચતા રહેવું અને કદી કોઈ પણ શસ્ત્રુને નિર્બળ ના સમજવો. ગરુડ પુરાણના નીતિસારમાં કહેવામાં આવ્યું છે કે શત્રુઓનો મુકાબલો કરવા માટે સતર્કતા અને ચતુરાઈનો સહારો લેવો જોઈએ. જે વ્યક્તિ અભિમાનમાં આવીને શસ્ત્રુને નાનો સમજે છે અથવા તો શત્રુથી સાવચેત નથી રહેતો એને આ જીવનમાં જ નરક જેવી યાતનાઓનો ભોગ બનવું પડે છે.

 

સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા

ગરુડ પુરાણ ( Garud Puran ) માં ખાસ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શરીર અને વસ્ત્રોથી ગંદો રહે છે તે જીવનના દરેક ક્ષેત્રમાં પીછેહટ જ કરે છે. ગરુડ પુરાણ અનુસાર એ લોકોનું તમામ પ્રકારનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે, જે લોકો ગંદા વસ્ત્રો પહેરતા હોય છે. એવા લોકો ગમે તેટલી મહેનત કરે તો પણ તેમની પ્રગતિ થતી નથી. ગરુડ પુરાણમાં માનવીઓ માટે ખાસ તાકીદ કરવામાં આવી છે કે હંમેશાં સાફ-સુથરા, ચોખ્ખા અને ધોયેલા વસ્ત્રો જ પહેરવા જોઈએ. બની શકે તો વસ્ત્રો પર સારી સુગંધનો પણ છંટકાવ કરવો જોઈએ. જે ઘરમાં ગંદા વસ્ત્રો ધારણ કરનારા લોકો રહેતા હોય છે એ લોકોના ઘરમાં કદી લક્ષ્મીનો વાસ નથી થતો. કેટલીકવાર આપણે જાેઈએ છે કે વ્યક્તિ સાધન સંપન્ન હોય, પૈસાદાર હોય, સવગડવાળો હોય છતાં પણ ગંદા કપડાં પહેરતો હોય છે. ગરુડ પુરાણ મુજબ એવા લોકો તો ખાસ દરીદ્રતાનો ભોગ બનતા હોય છે અને જીવનમાં માત ખાતા હોય છે. માટે સાફ અને સુગંધિત વસ્ત્રો જ પહેરો.

 

કરત કરત અભ્યાસ, જડમતિ હોત સુજાન..

જીવનમાં જો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાન ખૂબ જરૂરી છે. ગરુડ પુરાણ કહે છે કે જો તમારે કોઈ ક્ષેત્રમાં માત ના ખાવી હોય તો અભ્યાસ કરો. જ્ઞાન અર્જિત કરો. આ અંગે તેમાં એક શ્લોક પણ છે કે,

કરત કરત અભ્યાસ, જડમતિ હોત સુજાન,
રસરી આવત જાત, સિલ પર કરત નિશાન.

અર્થાત – રસ્સીને વારંવાર પથ્થર પર ઘસવાથી પથ્થર પર જાે નિશાન પડી શકતા હોય તો નિરંત અભ્યાસ કરવાથી મૂર્ખ વ્યક્તિ પણ બુદ્ધિમાન બની શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. આમ ગરુડ પુરાણ મુજબ જ્ઞાન અર્જિત કરીને આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છે.

નિરોગી કાયા

નિરોગી કાયા એ જીવનનું મોટામાં મોટુ સુખ છે. નિરોગી કાયા માટે સૌથી જરૂરી છે સાત્વિક ભોજન. જે વ્યક્તિ ભોજન પર કાબુ નથી રાખી શકતો એ અવનવા રોગોનો શિકાર બને છે. ગરુડ પુરાણ કહે છે કે તમે એકવાર બીમારી પડશો તો સતત બીમાર પડ્યા કરશો. તમારી રોગીષ્ટ કાયા તમને ક્યાંય જંપવા નહીં દે, કોઈ કામ નહીં કરવા દે.અને તમે જીવનમાં દરેક ક્ષેત્ર માત જ ખાતા કરશો. અસફળતા પ્રાપ્ત કર્યા કરશો. માટે જાે આગળ વધવું હોય તો ગરુડ પુરાણની સલાહ માની કાયાને નીરોગી રાખો.

 

એકાદશીનું વ્રત…

એકાદશીનું વ્રત પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એમાંય ખાસ કરીને ગરુડ પુરાણમાં તો આ વ્રતનો મહિમા ખૂબ જ કરવામાં આવ્યો છે. આ વ્રત કરવાથી ચંદ્રની બુરી અસર જીવન પર હોય તો એ પણ નષ્ટ થઈ જાય છે. ગરુડ પુરાણ કહે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિએ નીતિ-નિયમો મુજબ એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ. જે વ્યક્તિ આ વ્રત કરે છે એ જીવનના અનેક કષ્ટોથી બચી શકે છે.

 

તુલસીનો છોડ અને તેની પૂજા..

ગરુડ પુરાણ કહે છે કે તમારી જિંદગીમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવનારો છોડ તુલસી છે. તુલસીને ઘરમાં વાવો. દરરોજ એને જળ અર્પણ કરો અને પૂજા કરો. સવારે સૂર્યોદય બાંદ પાંચ પાંદડા ચૂંટીને એનું સેવન કરો. આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓથી તમને છૂટકારો મળી જશે અને સફળતા કદમ ચૂમશે. પીછેહટનો તો પ્રશ્ન જ ઉભો નહીં થાય.

 

મંદીરમાં નિયમિત જવું અને દરેક ધર્મનું સન્માન કરવું

ગરુડ પુરાણ ( Garud Puran ) માં ખાસ લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મંદીરમાં જતો નથી, ભગવાનમાં માનતો નથી, ધર્મ અનુસાર વર્તન કરતો નથી એ નરકનો સહભાગી બને છે. પરંતું જે વ્યક્તિ દરેક ધર્મનું સન્માન કરે છે, ઈશ્વરની સેવા જ શ્રેષ્ઠ માને છે અને નિયમિત મંદીરે જઈ પૂજા – અર્ચના – સેવા કરે છે એ વ્યક્તિના જીવનમાં કદી દુઃખો આવતા નથી. અને આવે તો પણ હવામાં પીંછું ઉડી જાય તેમ ઉડી જાય છે. જિંદગીમાં તમારે જો કદી પીછેહટ ના કરવી હોય, માત ના ખાવી હોય તો આ નિયમનું પાલન કરો.

 

મિત્રો, આપણા મહાન ગુરડ પુરાણ ( Garud Puran ) ની આટલી વાતો ધ્યાનમાં રાખીને જીવન જીવશો તો જીવન ધરતી પર જ સ્વર્ગ સમાન બની જશે.

***

ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *