Gold ghari આ ગોલ્ડ મીઠાઈ 9000 રૂપિયાની કિલો સુરતમાં મળે છે! ખાવી છે?

 

Gold ghari આ ગોલ્ડ મીઠાઈ 9000 રૂપિયાની કિલો સુરતમાં મળે છે! ખાવી છે? કોરોનામાં અમેરિકાવાળા ૨૫ કિલો ખાઈ ગયા છે

આસો વદ એકમ એટલે ચંડી પડવો Chandi Padavo. આ દિવસને મનુષ્ય ગૌરવ દિવસ પણ હકેવાય છે. સુરતના લોકો માટે આ દિવસ ખાસ હોય છે. તેઓ આ દિવસને ઉત્સાહથી ઉજવે છે. સુરતમાં આસો વદ એકમના દિવસે ખાસ ઘારી ખાવાનો રીવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે, જે ચાંદની પડવો તરીકે ઓળખાય છે. આ દિવસે અહીં સાંજે ઘારી ખાવાનો રીવા જ છે.

ઘારી એટલે શું? ( Ghari , Surat )

ઘારી એટલે શું? એ તો ખબર જ હશે પણ જણાવી દઈએ કે ઘારી એટલે એક પ્રકારની માવાની મીઠાઈ. આ ખાસ પ્રકારની સુરતી મીઠાઈ છે. દૂધમાંથી માવો બને અને તેની સાથે રવો, મેંદો તેમજ સૂકોમેવો ભેળવી એક ચોક્કસ પ્રકારની મીઠાઈ સુરતના લોકોએ બનાવી છે અને આજે તે દુનિયા આખી ખાય છે.

સુરતની ઘારી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હવે ઘારી પ્રખ્યાત હોય એ બરાબર પણ તેને વધુ પ્રખ્યાત કરવા અહીંના ઘારીના વેપારીઓ કંઇકને કંઇક નવું કરતા રહેતા હોય છે. આ બખતે પણ કંઇન નવું થયું છે અને અનેક મીડિયાએ તેની નોંધ લેવી પડી છે.
થયું છે એવું કે સુરતની એક મીઠાઈની દુકાને ૨૪ કેરેટ સોનાના વરખમાંથી ખાઈ શકાય એવી ઘારી બનાવી છે જેનો કિલોનો ભાર ૯ થી ૧૧ હજાર સુધીનો રાખવામાં આવ્યો છે. આગામી ચંડીપડવાના ઉત્સવને ધ્યાનમાં રાખી આ ઘારી બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગોલ્ડન ઘારી વિદેશમાં ખુબ પ્રખ્યાત છે. કોરોનાકાળ હોવા છતાં અમેરિકામાં ૨૫ કિલો આ ઘારી મોકલવામાં આવી છે એવા અહેવાલો પણ છે.

જો કે આ સુરત છે, સુરત….સુરતનુ જમણ અને કાશીનું મરણ કહેવત એમને એમ નથી પડી. થોડા વર્ષો પહેલા અહી સુરતમાં જ એક મીઠાઈની દુકાન મીડિયામાં ચમકી હતી જે સોનાની અને હજારો રૂપિયાની કિલોવાળી મીઠાઈ વેંચતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *