Google Search Fraud | ગૂગલ પર તમે આ ૮ બાબતોને સર્ચ કરો છો? જો હા તો સાવધાન ઓનલાઇન ફ્રોડ તમારી સાથે થઈ શકે છે

 

Google Search Fraud | Google Search પર ભરોસો કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કે તમે ઘણીવાર જે સર્ચ કરો છો તેનાથી તમને જે જાણકારી મળે છે તે કદાચ Google દ્વારા ચેક ન પણ થઈ હોય. બસ આનો જ ફાયદો આ સ્કેમર્સ, કૌભાંડીઓ ઉપાડે છે અને તમને લૂટી લે છે.

 

લેખના મુદ્દા

  • Google સર્ચ પર ભરોસો કરવો યોગ્ય નથી
    અનેક જાણકારી Google દ્વારા ચેક થયા વગરની હોય શકે છે.
    કૌંભાડીઓ આનો જ ફાયદો ઉપાડે છે.

ઈન્ટરનેટ પર કંઇક શોધવું હોય તો સૌથી પહેલા આપણે Google પર જઈને સર્ચ કરીએ છીએ. Google થકી આપણે જોઇએ એવી અને જોઇએ તે વિષય પર સર્ચ મારીને માહિતી મેળવી શકીએ છીએ. આ ખૂબ સરળ છે. આ કોઇ પણ કરી શકે છે પણ ઉલ્લેખનીય છે કે તમે જે શબ્દથી સર્ચ કરો છો અને Google પર જે માહિતી આવે છે તે માહિતી પર વિશ્વાસ કરવો કે કેમ તે તમારા પર આધાર રાખે છે. કેમ કે બધી જ માહિતી સાચી હોય તેવું શક્ય નથી. માટે આવી માહિતી તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

આવું એટલા માટે કે તમે સર્ચ કરો અને જે માહિતી આવે તે બધી જ માહિતી Google દ્વારા ચેક થયેલી હોય તેવું શક્ય નથી. અમુક માહિતી Google દ્વારા ચેક ન પણ થેયેલી હોય. બસ આનો જ ફાયદો આ ઓનલાઇન ફ્રોડ કરનારા ઉપાડે છે. આ લોકો નકલી વેબસાઈટ બનાવે છે અને નકલી કન્ટેન્ટ અને ખોટી માહિતી અહી અપલોડ કરે છે. અહીં ઘણીવાત તમને ગમે એવી સલાહ પણ આપે છે. આ રીતે નકલી વેબસાઈટ બનાવી અનેક લોકોને ફસાવ્યા હોય એવી અનેક ઘટનાઓ પણ સામે આવી જ છે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ પર કે માહિતી આપવામાં આવે છે તે સાચી જ હોય છે તેવું સાબિત કરવું અશક્ય છે. કેમ કે Google Search એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. અહીં તમને એવી વેબસાઈટ મળશે કે જે તમને સાચી અને ઉપયોગી માહીતી આપે છે અને એવી વેબસાઈટ પણ છે કે જે ફ્રોડ કરવા બની હોય. જોકે Google પર SEO ના કારણે આવી વેબસાઈટ સર્ચમાં આગળ આવતી નથી પણ આ હેકર્સ હવે અહી સુધી પણ પહોંચી ગયા છે. માટે જ Google પર સર્ચ કરતી વખતે તમારે ધ્યાન રાખવા જેવું છે. આવો જાણીએ એવા ૮ સર્ચ પર જે સર્ચ કરતી વખતે તમારે સાવધાન રહેવાની જરૂર છે.

#1 Search customer care number

જ્યારે તમે કસ્ટમર કેરનો નંબર Google પર શોધી રહ્યા હોવ ત્યારે તમારે સાવધાન રહેવાનું છે. આ સૌથી પ્રચલિત ઓનલાઈન સ્કૈમ છે. ઘણીવાર આ કૌભાંડીઓ ખોટા નંબર નાખીને લોકોને ઓરિજિનલ નંબરથી દૂર રાખી ફસાવવાની કોશિશ કરતા હોય છે. આ નંબર ખોટો હોય છે અને લોકો ગૂગલ પર સર્ચ કરી તેને સાચો નંબર ગણી તેના પર ફોન કરતા હોય છે અને કોઇ ષડયંત્રમાં ફસાઈ જાય છે. આવામાં તમને જો કોઇ કંપનીનો કસ્ટમર કેરનો નંબર જોઇએ તો તે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જાવ અને તે વેબસાઈટનો સ્પેલિંગ ચેક કરી લો કે તે બરાબર છે કે નહી. આ સંદર્ભે થોડું જ ધ્યાન રાખશો તો એક ષડયંત્રમાં ફસતા બચી શકો છો.

#2 Banking Websites

જ્યારે પણ તમે કોઇ વેબસાઈટને ઓપન કરો ત્યારે તેની URL જરૂર ચેક કરો. એમા પણ જ્યારે તમે કોઇ ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ સર્ચ કરતા હોવ. એવી સલાહ આપવામાં આવે છે કે આવા કામ માટે તમારી પાસે કોઇ સટિક સત્તાવાર URL ના હોય ત્યાં સુધી તેને Google પર સર્ચ ન કરવી જોઇએ. કેમ કે ધણીવાર આ ઓનલાઈન ફ્રોડ કરનારા અસલી લાગતી નકલી વેબસાઈટ બનાવતા હોય છે અને ગ્રાહકોને ઠગતા હોય છે. આવામાં કોઇ બેંકનું કામ હોય તો તેની સત્તાવાર URL નો જ ઉપયોગ કરવો યોગ્ય છે.

#૩ App and Software search on Google

Google કોઇ એપ્સ અથવા સોફ્ટવેરને ન શોધો. આવું સર્ચ કરવાથી બચવું જોઇએ. જો તમેન કોઇ એપ્સ કે સોફ્ટવેર જોયતુ જ હોય તો તેની સત્તાવાર વેબસાઈટા શોધો અને તેના પર સર્ચ કરો. એપ્સ તો તમે એન્ડ્રોઈડ પર Google Play પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્સ તમે ગૂગલ પરથી ડાઉનલોડ ( Download ) કરી મોબાઇલમાં ઇનસ્ટોલ ( Install ) કરશો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. જે Google Play પર નથી તેવા એપ્સથી દૂર રહેવું જોઇએ.

#4 Search for medical information on Google

Google પર કોઇ દવા કેમેડિકલ સિસ્ટમ (medical information )ને સર્ચ (Search ) કરતા પહેલા પોતાના ફેમિલી ડોક્ટર સાથે એકવાર વાત કરી તેની માહિતી લઈ લેવી જોઇએ. જો તમે બિમાર હોવ તો ડોકટર પાસે જાવ Google પાસે નહી. કેમ કે બિમારી માટે ગૂગલ પાસેથી સલાહ લેવી જોખમી સાબિત થઈ શકે છે. ટૂંકમાં બિમારી માટે ગૂગલ સર્ચ ( Google Search ) પર ભરોસો કરવા જેવો નથી.

#5 Tips for Healthy life

Google પર હેલ્દી ડાયેટ ( Healthy diet ), વજન ઉતારવા કે વધારવાની જે ટિપ્સ ( Tips ) આપવામાં આવે છે તેના પર પણ ભરોસો કરવો યોગ્ય નથી. કેમ કે દરેક માણસની તાસીર અલગ હોય છે. બધાને એક જ ટિપ્સ ( Tips ) લાગુ પડે તેવું શક્ય નથી. માટે તેના પર ભરોસો ન કરો. આ માટે તેના જાણકાર પાસે જાવ અને તેની પાસેથી મહિતી લઈ તેને લાગુ કરો.

#6 Online Finance Tips

Google પર કોઇ પર્સનલ ફાઈનાન્સ, સ્ટોક માર્કેટ ટિપ્સ પર વિશ્વાસ ન કરો. હેલ્થ ટિપ્સ ( Health Tips ) ની જેમ આ ટિપ્સ ( Tips ) પર પણ ભરોસો કરવા જેવો નથી. ક્યારેક આ રીતે રોકાણ કરવા માટે ઓનલાઇન આપવામાં આવતી સલાહ દરેક વ્યક્તિ માટે એક જેવી ન પણ હોઇ શકે. ટૂંકમાં ઓનલાઈન જે રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે તેના પર વિશ્વાસ ન મૂકવો જોઇએ.

#7 Government Website

Google પર કોઇ સરકારી વેબસાઈટ ( Government Website ) સર્ચ કરી રહ્યા છો પહેલા તેને બરાબર તપાસી લો. સત્તાવાર વેબસાઈટ પર જ જાવ. ગૂગલ પર આવી વેબ સર્ચ ના કરો. ડાયરેક્ટ URL થી સર્ચ કરો. હેકર્સ સરકારી વેબસાઈટ ( Government Website ) પર પહેલા અટેક કરે છે. અહીં આવતા સામાન્ય લોકોને તેઓ આરામથી પોતાના ષડયંત્રનો શિકાર બનાવી શકે છે.

#8 Search for discount codes and coupons

Google પર કૂપન, ઇ-કોમર્સ વેબસાઈટ ( e commerce websites ) ની ઓફર શોધવી ન જોઇએ. ગૂગલ પર નકલી ઇ-કોમર્સ વેબસાઈટ ( e commerce websites ) અઢળક પ્રમાણમાં છે. આવી વેબસાઈટ ડિસ્કાઉન્ટ કૂપન ( discount codes and coupons ) કે કોડ આપવાની વાત કરી તમને પોતાની વેબસાઈટ પર ક્લિક કરાવે છે અને કોઇ ષડયંત્રનો શિકર તમને બનાવી શકે છે. લોભી માણસ આમા ઝડપથી ફસાઈ જાય છે. યાદ રાખો સત્તાવાર ઇ-કોમર્સ વેબસાઈટ તમને ડિસ્કાઉન્ટ કે કૂપન ( discount codes and coupons ) આપે તો જ તેના પર વિશ્વાસ કરી શકાય, થર્ડ પાર્ટી વેબ પર તમે આ રીતે કોડ કે ડિસ્કાઉન્ટ ( Discount ) લેવા જશો તો તમે સ્કેમમો ભોગ બની શકો છો.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *