Gujarat Rain | રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી । અહીં પડી રહ્યો છે ધોધમાર વરસાદ

Gujarat Rain | રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી । અહીં પડી રહ્યો છે ધોધમાર વરસાદ

Gujarat Rain | છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો પણ હવે હવામાન વિભાગના મતે રાજ્યમાં આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થવાની છે. ઉલ્લેખનીય વાત એ છે કે દક્ષિણ ગુજરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ પણ ગઈ છે. હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. એટલે કે ગુજરાતમાં ફરી મેધરાજા આવી પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૬૩ ટકા જેટલો વરસાદ થયો છે.

 

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. કચ્છ, સોમનાથમાં પણ વરસાદ નોંધાયો છે. સૌથી વધારે સુરતમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

જનજીવન પર પણ વરસાદની અસર જોવા મળી રહી છે. કામ ધંધે જનારા લોકોને તકલીફ પડી રહી છે. મળતી માહિતી મુજબ સુરતના લિબાયતમાં માત્ર બે કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજ સવારથી જ અહીં વરસાદ પડી રહ્યો છે.

થોડા દિવસથી વરસાદ બંધ હોવાથી વાતાવરણમાં ઉકળાટ જોવા મળતો હતો પણ હવે વરસાદ આવવાથી રાજ્યમાં ઠંડક પસરી ગઈ છે.

ઉલ્લેખનીય વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શરૂઆત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી થઈ છે. આગામી સમયમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અને પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *