સૌરાષ્ટ્રના સાવરકુંડલાનો આ રીયલ બનેલી ઘટના છે.અમરેલી પોલીસની કામગીરીને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે. પણ દર વખતે સારા નસીબ નથી હોતા. પોલીસ તો પોતાના તન, મન, ધનથી મુશ્કેલીઓમાં મુકાયેલાઓને મદદ કરવાના પ્રયત્નો કરે જ છે. પણ ક્યારેક બહું મોડું થઈ જતું હોય છે.

– કલ્પેશે પ્રવિણાને બાથ ભરી લીધી. એને પોતાના બાહુપાશમાં દબાવી લીધી અને ચુંબનો કરવા માંડ્યો.
– પ્રવિણાએ કલ્પેશને હનીટ્રેપમાં ફસાવ્યો અને બિભત્સ વિડિયો ઉતારી લીધો.
– કલ્પેશના ભાઈને ફોન કરીને ૨૪ કલાકમાં ૨૫ લાખ માંગ્યા.
સાવરકુંડલા પાસે આવેલા બાઢડા ગામની સીમની સોંસરવા બનાવેલા રફ રસ્તે કલ્પેશની કાર પૂરપાટ જઈ રહી હતી. એની બાજુમાં પ્રવિણા બેઠી હતી હતી. કલ્પેશ ગાડી ચલાવતા ચલાવતા પ્રવીણા સાથે છેડછાડ કરી રહ્યો હતો. પ્રવિણાએ મીઠો છણકો કર્યો, ‘આટલી રાહ જાેઈ છે તો હવે થોડી જોઈ લ્યો ને. વાડીનું ઘર હવે ઢુંકડું જ છે.’
‘આમ આખો દિવસ તરસ્યા રહી શકીએ. પણ એકવાર માટલું પાંહે હોય પછી તરસ્યા રહેવું મુશ્કેલ છે. હવે નથી રેવાતું.’ કલ્પેશે ઉન્માદ ભર્યા અવાજે કહ્યુ.
પ્રવિણાના મગજમાં કંઈક કેટલાંયે વિચારો ચાલી રહ્યાં હતા. એણે કહ્યુ, ‘રેવાતું તો મારાથી ય નથી. પણ ચાલું ગાડીએ કાંઈ…..’ એ બહું જ બિભત્સ બોલી અને બંને જણ હસી પડ્યા.
આખરે ગાડી વાડીએ પહોંચી. બંને જણ કારમાંથી ઉતર્યા અને વાડીમાં બાંધેલી એક ઓરડીમાં પ્રવેશ્યા. અંદર જતાં જ કલ્પેશે પ્રવિણાને બાથ ભરી લીધી. એને પોતાના બાહુપાશમાં દબાવી લીધી અને ચુંબનો કરવા માંડ્યો.
પ્રવિણા પણ તરબતર થઈ ગઈ હતી. એણે કસીને કલ્પેશને પકડી લીધો. બંને જણ અલૌકિક આનંદ લઈ રહ્યાં હતા. એક મેકના મોટાભાગના વસ્ત્રો પણ ખેંચીને ફગાવી દીધા હતા. ત્યાં જ બહાર કોઈક ગાડી આવીને ઉભી રહી. એ બંને જણ કંઈ વિચારે એ પહેલાં જ ત્રણ લોકો અંદર ધસી આવ્યા. એક જણે કલ્પેશ અને પ્રવિણાનો કઢંગી હાલતમાં વિડિયો શૂટ કરી લીધો અને પછી ફોટા ય પાડવા માંડ્યા. કલ્પેશ ગભરાઈ ગયો, ‘ક..ક… ક કોણ છો તમે? અહીં શા માટે આવ્યા છો?’
‘તારો કાળો છીએ અમે. સાલા મારી બહેનને ભોળવીને એના પર બળાત્કાર કરે છે? હવે તો પોલીસને જ બોલાવું છું!’ આવેલા લોકોમાં એક મહિલા પણ હતી. એણે કહ્યુ.
બીજા બંને જણે તરત જ કલ્પેશને ગડદા પાટુનો માર મારવા માંડ્યો અને કહ્યુ, ‘તારા અને પ્રવિણાના ફોટા પણ પાડી લીધા છે અને વિડિયો પણ ઉતારી લીધો છે. આને વાઈરલ પણ કરી દઈશું અને પોલીસ કેસ પણ કરીશું. તને જેલ ભેગો કરી દઈશું.’
કલ્પેશના પગ તળેથી જમીન સરકી ગઈ. એ પરણીત હતો. ઘરે બાળ – બચ્ચા, ભાઈઓ બધાનો પરિવાર હતો. પ્રવિણા એની પ્રેમીકા હતી. કલ્પેશ લોકોના પગમાં પડી ગયો, ‘ના, ભાઈ એવું ના કરશો. મેં બળાત્કાર નથી કર્યો. અમે બંને પ્રેમમાં છીએ. જે કંઈ થયું તે અમારા બંનેની મંજુરીથી થયું છે.’ આટલું બોલીને એ પ્રવિણા તરફ ફર્યો અને બોલ્યો, ‘પ્રવિણા બોલ ને તું કે મેં તારી સાથે બળાત્કાર નથી કર્યો. આપણે આપણી મરજીથી ભેગા થયા છીએ. આ લોકો આ વિડિયો વાયરલ કરી દેશે તો આપણે મરી જઈશું!’ પણ કલ્પેશના માથે બીજાે વજ્રાઘાત થયો. પ્રવિણા અને આવેલા બધા જ શબ્ખો ખડખડાટ હસી પડ્યા. પ્રવીણા બોલી, ‘મારા વ્હાલમ, મારી મરજીથી કાંઈ નથી થયું હોં. તુ મને ફસાવીને અહીં લઈ આવ્યો છે! તેં મારા પર બળાત્કાર કર્યો છે!’ પ્રવિણા એ લોકો પાસે જઈને ઉભી રહી ગઈ, ‘તું ફસાઈ ગયો છે કલ્પેશ. હવે તું ગયો!’
પ્રવિણાના શબ્દોથી કલ્પેશના હોંશ ઉડી ગયા. એ સમજી ગયો કે આ આખું કાવતરું જ હતું. એ રડવા માંડ્યો. પેલા લોકોના પેટનું પાણી પણ ના હલ્યુ. એમાના એક સાગરિતે કહ્યુ, ‘જો કલ્પેશ તારે છૂટવું હોય તો એક જ રસ્તો છે! અમને ગમે તેમ કરીને પચાસ લાખ રૂપિયા આપી દે. નહીંતર તારા રાઈ રાઈ જેવા ટૂકડા કરીને ડેમમાં નાંખી દઈશું. મગરને ખવરાવી દઈશું.’
કલ્પેશ બોલ્યો, ‘ભાઈ, મારી પાસે એટલા બધા રૂપિયા તો નથી.’ કલ્પેશે રૂપિયા આપવાની અસમર્થતા બતાવી એટલે એ લોકોએ કલ્પેશને ખૂબ માર્યો અને પછી ત્યાંથી કલ્પેશની જ કારમાં એનુ અપહરણ કરીને વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે રહેતા દિનેશ દેવજી ડાભીની વાડીએ લઈ ગયા. ત્યાં જઈને પણ એને ખૂબ માર્યો. આખરે કલ્પેશ ખૂબ ડરી ગયો. એને સમજાઈ ગયું કે જાે એ પૈસા નહીં આપે તો આ લોકો ખરેખર એને મારીને ફેંકી દેશે. આખરે એણે ૨૫ લાખ રૂપિયા આપવાની બાહેંધરી આપી. પેલા લોકો એને મારતા અટક્યા અને કહ્યુ, ‘તું કોઈને જાણ કર અને અમે કહીએ એ સરનામે રૂપિયા આંગડિયા કરાવી દે.’
કલ્પેશે તરત જ એના મોટાભાઈ અશ્વિનને ફોન કરીને બધી વિગતો જણાવી પચ્ચીસ લાખ રૂપિયાની સગવડ કરવાનું કહ્યુ. આરોપીમાંથી પણ એક જણે વાત કરી અને અશ્વિનભાઈને કહ્યુ, ‘તમે જ્યાં સુધી પૈસાની સગવડ નહીં કરો ત્યાં સુધી તમારો ભાઈ છૂટશે નહીં. અને યાદ રાખો! તમારી પાસે ચોવીસ કલાક જ છે. જાે એટલા સમયમાં પૈસા ભેગા ના કર્યા અથવા તો પોલીસને જાણ કરી તો તમારો ભાઈ ગયો સમજજાે.’
અશ્વિનભાઈ ગભરાઈ ગયા. પણ તેમને પોલીસમાં અત્યંત વિશ્વાસ હતો. તેઓએ પોલીસ પાસે જવાનો નિર્ણય કર્યો.
***
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના ગામમાં આકાર પામનારી આ ઘટનાના છે મે- ૨૦૧૯ની. આ ઘટનાના મુળ બહું જુના હતા. વાત એમ હતી કે સાવરકુંડલાના બાઢડા ગામમાં રહેતો ૪૩ વર્ષનો કલ્પેશ સરધરા એક વખત મોબાઈલ દ્વારા પ્રવીણાના પરિચયમાં આવ્યો. પ્રવિણા બાબરા તાલુકાના ખંભાળામાં રહેતી હતી. એનું મુળ નામ પરમા પોપટ સુરસા. બંને રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજો મોકલતા અને ધીમે ધીમે પ્રેમમાં પડી ગયા. પછી તો વોટ્સ એપ પર બિભત્સ વાતો પણ થવા માંડી. અને બંનેએ શરીર સુખ મેળવવા માટે મળવાનું પણ નક્કી કર્યુ.
હકિકતમાં પ્રવિણા કલ્પેશને પ્રેમ-બ્રેમ નહોતી કરતી. એ તો કેટલાંક લોકો સાથે મળીને કલ્પેશને ફસાવીને રૂપિયા પડાવવા માંગતી હતી. પ્રવિણા અને કેટલાંક સાગિરતોએ હનીટ્રેપ પ્લાન બનાવ્યો હતો. પ્રવિણા અને તેના સાગરિતોના કાવતરાના ભાગ રૂપે જ પ્રવિણાએ પ્રેમનું નાટક કરી કલ્પેશ સરધરાને ફસાવ્યો હતો અને એ દિવસે એની જ વાડીએ બોલાવ્યો હતો. પ્રવિણાએ આ જાણ બધાને કરી દીધી અને એના સાગરિતો ત્યાં પહોંચી ગયા. પછી માર મારીને અપહરણ કરીને કલ્પેશને લીમધ્રા ગામની વાડીમાં લઈ ગયા હતા. ત્યાંથી એના ભાઈને ફોન કરીને પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
***
કલ્પેશનું અપહરણ થયાના સમાચાર સાંભળીને એના પરિવારમાં ભુકંપ મચી ગયો હતો. એના ભાઈ અશ્વિને તરત જ પોલીસને જાણ કરી. અમરેલીના પોલિસ અધિકારીઓ તરત જ સતર્ક થઈ ગયા અને હરકતમાં આવી ગયા. પોલીસે જુદી જુદી ટીમ કામે લગાવી દીધી. પોલીસ અધિકારીઓએ પોતાનું નેટવર્ક લગાવીને અનુભવથી થોડા જ સમયમાં અપહરણ કરનારા લોકોની ભાળ મેળવી લીધી. પોલીસને ખબર પડી ગઈ કે અપહરણકારોએ કલ્પેશને વિસાવદર તાલુકાના લીમધ્રા ગામની વાડીમાં ગોંધી રાખ્યો છે. પોલીસે તરત જ ત્યાં રેડ પાડી અને કેટલાંક અપરાધીઓને પકડી પાડી કલ્પેશને હેમખેમ બચાવી લીધો. ધરપકડ થયેલા કેટલાંક લોકોએ આખરે ગુનો કબુલ કરી લીધો. અને પછી બીજા ગુનેગારો જે ફરાર હતા એમની પણ ધરપકડ થઈ. આ આખા કાવતરમાં સંડોવાયેલા લોકોમાં રેખા મેવાડા, સાવરકુંડલાનો ભીખુ કરમટા, વિસાવદરનો ધના ગુજરિયા, લીમધ્રાનો દિનેશ ડાભી અને શબ્બીર મોરી ઉપરાંત જુનાગઢના ઈમ્તિયાઝ બલોચ, વિસાવદરના અફઝલ મંઘરા અને નાશીર શેખ અને શોયલ નામના વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.
કલ્પેશ સરધરા આ બાબતે કહે છે કે, ‘અમરેલી પોલીસ ના હોત તો હું આજે જીવતો ના હોત. હું તેમનો ખૂબ આભારી છું.’
વાત સાચી છે. અમરેલી પોલીસની કામગીરીને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે. પણ દર વખતે સારા નસીબ નથી હોતા. પોલીસ તો પોતાના તન, મન, ધનથી મુશ્કેલીઓમાં મુકાયેલાઓને મદદ કરવાના પ્રયત્નો કરે જ છે. પણ ક્યારેક બહું મોડું થઈ જતું હોય છે. પીડીતે જીવ પણ ગુમાવવાનો વખત આવે છે. માટે કદી પણ આવી ચાલમાં ના ફસાશો. પળ-બે પળના આનંદ માટે તમારી જાતને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના મુકશો. લગ્નેત્તર સંબંધો કદી કોઈને સુખ નથી આપી શક્યા આ વાત પથ્થરની લકીર પર લખી રાખજાે.
આ ક્રાઈમ કથા આપને લગ્નેત્તર સંબંધોની લાલચ આપી ફસાવતી ટોળકીઓથી સાવચેત રહેવા માટે જ રજુ કરવામાં આવી છે.
સરુક્ષિત રહો… સચેત રહો.
ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.
***
(આ ક્રાઈમ કથામાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારોના નામ સાચા છે. તથા કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)