બોધકથા । ઉંદર હીરો ગળી ગયો । Gujarati Bodh katha

 

Gujarati Bodh katha | Gujarati Short Story | ઉંદર હીરો ગળી ગયો 

એક્વાર એક ધનવાન શેઠના ઘરે એક ઉંદેડો શેઠનો કીંમતી હીરો ગળી ગયો. શેઠ ટેન્શનમાં. શેઠની હવેલીમાં અનેક ઉંદરો છે. તેને પકડી હીરો મેળવવો કેવી રીતે?

આથી આ શેઠે એક ઉંદર મારવાવાળાને આ કામ સોપ્યું. આ ઉંદરનો શિકાર કરવા આવેલ વ્યક્તિ શેઠની હવેલી પહોંચ્યો ત્યાં સુધીમાં શેઠે હવેલીના મોટાભાગના ઉંદરો પકડી એક મોટા પાજમાં પૂરી દીધા હતા. પણ હીરો કયો ઉંદર ગળી ગયો છે તે શોધવો મુશ્કેલ કામ હતું.
પણ ઉંદર પકડનારને માટે આ મોટી વાત ન લાગી. સેકડો ઉંદરોમાંથી જે ઉંદર હીરો ગળી ગયો હતો શિકારીએ તેને જ પકડી લીધો.
આ જોઇ બધા ચકિત થઈ ગયા. શેઠે પેલા વ્યક્તિને પ્રશ્ન કર્યો કે આટલા બધા ઉંદરમાંથી તને કેવી રીતે ખબર પડી કે હીરો આ ઉંદરે જ ગળ્યો છે?

શેઠની આ વાત સાંભળી પેલા વ્યક્તિએ જે કહ્યું તેમાં ખૂબ મોટો બોધ છે…

પેલા વ્યક્તિએ હતું કે આ કામ ખૂબ સરળ છે. જ્યારે કોઇ મુર્ખ ધનવાન બની જાય છે તો સૌથી પહેલા પોતાના લોકોનો સાથ છોડી દે છે. પોતાના લોકોને મળવાનું ઓછુ કરી દે છે. આ ઉંદર હીરાનો ભાર પેટમાં ઊંચકીને બધાથી અલગ બેઠો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *