પ્રયાસ કરો – એક નાનકડી પહેલ | Gujarati Short Story Both katha

Gujarati Short Story Both katha | બોધકથા

એક ગામમાં આગ લાગી હતી. આગ વધતી જતી હતી અને ગામના લોકો આગને રોકવા આમ તેમ દોડા-દોડી કરી રહ્યા હતા. મોટાભાગના લોકો માત્ર ઉભા હતા. આગને જોતા હતા. વાતો કરતા હતા. હજારોની ભીડમાંથી માત્ર બે-ચાર લોકો જ આગ ઓલવવાની કોશિશ કરતા હતા.

આવામાં એક ચકલી ઉડીને ત્યાં આવી. ચકલીએ આ બધું જોયું. તે પણ આગને રોકવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાની નાનકડી ચાંચમાં પાણી ભરીને તે આગ પર છાંટવા લાગી. ચકલીનું આ કામ જોઇને કાગડો તો હંસવા જ લાગ્યો.

આથી ચકલીએ પૂછ્યું કેમ હશો છો કાગડાભાઈ…!

કાગડાએ કહ્યું કે તું જે કરી રહી છે તેનાથી શું ફરક પડશે?

કાગડાની આ વાત સાંભળી ચકલીએ જે કહ્યું અને પછી જે થયું તે વાંચવા જેવું છે…!

ચકલી કહ્યું કે મારા આ નાનકડા કામથી કોઇ ફરક પડે કે ન પડે પણ મને એ વાતનો ગર્વ છે કે આ આગ ઓલવનારા લોકોમાં મારી ગણતરી થશે આગ જોવાવાળા કે લગાવવાવાળમાં નહી…!

આટલું કહી ચકલી પાછી પોતાના કામમાં લાગી ગઈ. ચકલીની આ નાનકડી પહેલ ગામના લોકોએ જોઇએ. આથી ગામના અન્ય લોકોને પણ લાગ્યું કે એક નાનકડી ચકલી આગ રોકવામાં મદદ કરી શકે છે તો આપણે આ રીતે માત્ર ઉભા રહેવું જોઇએ…

ગામના બધા જ લોકો આગ ઓલવવામાં લાગી ગયા. અને આગ ઓલવાઇ ગઈ…એક નાનકડા પ્રયાસથી પણ ઘણીવાર મોટા પરિણામ મળતા હોય છે…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *