પતિ-પત્ની | દરેલ પતિ-પત્નીએ અચૂક વાંચવા જેવી વાત |  Gujarati Short Story Pati Patni

 

Gujarati Short Story Pati Patni | દરેલ પતિ-પત્નીએ અચૂક વાંચવા જેવી વાત..

Gujarati Short Story Pati Patni | એક દંપતી હતું. એકબીજાને દિલ ફાડીને ચાહે. લગ્નનાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષ થયાં હતાં પણ પ્રેમ એમનો આભને આંબતો હતો. એક દિવસ પત્નીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. પતિ એને તાત્કાલિક હાસ્પિટલ લઈ ગયો. થોડા દિવસ દવાખાનામાં રાખ્યા બાદ ડાક્ટરે જાહેર કર્યું કે એમની પત્ની અલ્ઝાઈમરનો ભોગ બની છે. એને હવે કશું જ યાદ નથી. એ એની પાછલી જિંદગીની તમામ પળો, લોકો, સંબંધીઓ બધું જ ભૂલી ગઈ છે. એના સાજા થવાના કોઈ ચાન્સ નથી. પતિ આઘાતથી સ્તબ્ધ થઈ ગયો.

પત્ની હાસ્પિટલમાં જ હતી. પતિ રોજ હાસ્પિટલ જતો. એને પ્રેમથી જમાડતો. એની સાથે વાતો કરતો, જૂના સંસ્મરણો તાજાં કર્યા કરતો. પણ પત્ની અજાણ્યાની જેમ સાંભળ્યા કરતી. કંઈ પ્રતિભાવ ન આપતી. આવું લગભગ બે વર્ષ ચાલ્યું. એક દિવસ નર્સે પતિને કહ્યું…
‘અંકલ, તમે નાહકના ધક્કા ખાવ છો અને તમારું ગળું દુખાડો છો. તમારી પત્નીમાં હવે કોઈ ફર્ક નથી પડવાનો. એ તમને નથી ઓખળતી. તમારી સાથેનો સંબંધ પણ એને ખબર નથી.
નર્સની આ વાત સાંભળી પતિએ જે કહ્યું તે વાક્ય ખૂબ પ્રેરણાત્મક છે…
આખી વાત વાંચવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો…

પતિએ જવાબ આપ્યો, ‘એ ભલે મને ના ઓળખતી હોય પણ હું તો એને ઓળખું છું ને! મને એની સાથેનો સંબંધ ખબર છે એટલું પૂરતું છે.

બસ આગળ કંઈ કહેવું નથી. પતિ-પત્નીના સંબંધની આ ચરમસીમા છે.

લગ્નસંબંધ – મખમલને મુલાયમ રાખવાનો સંબંધ

લોહીના ના હોય એવા સંબંધોમાં બંધાતો શ્રેષ્ઠ સંબંધ છે પ્રેમસંબંધ. અને આ પ્રેમસંબંધ ક્યાંક ને ક્યાંક લગ્નસંબંધ સાથે જોડાયેલો છે. લગ્ન એટલે પતિ અને પત્નીનો સંબંધ. પ્રેમ બાદ વ્યક્તિઓ લગ્નથી જોડાય છે અથવા લગ્ન બાદ પ્રેમના તાંતણે બંધાય છે. આ સંબંધમાં પ્રેમ એ લ.સા.અ. છે.

પતિ અને પત્નીનો સંબંધ એ એવો સંબંધ છે જે જોડાય છે તો લાગણીથી પણ એ લોહીના સંબંધને જન્મ આપે છે. બહુ સામાન્ય પણ માર્મિક વાત છે. આ વાત જ આ સંબંધની તાકાતની સાક્ષી પૂરે છે. આખી દુનિયામાં જેટલા પણ લોહીના સંબંધો છે એ લગ્નસંબંધથી જોડાયેલા છે. લગ્ન દ્વારા જ પતિ અને પત્ની સંતાનને જન્મ આપે છે અને એમાંથી પછી દીકરો, દીકરી, ભાઈ, બહેન, કાકા, કાકી વગેરે લોહીના સંબંધોનો જન્મ થાય છે.

શ્રેષ્ઠતાની પણ ટોચે મૂકી શકાય એવા પતિ-પત્નીના સંબંધનો પિંડ વિશ્ર્વાસ, હૂંફ, દોસ્તી અને આકર્ષણથી બંધાયેલો હોય છે. આ સંબંધમાં હોય છે તો મૂળ લાગણી જ પણ એના જેવો રંગ બીજે ક્યાંય જોવા નથી મળતો. જુદા જ રંગના આ સંબંધને જાળવવો સાવ સહેલો પણ છે અને બહુ અઘરો પણ. ઘણા લગ્નસંબંધો તૂટતા પણ હોય છે પણ તેમ છતાં એક વાત જો કહેવી હોય તો જરૂર કહી શકાય કે લગ્ન એ એક એવો સંબંધ છે જેમાં શરીર બે હોય છે પણ આત્મા એક જ. આ મખમલને મુલાયમ રાખવાનો સંબંધ છે…

રાજભોગ……………………………………..

તમારે તમારા સંબંધોને ગાઢ અને આત્મીય બનાવવા છે ને ?
તો તમે તમારી સાથે સંબંધ ધરાવતા તમામ લોકોના
શ્ર્વેત-શ્યામ ચહેરાને માત્ર જોયા ન કરો.
તેમાં થોડા નવા રંગો ભરવાના ભરપૂર પ્રયાસો કરો.

– માર્ક બ્રાયન

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *