Site icon Gujjulogy.com

હવે કોઇ રેબીઝ (હડકવા)નો ભોગ નહીં બને, સરકારે લીધો છે આ નિર્ણય

હડકવા ( રેબીઝ ) થી થતા મૃત્યુમાં 75% ઘટાડો, 2030 સુધીમાં મૃત્યુ શૂન્ય કરવાનો લક્ષ્યાંક

હાલમાં ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક કબડ્ડી ખેલાડીનું એક નાનકડું શ્વાન કરડવાથી મૃત્યુ થયું છે. દોઢ મહિના પહેલા બ્રજેશ સોલંકી નામના આન ખેલાડીને એક નાના શ્વાનનો નખ વાગ્યો હતો એણે રેબીઝના ઇંજેક્સના ન લીધા અને તેનું હમણાં જ હડકવાના કારણે મૃત્યુ થયુ હતું. હડકવા એક એક જીવલેણ વાઈરસ રોગ છે. જે પ્રાણીઓના કરડવાથી થતો હોય છે. આ માટે રસીની શોધ થઈ છે પણ એનો કોર્ષ પૂરો કરવો પડે છે. લોકો થોડી બેદકારી રાખે છે અને આ રોગના ભોગ બને છે.

ઉલ્લેખનીય વાત એ છે કે ભારતમાં રેબીઝ (હડકવા)થી થતા મૃત્યુમાં 75% ઘટાડો નોંધાયો છે. દર વર્ષે લગભગ 5,000 લોકો રેબીઝથી મૃત્યુ પામે છે ત્યારે સરકારે 2030 સુધીમાં તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ICMR દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, દેશમાં દર વર્ષે લગભગ 90 લાખ લોકો પ્રાણીઓના કરડવાથી મૃત્યુ પામે છે, જેમાંથી બે તૃતીયાંશ લોકો કૂતરા કરડવાથી મૃત્યુ પામે છે.

સારા સમાચાર એ છે કે હવે દેશની 80 ટકા સરકારી હોસ્પિટલોમાં રેબીઝની રસી ઉપલબ્ધ છે, અને સરકાર આગામી સમયમાં તેને તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ચેન્નાઈ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (NIE) ના ડિરેક્ટર ડૉ. મનોજ મુર્હેકરના જણાવ્યા અનુસાર, સરકાર “વન હેલ્થ એપ્રોચ” પર કામ કરી રહી છે, જે માનવો, પ્રાણીઓ અને પર્યાવરણના સ્વાસ્થ્યને એકસાથે ધ્યાનમાં લે છે.

Exit mobile version