Health | દુનિયાના સાત સૌથી મોટા ડોક્ટર જે તમારી પાસે જ છે! જાણો અને સમજો

 

Health | ભારતીય સંસ્કૃતિના વિશ્વમાં કેમ સ્વીકાર્ય છે? તેના કારણ અનેક છે, તે માનવીને આત્મનિર્ભર બનાવે છે. જીવન પોતાની જાતે એ પણ કોઇની મદદ લીધા વગર કેવી રીતે જીવી શકાય તેના દર્શન તમને ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા નહી મળે. આ મહામારીનો સમય છે ત્યારે ડોક્ટરો ભગવાનરૂપ સાબિત થયા છે. પણ અહીં વાત એવા સાત ડોક્ટરની કરવી છે જે તમારી પાસે જ છે. જે આપણી સંસ્કૃતિની દેન છે. થોડી કાળજી રાખો તો જીવન તંદુરસ્ત રીતે જીવી શકાય છે. કેમ કે આ સાત ડોકટરો તમારી પાસે જ છે. જે દવા વગર તમને રોગથી દૂર રાખે છે. આવો જોઇએ…

#૧ સૂર્યના કિરણો

આયુર્વેદ કહે છે કે સૂર્યના વહેલી સવારના કિરણો અનેક રોગો ને દૂર કરી શકે છે. નેચરોપેથીથી લઈને આયુર્વેદ સુધી બધે જ સૂર્યના તડકા નીચે હરવા ફરવાનું કહેવામાં આવે છે. સુર્યના કિરણો શરીર માટે ફાયદા કારક છે. વહેલી સવારે સુર્યનમસ્કાર કરવાથી ફાયદો થાય છે એનું કારણ પણ આ જ છે. સુર્યના સીધા કિરણો શરીર પણ પડવાથી શરીર અનેક હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત થઈ જાય છે. સુર્યના કિરણથી શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

#૨ રોજની ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ

તંદુરસ્તીનું રહસ્ય યોગ્ય અને પૂરતી ઊંઘમાં છુપાયેલું છે. શરીરને આરામ જરૂરી છે. જો તમારે આખો દિવસ સ્ફ્રુર્તિમાં પસાર કરવો હોય તો પૂરતી ઊંઘ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી ઊંઘથી ઘટી જાય છે. એટલે જ ઉજાગરા ન કરવાની સલાહ આપવામાં આવે છે. માટે શરીરને તંદુરસ્ત રાખવા રોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ જરૂરી છે. આપણા જીવનમાં ઊંઘનું પણ મહત્વ છે તેને સમજવું ખૂબ જરૂરી છે.

#૩ શુદ્ધ અને સાત્વિક ભોજન

માનવ તરીકે આપણે હંમેશાં શુદ્ધ અને સાત્વિક આહાર જ લેવો જોઇએ. માંસાહારનો ત્યાગ કરવો જોઇએ. ભગવાને આપણી હોજરી જેના માટે બનાવી છે તેવો આહાર જ આપણે આરોગવો જોઇએ. જેનાથી આપણું પાચન સારુ રહે છે. આપને જે ભોજન શરીરને આપીએ છીએ તેમાથી ઊર્જા મળે છે. આપણે ભોજન ઊર્જા મેળવવા કરીએ છીએ પણ ખરેખર વિચારો ભોજન કર્યા પછી તમારી ઊર્જા વધે છે કે ઘટી જાય છે? હાલની જીવનશૈલી પ્રમાણે ઘટે જ જાય છે. કેમ કે આપણે શરીરને જે આહર જોઇએ છે એ આપતા નથી જ. હોજરીનું પર આ વણજોયતા આહારથી કામ વધી જાય છે અને આપણને ભોજનથી ઊર્જાની જગ્યાએ આળસ મળે છે. માટે થોડો દિવસ શુદ્ધ, સાત્વિક અને ભૂખ કરતા થોડું ઓછુ ખાઈ જુવો, નક્કી તમારા શરીરમાં તમને ફરક દેખાશે…

#૪ પૂરતું પાણી

બધાને ખબર છે કે આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે. આપણા શરીરમાં પૂરતું પાણી હોવું ખૂબ જરૂરી છે. માટે જ ડોક્ટરો વધારે પાણી પીવાનું કહે છે. વધારે પાણી પીવાથી આપણા શરીરનો કચરો સાફ થાય છે. શરીરના ઝેરી તત્વોની મુક્તિ આપણે પાણી અપાવે છે. શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. માટે રોજ પૂરતું પાણી પીવો..પાણી ઘુંટડે ઘુંટડે પીવો.

#૫ યોગ, પ્રણાયામ, હળવી કસરત

શરીરને જેમ આરામની જરૂર છે તેમ પરિશ્રમની પણ જરૂર છે. આપણે રોજ જે ભોજન આરોગીએ છીએ તેને પચાવવા માટે થોડી કસરત જરૂરી છે, ચાલો, દોડો, પરિશ્રમ કરો. આ ખૂબ જરૂરી છે. આનાથી તમારા શરીરના અંગો બરોબર કામ કરશે. શરીરની સાથે મનની શુદ્ધી પણ જરૂરી છે. આ માટે યોગ કરો, પ્રાણાયામ કરો. કોરોનાકાળમાં યોગ, પ્રાણાયામની શક્તિ આખી દુનિયાએ સ્વીકારી છે.

#૬ સ્વયં પર વિશ્વાસ

જો તમને તમારા પર વિશ્વાસ હશે તો જ જીવનમાં તમે કંઇક કરી શકશો. તમને તમારામાં જ વિશ્વસ નહી હોય તો લોકો તમારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકે. માટે સૌથી પહેલા સ્વયં પર વિશ્વાસ રાખો. આ ખૂબ જરૂરી છે

#૭ સારા સંબંધ, સારા મિત્રો

અમેરિકામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા એક સર્વેનું તારણ એવું નીકળ્યું છે કે જે વ્યક્તિના સંબંધો સારા હતા તે તંદુરસ્ત અને લાંબુ જીવનારા હતા. સંબંધ સારા હશે તો તમે તણાવમાં નહી આવો અને તમને તો ખબર છે તણાવ અનેક રોગોનું મૂળ છે. માટે તંદુરસ્ત રહેવું હોય તો સંબંધ સુધારો. અને વાત મિત્રોની તો તેના વિશે તો તમે જાણો જ છો. મિત્રો વિનાનું જીવન નકામું. તણાવ વગર અને મસ્તીમાં જીવન જીવવું હોય તો સારા મિત્રો બનાવો. જીવનમાં આ ખૂબ જરૂરી છે. મિત્રો જીવનના ઓક્સિજન જેવા હોય છે. જેમ જિવવા ઓક્સિજનની જરૂરે પડે છે તેમ મિત્રોની પણ એટલી જ જરૂર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *