સારા સ્વાસ્થ્યની ૩૧ જડીબુટ્ટીઓ…| Health Quotes in Gujarati

 

 

Health Quotes in Gujarati | Health Thoughts in Gujarati | સારા સ્વાસ્થ્યને લગતા આ ૩૧ વાક્યો લોકો સુધી પહોંચાડવા જેવા છે…

health tips quotes

 

પહેલું સુખ તે જાતે નર્યા. જીવનનું બધું સુખ એક તરફ અને સારા સ્વાસ્થ્યનું સુખ એક તરફ. જીવનમાં સ્વાસ્થ્ય જ બધું છે. આજે આપણે આ આર્ટિકલમાં ૩૧ જેટલા Health Quotes in Gujarati અને Health Thoughts in Gujarati માં જોઇશું. આ વાક્યો વાંચીને યાદ રાખવા જેવા છે. આ વાક્યો સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. આવો જોઇએ…

 

૧ જેની પાસે સારું સ્વાસ્થ્ય નથી એ સૌથી ગરીબ માણસ છે અને જેની પાસે સારું સ્વાસ્થ્ય છે તેની પાસે પૈસા ન હોવા છતા તે દુનિયાનો સૌથી અમીર માણસ છે

૨ સફળતા મેળવવા માટે પણ સારું સ્વાસ્થ્ય હોવું ખૂબ જરૂરી છે.

૩ સ્વાસ્થ્ય વગરનું જીવન દુઃખ અને પીડાથી ભરેલું હોય છે.

૪ કોઇ રોગ થયા પછી જ આપણને સ્વાસ્થ્યની કદર થાય છે.

૫ જીવનને આનંદથી પસાર કરવું હોય તો સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

૬ સારા સ્વાસ્થ્યને આપણે ખરીદી નહી શકીએ પણ જો શરીરને સાચવશું તો તે આપણી મિલકત ઓછી નહી થવા દે…

૭ સવારે વહેલા પથારી છોડી દેવાથી શરીર તો સારું રહે જ છે પણ તે માણસ સફળ પણ ઝડપથી થાય છે.

૮ હું હંમેશાં ખુશ રહેવાનું જ પસંદ કરું છું કેમ કે હું મારી તંદુરસ્તીને પ્રેમ કરું છું.

૯ હંમેશાં યાદ રાખો કે ખાવા માટે જીવવાનું નથી પણ જીવવા માટે ખાવાનું છે.

૧૦ દરેક વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય પોતાની જાતે જ લખે છે.

૧૧ જે વ્યક્તિ પોતાની જીભ પર કાબૂ રાખી શકતો નથી તેના કાબૂમાં તેનું સ્વાથ્ય પણ રહેતું નથી.

૧૨ તમારા શરીરની કાળજી લો કેમ કે આ એજ જગ્યા છે જ્યાં તમારે આજીવન રહેવાનું છે.

૧૩ જરૂર કરતા વધારે ભોજન કરવાથી સ્વાસ્થ્ય સારું રહેતું નથી, માટે ભૂખ કરત થોડું ઓછું ખાવાનું રાખો.

૧૪ સ્વાસ્થ્ય – સારું શરીર ભગવાને આપણને આપેલી સૌથી અનમોલ ભેટ છે માટે તેને સાચવો…

૧૫ જીવન જીવવું અને સ્વસ્થ્ય જીવન જીવવું એ બન્નેમાં ખૂબ મોટો ફરક છે.

૧૬ એક દેશ ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે તેના નાગરિકો સ્વસ્થ હોય.

૧૭ બીમારી આવ્યા પછીની મુશ્કેલીમાંથી માનવી ઘણું બધુ શીખી તો લે છે પણ યાદ રાખતો નથી.

૧૮ સ્વાથ્ય જાળવવા તમારે કરવાનું શું છે? માત્ર યોગ્ય જીવનશૈલી જ તો અપનાવાની છે.

૧૯ પોતાના શરીરને પોતાનું પવિત્ર મંદિર બનાવી દો.

૨૦ જ્યારે તમારું મન આનંદિત હોય છે ત્યારે તમારું શરીર પણ સ્વસ્થ થવાની ક્રિયામાં હોય છે.

૨૧ સાધારણ ભોજન અને ચિંતામુક્ત મન સારા સ્વાસ્થ્યની નિશાની છે.

૨૨ સુખનો મુખ્ય સિદ્ધાંત સ્વાસ્થ્ય છે અને સ્વાસ્થ્યનો મુખ્ય સિદ્ધાંત યોગ્ય કસરત છે.

૨૩ સ્વાસ્થ નાગરિક જ જે તે દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે.

૨૪ તંદુરસ્તી વિનાનું જીવન પીડા સિવાય બીજુ કંઇ આપી શકે નહી.

૨૫ સ્વસ્થ રહેવાની સૌથી સસ્તી અને અસરકારક દવા સ્માઇલ છે.

૨૬ આપણું આરોગ્ય જ આપણી સૌથી મોટી સંપત્તિ છે, અને દુઃખની વાત એ છે કે આ સંપત્તિ આપણે ખોઈ બેસીએ છીએ પછી જ તેનું મૂલ્ય સમજાય છે.

૨૭ સારું સ્વાસ્થ્ય અને સારી સમજ – આ બે ભગવાને આપેલી સૌથી ઉત્તમ ભેટ છે.

૨૮ તમારું શરીર જ તમારી ખરી સંપત્તિ છે તેનું ધ્યાન રાખવાની તમાર પોતાની જવાબદારી છે.

૨૯ સ્વાસ્થ્ય અને શરીરને તંદુરસ્ત રાખજો આના વગર તમારું મગજ બરાબર કામ નહી કરી શકે.

૩૦ સારા સ્વાથ્યનો આનંદ લેવો હોય તો નિયમિત કસરત કરવી અનિવાર્ય છે.

૩૧ સારું સ્વાસ્થ્ય આંતરિક શક્તિ, આનંદ, શાંત મન અને આત્મવિશ્વાસ વધારે છે. જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *