Site icon Gujjulogy.com

ધોધમાર વરસાદમાં ક્રિકેટ રમતા છોકરાએ માર્યો હેલિકોપ્ટર શોટ (Helicopter Shot) અને પછી જે થયુ તેનો વીડિયો વાઈરલ થઈ ગયો

Helicopter Shot | એક વીડિઓ હાલ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો ધોધમાર વરસાદમાં ક્રિકેટ રમી રહ્યો છે. આ દરમિયાન તે શોટ મારવા જાય છે અને તે દરમિયાન જે થાય છે તે જોઇએને સોશિયલ મીડિયા પર લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે

વરસાદનો સમય છે. વરસાદની સિઝનની શરૂઆત છે અને લોકો પણ તેની મજા લઈ રહ્યા છે. ઉનાળાના બફારા પછી વરસાદ પડે એટલે યુવાનોથી લઈને લોકો તેનો આનંદ લેવા બહાર નીકળી પડે છે. કેટલાંક લોકો પલડવા બહાર નીકળે છે તો કેટલાંક લોકો ધાબા પર ડાન્સ કરવા લાગે છે. ટૂંકમાં પહેલા વરસાદને એન્જોય કરે છે. આ સંદર્ભનો જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો ધોધમાર વરસાદમાં ક્રિકેટ રમી રહ્યો છે. આ દરમિયાન તે શોટ મારવા જાય છે અને તે દરમિયાન જે થાય છે તે જોઇએને સોશિયલ મીડિયા પર લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે

વાઈરલ થઈ રહેલ આ વીડિઓ ટિવીટર પર @KulwantJanjue નામના યૂજરે શેયર કર્યો છે. આ વીડિઓને તેમણે કેપ્શન આપ્યુ છે હેલિકૉપ્ટર શૉટ “He” વીડિયોમાં તમે જોઇ શકો છો કે ધોધમાર વરસાદમાં એક છોકરો ક્રિકેટ રમી રહ્યો છે. બોલ ફૂલટોસ આવતા તે બેટ એટલું જોરથી ફરાવે છે કે તે પોતે જ ફરીને પડી જાય છે. પાવર હિટિંગ કરવા જતા તે બેલેન્સ ખોઈ બેસે છે અને ફૂંદરડી ખાઈને પડી જાય છે. સારી વાત એ છે કે તેને ઇજા થઈ નથી તે પણ હસવા લાગે છે. અને આ વીડિઓ જોઇને સોશિયલ મીડિયા પર કરોડો લોકો પણ હસી રહ્યા છે. લોકોને વીડિયો અને આ છોકરાનો અંદાજ ખૂબ ગમી રહ્યો છે. લોક વીડિયો જોઇ રહ્યા છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઇ હેલિકોપ્ટર શોટ (Helicopter Shot) લખી રહ્યું છે તો કોઇ શક્તિમાન શોટ લખી રહ્યું છે.

 

Exit mobile version