HIV vaccine – એઈડ્સની રસી શોધાતા રહી ગઈ, જે પરિણામ સામે આવ્યું તે ચિંતા જનક છે!

 

એઈડ્સની રસી (HIV vaccine) શોધતા કેમ આટલી વાર લાગી રહી છે? એચઆઈવી – એઈડ્સ (AIDS) નો વાઈરસ ખૂબ અલગ અને ખૂબ જટિલ છે. આ વાઈરસ દર્દીની રોગપ્રિકારક શક્તિ ઘટાડી દે છે. આવામાં આ વાઈરસ માટેની રસી શોધવી સરળ નથી.

 

HIV vaccine

 

જોન્સન એન્ડ જોન્સન કંપની HIV એટલે કે એઈડની રસી શોધવાનું કામ કરી રહી છે. હમણા જ આ સંદર્ભે તેણે બનાવેલી રસીનું તેણે ટ્રાયલ કર્યુ. અને આ ટ્રાયલના પરિણામને પણ જાહેર કર્યા. દુઃખની વાત એ છે કે આ વેક્સિન ટ્રાયમાં ફેલ થઈ છે. ટ્રાયલ દરમિયાન આ વેક્સિન ૨૫ ટકા કારગત નીવડી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ ટ્રાયલ નિષ્ફળ ગઈ છે પણ આ રસીની કોઇ સાઈડ ઇફેક્ટ જોવા મળી નથી. ગયા મંગળવારે કંપનીએ આ સંદર્ભના પરિણામો જાહેર કરી લોકો સમક્ષ જાણકારી મૂકી હતી.

કંપનીના જણાવ્યા અનુસાર કંપની આ એઈડ્સની વેક્સિનનું ટ્રાયલ આફ્રિકામાં કર્યુ હતું. ટ્રાયલનું નામ “ઇમબોકોડો” રાખવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં આફ્રિકાની ૨૬૦૦ જેટલી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આ ટ્રાયલ સાથે દુનિયાના દેશોની આશા બંધાયેલી હતી. જો આ ટ્રાયલ સફળ થાત તો આ ખતરનાક બિમારીને નાબૂદ કરી શકાત. પણ આશા હજુ છે. આ સંદર્ભે કામ આગળ વધી રહ્યું છે.

જોન્સન એન્ડ જોન્સનના મુખ્ય વિજ્ઞાની પૉલ સ્ટૉફેલ્સનું કહેવું છે કે એચઆઈવી – એઈડ્સનો વાઈરસ ખૂબ અલગ અને ખૂબ જટિલ છે. આ વાઈરસ દર્દીની રોગપ્રિકારક શક્તિ ઘટાડી દે છે. આવામાં આ વાઈરસ માટેની રસી શોધવી સરળ નથી.

જોકે આ ટ્રાયલ ભલે ફેલ ગઈ હોય પણ જોન્સન એન્ડ જોન્સન, અમેરિકા અને યુરોપમાં સમલેગિંક તથા ટ્રાન્સજેન્ડર પર આ ટ્રાયલ આગળ વધારાશે. કેમ કે અહીં થયેલી ટ્રાયમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા હતા.

આ સંદર્ભે અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીજના ડાયરેક્ટર ડૉ. એન્થની ફૉકીનું કહેવું છે કે આપણે આ ઇમબોકોડો ટ્રાયલમાંથી શીખવાની જરૂર છે. એઈડ્સ માટે વેક્સિન શોધાય તે જરૂરી છે. આ કામ આગળ વધવુ જોઇએ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *