ઊંઘ એટલે શું? ઊંઘ એ શરીરના શ્વાસો – શ્વાસ છે | How to Sleep Better

 

How to Sleep Better | ઊંઘ એટલે શાંતિ. ઊંઘ એટલે પ્રશાંતિ. ઊંઘ એટલે આંખોનું મીંચાઈ જવું અને ઉંઘ એટલે પોપચાંનું ઢળી જવું. ઊંઘ એટલે અસ્તિત્વનો આરામ અને ઊંઘ એટલે મનનો વિરામ. ઊંઘ એટલે થાક ઉતારવાની કળા અને ઊંઘ એટલે આયખાનું મોતી પરોવાય એ માળા.

ઊંઘ એટલે અસ્તિત્વની સાંજનું ઢળી જવું અને ઊંઘ એટલે પરમકૃપાળુ પરમાત્મામાં મળી જવું. ઊંઘ એ છે જે માણસને શક્તિ આપે છે અને ઊંઘ એ છે જે માણસને પોતાની જ ભક્તિ આપે છે.

ઊંઘ એટલે સપના માટે બીછાવેલી લાલ જાજમ અને ઊંઘ એટલે અમુક કલાકો માટે મૃત્યુ આપી દેતો યમ! ઊંઘ શરીરમાં પ્રાણ પૂરે છે અને ઊંઘ એ દિવસ ભર લુંટાયેલી ક્ષમતાને શક્તિના ચીર પૂરે છે. ઊંઘ એટલે માણસનો સૂર્યોદય અને ઊંઘ એટલે માણસનો રોજ થતો ઉદય.

ઊંઘ આંખમાં ઘેરાય છે તે છે અને જેના વિના માણસ વહેરાય છે તે પણ છે. ઊંઘ ભગવાને આપેલું વરદાન છે અને ઊંઘ એ આપણા અસ્તિત્વનું ખરું માન-પાન છે.

ઊંઘ એટલે ઉજાગરાની દુશ્મન અને ઊંઘ એટલે નસકોરા બોલવતું મન. ઊંઘ એટલે માનો હુંફાળો ખોળો અને ઊંઘ એટલે પિતાનો હુંફાળો પડછાયો. ઊંઘ જે ફરી જીવાવા માટે ઉત્સાહ આપે છે તે ઊંઘ છે. જે આપણી બધી જ મુશ્કેલીઓને ગળી જાય છે તે ઊંઘ છે. જે આપણી બધી જ ચિંતાઓને ચોતરફથી ઓછી કરી શકે છે તે ઊંઘ છે અને જે આપણી આફતોને સમયના અમુક ચોક્કસ મુકામ માટે રોકી રાખે છે એ ઊંઘ છે.

ઊંઘ સફળતાનું રાજ પણ બની શકે છે અને ઊંઘ ના હોય તો જીવન આખું નારાજ પણ બની શકે છે.

ઊંઘ એ શરીરના શ્વાસો – શ્વાસ છે.

ઊંઘ એ શરીર ટકી જશે એનો વિશ્વાસ પણ છે.

 

રાત્રે વહેલા જે સુવે- વહેલાં ઉઠે તે વીર, બળ, બુદ્ધિ, વિદ્યા વધે, સુખમાં રહે શરીર | How to Sleep Better

આપણે ત્યાં એક કહેવત છે કે, ‘રાત્રે વહેલા જે ઉઠે, વહેલા સુવે તે વીર! બળ, બુદ્ધિ, વિદ્યા વધે, સુખમાં રહે શરીર!’ વહેલા ઉઠી અને વહેલા સુવું એટલે પૂરતી ઊંઘ લેવી એવો અર્થ છે અહીં. જેમ ઓછી ઊંઘ હાનિકારક છે એવી જ રીતે વધારે પડતી ઊંઘ પણ હાનિકારક છે. વધારે પડતી ઊંઘથી માણસનું શરીર અને જીવન બંને બગડે છે. માણસમાં આળસ પેસી જાય છે અને એ કોઈ કામ-ધંધો વ્યવસ્થિત રીતે કરી શકતો નથી.

પણ આજકાલની લાઈફ એવી દોડધામ વાળી થઈ ગઈ છે કે વહેલા સુવાનું કોઈને પોસાય તેમ નથી. અને કદાચ લોકો ઘરે વહેલાં પહોંચી જાય તો પણ ટી.વી, મોબાઈલ, કમ્પ્યુરટમાં ખૂંપી જાય છે અને બાર વાગ્યા પહેલાં ઊંઘ આવતી નથી. પહેલાં એક જમાનો હતો કે સાંજ ઢળે એટલે માણસ જમી લેતો અને અંધારુ ઘાટુ થાય એટલે ઊંઘી જતો. પણ આજે એ શક્ય નથી. આજે તો અંધારુ પડે એટલે નહીં, પણ બાર વાગે ત્યારે લોકોને રાત પડી એવું લાગે છે. આના કારણે એ લોકો એલાર્મ વિના જાગી શકતા નથી.
તેમ છતાં માણસે એ ધ્યાન રાખવું જાેઈએ કે ઊંઘની બાબતમાં બને તેટલો પર્ટીક્યુલર બને.

ઊંઘ સમયસર જ સારી લાગે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *