રવિવારના Sunday દિવસે આ કામ અચૂક કરો.. મળશે શોહરત અને ઈજ્જત

બીમારીથી પીડાવ છો? ધનનો વ્યય થાય છે?  દેવું થઈ ગયું છે? તો રવિવાર Sunday ના દિવસે આ ઉપાયો જરૂર કરો.

 

સૂર્યને બ્રહ્માંડની આત્મા કહેવામાં આવે છે. સૂર્યદેવ જીવનદાતા છે. એમનો પ્રકાશ માત્ર ધરતીને અજવાળતો જ નથી પણ માનવીને જીવાડે પણ છે. આપણા શાસ્ત્રોમાં સૂર્યદેવની પૂજા વિશે ખૂબ જ ઉંડાણ પૂર્વક વાતો લખવામાં આવી છે. એમાંની કેટલીક વાતો અહીં પ્રસ્તુત કરીએ છીએ. રવિવારના સ્વામી સૂર્યદેવ છે. અર્થાત રવિવાર સ્વયં સૂર્યદેવનો જ વાર છે. રવિવારના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને અન્ય દિવસો કરતાં વ્યક્તિને તેનો દસ ગણો વધારે લાભ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રો કહે છે કે સૂર્યદેવ તો તમામ પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારા દેવ છે. સૂર્ય, રવિ, ભાસ્કર જેવા અનેક નામે જેમનું સ્મરણ કરવામાં આવે છે તેવા સૂર્ય દેવના કિરણો પાસે તમે જે પણ શુભ ફળ માંગો તે તમને મળી જાય છે.

રવિવારના દિવસે પૂર્વ દિશામાં તમે યાત્રા કરો તો તેનું અત્યંત શુભ ફળ તમને મળે છે અને એ યાત્રા શુભ પરિણામકારક તથા મંગલમયી બની રહે છે. એમાંય જે લોકો નિયમિત રીતે દર રવિવારે સૂર્યદેવની નિશ્ચિત પૂજા – અર્ચના અને તેમના મંત્રોના જાપ કરે છે તે લોકો અપાર શહોરત અને ઈજ્જત પ્રાપ્ત કરે છે. આવો જાણીએ રવિવારે સૂર્યદેવની કઈ રીતે પૂજા અને મંત્રજાપ કરવાથી શોહરત – ઈજ્જત મળે છે.

લાલ વસ્ત્રોમાં સૂર્યદેવને અર્ધ્ય

દર રવિવારે સવારે વહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ લાલ વસ્ત્રો ધારણ કરો અને મસ્તક પર લાલ ચંદનનું તિલક કરો. ત્યારબાદ એક સ્વચ્છ અને ધોયેલા તાંબાના કળશમાં સ્વચ્છ જળ ભરીને તેમાં કંકુ, ચોખા અને લાલ ફૂલ નાંખીને અત્યંત શ્રદ્ધા પૂર્વક સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અર્પણ કરો. સૂર્યં દેવને જળ પ્રદાન કરતી વખતે, ‘ઓમ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ’ આ બીજમંત્રનો જાપ કરો.

તુલસીમાતાની પૂજા

સૂર્યદેવને જળ ચડાવ્યા બાદ તુલસીમાતાને પણ સ્વચ્છ તાંબાના કળશ વડે જળ ચડાવો અને તેમની પરિક્રમા કરો. તુલસીમાતાની સમક્ષ એક ચોખ્ખા ઘીનો દીવો પણ કરો અને એ દિવસે તુલસીને તોડો નહીં. ઉપરાંત યથાશક્તિ ‘ઓમ ભગવતે વાસુદેવાય નમઃ’ ના જાપ કરો.

વડના પાંદડા પર મનોકામનાનું આલેખન

રવિવારે વહેલી સવારે પૂજા અર્ચના બાદ વડના ઝાડનું એક મોટુ પાંદડું લઈ આવો અને એના પર તમારી જે કોઈ પણ ઈચ્છા, આકાંક્ષા કે મનોકામના હોય એ પાંદડા પર લખી દો. ત્યારબાદ એને કોઈ સ્વચ્છ લાલ રૂમાલ કે કાપડામાં લપેટીને કોઈ વહેતી નદીમાં પધરાવી આવો. પાંદડું પધરાવતી વખતે સૂર્યદેવને વિનંતી કરો કે, હે સૂર્યદેવ મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરજાે. આમ સૂર્યદેવના સ્મરણ અને મનન સાથે એ પાંદડું વહેતી નદી કે અન્ય કોઈ વહેતા સ્વચ્છ જળમાં વહાવી દો. યાદ રહે લાલ વસ્ત્ર કે રૂમાલ પાંદડા સાથે વહાવવાનો નથી. માત્ર પાંદડું જ વહાવવાનું છે.

તાંબા અને ગોળનું દાન

જાે તમે કોઈ બીમારીથી પીડાતા હોય, ધનહાની થતી હોય, દેવું થઈ ગયું હોય તો રવિવારના દિવસે તાંબાના કોઈ પણ વાસણો અને સાથે સાથે ગોળનું દાન કરો. તમે બીમારી અને દેવામાંથી મુક્ત થઈ જશો અને તમારી શોહરત ચારે તરફ ફેલાશે.

ત્રણ જાડુઓનું રહસ્ય

રવિવારના દિવસે બજારમાંથી ત્રણ જાડુઓ ખરીદી લાવો અને બીજા દિવસે સવારે બ્રાહ્મ મૂહુર્તમાં ઉઠીને આ ત્રણેય જાડુઓને ઘરની નજીક આવેલા કોઈ પણ મંદિરે મુકી આવો. પરંતું એક ખાસ વાતનું ધ્યાન રાખો કે આ કાર્ય કરતી વખતે આપને કોઈ જાેઈ ના જાય. અથવા તો આપ જ્યારે જાડુ લઈને મંદીરે જતાં હોય ત્યારે આપને કોઈ રોકે કે ટોકે નહીં. આ ક્રિયા એકલાં અને કંઈ પણ બોલ્યા વિના કરવાની છે. આનો પ્રભાવ શું પડે છે એ તમને આ ક્રિયા કર્યા પછી જ ખબર પડશે.

ચાર દીવાઓ પ્રગટાવો

રવિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે માટીના કોડીયામાં ચાર દિવેટો મુકીને ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવો. અને યથા શક્તિ ‘ઓમ સૂર્યાય નમઃ’ ના જાપ કરો.

ઉપવાસ કરો

રવિવારના દિવસે બની શકે તો ઉપવાસ કરો અને સૂર્યદેવને કહો કે આ ઉપવાસ તેમને અર્પણ છે. સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલાં સૂર્યદેવના દર્શન કરો અને ફરીવાર સવારે જે બીજ મંત્રના જાપ કર્યા હતા એ જાપ કરો.

માત્ર ઘઉંની વાનગીનો જ પ્રસાદ

રવિવારના દિવસે ઉપવાસ કર્યો હોય તો ખાસ કરીને ભોજનમાં ઘઉંની રોટલી અથવા ઘઉંની ફાડા લાપસી બનાવો. ભોજન કર્યા પહેલાં તેનો પ્રસાદ સૂર્યનારાયણના મંદિરે અથવા તો આપની નજીકના કોઈ પણ અન્ય દેવી દેવતાના મંદીરે ચડાવો. ઉપરાંત નાના બાળકને પણ એ પ્રસાદનો ભોજન કરાવો.

ભુલથી પણ પકવાન ન આરોગો

રવિવારનો ઉપવાસ સૂર્યાસ્ત પહેલાં છોડી નાંખો. એટલે કે સૂર્યાસ્ત થયા પહેલાં ભોજન કરી લો. અને એક ખાસ વાતનું ધ્યાન રાખો કે એ દિવસે ઘઉંના ફાડાની લાપસી સિવાય બીજાે કોઈ જ મીઠો પ્રસાદ, બીજા કોઈ જ પ્રકારના મિષ્ઠાન કે પકવાન ના આરોગો. એ લાપસી સિવાય બીજુ તમામ ભોજન સાત્વિક અને સાદુ જ જમો.

દૂધ ભરેલો ગ્લાસ અને બાવળનું ઝાડ

રવિવારના આપ ઉંઘો એ પહેલાં એક ગ્લાસ દૂધને નવસેકુ ગરમ કરીને ઢાંકીને મુકી દો. બીજા દિવસે સવારે વહેલાં ઉઠીને આસપાસમાં કોઈ પણ બાવળનું ઝાડ હોય ત્યાં એ દૂધ ચડાવી દો. એક ખાસ વાત ધ્યાન રાખો કે રવિવારના દિવસે મોડે સુધી જાગો નહીં. બને એટલાં વહેલા જ ઉંઘી જાવ.

મિત્રો, જાે તમે રવિવારના દિવસે આ ઉપાયો કરશો તો સૂર્યદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થશે અને આપના પર આશિર્વાદોનો વરસાદ કરશે. તમારા જીવનના બધા જ દુઃખો દૂર કરશે. આ ઉપાયોથી સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.

***
ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જાેડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *