પ્રેરણા  Inspiration એટલે શું? ઉદાહરણ સાથે સમજો

પ્રેરણા ( Inspiration ) એટલે જે જીવવાની સાચી દિશા બતાવે તે, પ્રેરણા  ( Inspiration ) એટલે જે યોગ્ય દશા બતાવે તે. પ્રેરણા એ છે જે અંધારામાં અટવાયેલા માણસ માટે દીવો થઈને પ્રગટે છે, પ્રેરણા એ છે જે મઝધારમાં અટવાયેલા માણસ માટે તરણું થઈને તરે છે.

 

મંજિલ સુધી પહોંચવાનો રાજપથ એ પ્રેરણા હોય છે, સફળતા સુધી લઈ જતો સુંવાળો પથ એ પ્રેરણા હોય છે. પ્રેરણા એ તો શિખર સુધી લઈ જતી સીડી છે અને પ્રેરણા એ તો તરસ્યા માટે વરસતી વરસાદની છડી છે.

મહાપુરુષો જે જીવન જીવી ગયા છે એ જીવન પ્રેરણા છે, પ્રકૃતીએ રચેલું ગાઢ વન પણ પ્રેરણા છે અને માણસનું મન પણ પ્રેરણા જ છે. ક્યારેક કોઈ એક વાક્ય પણ પ્રેરણા બની શકે છે તો ક્યારેક આખોને આખો ગ્રંથ પણ પ્રેરણા બની શકે છે.

આપણા કાનમાં પડતી કોઈની વાણી પણ ક્યારેક આપણી પ્રેરણા બની શકે છે કે આપણી આંખમાં ઝીલાતું કોઈનું વર્તન પણ ક્યારેક આપણી પ્રેરણા બની શકે છે.

પ્રેરણા ( Inspiration )  એ જડ પદાર્થમાંથી પણ ઉભો થતો ભાવ છે અને પ્રેરણા ( Inspiration ) એ ચૈતન્યનો સ્વભાવ પણ છે. પ્રેરણા એ ફુલમાંથી ઉઠતી સુવાસ પણ છે અને પ્રેરણા એ અંધારી રાતે મિણબતીનો અજવાસ પણ છે. પ્રેરણા ( Inspiration ) પૂનમની રાત છે તો ક્યારેક અમાસનું અંધારુ પણ છે.  જે પ્રગતી કરાવે છે એ પ્રેરણા છે અને જે ગતિ કરાવે છે એ પણ પ્રેરણા છે. જે બુદ્ધિ આપે છે એ પણ પ્રેરણા છે અને જે સદ્‌બુદ્ધિ આપે છે એ પણ પ્રેરણા જ છે. પ્રેરણા વિચાર છે, પ્રેરણા આચાર છે અને પ્રેરણા સદાચાર પણ છે.

પ્રેરણા ( Inspiration ) એ પ્રેમનો સંદેશ છે, પ્રેરણા એ ભગવો વેશ છે અને પ્રેરણા એ કેસરિયો ખેસ પણ છે. પ્રેરણા ઈશ્વરનો આશિર્વાદ છે અને પ્રેરણા એ સ્નેહીનો સાદ પણ છે.

inspiration story in gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *