Inspirational quotes coronavirus | ચાલો ડર નહી હિંમત ફેલાવીએ…

 

Inspirational quotes coronavirus | ચાલો ડર નહી હિંમત ફેલાવીએ | કોરોનાના આજના કપરા સમયમાં આટલું યાદ રાખો ફાયદામાં રહેશો

 

# આજે આપણે માનસિક રીતે મજબૂત રહેવાનું છે, કોરોના ( Coronavirus ) ની દવા નથી પણ મજબૂત મન કોરોનાની જ નહી પણ કોઇ પણ રોગની દવા ગણાય છે, અનેક ઉદાહરણ આપણી સામે છે જેણે મજબૂત મન રાખી ગંભીર રોગોનો સામનો કર્યો હોય અને સફળ પણ થયા હોય…

# વિજ્ઞાનીઓથી લઈને ડોક્ટરો સુધી બધા કહે છે કે કોરોના ( Coronavirus ) મજબૂત મન સામે હારી જાય છે

# માટે દવા ના હોય ત્યા સુધી મનને મજબૂત બનાવી લો, મનમાં એક વાક્ય ફિટ કરી દો કે કોરોના હારશે જ.

# બીજુ કે ચિંતા ના કરો, મહામારી વિશે બહુ ના વિચારો, માત્ર સચેત રહો, કોરોનાથી જ નહી પણ કોરોનાના ન્યુઝથી પણ દૂર રહો. કોરોના સંદર્ભે જેટલી જાગૃતિની જરૂર હતી એ આવી ગઈ છે. આપણને ખબર જ છે કે કોરોના ( Coronavirus ) થી બચવા શું – શું કરવાનું છે.

# બની શકે તો ઘરે રહો, રોજની જેમ તૈયાર થઈને ઘરમાં રહો, લગર વગર ના રહો, આનંદમાં રહો, સારા દેખાવો, આનાથી આત્મવિશ્વાસ વધે છે.

# આત્મવિશ્વાસ ટકાવી રાખો, હાલ આ ખૂબ જરૂરી છે. આ વધારવા તમને જે ગમતું હોય તે કામ કરો.

# ઘરે સમય હોય તો બેસી ન રહો, કંઇક નવું શીખો, અંગ્રેજી શીખો, સંગીત શીખો, નવી ભાષા શીખો, તમારા વેપારમાં કામ લાગે તેવી વતો જાણો, રમને રસ હોય તે કામ શીખો, આ માટે યુ-ટ્યુબનો ઉપયોગ કરો.

# જેમા તમે નબળા હોવ તે પાસાને મજબૂત કરવામાં આ સમય આપો, ગમતું આવું કામ કરશો તો નેગેટિવ વિચારો નહી આવે.

# એક વાત સમજી લો કે વેપાર-ધંધામાં નુકશાન માત્ર તમારે નથી થયુ આખી દુનિયાને થયુ છે. બધાનું જે થયું તે તમારું થયું છે અને થવાનું હશે તે થશે. માટે હિંમત રાખો.

# બધુ સમય પર છોડો, બધુ સારુ થઈ જશે. આશાવાદી બનવું ખૂબ જરૂરી છે

# કોઇ પણ સમસ્યા આવે ધીરજ રાખો, શાંતિથી વિચારો અને સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરો

# આપણા હાથમાં હાલ આજ છે, માસ્ક એ જ દવા છે

# ઇતિહાસ કહે છે કે આના કરતા વધારે ખરાબ આપદા આવી છે અને ગઈ પણ છે

# યાદ રાખો ગમે તેવો ખરાબ સમય હોય તે જતો જ રહે છે. સમય અટકી શકતો નથી અને નામ એનો નાશ છે. તો કોરોનાનો નાશ પણ થશે જ. એ કેટલો વહેલો – મોડો થશે તે આપણા હાથમાં છે, આપણે ધ્યાન રાખીશું તો કોરોનાના મૃત્યુનો સમય બહુ દૂર નથી.

# બસ ત્યા સુધી ડરવાનું નથી, નિયમોનું પાલન કરવાનું છે…

# તો ચાલો કોરોનાનો હિંમતથી સામનો કરીએ, ડર નહી હિંમત ફેલાવીએ…

યાદ રાખો, આવા કપરા સમયે જે પણ અવળચંડાઈ કરશે, કુદરત તેને માફ નહી કરે…જેનાથી જેટલી થઈ શકે એટલી મદદ કરો, કંઇ ના થઈ શકે તો ઘરે રહો, માસ્ક પહેરો, આ પણ એક સેવા જ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *