Ishant Sharma પત્ની સાથે એવી જગ્યાએ વેક્સિન લેવા પહોંચી ગયો કે ટ્વિટર પર બધા કરવા લાગ્યા તેના વખાણ

Ishant Sharma – ઇશાંત શર્મા, ભારતીય ક્રિકેટર, ફાસ્ટ બોલર પોતાની પત્ની સાથે દિલ્લીની એક સરકારી શાળામાં પહોંચીને કોરોનાની વેક્સિન લીધી અને ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ જોઇ દિલ્લીના ઉપમુંખ્યમંત્રી Manish Sisodia કહ્યું થેંક્યુ….

 

ભારતમાં હાલ કોરોના વાઈરસ (Coronavirus in India) ની બીજી લહેર ગંભીર પરિણામ દેખાડી રહી છે. દેશની રાજધાની દિલ્લી અને આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કારણે હાલાત ખરાબ છે. પણ ઉલ્લેખનીય વાત એ છે કે આ બન્ને જગ્યાએ કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે દેશમાં ચર્ચા ચાલી રહી છે કે દેશમાં હજી કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. આનાથી બચવું હોય તો બધાએ વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. માટે જ દેશમાં યુદ્ધના ધોરણે વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી બધા વેક્સિના લેવા આગળ આવી રહ્યા છે. IPL રદ્દ થયા પછી ભારતીય ખેલાડીઓ પણ ધરે પહોંચી સ્થાનિક જગ્યાએ જઈ વેક્સિન લઈ રહ્યા છે. આજે ક ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ પોતાની પત્ની પ્રતિમા સિંહ સાથે એક સરકારી શાળામાં જઈ વેક્સિન લીધી હતી.

આ પછી ઇશાંત શર્માએ એક દિલ્લીની એક સરકારી શાળાને પસંદ કરી. ઇશાંતની આ પહેલથી દિલ્લીના ઉપમુંખ્યમંત્રી મનીષ સિસોદિયાને ઇશાંતવા ખૂબ વખાણ કર્યા. ઇશાંત શર્માએ વેક્સિન સેન્ટર પર પોતાની પત્ની સાથે લીધેલી એક સેલ્ફી ટ્વિટરપર પોસ્ટ કરી. આ પોસ્ટ પરથી મનીષ સિસોદિયાને ખબર પડી ગઈ કે આ તો એક સરકારી શાળા છે.

ઇશાંત શર્મા અને તેની પત્ની ડબલ માસ્ક પહેરીને વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. અહીંની સેલ્ફી પોસ્ટ કરતા ઇશાંત લખે છે કે “વેક્સિનેશન પૂર્ણ. આ માટે બધા જ વર્કરોનો આભારી છું. સુવિધાઓ અને વ્યવસ્થા જોઇને ખુશ છું. આવો બધા ઝડપથી વેક્સિન લઈ લો”

ઇશાંતના આ ટ્વિટ પર મનીષ સિસોદિયાએ લખ્યું કે વેક્સિન માટે સરકારી શાળા પસંદ કરવા બદલ ધન્યવાદ ઇશાંત શર્મા. તમને ત્યાં જોઇને શાળાનો સ્ટાફ અને સ્વાસ્થ્યકર્મિઓને પ્રોત્સાહન મળ્યું હશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *