હવે દેશનો કોઇ પણ નાગરિક કાશ્મીરમાં જમીન ખદીરી શકશે, પણ લદ્દાખમાં નહી ખરીદી શકે! જાણો કેમ?

 

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માંથી ૩૭૦ ની ઘારા નાબૂદ થયા પછી અહીં ઘણા પરિવર્તન આવ્યા છે, અનેક કાયદાઓ અને નિયમો હવે અહીં બદલાઇ ગયા છે. ૩૭૦ ની ધારા અહીં લાગુ હતી ત્યારે અહીં દેશનો કોઇ નાગરિક કાશ્મીરમાં મિલકત કે જમીન ખરીદી શકતો ન હતો પણ હવે આ શક્ય બન્યું છે. હવે દેશનો કોઇ પણ નાગરિક કાશ્મીરમાં જમીન ખદીરી શકશે અને અહીં પોતાનું નિવાસ્થાન બનાવી શકશે. હંમેશાં માટે સ્થાઈ પણ થઈ શકશે. પણ મહત્વની વાત એ છે કે પહેલા લદ્દાખ જમ્મુ કાશ્મીરનો એક ભાગ હતું હવે તે એક અલગ રાજ્ય છે. માટે ઉલ્લેખનીય વાત એ છે ક ૩૭૦ની ધારા હટાવ્યા પછી કેન્દ્ર સરકાર દ્વાર જમ્મુ-કાશ્મીરમાં દેશના કોઇ પણ નાગરિકને જમીન ખરીદવાની પરવાગી આપી દીધી છે પણ લદ્દાખ માટે આ પરવાનગી અપાઈ નથી. આવું કેમ? તો તેના ધણાં કારણ છે પણ પહેલા કેન્દ્ર સરકારના નોટિફિકેશની વાત કરી લઈએ.

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે ગયા મંગળવારે આ સંદર્ભે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે જેમાં કહેવાયું છે કે દેશનો કોઇ પણ નાગરિક હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જમીન ખરીદી શકે છે. જો કે હાલ ખેતીની જમીન કોઇ ખરીદી નહી શકે. ગૃહ મંત્રાલયના મતે આ આદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ત્રીજો આદેશ ૨૦૨૦ કહેવામાં આવશે. આ આદેશ હાલ લાગુ કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રના ગૃહ વિભાગે જે નોટિફિકેશન જાહેર કર્યુ છે તે જમ્મુ-કાશ્મીરમાં તો તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવાયુ છે પણ લદ્દાખમાં તે લાગૂ કરી શકાયું નથી. આની પાછનું કારણ હમણા જ યોજાયેલી લદ્દાખના નેતા અને સરકાર વચ્ચેની એક બેઠક ગણવામાં આવે છે. આ ઉપરાંત LAC પર ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પણ છે. આ માટે અહીં ધારા ૩૭૧ લાગૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ધારા ૩૭૧માં પૂર્વોત્તરના રાજ્યો સહિત દેશના બીજા ૧૧ રાજ્યો માટે વેશેષ જોગવાઈઓ આપવામાં આવી છે. જેના કારણે અહીંની સાંસ્કૃતિક ઓળખને અને આર્થિક હિતોની રક્ષા કરી શકાય. લદ્દાખના નેતાઓનું કહેવું છે કે અહીંની ૯૦ ટકા વસ્તી આદિવાસી છે માટે તેમના અધિકારોની રક્ષા કરવી જોઇએ.

જો કે હાલ કેન્દ્રએ આ વાત સ્વીકારી પણ છે. આ જોઇગવાઈ પહેલાથી જ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ લાગૂ છે જ. આ રાજ્યોમાં પણ દેશના અન્ય રાજ્યોના નાગરિકો પર જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *