Jyotish Shastra | તમામ પ્રકારના સંકટોથી બચવાના ૬ ચમત્કારિક રસ્તાઓ

 

Jyotish Shastra in Gujarati | રોજે રોજ કંઈકને કંઈક મુશ્કેલી આવે છે? સારા કામમાં સો વિઘ્નો ઉભા થાય છે? કંઈ જ સારુ નથી થતું તો આ રહ્યાં ઉપાયો.

Jyotish Shastra | ગણેશજી અને હનુમાનજી એટલે વિઘ્નહર્તા અને સંકટ મોચન

ભગવાન શ્રી ગણેશને આપણે વિઘ્નહર્તા તરીકે પૂજીએ છીએ અને હનુમાનજીને સંકટ મોચન તરીકે ભજીએ છીએ. જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો કે સંકટ આવે એટલે સૌથી પહેલાં મંંગળવારે ગણેશજી અને શનીવારે હનુમાનજીની પૂજા અર્ચના શરૂ કરી દો. નિયમિત રીતે આ પ્રકારે સેવાપૂજા કરવાથી ગણેશજી અને હનુમાનજી તમારા જીવનમાં સંકટનો છાંટો પણ નહીં રહેવા દે.

 

Jyotish Shastra | નારિયેળનો ઉતારો કરો અને સંકટ ભગાડો

એક પાણીદાર લીલું નારિયેલ લો. મંગળવારે કે રવિવારે સૂરજ ઢળી જાય પછી ઘરના કર્તાહર્તા અને મુખ્ય સભ્યને મુખ્ય દરવાજામાં ઉભા રાખા. માથેથી એ પાણીદાર નારિયેળને એકવીસવાર ઉતારો. પછી એના ડાબા પગે અડાડો. આ વિધિ કર્યા પછી જેના પરથી નારિયેળ ઉતાર્યુ હોય એણે તરત જ પગ ખંખેરીને, સાફ કરીને સ્નાન કરી લેવું અને જે વ્યક્તિએ આ કાર્ય કર્યું હોય એણે ચૂપચાપ નજીકના ચાર રસ્તે જઈને એ નારિયેળ મુકી આવવું. આવું કરવાથી અચાનક આવેલા કષ્ટોથી તાત્કાલિક મુક્તિ મળશે.

 

 

Jyotish Shastra | પશું-પંખીને ભોજન કરાવો

સંકટ એ એક આગ છે અને જ્યારે કોઈની આંતરડી ઠરે ત્યારે એ આગ બુઝાઈ પણ શકતી હોય છે. માટે કીડી, ગાય, કુતરો, કાગડો, માછલી વગેરે પશુ-પંખી, જીવ-જંતુંઓને હંમેશાં કંઈકનું કંઈક ભોજન કરાવો. કીડી માટે કિડિયારું પુરો, કુતરા અને ગાયને રોટલી આપો અને માછલીને લોટ આપો. વગેરે સૌને અનુકુળ ભોજન સૌને કરાવો. આનાથી પિતૃઋણ, દેવું, બિમારી, માનસિક તાણ, બાળકોની ચિંતા, લગ્ન સંબંધિત પ્રશ્નો વગેરેનું તાત્કાલિક નિરાકરણ આવે છે.

 

Jyotish Shastra | માથા પર તાંબાના લોટાનો પ્રયોગ

એક તાંબાના લોટામાં ચોખ્ખુ જળ ભરીને એમાં થોડું લાલ ચંદન નાંખીને સમગ્ર જળને હલાવી નાંખો. તમે જ્યાં સુતા હોય ત્યાં માથા પાછળ કોઈ ટેબલ વગેરે મુકીને માથાની લગોલગ આ લોટો ઢાંકીને મુકી દો. આવું કરવાથી તમારા માથા પર આવેલો ભાર ધીમે ધીમે એ જળમાં ચાલ્યો જાય છે. સવારે પ્રાતઃકાળે ઉઠીને એ જળને તુલસી ક્યારામાં રેડી દો. આવું અવિરત ૧૧ દિવસ સુધી કરવાથી તમારા તમામ સંકટો દૂર થઈ જશે.

 

Jyotish Shastra | કાંસાની કટોરી અને સરસોનુ તેલ

કોઈ પણ શનીવારના દિવસે કાંસાની કટોરીમાં સરસોનું તેલ ભરો અને એમાં કોઈ પણ પાંચ સિક્કા નાંખો. એ પછી એ ભરેલા પાત્રમાં તમારો પોતાનો પડછાયો જુઓ. પછી એ કટોરી, તેલ અને સિક્કા સહિત શનીદેવના મંદીરે મુકી આવો. આવું પાંચ શનીવાર સુધી કરો અને તમારું ભાગ્ય ચમકાવો. આ પ્રયોગ અત્યંત કારગત છે. જીવનમાં રોજબરોજ સંકટ આવતા હશે તો બીજા જ દિવસથી એ દૂર થઈ જશે.

 

Jyotish Shastra | ગોળ, ઘી અને ભાતનો ધૂપ

હિન્દુ ધર્મમાં ધૂપ દેવાનું અને દીપ પ્રગટાવવાનું ખુબ મોટું મહત્વ છે. તમારા જીવનમાં આવનારા અણધાર્યા સંકટો અને પરેશાનીઓને દૂર કરવા માટે તમારે ધૂપનો પ્રયોગ કરવાનો છે. કોઈ પણ અગિયારસ, તેરસ, ચૌદસ, અમાસ અને પૂનમના દિવસો સિવાય તમારા ઘરના મંદીર પાસે બેસીને એક ધૂપ સળગાવોે. જેમાં કોલસા અથવા લાકડાના અંગારા હોય એ જરૂરી છે. આ દિવસે રાંધેલા ભાત, ગોળ અને ઘીનો ધૂપ એ અંગારામાં હવન કરો અને બધા જ દેવતાઓને અર્પણ કરો. યાદ રહે આ તમારા પિતૃઓને અર્પણ નથી કરવાનું. માત્ર એક જ વાર આ પ્રયોગ કરવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના અણધાર્યા સંકટો નહીં આવે.

 

મિત્રો, બસ આટલા ઉપાયો કરશો તો અચાનક અને રોજબરોજ આવતા તમારા સંકટો હંમેશાં માટે દૂર થઈ જશે.

***

ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી (Gujjulogy) સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *