દીપાવલીના પાવન પર્વોમાં ધનતેરસ Dhanteras પછીનો દિવસ એટલે કાળી ચૌદસ Kali Chaudas. આસો વદ ચૌદશ એટલે કે કાળી ચૌદશને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે મહાકાળીની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો હોય છે. સાથે સાથે તંત્ર, મંત્ર અને મેલી વિદ્યાઓ અને સાધના કરનારાઓ માટે પણ કાળી ચૌદશની રાત પણ એક વિશિષ્ટ સંયોગની રાત હોય છે.
મા કાલી આપશે તમને અષ્ટ સિદ્ધિ
નરક ચતુર્થીના દિવસે મહાકાળી માતાના પૂજનનું વિશેષ મહત્વ છે. મા કાળીને તાંત્રિક વિદ્યા કરનારાઓની દેવી પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે કોઈ વ્યક્તિ કાળી ચૌદશની રાત્રે મહાકાળી માતાને જાે પ્રસન્ન કરી દે તો એને અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે પણ જાે જીવનમાં અષ્ટ સિદ્ધિથી સંપન્ન થવા માંગતા હો તો કાળી ચૌદશે વહેલી સવારથી લઈને સંધ્યા ઢળે ત્યાં સુધી મા કાલીનું સ્મરણ કરો. સંધ્યા ઢળી જાય અને અંધારુ થઈ જાય પછી મહાકાળીની તસવીર કે પ્રતિમા સામે બેસીને ‘ઓમ ક્રીં ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રિં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં સ્વાહા’ આ મંત્રોની એકસોને આઠ મણકાની અગિયાર માળા કરો.
જીવનના બધા જ દુઃખોનો ચમત્કારિક અંત
ઉપર દર્શાવ્યા ઉપરાંત પણ મહાકાળીની બે પ્રકારે વિશેષ પૂજા થાય છે. કાળી ચૌદશના દિવસે આ પૂજાઓ કરવાથી જીવનના બધા જ દુઃખોનો ચમત્કારિક રીતે અંત આવી જાય છે. બે પુજામાંથી એક સામાન્ય પૂજા છે અને બીજી તાંત્રિક પૂજા. અહીં આપણે માત્ર સામાન્ય પુજાની વાત કરીએ, કારણ કે તાંત્રિક પુજા અઘોરી અને તાંત્રિકો જ કરી શકે છે અને એ સ્મશાનમાં જઈને કરવાની હોય છે.
સામાન્ય પૂજામાં ૧૦૮ જાસુદના ફુલ, ૧૦૮ બીલીપત્રો, ૧૦૮ માટીના દીવા અને ૧૦૮ દુર્વાના પાન, મીઠાઈ, મોસમી ફળ, ખીચડી, ખીર તથા તળેલી વાનગીઓની જરૂર પડે છે. પૂજા સાંજે કરવાની હોય છે પણ એ માટે તમારે આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે. રાત્રે અંધારુ થયા પછી મહાકાળી માતાની છબી આગળ સ્નાન કરીને બેસીને તમારે આ ભોગ માતાને ચડાવવાનો છે અને નીચે આપેલા મંત્રોની એકસોને આઠ મણકાની એક માળા કરવાની છે.
‘ઓમ નમો કાલી કંકાલી, મહાકાલી મુખ સુંદર જિહવા કાલી,
ચાર વીર ભૈરોં ચૌરાસી, ચાર બત્તી પૂજુ પાન – મીઠાઈ,
અબ બોલો કાલી કી દુહાઈ!’
આ પૂજા કરવાથી મા કાલી જીવનમાં ચમત્કારિક સફળતા અપાવે છે.
લક્ષ્મી માતા અને ગણેશજીને ના ભુલતાં
કાળી ચૌદશની રાત્રે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. કાળી ચૌદશે સંધ્યા ઢળી જાય એ પછી તમે લક્ષ્મી માતા, ગણેશજી અને તમારા કુળ દેવતા કે દેવીની તસવીર કે પ્રતિમા પાસે દરેકના જુદા જુદા દીપ પ્રગટાવવાના છે અને સૌને સુખ, શાંતિ માટે પ્રાર્થના કરવાની છે.
તમને અકાળ મુત્યુનો ભય છે તો સહાય કરશે કાલી
ઘણા લોકોને અકાળ મૃત્યુનો ભય પણ સતાવતો હોય છે. જાે તમને પણ અકાળ મૃત્યુનો ભય સતાવતો હોય, તમને એમ લાગતું હોય કે તમે બહું જ જલ્દી મરી જશો. તો ચૌદશની રાત્રે એક પીપળાના ઝાડ પાસે જઈ ત્યાં યમરાજના નામનો દીપક પ્રગટાવો. એને યમ દીપક પણ કહેવામાં આવે છે. આ દીપક પ્રગટાવીને તમે યમરાજને પ્રાર્થના કરો કે તમારો અકાળ મૃત્યુનો ભય દૂર કરે. આ પ્રયોગ ફક્ત એક જ વાર કરવાથી તમારો મૃત્યુનો ભય તાત્કાલિક દૂર થઈ જાય છે.
હનુમાન ચાલીસાના પાઠ અને તમામ કષ્ટો દુર
જાે તમને શનીનો દોષ હોય, સાડા-સાતી પનોતી હોય કે બીજા કોઈ દોષ, તો એના ઉપાય માટે કાળી ચૌદશ એક ઉત્તમ દિવસ છે. કાળી ચૌદશના દિવસે કાળા તલ, કાળી અડધની દાળ અને કાળા વસ્ત્રોનું દાન કરો. સાથે સાથે એ દિવસે હનુમાનજીના મંદીરે જઈને લાલ ફુલ, સિંદુર, આંકડાની માળા તથા તેલ ચડાવો. મોડી રાત્રે મહાકાળીની પ્રાર્થના કરો અને તમામ દોષોમાંથી મુક્ત થઈ જવા પ્રાર્થના કરો. આ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે.
પાપ થઈ ગયું છે? ચિંતા ના કરો!
માનવીનું જીવન અનેક આયામોથી, ઘટનાઓથી ભરેલું છે. ક્યારેક એવું બની જતું હોય છે કે માણસથી જાણે-અજાણે પાપ પણ થઈ જતું હોય છે. તમે પણ ભુલથી જાે કોઈ નાનુ-મોટું પાપ કરી બેઠાં હો અને એમાંથી છૂટકારો મેળવવા માંગતા હો તો કાળી ચૌદશની રાત્રે અંધારુ થાય એ પછી ઘરના મુખ્ય દ્વાર પર ચાર મુખવાળો દીવો કરો અને યમરાજ, મહાકાળી માતા તથા તમારા કુળદેવીને પ્રાર્થના કરો કે તમને પાપોમાંથી મુક્ત કરે.
આ સ્નાનથી તમે નર્કના ભયમાંથી મુક્ત થઈ જશો
હિન્દુ ધર્મમાં સ્વર્ગ અને નર્ક બંનેની વાત કરવામાં આવી છે. માનવીના કર્મો ખરાબ હોય તો તેને નર્કમાં જ જવું પડે છે. પણ જાે માનવીને પોતાના બુરા કર્મોનો અહેસાસ થાય અને એ તેના પ્રાયશ્ચિત માટે પ્રયત્નો કરે તો તે નર્કમાં જવાથી અચૂક બચી શકે છે. એમાં એક મહત્વનો યોગ છે કાળી ચૌદશની રાત્રે બને છે. કાળી ચૌદશની રાત્રે એક વિશેષ સ્નાન કરવાનું હોય છે, એનું નામ અભ્યંગ સ્નાન છે. એ માટે ચિરચરા નામની એક વિશેષ ઔષધીની જરૂર પડે છે. આ ઔષધીના પાંદડા મેળવીને કાળી ચૌદશની રાત્રે અગિયાર વાગ્યે એ ઔષધી ઠંડા પાણીમાં નાંખી દો અને પછી એને ઢાંકી દો. અરધા કલાક પછી એ પાણીથી સ્નાન કરો અને સ્નાન કરતાં કરતાં યમરાજને પ્રાર્થના કરો કે, ‘મારાથી જાણે – અજાણે જે કોઈ બુરા કાર્યો થઈ ગયા હોય એના માટે હું આપની ક્ષમા માંગુ છું. મને માફ કરજાે અને નરકથી દૂર રાખજો.’ અભ્યંગ સ્નાન ખૂબ જ સિદ્ધ માનવામાં આવે છે. એનાથી માનવી નરકના દ્વારે જતાં બચે છે.
ઘરની નક્કામી વસ્તુઓ નરક સમાન છે
કાળી ચૌદશના દિવસે સાફ-સફાઈનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ઘરમાંથી તમામ પ્રકારનો તૂટેલો – ફૂટેલો સામાન બહાર કાઢી નાંખો. કારણ કે ઘરમાં કોઈ પણ વસ્તુ તૂટેલી, ખવાઈ ગયેલી, કટાઈ ગયેલી, ઉપયોગ વિનાની – નકકામી હોય તો એને વાસ્તુ દોષ માનવામાં આવે છે. કાળી ચૌદશને પણ સ્વચ્છતા સાથે વિશેષ જાેડાણ છે, ગંદી, નક્કામી, તૂટેલી વસ્તુને નરક સમાન માનવામાં આવે છે એટલે એના માટે નરક ચતુર્થી એટલે કે કાળી ચૌદસ જ મહત્વનો દિવસ છે. આથી ઘરની આવી તમામ નક્કામી ચીજાે, દાખલા તરીકે તૂટેલું નક્કામુ ફર્નિચર, ખાલી તૂટેલા ડબ્બા, તૂટેલા કાચ, નકકામા ધાતુના વાસણો વગેરે બધું જ ઘરની બહાર કાઢીને ફેંકી દો. આ કાર્યથી તમારા ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ બની રહેશે.
કાળી ચૌદશની રાત્રે કકળાટ કાઢો
કાળી ચૌદશની રાત્રે ઘરમાંથી કકળાટ કાઢવાની વિધી પણ હિન્દુ ધર્મમાં ખૂબ પ્રચલિત છે. એટલે કે ભજિયા બનાવીને ચાર રસ્તા પર મુકી આવો અને એના પર એક લોટો પાણી ઢોળી દો. આ વિધિ કરવાથી ઘરની નકારાત્ક ઉર્જા જતી રહે છે. એટલે કે કકળાટ જતો રહે છે, કોઈએ તમારા ઘર પર કે તમારા કોઈ પણ પરિવારજન પર મેલી વિદ્યા કે તાંત્રિક વિદ્યા કરી હોય તો એ પણ નાબૂદ થઈ જાય છે.
મિત્રો, નરક ચતુર્થી અર્થાત કાળી ચૌદશના દિનને તમે જાે યોગ્ય રીતે મુલવશો અને એ દિવસે યોગ્ય રીતે પૂજા-અર્ચના કરશો તો તમારા પરના તમામ દુઃખો દૂર થઈ જશે.
***
ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.